Connect with us

રાષ્ટ્રીય

1, જૂનથી 200 નોન એસી ટ્રેનો દોડાવશે રેલવે

હવે શ્રમિક ટ્રેનો માટે રાજ્યોની અનુમતીની જરૂર નહી

Khabar Gujarat

પ્રકાશિત

on

મજૂરોને તેમના ગામ કે શહેર લઇ જવા માટે શ્રમિક ટ્રેનો દોડાવાઇ રહી છે. આ ટ્રેનોની સંખ્યાને વધારવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સુચન કર્યું છે. આ સાથે જ ગૃહ મંત્રાલયે સ્થળાંતર કરી રહેલા મજૂરો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ (એસઓપી) જારી કર્યો છે. સાથે જ કેન્દ્ર સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે જે રાજ્યોમાં ટ્રેન જવાની હોય તે રાજ્યોની અનુમતીની જરુર નહીં રહે. સાથે જ સામાન્ય નોન એસી ટ્રેનો શરૂ થવાની તારીખ પણ જાહેર કરાઇ છે, હવે મોટા ભાગની નોન એસી ટ્રેનો પહેલી જુનથી ચાલવા લાગશે તેમ રેલવેએ કહ્યું હતું.

રેલવેના પ્રવક્તા રાજેશ બાજપાઇએ જણાવ્યું હતું કે શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવવા માટે એ રાજ્યોની અનુમતી નહીં લેવાની રહે કે જ્યાં આ ટ્રેનો મોકલવાની હોય. એક રાજ્ય બીજા રાજ્ય પાસેથી અનુમતી લેવાની હતી જેને હવે રદ કરી દેવામાં આવ્યું છે અને અનુમતી વગર જ ટ્રેનોને રવાના કરી શકાશે. સાથે જ કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યં છે કે તેઓ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવા માટે સ્વતંત્ર છે અને હાલ જરુરિયાત મુજબ ટ્રેનો વધારવી જોઇએ કે જેથી મજૂરોને તેના યોગ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ મળી રહે.  ખાસ કરીને આ શ્રમિક ટ્રેનોમાં મુસાફરી કરનારા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોનું વિશેષ ધ્યાન રાખવાના આદેશ પણ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આપ્યા છે.

પહેલી જુનથી જે નોન એસી ટ્રેનો શરૂ થવા જઇ રહી છે તેનું બુકિંગ ઓનલાઇન કરવાનું રહેશે, આ બુકિંગ ટુક સમયમાં શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. પહેલી જુનથી આશરે ૨૦૦ જેટલી નોન એસી ટ્રેનો દોડાવવાનું રેલવેનું આયોજન છે. સાથે જ સ્પેશિયલ શ્રમિક ટ્રેનોની સંખ્યા ૨૦૦ હતી તેને વધારવાનો નિર્ણય પણ કરાયો છે. અને રાજ્ય સરકારો વધુ પ્રમાણમાં શ્રમિક ટ્રેનો દોડાવે તેવી સલાહ આપી છે. રેલવે મંત્રાલયે કહ્યું છે કે મજૂરોને સહાય કરવામાં આવે, તેઓને નજીકના મેનલાઇન સ્ટેશન પાસે રજિસ્ટર કરી લિસ્ટ રેલવેને સોપે કે જેથી ટ્રેનો ચલાવવામાં અનુકુળતા રહે. મજૂરોને પણ વિનંતી છે કે તેઓ પોતાના સ્થાન પર જ રહે, ટુંક સમયમાં ભારતીય રેલવે તેમને જ્યા જવા માગતા હોય ત્યાં લઇ જશે.

જે ટાઇમ ટેબલ વાળી ૨૦૦ નોન એસી ટ્રેનો શરૂ થવાની છે તેની માહિતી ઓનલાઇન જારી કરવામાં આવશે. આ ઉપરાંત આ ટ્રેનોનું બુકિંગ પણ ઓનલાઇન જ કરવાનું રહેશે. રેલવેની મોબાઇલ એપ્લિકેશન આઇઆરસીટીસી રેલ કનેક્ટ અને આઇઆરસીટીસીડોટકોડોટઇન પરથી પણ બુકિંગ કરી શકાશે. ક્યા શહેરો અને રુટ પર આ ટ્રેનો દોડાવવામાં આવશે તેની માહિતી ટંુક સમયમાં જાહેર કરવામાં આવશે.

રાષ્ટ્રીય

શ્રમિકો પાસેથી બસ-ટ્રેનનું ભાડું નહી વસુલવા સુપ્રિમકોર્ટનો આદેશ

ભોજન અને પીવાનું પાણી પણ આપો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સુપ્રીમ કોર્ટે ગુરુવારે પરપ્રાંતિય શ્રમિકોના મામલે મહત્વનો વચગાળાનો ચુકાદો આપ્યો છે. દેશની સર્વોચ્ચ ન્યાયાલયે વચગાળાના ચુકાદામાં નિર્દેશ આપ્યો છે કે, શ્રમિકોને વતન મોકલવા માટે તેમની પાસેથી બસ અથવા ટ્રેનનું ભાડું વસૂલવું જોઈએ નહીં. દેશમાં ફસાયેલા શ્રમિકોને ભોજન અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા આદેશ આપ્યો છે.

દેશમાં પરપ્રાંતિય શ્રમિકોની દયનિય સ્થિતિની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે સુઓ મોટો પર વચગાળાના નિર્દેશા આપતા જણાવ્યું હતું કે, શ્રમિકો જ્યાં હોય ત્યાં જ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમને જમવાનું તેમજ પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે. બસ અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહેલા મજૂરોને આ સુવિધા આપવા આદેશ કરાયો છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોષ ભૂષણની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આદેશમાં જણાવ્યું હતું કે, જ્યાંથી બસ અથવા ટ્રેન ઉપડવાની હોય તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશે શ્રમિકોને ભોજન-પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે જ્યારે મુસાફરી દરમિયાન આ જવાબદારી રેલવેની રહેશે.

સુપ્રીમ કોર્ટની બેન્ચના અન્ય જજ જસ્ટિસ એક કે કૌલ અને જસ્ટિસ એમ આર શાહે રાજ્યોને નિર્દેશ કર્યો છે તેઓ શ્રમિકોની નોંધણી વ્યવસ્થા કરે અને વહેલી તકે તેમને બસ અથવા ટ્રેન મળે તેવા પ્રયાસ કરે. કોર્ટે આ અંગે ગંભીર નોંધ લેતા ટકોર કરી હતી કે શ્રમિકોની નોંધણી, પરિવહન અને તેમને ભોજપ-પાણી ઉપલબ્ધ કરાવવામાં કેટલાક છીંડા જોવા મળ્યા હતા. કેન્દ્રે તેમના જવાબમાં જણાવ્યું હતું કે તેઓ તેમના તરફથી અભૂતપૂર્વ પ્રયાસ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 91 લાખ પર પ્રાંતિયોને વતન મોકલવામાં આવ્યા છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ફલેકિસબલ કાર ફાઇનાન્સ સ્કીમ શું છે? HDFC તથા મારૂતિ સુઝુકીનો આઇડીયા

ફલેકિસબલ કાર ફાઇનાન્સ સ્કીમ શું છે? HDFC તથા મારૂતિ સુઝુકીનો આઇડીયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકીએ આજે ગુરૂવારે એક નવી સ્કીમ જાહેર કરી છે. આ સ્કીમનું નામ ફલેકિસબલ કાર ફાઇનાન્સ સ્કીમ છે. કંપનીની સાથે પાર્ટનર તરીકે આ સ્કીમમાં HDFC બેન્ક જોડાઇ છે. આ સ્કીમ નવી કાર ખરીદનારાઓ માટે છે.

આ સ્કીમમાં ફલેકિસ ઇકવેટેડ મન્થલી ઇન્સ્ટોલમેન્ટ (EMI) ઓપ્શન પણ છે. જેમાં ગ્રાહકને વર્ષ દરમિયાન ત્રણ ઓછી રકમના EMI નો લાભ મળે છે, જે ઓન રોડ ફંડીગના 100 ટકા સુધી મળશે.

આ ઉપરાંત પ્રતિલાખ મહિને રૂા.899 નો હપ્તો આવશે, આ સ્કીમ પ્રથમ છ માસ માટે લાગુ પડશે એમ મારૂતિ સુઝુકીએ જણાવ્યું છે.

એકઝીકયુરિવ ડીરેકટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવ કહે છે : જે સંકટથી ધેરાયેલા છે. તેવા ગ્રાહકો માટે આ મોટો ફાયદો છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

આતંકીઓનું પુલવામાં જેવા હુમલાનું ષડયંત્ર નિષ્ફળ

કાશ્મીરમાં 20 કિલો વિસ્ફોટક ભરેલી કારને સેનાએ ઉડાવી દીધી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ વધુ એક પુલવામા જેવા હુમલાને નિષ્ફળ કર્યો છે. પુલવામા જિલ્લામાં એક વાહનમાં IED (ઈંપ્રોવાઈઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઈઝ) ઝડપી લીધી છે. થોડા સમય પછી તેને ઉડાવી દેવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ માહિતી ગુરુવારે સવારે આપવામાં આવી છે.

સૂત્રોના આધારે ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, પુલવામામાં પોલીસને મોડી રાતે માહિતી મળી કે, અમુક આતંકીઓ એક વિસ્ફોટક ભરેલી કાર લઈ જઈ રહ્યા છે. તેના દ્વારા અમુક લોકેશન પર બ્લાસ્ટ કરવામાં આવી શકે છે. તેથી સેનાએ અમુક રુટ્સ તુરંત સીલ કરી દીધા હતા. આ દરમિયાન જ એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. તેને રોકતા અમુક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારપછી ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ભાગી ગયો. સેનાએ આ ગાડી કબજે કરી લીધી હતી.

 

સુરક્ષાદળોએ કારની પાસે જઈને જોયું તો પાછળની સીટ પર વિસ્ફોટક ભરેલા લીલા રંગના ડ્રમ પડ્યા હતા. સુરક્ષાબળોએ સમગ્ર રાત કારની વોચ રાખી. પછીથી આસપાસના ઘરોને ખાલી કરવી દીધા. બાદમાં વાહનને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ આતંકીઓનું કોઈ મોટું કાવતરું હતું. કાર પર સ્કૂટરની નંબર પ્લેટ લાગડવામાં આવી હતી, તેનું રજિસ્ટ્રેશન કઠુઆ જિલ્લાનું મળ્યું છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ