Connect with us

રાષ્ટ્રીય

પબજી મોબાઇલ ઇન્ડિયાની વેબસાઇટ લાઇવ, ભારતમાં કયારે આવશે એપ ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતમાં પબજી મોબાઇલની વાપસી થઇ રહી છે એવા સમાચાર છે, પરંતુ આ માટેની એપ ભારતમાં કયારે સૌ ના માટે ઉપલબ્ધ બનશે ? તે પ્રશ્ન ઘણા લોકોને થઇ રહ્યો છે.

પબજી મોબાઇલ ઇન્ડિયા ભારતમાં સાઉથ કોરિયન કંપની પબજી કોર્પોરેશન લઇને આવી રહી છે જેની મુખ્ય કંપનીનું નામ ક્રાફટોન ઇન્કોર્પોરેશન છે. પબજી મોબાઇલ ઈન્ડિયાએ પોતાની ઓફિશિયલ વેબસાઇટ લાઇવ કરી દીધી છે. પબજી મોબાઇલ ડોટ ઇન નામની આ વેબસાઇટ પર પબજી મોબાઇલ ઇન્ડિયા કમિંગ સુન એવું મોટું બેનર મુકયું છે. જેમાં પબજીનું પાંચમા લેવલનું હેલ્મેટ છે અને ઉપર એનિમેશન આપ્યું છે. દિવાળી પર જ પબજીએ ભારતમાં વાપસીનું એલાન કરી દીધું હતું.

એવું કહેવામાં આવે છે કે, આ વેબસાઇટ પર શુક્રવારે થોડા કલાકો માટે પબજી મોબાઇલ ઇન્ડિયાના એપીકે વર્ઝનને મૂકવામાં આવ્યું હતું. પરંતુ મોટાભાગના વપરાશકારો આ વર્ઝન ડાઉનલોડ કરી શકયા નથી. આ વેબસાઇટ કંપનીએ ખુદે બનાવી છે કે, નહીં ? તે હજુ સ્પષ્ટ થયું નથી.

કેટલાક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવી રહયું છે કે, પબજીને ભારતમાં ફરીથી લોન્ચ થવા દેવા અંગે સરકાર હજુ પૂર્ણ રૂપે તૈયાર નથી. એટલે કે, ભારતમાં પબજીના પુનરાગમન અંગે હજુ કોઇ સતાવાર જાહેરાત થવા પામી નથી. પબજી કોર્પોરેશન દ્વારા તાજેતરમાં એમ કહેવામાં આવ્યું હતું કે, કંપની 100 મિલિયન ડોલરનું રોકાણ કરીને ભારતમાં પોતાની પેટા કંપની કાર્યરત કરશે.

ગેમ શેરિંગ કોમ્યુનિટી ટેપ-ટેપ પર પબજી મોબાઇલ ઇન્ડિયાને રજિસ્ટ્રેશન પહેલાંની લાખો એન્ટ્રીઓ મળી ચૂકી છે. પરંતુ કંપનીએ હજુ સુધી આ એન્ટ્રીઓ અંગે કશુ કહયું નથી. ભારતમાં વાપસીના નિવેદન પછી કંપની તરફથી હજુ સુધી કોઇ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભારતમાં પબજી મોબાઇલના વપરાશકારોના ડેટા મામલે પબજીની કંપની માઇક્રોસોફટ અઝૂરે કલાઉડ સર્વિસ સાથે ભાગીદારી કરશે અને કંપનીએ એમ પણ કહયું છે કે, વપરાશકારોની પ્રાઇવસીને કંપની દ્વારા પ્રાથમિકતા આપવામાં આવશે.

રાષ્ટ્રીય

રૂા.90,000 કરોડ, 1350 કિમી. : દેશનો સૌથી લાંબો એકસપ્રેસ હાઇ-વે

2018માં શરૂ થયેલો અને 2023માં પૂર્ણ થનાર આ રાજમાર્ગની વિશેષતાઓ જાણો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની રાજધાની દિલ્હી અને દેશના આર્થિક પાટનગર મુંબઇ વચ્ચે દેશનો સૌથી લાંબો એકસપ્રેસ નેશનલ હાઇવે 2 વર્ષ પછી આપણે જોઇ શકીશું. આ હાઇ-વેની લંબાઇ 1350 કિમી રહેશે.આ રાજમાર્ગના નિર્માણ પાછળ સરકાર રૂા.900 અબજનો ખર્ચ કરશે. આ હાઇ-વે દેશના પાંચ રાજયોમાંથી પસાર થશે. જેમાં ગુજરાત ઉપરાતં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ટવીટ્ મારફત આ જાણકારી આપી છે જેમાં વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. આ હાઇ-વેનો પ્રારંભ 2018માં થયા પછી 2019ની 9મી માર્ચે હાઇ-વેનું ભુમિપૂજન થયું હતું. 100 કિમીથી વધુ લંબાઇના માર્ગ માટેનો કોન્ટ્રાકટ અપાઇ ચૂકયો છે અને કામ ચાલુ છે.દિલ્હીના દૌસા સેકશન અને જયપુરને જોડવામાં આવશે. તેને જયપુર એકસપ્રેસ નામથી ઓળખવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરાથી અંકલેશ્ર્વર સુધીનું સેકશન ઇકોનોમિક હબ ભરૂચને જોડશે. આ બન્ને સેકશન આગામી નવેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે. જાન્યુઆરી 2023 સુધીમાં સંપૂર્ણ માર્ગ તૈયાર થશે.

આ માર્ગ તૈયાર થવાથી જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિતોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજજૈન, ઇંદોર, અમદાવાદ અને સુરત જેવા મહત્વના આર્થિક શહેરો એકમેકથી જોડાઇ જશે. આ હાઇ-વે બન્યા પછી દિલ્હી અને મુંબઇ વચ્ચેનું અંતર 130 કિ.મી. ઓછુ થઇ જશે. હાલમાં દિલ્હીથી મુંબઇ પહોંચવા 24 કલાકનો સમય લાગે છે આ હાઇ-વે બન્યા પછી આ સમય ઘટીને 12 કલાક થઇ જશે. જેના કારણે દર વર્ષે 32 કરોડ લિટર ઇંધણની બચત થશે.

આ હાઇ-વેની આજુબાજુ 15,00,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ હાઇ-વે એશિયાનો પ્રથમ અને દુનિયાનો બિજો એવો હાઇ-વે હશે જેમાં જંગલના પ્રાણિઓ માટે એનિમલ ઓવરપાસ બનાવવામાં આવશે. એટલે કે, જંગલ નિચે ટનલ બનાવી હાઇ-વે કાઢવામાં આવશે. તેથી જંગલ યથાવત રહેશે. આ હાઇ-વેમાં ત્રણ અંડરપાસ અને પાંચ ઓવરપાસ રહેશે. આ હાઇ-વે બનાવવામાં પાંચ લાખ ટન લોખંડનો ઉપયોગ થશે.60 લાખ ટ્રકના ફેરા કરીને 50 કરોડ ઘન મીટર માટીને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવશે.

આ હાઇ-વેના નિર્માણમાં 35 લાખ ટન સિમેન્ટનો ઉપયોગ થશે. જે દેશના સિમેન્ટના કુલ ઉત્પાદનનો એક ટકા હિસ્સો છે. આ હાઇ-વે નિર્માણ દરમ્યાન 15 લાખ શ્રમિક દિવસ લાગશે. જેના કારણે રોજગારીમાં મોટો વધારો થશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

જાણો પીએમ મોદીએ આજે પહેરેલ જામનગરની પાઘડી કોણે અને ક્યારે આપી હતી ભેંટ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પ્રધાનમંત્રીએ આજે પહેરેલ જામનગરની બાંધણી ચર્ચામાં છે. દર વર્ષે પીએમ નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે અલગ અલગ પ્રકારની પાઘડીઓ પહેરતા હોય છે. જયારે આજે તેઓએ જામનગરની પ્રખ્યાત બાંધણીની પાઘડી પહેરી છે. ઓરેન્જ અને યલો કલરની આ પાઘડીએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

દેશ આજે 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ગણતંત્ર દિવસના અવસર પર પહેરેલી પાઘડી ગુજરાતમાંથી ભેટ આપવામાં આવી છે. ગુજરાતના જામનગરમાં રાજવી પરિવાર દ્વારા આ પાઘડી ભેટ આપવામાં આવી છે. હાલમાં PM મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. આ અવસરે જામનગરના રાજવી પરિવારે ભેટ આપી હતી. 2015થી લઇ અત્યાર સુધીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ પર PM મોદીની પાઘડી પણ ધ્યાન આકર્ષિત કરે છે. પીએમ મોદીએ આ વર્ષે જામનગરની પાઘડી પહેરીને જામનગર સહીત ગુજરાતભરનું ગૌરવ વધાર્યું છે. જામનગરના રાજવી પરિવારનો વૈશ્વિક સ્તરે વિશેષ આદર છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

આજે ગણતંત્ર દિવસની ઉજવણી પર મુખ્ય મહેમાન કોઈ જ નહી, ચોથી વખત બની આ ઘટના

દર વર્ષે વિદેશી મહેમાનો ગણતંત્રદિનની ઉજવણીમાં ભાગ લે છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશભરમાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજ નો દિવસ ઈતિહાસમાં કાયમ માટે અમર થઇ ગયો છે. કારણકે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. અને ભારત સંપૂર્ણપણે પ્રજાસત્તાક બન્યો હતો. દેશમાં દર વર્ષે વિદેશી મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગણતંત્રદિનની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે મુખ્ય અતિથી વિના જ ગણતંત્રદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. તે પાછળનું કારણ છે કોરોના વાયરસની મહામારી.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનએ તેના ભારતના પ્રવાસને રદ્દ કરવો પડ્યો છે. બોરીસ જોન્સન 26 જાન્યુઆરીના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાના હતા.  પરતું બ્રિટનમાં ફેલાઈ રહેલા નવા કોરોના સ્ટ્રેનના લીધે બોરીસ જોન્સનનો પ્રવાસ રદ થયો છે. જોન્સને કહ્યું કે કોરોનાની મહામારીને રોકવા પર ધ્યાન કેન્દ્રિત થાય તે માટે તેઓનું બ્રિટનમાં રહેવું જરૂરી છે. જણાવી દઈએ કે દેશના ઈતિહાસમાં આજે ચોથી વખત એવું બન્યું છે કે કોઈ વિદેશી મહેમાન વગર ગણતંત્રદિનની ઉજવણી થઇ હોય. આ અગાઉ  1952, 1953 અને 1966ના વર્ષમાં વિદેશી મહેમાનો વગર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. કોરોના વાયરસની મહામારીના લીધે આ વર્ષે ઉજવણીમાં ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે.

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ