Connect with us

રાષ્ટ્રીય

અનલોક-4 માં વધુ ૧૦૦ પેસેન્જર ટ્રેન દોડાવવા રેલ્વેની તૈયારી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મેટ્રો ટ્રેન પછી હવે ભારતીય રેલવે વધુ 100 ઉતારુ ટ્રેનો શરૂ કરવા તૈયાર થઇ હતી. અત્યારે 230 પેસેન્જર ટ્રેનો દોડે છે પરંતુ એ સ્પેશિયલ ટ્રેનની જેમ દોડે છે.

હાલ દોડી રહેલી ટ્રેનોમાં 230 એક્સપ્રેસ અને ત્રીસ રાજધાની ટ્રેનેાનો સમાવેશ થાય છે. હવે જે 100 ટ્રેન દોડાવવાની યોજના છે એ પણ સ્પેશિયલ ટ્રેનની જેમ જ દોડશે. આ ટ્રેનો ઇન્ટરસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટેટ હશે. રેલવેના પ્રવક્તાએ કહ્યું કે અમે ગૃહ મંત્ર્યાલય તરફથી મંજૂરી મળવાની વાટ જોઇ રહ્યા છીએ. રેલવેના સૂત્રે કહ્યું કે આગામી બે માસમાં અથવા આવતા વર્ષના એપ્રિલમાં રેલવે ઝીરો-બેઝ્ડ ટાઇમ ટેબલ પ્રગટ કરશે ત્યારે આ ટ્રેનોના સમયમાં કોઇ ફેરફાર કરવામાં નહીં આવે.

અનલૉક ફોર દરમિયાન વધુ ઉતારુ ટ્રેનો દોડાવવાની જાહેરાત અત્યાર અગાઉ રેલવે મંત્ર્યાલય કરી ચૂક્યું હતું. તબક્કાવાર ટ્રેનો દોડતી કરવાની રેલવેની યોજના છે.

અગાઉ ઉતારુઓની માગણી અને કોરોનાના પ્રભાવને ધ્યાનમાં રાખીને ટ્રેનો દોડાવવાની વાત હતી પરંતુ એક કરતાં વધુ વખત એ વિચાર પડતો મૂકવો પડ્યો હતો. હવે કેન્દ્ર સરકારે અનલૉક ફોર દરમિયાન સપ્ટેંબરના બીજા સપ્તાહથી ટ્રેનો દોડાવવાની હા પાડતાં રેલવે એકસો ઉતારુ ટ્રેનો  દોડાવવા તૈયાર થઇ હતી.

નવરાત્રિ અને દિવાળી જેવાં તહેવારો પણ નજીક આવી રહ્યા હતા એટલે ઉતારુઓની માગણી પણ વધવાની શક્યતા હતી. આ વર્ષના માર્ચ એપ્રિલથી કોરોનાના કારણે ટ્રેનેા બંધ કરવાની ફરજ પડી હતી.

રાષ્ટ્રીય

યુપી સરકારે સંસ્કૃતમાં પ્રેસનોટ જાહેર કરી

સંસ્કૃત ભાષાના ઉત્થાન અને વિકાસ માટે યોગી સરકારનું પગલું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે હિંદીની સાથે સાથે તમામ સુચનાઓને સંસ્કૃતમાં જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. આ જ ઉપક્રમે રવિવારે પ્રથમ પ્રેસનોટ સંસ્કૃતમાં જાહેર કરવામાં આવી છે. આ પ્રેસનોટ કોરોના સમીક્ષા બેઠકની હતી. જેને હિંદીની સાથે સંસ્કૃત પણ જાહેર કરાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ તાત્કાલિક અમલ પણ શરુ થઇ ગયો છે. શનિવારે જ મુખ્યમંત્રીએ આ અંગે નિર્દેશ આપતા કહ્યું હતું કે તમામ સરકારી સુચનાઓ હિંદીની સાથે સંસ્કૃત ભાષામાં પણ જાહેર કરવામાં આવે. તમામ પ્રેસનોટ પણ સંસ્કૃત ભાષામાં જાહેર કરવામાં આવે.

મુખ્યમંત્રી દ્વારા દરરોજ કોરોના અંગે જે સમીક્ષા બેઠક કરવામાં આવે છે તેની પ્રેસનોટ રવિવારે સંસ્કૃત ભાષામાં પણ બહાર પાડવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની સાથે સાથે દેશના તમામ સંસ્કૃત ભાષા પ્રેમી લોકો માટે પણ આ ખુશીના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અનેક વખત જાહેર મંચ ઉપરથી સંસ્કૃત ભાષાના ઉત્થાન અને વિકાસ માટે બોલી ચુક્યા છે. ત્યારે હવે આ માટે તેમણે નક્કર પગલા અને નિર્ણય લેવાની શરુઆત કરી છે.

યુપીના મુખ્યમંત્રી કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પરથી સંસ્કૃત પ્રેસનોટ શેર કરવામાં આવી છે. સંસ્કૃત ભાષા આપણી દેવભાષા છે. આપણા શાસ્ત્રો, વેદો, પુરાણો વગેરે તમામ સંસ્કૃત ભાષામાં છે. ઉપરાંત વિજ્ઞાનીઓએ પણ સંસ્કૃત ભાષાનું મહત્વ સ્વીકાર્યુ છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

સુશાંત કેસથી ચર્ચામાં આવેલા બિહારનાં પૂર્વ DGP પાંડે જેડીયુમાં જોડાયા

વિધાનસભાની ચૂંટણી લડશે ગુપ્તેશ્વર પાંડે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

બિહારના પૂર્વે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) ગુપ્તેશ્વર પાંડે અપેક્ષા મુજબ રાજકીય મોરચે ઝંપલાવી દીધું છે. તાજેતરમાં જ પોલીસ સેવામાંથી વીઆરએસ લેનાર પૂર્વ ડીજીપીએ બિહાર વિધાનસભા ચૂંટણી અગાઉ જેડીયુ સાથે હાથ મિલાવ્યા છે. રવિવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની હાજરીમાં ગુપ્તેશ્વર પાંડેએ સત્તાવાર રીતે જેડીયુમાં પ્રવેશ કર્યો હતો.

ગુપ્તેશ્વર પાંડે 1987 બેચના આઈપીએસ અધિકારી છે અને તેમણે બોલીવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનની તપાસ સીબીઆઈ જેવી તપાસ સંસ્થાને સોંપવાના સીએમ નીતીશ કુમારના નિર્ણયનું સમર્થન કર્યું હતું.

પાંડેએ પોલીસ સેવામાંથી વીઆરએસ લઈ લેતા તેમના રાજકીય ક્ષેત્રે પ્રવેશની અટકળો વહેતી થઈ હતી જે આખરે યથાર્થ ઠરી છે. પૂર્વ ડીજીપીએ જણાવ્યું કે મુખ્યમંત્રી નીતીશ કુમારજીએ મને વ્યક્તિગત રીતે ફોન કરીને પક્ષનું સભ્યપદ મેળવવા આમંત્રણ આપ્યું હતું. મે તેનો સ્વીકાર કર્યો છે. હું રાજકારણ વિશે કંઈ જ જાણતો નથી. મને જે કહેવામાં આવશે તે મુજબ જ હું કામ કરીશ તેમ પાંડેએ પત્રકારોને જણાવ્યું હતું.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ ડીજીપીને જેડીયુ તેમને બક્ષર જિલ્લામાં તેમના વતનથી ચૂંટણી લડવા ટિકિટ ફાળવી શકે છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ફ્રાન્સે ભારતને વધુ પાંચ રાફેલ સોંપ્યા

LAC ને ધ્યાનમાં રાખી ભારતે વિમાનમાં કરાવ્યા કેટલાંક ફેરફાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ફ્રાંસે ભારતને વધુ પાંચ ઘાતક રાફેલ યુદ્ધ વિમાનોની બેચ સોંપી છે. આ બેંચમાં શામેલ પાંચેય વિમાનો હજીયે ફ્રાંસની ધરતી પર જ છે. માનવામાં આવે છે કે, ઓક્ટોબર મહિનામાં આ પાંચેય રાફેલ ભારત પહોંચી જશે. આ વિમાનોને પશ્ચિમ બંગાળ સ્થિત કલઈકુંડા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. આ યુદ્ધ વિમાનો ચીનના J-20 ચાંગડુ માટે કાળ સાબિત થશે.

આ અગાઉ પહેલા જ 5 રાફેલ ચીન સરહદે તૈનાત કરાયા છે. હવે આવનારા અન્ય 5 રાફેલ પણ ચીન સરહદે જ ખડકવામાં આવશે. સરહદે આંખ બતાવી રહેલા ચીન સામે ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેક ઘણો વધારો થશે. રફેલની પહેલી 5 વિમાનોની બેંચને 10 સપ્ટેમ્બરે ઔપચારીક કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનામાં શામેલ કરવામાં આવ્યા હતાં.

ભારતમાં ફ્રાંસના રાજદૂત ઈમેનુઅલ લેનિને રાફેલ જેટની બીજી બેંચને ભારતને સોંપી દીધી છે. આ તમામ વિમાનો હાલ ફ્રાંસમાં જ છે, ભારતીય વાયુસેના પર નિર્ભર છે કે તે આ વિમાનોને ક્યારે ભારત લાવશે. ફ્રાંસના રાજદૂતે ભારતીય વાયુસેનાના પાયલટોના ભારોભાર વખાણ કરતા તેમને ઉત્તમ ગણાવ્યા છે.

ચીન સાથે અડીને આવેલી સરહદના તાપમાનને ધ્યાનમાં રાખીને આ વિમાનમાં ભારતે પોતાના હિસાબે કેટલાક ફેરફાર પણ કરાવ્યા છે. જેથી નિચા તાપમાનમાં પણ આ વિમાનો સરળતાથી સ્ટાર્ટ થઈ શકે છે. પહેલી બેચના 5 રાફેલ વિમાનોને 250 કલાક કરતા પણ વધારેની ઉડાન અને ફિલ્ફ ફાયટિંગ ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. આ વિમાનોને અંબાલામાં 17 ગોલ્ડન એરો સ્ક્વાર્ડનમાં શામેલ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ