Connect with us

ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોચ્યા , કોરોના વેક્સીનનું નિરીક્ષણ કરશે

ચાંગોદર સ્થિત ઝાયડસમાં કરશે ઝાયકોવ-ડી દવાના ઉત્પાદનની સમીક્ષા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવ-ડી વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે જેનું નિરીક્ષણ કરવા માટે આજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોચ્યા છે. હાલ એરપોર્ટથી વાયુસેનાના હેલિકોપ્ટરથી ચાંગોદર હેલીપેડ પહોંચી ગયાં છે. અહીંથી તેઓ ઝાયડસ બયોટેક પ્લાન્ટ પહોંચશે. પીએમના આગમનને લઇને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

 કોરોના વેક્સીનના પ્રોડક્શનને લઇને ઝાયડસ બયોટેકની વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. થોડી જ વારમાં પ્રધાનમંત્રી ટ્રાયલ વેક્સીનનું નિરીક્ષણ કરશે. અને ત્યારબાદ રસી બનાવનાર વૈજ્ઞાનિકો સાથે પણ ચર્ચા કરશે. ઝાયડસ ફાર્મા કંપની દ્રારા હાલ કોરોનાની ઝાયકોવ-ડી રસીનું પરીક્ષણ ચાલી રહ્યું છે. જેને લઇને નરેન્દ્ર મોદી આજે ચાંગોદર આવી પહોચ્યા છે. જયારે હાલ સોલા સિવિલ ખાતે પણ વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે. જેમાં વોલન્ટિયર્સ ટ્રાયલ માટે આવી રહ્યાં છે. વૅક્સિનની ટ્રાયલના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ અહીં યુદ્ધના ધોરણે કોરોનાની રસીનું ઉત્પાદન કરવામાં આવશે. 

ગુજરાત

નિર્ણયો લેવાની સત્તા, ચૂંટાયેલી મહિલાઓના પતિદેવો પાસે શા માટે ?!

હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી થતાં, ચૂંટણીપંચને નોટિસ: સુનાવણી ફેબ્રુઆરીમાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સામાન્ય રીતે ગામડાંઓમાં સરપંચપદે ચૂંટાઇ આવતી મહિલાઓથી માંડીને કોર્પોરેશનોમાં ચુંટાતી નગરસેવિકાઓ સુધીના કિસ્સાઓમાં મોટે ભાગે આ પદ સંબંધી નિર્ણયો, આ મહિલાઓના પતિઓ લેતાં હોય છે. જેને પરિણામે ઘણાં પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે અને નિયમભંગ સહિતની અનિયમિતતાઓ અને ગેરરિતીઓ પણ થતી હોય છે. આ આખો મામલો રાજયની વડી અદાલતમાં પહોંચ્યા પછી, અદાલતે રાજય ચૂંટણીપંચને જવાબ મેળવવા નોટીસ મોકલાવી છે. અને આગામી સુનાવણી ફેબ્રુઆરીમાં રાખવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજય સહિતની ચૂંટણીઓમાં મહિલાઓ ચૂંટાયા બાદ તેમના પરિવારના પુરુષો મહિલાઓને માત્ર નામની રાખીને સત્તા પર રાજ કરતા હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટે ચૂંટણીપંચને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.વધુ સુનાવણી ફેબ્રુઆરી મહિનામાં હાથ ધરવામાં આવશે.

તાલુકા અને જીલ્લા સ્તરે સરપંચ, પાલિકા પ્રમુખ,કોર્પોરેટર કે અન્ય હોદ્દા માટે ચૂંટણી જીત્યા બાદ મહિલાઓને પતિ કે પુત્ર દ્વારા હાંસિયામાં ધકેલીને પોતે જ સત્તા ભોગવતા હોવાની અરજીમાં રજૂઆત કરાઇ છે. પરિવારના પુરુષ સભ્યો દ્વારા રબર સ્ટેમ્પની જેમ મહિલાઓને માત્ર ચૂંટણી લડવા સિવાય કોઇ નિર્ણય લેવા દેવામાં આવતા નથી. આ પ્રકારે વહીવટી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતા પરિવારજનો સામે ચૂંટણી પંચે પગલા લેવા જોઇએ.

મહિલાઓને તેમની રીતે વહીવટી નિર્ણયો લેવા દેવાની સ્વતંત્રતા મળે તે જોવાની જવાબદારી ચૂંટણીપંચની છે. મહિલાને માત્ર ચૂંટણીમાં જીતી ગયા બાદ સાઇડ લાઇન કરીને તમામ નિર્ણયો તેમના પતિ કે પુત્ર કરે છે.

બસપાના મહામંત્રી નિરંજન ઘોષે કરેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, શીડયૂલ કાસ્ટ અને શીડયૂલ ટ્રાઇબની મહિલાઓ જનરલ કેટેગરીની મહીલાઓ કરતા અલગ જીવન જીવે છે. તે પોતાના પરિવારના ભોગે પોતાની કારકિર્દીને છોડી દે છે. જેનો ગેરલાભ તેના પતિ કે પુત્રો લેતા હોય છે.

વધુ વાંચો

ગુજરાત

પાંચ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત

સ્વ. કેશુભાઇ પટેલ-સ્વ. ફાધર વાલેસ-સ્વ.મહેશ-નરેશ(કનોડીયા બંધુ)-ડો.ચંદ્રકાંત મહેતા અને કવિ દાદુદાન ગઢવીનું સન્માન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કેન્દ્ર સરકારે વર્ષ 2021ના પદ્મ અવોર્ડની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ, જ્યારે કનોડિયા બંધુ બેલડી મહેશ-નરેશ (મરણોત્તર), દાદુદાન ગઢવી, ડો. ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસ(મરણોત્તર)ને પદ્મશ્રી અવોર્ડ એનાયત કરવામાં આવશે.

ફાધર વાલેસની વાત કરીએ તો જન્મ સ્પેનના લોગ્રોનોમાં ચોથી નવેમ્બર, 1925ના રોજ થયો હતો. મૂળ નામ વાલેસ કાલોસ જોસેફ. માતાનું નામ મારિયા અને પિતાનું નામ જોસેફ. 1941માં તેમણે એસએસસી કર્યું. 1945માં ગ્રીક વિષય સાથે બી.એ. થયા અને 1949માં તત્ત્વજ્ઞાન વિષય સાથે બીજી વખત સ્નાતક કર્યું. 1953માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમણે ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેમની વય દસ વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. સ્પેનિસ આંતરવિગ્રહને કારણે તેમનું ઘર છૂટી ગયું અને ચર્ચમાં તેઓ શરણાર્થી તરીકે રહ્યા હતા. માત્ર 15 વર્ષની વયે તેમણે દીક્ષા લીધી હતી. ઉલ્લેખનીય છે કે તેમનું 9 નવેમ્બર 2020ના રોજ નિધન થઈ ગયું હતું.
કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એટલું નહીં, તેમણે અમદાવાદના ડોન લતીફને તેના હોમગ્રાઉન્ડ એવી પોપટિયાવાડમાં જઈ પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રીપદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો હતો. વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. ઉલ્લેખનીય છે કે 29 ઓક્ટોબર 2020ના રોજ તેમનું નિધન થઈ ગયું હતું.

મહેશ અને નરેશ કનોડિયા મૂળ કનોડા ગામના. મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં કનોડા ગામ આવ્યું છે. કનોડાથી પાટણ, અમદાવાદ અને ત્યાંથી મુંબઈ આવ્યા હતા, જ્યાં ભારે સંઘર્ષ કરીને દક્ષિણ મુંબઈમાં પેડર રોડ જેવા પોશ વિસ્તારમાં ઘર વસાવ્યું હતું. આ પછી લોકપ્રિય ગાયકો થયા, મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે ઓર્કેસ્ટ્રા અને ત્યાંથી ઠેઠ સંસદભવન સુધીની સફર બંને ભાઈઓએ કરી. મહેશ કનોડિયાએ પોતાના ભાઈ નરેશ કનોડિયા સાથે મળીને મહેશ-નરેશ તરીકે સંગીતકાર તરીકે સંગીત આપ્યું હતું, જેમાં વેલીને આવ્યાં ફૂલ (1970)જિગર અને અમી (1970)તાના-રીરી (1975)તમે રે ચંપો ને અમે કે વણઝારી વાવ, ભાથીજી મહારાજ, મરદનો માંડવો, ઢોલા મારુ, હિરણને કાંઠે, જોડે રહેજો રાજ, સાજણ તારાં સંભારણાં જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 25 ઓક્ટોબરના રોજ 25 ઓક્ટોબરે સિંગર-મ્યુઝિશિયન એવા મહેશ કનોડિયાનું નિધન થયું જ્યારે 27 ઓક્ટોબરે નરેશ કનોડિયા અનંતની સફરે ઊપડી ગયા હતા.

વધુ વાંચો

ગુજરાત

દાહોદ ખાતે પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી

રાજયપાલ તથા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના દાહોદ ખાતે દેશના 72મા પ્રજાસતાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ રહી છે. રાજ્યપાલ તથા સીએમ વિજય રૂપાણી સહિતના નેતાઓ હાજર રહ્યા છે. 750થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ થયા છે. મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું હતું. ટૂંક સમયમાં જ આદિવાસી સંસ્કૃતિ આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાશે.

સમગ્ર દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. દાહોદના નવજીવન કોલેજ મેદાન પર સવારે 9 વાગ્યાથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી શરૂ થઈ ગઈ છે. CM રૂપાણીએ ધ્વજારોહણ કરી ઉજવણીની શરૂઆત કરી છે. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરેડનું નિરીક્ષણ કરશે. મેદાનમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ અને રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા બંને મહાનુભાવોને પોડિયમ ખાતે લઈ જશે. પરેડનું નિરીક્ષણ કર્યા બાદ પરેડ માર્ચ પાસ્ટ કરશે. આ પરેડમાં પુરુષોની સાથે વિવિધ જિલ્લાની મહિલા પોલીસની ટીમ પણ જોડાઈ છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ