Connect with us

જામનગર

જામનગર શહેરમાં સોશિયલ ડિસ્ટન્સીંગના સરાજાહેર ધજાગરા ઉડ્યા…!!

જામનગરમાં ઠંડીનું આગમન: ટાઉનહોલ સામે સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાડતા લારીવાળાઓ: માસ્ક પહેર્યા વગર લોકો પણ ખરીદી કરવા ટોળે વળ્યાં: તંત્ર કયારે ગંભીરતા દાખવશે ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર સહિત ગુજરાત અને સમગ્ર દેશમાં છેલ્લાં બે સપ્તાહથી કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ આ મહામારીની વેકસીનના ટ્રાયલની શરૂઆત પણ થઈ ગઈ છે ત્યારે દેશભરમાં બે સપ્તાહથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને મોતનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મેગાસીટીમાં રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફયૂ જાહેર કરાયો છે અને વધુ એક વખત પ્રજાને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અને માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરવામાં આવી રહી છે પરંતુ, જામનગર સહિત સમગ્ર રાજયમાં અનેક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. પ્રજાને કોરોનાનો ભય જ નથી..!

એક તરફ રાજ્યના ચાર મેગાસીટીમાં રાત્રિ દરમિયાન કર્ફયૂ છે. તો બીજી તરફ જામનગર શહેરમાં હાલ પૂરતો રાત્રિ કર્ફયૂ લાદવામાં આવ્યો નથી. ત્યારે જામનગર શહેરના બેડીગેઈટથી ટાઉનહોલ તરફ જવાના માર્ગ પર રાત્રિ દરમિયાન શિયાળાની ઠંડીમાં ગરમ કપડાંના વેચાણ કરતા લારીવાળાઓ સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાડતા નજરે પડે છે અને આ લારીવાળાઓ માસ્ક પહેર્યા વગર બેખોફ ખુલેઆમ ગરમ કપડાનું વેચાણ કરે છે અને બેખોફ લારીવાળાઓની સામે પ્રજા પણ એટલી જ બેખોફ છે તે માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવ્યા વગર ગરમ કપડાંની ખરીદી કરવા માટે ટોળે વળી જાય છે. આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકા સામાન્ય પ્રજાએ માસ્ક ન પહેર્યુ હોય ત્યારે રૂા. 1000 નો દંડ વસૂલ કરતા હોય છે પરંતુ, રાત્રિના સમયે સરાજાહેર સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાડી અને માસ્ક પહેર્યા વગર બેખોફ ગરમ કપડાંની લારીઓવાળાઓ સામે તંત્ર કયારે ગંભીરતા દાખવશે ?

જામનગર

છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ

સંતો-મહંતો અને શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં મંદિર ખાતે કાર્યક્રમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી ફેબ્રુઆરીથી રામમંદિર નિર્માણનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કામગીરી 3 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલશે. અને મર્યાદા પુરૂષોતમ શ્રી રામ ભગવાનનું સમગ્ર દેશનું સૌથી ભવ્ય મંદિર નિર્માણ પામશે. આ મહાનિર્માણના કામમાં કરોડો દેશવાસીઓને જોડવામાં આવ્યા છે. જામનગર સહિત સમગ્ર દેશમાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધિ(ફંડ) એકત્રીકરણ કાર્યક્રમ વ્યાપક સ્તરે ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આ મહાનિર્માણ માટે દેશભરમાંથી કરોડો રૂપિયાનું એકત્રિકરણ થઇ ચૂકયું છે. ફેબ્રુઆરી માસ દરમ્યાન પણ સમગ્ર દેશમાં નિધિ એકત્રિકરણ કામગીરી કરવામાં આવશે.

છોટીકાશી જામનગરમાં પ્રણામી સંપ્રદાય, આણંદાબાવા સેવા સંસ્થા તથા મોટી હવેલી સંપ્રદાય દ્વારા આ નિધિ એકત્રિકરણમાં પ્રત્યેક સંપ્રદાય દ્વારા રૂા.5,55,555ના ચેક તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજે શનિવારે સાંજે જામનગરમાં તળાવની પાળે આવેલાં વિશ્વ પ્રસિધ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે નિધિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શાસ્ત્રી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ તથા ખિજડા મંદિરના શ્રી લક્ષ્મણદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ડો.કિશોર દવે તથા સિનિયર ટ્રસ્ટી વિનુભાઇ તન્ના દ્વારા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જામનગર જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલીયાને બાલા હનુમાન મંદિર દ્વારા રૂા.5,55,555નો ચેક નિધિ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, અગ્રણી બિઝનેસમેન કનુભાઇ કોટક, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રેસિડેન્ટ લાખાભાઇ કેશવાલા તથા વેપારી અગ્રણી અરવિંદભાઇ પાબારી સહિતના શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોને વંદન કરી આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતાં.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં યુવકની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા યુવકે કોઇ અકળ કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી યુવતી તેણીના ઘરે દૂધ ગરમ કરવા જતા સમયે અકસ્માતે દાઝી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

જામનગર શહેરના સાધના કોલોની એમ-75 સામે આવેલા મયુર બંગલોમાં રહેતા પ્રશાંતભાઈ શુકલાનો પુત્ર ધ્રુવ શુકલા (ઉ.વ.18) નામના વિપ્ર યુવકે શુક્રવારે બપોરના સમયે તેના ઘરે કોઇ અકળ કારણોસર પંખામાં કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મેહુલભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો ડી.કે. ચૌહાણ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા વાલીબેન જાલુભાઈ ધોડા નામની યુવતી ગત તા.16 ના રોજ સાંજના સમયે તેના ઘરે દૂધ ગરમ કરતી હતી તે દરમિયાન પવનના કારણે ચૂલાના ઝાળ કપડામાં અડી જતા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી જેથી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પાલરભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર. આર. કરંગીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

1 અથવા 2 ફેબ્રુઆરીએ રજૂ થશે જામ્યુકોનું બજેટ

કર દર દરખાસ્તોમાં કોઇ ફેરફાર કરી શકાશે નહીં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી 1 અથવા 2 ફેબ્રુઆરીએ જામનગર મહાપાલિકાનું બજેટ રજૂ થશે. આ માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલ જામ્યુકોની સામાન્ય સભા અસ્તિત્વમાં ન હોય આ બજેટમાં કોઇપણ નીતિ વિષયક દરખાસ્ત કે નિર્ણયો કરવામાં આવશે નહીં. જામનગર મહાપાલિકાનું નાણાંકિય વર્ષ 2021-22નું બજેટ આગામી 1 અથવા 2 ફેબ્રુઆરીએ રજૂ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ચીફ એકાઉન્ટન્ટ દ્વારા બજેટને કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે અને કમિશનર જ તેને મંજૂરી આપશે. જો કે, આ બજેટને અંતિમ મંજૂરી કોણ આપશે તે હજુ નિશ્ર્ચિત નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, નિયમ મુજબ 20 ફેબ્રુઆરી પહેલાં બજેટને સામાન્ય સભામાં બહાલી આપી દેવાની હોય છે. પરંતુ 20 ફેબ્રુઆરી સુધીમાં નવી બોડી રચાઇ તેવી સંભાવના ઓછી હોય હાલ તૂર્ત કમિશનર જ આ બજેટને મંજૂરી આપશે અને આગળનો નિર્ણય રાજય સરકારની સૂચના મુજબ કરવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર બજેટની દરખાસ્તો રાબેતા મુજબની હશે. જેમાં હાલના કર દર જે છે તે પ્રમાણે જ રાખવામાં આવશે. જો કે, કાયદાકિય જોગવાઇ મુજબ નવી બોડી આવ્યા બાદ પુરક બજેટ રજૂ કરીને નવી કર દરની દરખાસ્તો કરી શકે છે. ઉપરાંત નીતિ વિષયક બાબતોનો પણ ઉમેરો કરી શકાય છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ