Connect with us

સ્પોર્ટ્સ

રાહુલ દ્રવિડનો દાવો: ઓક્ટોબરથી ભારતીય ક્રિકેટમાં દેખાશે કોરોનાનો પ્રભાવ

હાલની સ્થિતિ પ્રમાણે ઘરેલું ક્રિકેટ સીઝન થઇ શકે છે સ્થગિત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે કોરોના મહામારીના સમયે મોટો દાવો કર્યો છે. દ્રવિડને લાગે છે કે, કોવિડ 19નો પ્રભાવ ભારતીય ક્રિકેટ અને ઘરેલુ સર્કિટમાં સામાન્ય રીતે મહેસૂસ કરી શકાશે. દ્રવિડનું માનવું છે કે, જો ક્રિકેટ એક-બે મહિનામાં ફરીથી શરૂ નહીં થાય તો, કોરોના મહામારીની અસર ભારતીય ક્રિકેટ ઉપર પણ જોવા મળશે. પૂર્વ ભારતીય કેપ્ટનનું કહેવું છે કે, કોરોનાની મહામારીનો વાસ્તવિક પ્રભાવ ઓક્ટોબરની આસપાસ ભારતીય ટીમમાં જોવા મળશે, ખાસ કરીને તે ઘરેલુ ક્રિકેટને સૌથી વધારે પ્રભાવિત કરશે.

ટેસ્ટ ક્રિકેટમાં ધ વોલના નામથી પ્રખ્યાત રાહુલ દ્રવિડે કહ્યું કે, અમે અત્યારસુધી ભાગ્યશાળી રહ્યા છે, પણ ઓક્ટોબર આવતાં સુધી સ્થિતિ તણાવપુર્ણ થઈ શકે છે. અમુક ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ કેન્સલ કરી દેવામાં આવી છે. તેના માટે સમય અને સ્થાન મળી શકે છે, પણ ઓક્ટોબરની આસપાસ તે આપણને વધારે અસર કરશે, કેમ કે ઘરેલુ સિઝન ઓક્ટરોબરથી શરૂ થાય છે.

જણાવી દઈએ કે, ભારતમાં જુનિયર, અંડર 16, અંડર 19, રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, દીલિપ ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને મહિલા ટીમોની ઘરેલુ મેચો ઓક્ટોબરથી શરૂ થાય છે અને માર્ચ સુધી ચાલે છે. પણ હાલની પરિસ્થિતિને જોતાં એવું લાગે છે કે, ઓક્ટોબરથી આ ટુર્નામેન્ટ શરૂ થઈ શકશે નહીં.

સ્પોર્ટ્સ

CSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આઈપીએલ 2020 શરૂ થાય તે પહેલાં સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી પોતાનું નામ પાછું લઈને ફેન્સ તેમજ ફ્રેન્ચાઈઝીને મોટો ઝટકો આપ્યો હતો. પણ ફ્રેન્ચાઈઝીએ રૈનાનું રિપ્લેસમેન્ટ લાવ્યા ન હતા. જેને કારણે સતત ચર્ચાઓ થતી રહેતી કે રૈના ટીમમાં વાપસી કરી શકે છે. પણ હવે CSKએ સુરેશ રૈનાનું નામ પોતાની ઓફિશિયલ વેબસાઈટમાંથી હટાવી લીધું છે.

UEA પહોંચ્યા બાદ મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના વાઈસ કેપ્ટન સુરેશ રૈનાએ IPL 2020થી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું. આ કારણે ફ્રેન્ચાઈઝીએ પોતાની બેટિંગમાં સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, લોકો આશા વ્યક્ત કરી રહ્યા હતા કે, રૈના ટીમમાં વાપસી કરશે, કેમ કે, ચેન્નાઈ તેનું રિપ્લેસમેન્ટ લીધું ન હતું. જો કે હવે સીએસકેએ પોતાની વેબસાઈટ પરથી રૈનાનું નામ હટાવી લેતાં એ સાફ થઈ ગયું છે કે, હવે રૈના ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ સાથે જોડાયેલો નથી.

મિસ્ટર IPLના નામથી મશહૂર સુરેશ રૈનાએ ચેન્નાઈની સાથે જોડાઈને ચેન્નાઈમાં આયોજિત ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. તો તેણે મહેન્દ્રસિંહ ધોનીની સાથે સંન્યાસની ઘોષણા કરી હતી. અને તે બાદ રૈના પોતાની ટીમ સાથે યુએઈ જવા માટે રવાના થયો હતો અને ક્વોરન્ટીન સમય પણ પૂર્ણ કર્યો હતો. પણ CSKના 13 મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યાના બીજા જ દિવસે રૈના આઈપીએલ છોડીને દુબઈથી ઘરે પરત આવી ગયો હતો. અને હવે સીએસકેએ રૈનાની વાપસીના દરવાજા બંધ કરી દીધા છે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ

ધોનીનો એવો કયો રેકોર્ડ જે આ મહિલા વિકેટ કિપરએ તોડ્યો જાણો…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હીલીએ ટી-20 ઇન્ટર નેશનલમાં વિકેટ પાછળ સૌથી વધુ શિકાર ઝડપવાનો એમ.એસ.ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ન્યુઝિલેન્ડ સામેની ટી-20 મેચમાં એલીસાએ આજે વિકેટ પાછળ 92મો શિકાર ઝડપ્યો હતો.જ્યારે ભારતના વિકેટ કિપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીએ ટી-20 ઇન્ટરનેશનલમાં 91 શિકાર ઝડપ્યા છે. ધોનીએ આ સિધ્ધિ 98 મેચ રમીને મેળવી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની મહિલા વિકેટ કિપર એલીસા હિલીએ 114 મેચમાં 92 શિકાર ઝડપીને ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. ધોની હવે ક્રિકેટના તમામ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃતિ લઇ ચુક્યો છે. જ્યારે હિલી હજુ ન્યુઝિલેન્ડ સામે 3 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.

વધુ વાંચો

સ્પોર્ટ્સ

ક્રિકેટર પૃથ્વી શો નું આ અભિનેત્રી સાથે ઇલુ ઇલુ…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય ક્રિકેટરો અને અભિનેત્રીઓની વચ્ચે અફેરની ખબર કોઇ નવી વાત નથી. છેલ્લા કેટલાક દિવસથી યુવા ભારતીય ક્રિકેટર પૃથ્વી શો અને અભિનેત્રી પ્રાચી સિંહની અફેરની ખબર સામે આવી રહી છે. ત્યારે આ વચ્ચે પ્રાચી સિંહ દ્રારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. જે જોતા લાગી રહ્યું છે કે આ બન્નેની વચ્ચે ખીચડી રંધાઇ રહી છે.

આઇપીએલ 2020માં ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ તરફથી શાનદાર બેટિંગ કરતા 64 રન બનાવ્યા જેના કારણે તેને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો મેન ઓફ ધ મેચ બન્યા બાદ પ્રાચી તેની એક્સાઇટમેન્ટ રોકી શકી નગીં અને તેને શોના મેન ઓપ ધ મેચ બનવા પર એક પોસ્ટ શેર કરી દીધી. તે બાદથી લોકોના શક વિશ્વાસમાં બદલાઇ રહ્યો છે કે શો અને પ્રાચી વચ્ચે કંઇક તો ચાલી રહ્યું છે.

આ પહેલા અભિનેત્રી પ્રાચી સિંહ દ્વારા સતત યુવા ખેલાડી પૃથ્વી શો દ્રારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરો પર રિપ્લાય કરી રહી હતી. જેની પર શો પણ કોમેન્ટ્સનો જવાબ આપી રહ્યો હતો અને ફ્લર્ટ કરતો જોવા મળી રહ્યો હતો.

અભિનેત્રી પ્રાચી સિંહ હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી છે અને કલર્સ ચેનલ પર આવનારી સીરિયલ ઉડાનમાં ભૂમિકા ભજવી રહી છે. જ્યારે શો 18 વર્ષની ઉંમરમાં ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું અને સદી ફટકારનાર યુવા ભારતીય બન્યો. તેની સાથે 2 મેચનની સીરીજમાં 237 રન તેના નામે કર્યા.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ