રાષ્ટ્રીય
વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ સહિત અનેક હસ્તીઓની ચીની કંપની જાસૂસી કરતી હોવાનો ઘટસ્ફોટ

પ્રકાશિત
4 months agoon
By
ખબર ગુજરાત

મળતી માહિતી અનુસાર મનમોહન સિંહ, સોનિયા ગાંધી, CDS બિપીન રાવત જેવા અનેક મોટા રાજનેતાઓ-અધિકારીઓની ચીન દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે. 24 મુખ્યમંત્રીઓ, 350 સાંસદોની જાસૂસી કરવામાં આવી રહી છે. આ સિવાય સેના સાથે જોડાયેલા લોકોની પણ માહિતી મેળવવામાં આવી રહી છે. આમાં ચીનની 2 જાસૂસી કંપનીઓના નામ સામે આવ્યા છે.
શેનઝેન ઇન્ફોટેક-ઝેન્હુઆ ઇન્ફોટેક કંપનીઓ જાસૂસી કરી રહી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી માટે કંપનીઓ જાસૂસી કરતી હોવાનું સામે આવ્યું છે. કંપનીઓ આ તમામ વ્યક્તિઓના રિયલ ટાઈમની માહિતી મેળવી રહી છે.
આ કંપનીઓ પ. બંગાળના સીએમ મમતા બેનર્જી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ઓરિસ્સાના સીએમ નવીન પટનાયકની પણ જાસૂસી કરી રહ્યા છે.
કેનબરાના સાઈબર સિક્યોરિટી, ટેક અને ડેટા એક્સપર્ટ રોબર્ટ પોર્ટરનું કહેવું છે કે દરેક દેશ પોતાની રીતે ફોરેન વિજિલેંસ કરી છે. જેનાથી ચીનને મોટા ડેટા સાયન્સ અને ટેક્સનોલોજીનો ઉપયોગ કર્યો છે. તેનાથી ચીનને ફોરેન વિજિલેંસને એક નવા લેવલ પર પહોચાડ્યો છે.
ચીન અત્યારે જે લોકોની માહીતિ લઈ રહ્યું છે. તેની રેન્જ બતાવે છે કે હવે તે હાઈબ્રિડ વોરફેયરના રણનિતીના મૂલ્યોને લઈને વધુ ગંભીર બની છે. તેની પાસે અમૂલ્ય ડેટા છે. જેનો અનેક રીતે ફાયદો લઈ શકાય છે.
તમને વાંચવા ગમશે
-
જામનગર કોંગ્રેસમાં રચનાબેન નંદાણિયાના પુનરાગમનને આવકારતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો
-
સ્ટોક માર્કેટ વિશેષ 17-01-2021
-
સાતમા પગારપંચની અમલવારી ન થતાં વીજ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન
-
દ્વારકા જિલ્લામાં મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી
-
પોરબંદરના કુછડી સ્થિત ખીમેશ્વર મહાદેવ મંદિરે 6 કિલો ચાંદીની જલધારી અર્પણ : મંદિર 1400 વર્ષ પુરાણું
-
જો બિડેને જાહેર કર્યું 1.9 ટ્રિલિયન ડોલરનું પેકેજ
રાષ્ટ્રીય
વેકસીન : વૈજ્ઞાનિકો-સંશોધકો પ્રશંસાના હક્કદાર : પ્રધાનમંત્રી





પ્રકાશિત
10 hours agoon
January 16, 2021By
ખબર ગુજરાત

ભારતમાં આજે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા વેક્સીનેશન ડ્રાઇવની શરૂઆત થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચુઅલ સંબોધન દ્વારા કોરોના વેક્સીનેશન અભિયાનની શરૂઆત કરાવી. પીએમ મોદીએ કહ્યું કે કોરોના રસી વિકસિત કરવા માટે વૈજ્ઞાનિકોએ તનતોડ મહેનત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આવા જ દિવસ માટે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકર એ કહ્યું હતું કે માનવ જ્યારે જોર લગાવે છે તો પત્થર પાણી બની જાય છે. હાલ PM મોદી કોરોના રસીકરણને લઇ સંબોધિત કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનેશનલ કાર્યક્રમની શરૂઆત કરતાં કહ્યું કે આજના દિવસની કાગડોળે રાહ જોવાઇ રહી હતી. કોરોનાની વેક્સીન આવી ગઇ. મોદીએ કહ્યું કે વેક્સીન બનાવનારાઓને તનતોડ મહેનત કરી છે. પીએમ એ કહ્યું કે તેમણે ના તહેવારની ચિંતા કરી ના તો રજા લીધી. પીએમ એ કહ્યું કે આવા જ દિવસ માટે રાષ્ટ્રકવિ દિનકર એ કહ્યું હતું કે માનવ જ્યારે જોર લગાવે છે તો પથ્થર પાણી બની જાય છે, વૈજ્ઞાનિક રિસર્ચર પ્રશંસાના હકદાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજેવૈજ્ઞાનિક, વેક્સીન રિસર્ચ સાથે જોડાયેલા અનેકો લોકો વિશેષ પ્રશંસાના હકદાર છે, જે છેલ્લાં કેટલાંક મહિનાઓથી કોરોનાના વિરૂદ્ધ વેક્સીન બનાવામાં લાગ્યા હતા. સામાન્ય રીતે એક રસી બનાવામાં વર્ષો લાગી જાય છે, હવે કોરોનાની વેક્સિન આવી ગઈ, દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન શરૂ થઇ ગયુ છે. બહુ ઓછા સમયમાં 2 મેડ ઈન ઈન્ડિયા વેક્સિન મળી. આ રસી ભારતના ટેલેન્ટનો પુરાવો છેતેમ PM મોદીએ કહ્યું. વેક્સિનેશન અભિયાન સિદ્ધાંત પર આધારિત છે. જેને સૌથી વધુ જરૂર છે તેને સૌથી પહેલા રસી મળશે. ડોક્ટર, મેડિકલ સ્ટાફને સૌથી પહેલા રસી મળશે. હેલ્થ કેર, ફ્રન્ટલાઈન વોરિયરને મળશે વેક્સિનતેમ વધુમાં મોદીએ કહ્યું. હું તેના માટે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.
AIIMSના ડાયરેકટર ડો.ગુલેરિયા ખુદ લેશે કોરોના વેક્સીન, મુંબઇના કૂપર હોસ્પિટલમાં વેક્સીન આવવા પર તાળી વગાડી સ્વાગત કર્યું, ઉત્તર પ્રદેશની BHU હોસ્પિટલને રસીકરણ અભિયાન શરૂ થતાં પહેલાં ફુગ્ગાથી શણગારી છે, પટનામાં સ્વાસ્થયકર્મી રામ બાબૂને પહેલી રસી અપાશે, રામ બાબૂ સ્વાસ્થય વિભાગના સફાઇકર્મી છે. તેમને પટનાના IGMSમાં રસી અપાશે. રામ બાબૂ એ કહ્યું કે તેઓ સૌભાગશાળી મહેસૂસ કરી રહ્યા છે,કાશ્મીરમાં આજે 4000 હેલ્થ વર્કર્સને આપશે રસી.
કાશ્મીરમાં કોરોના રસીકરણ માટે 40 સેન્ટર બનાવ્યા છે. આજે અલગ-અલગ કેન્દ્રો પર 4000 સ્વાસ્થ્ય કર્મીઓને રસી લગાવાશે. જ્યારે પહેલાં તબક્કામાં ઘાટીના કુલ 6000 સ્વાસ્થય કર્મીઓને રસી લગાવાની છે.
રાષ્ટ્રીય
બિહારમાં પણ ‘મને ખબર નથી..’!
બિહારમાં પણ ‘મને ખબર નથી..’!





પ્રકાશિત
1 day agoon
January 15, 2021By
ખબર ગુજરાત

ગુજરાતમાં સોશ્યલ મિડીયામાં ઘણી મજાક અને ટિપ્પણીઓમાં જોવા મળે છે કે, નેતાઓના ફોટા સાથે કોઇ પ્રશ્ર્ન લખી, નેતાના મોઢે ‘મને ખબર નથી’ એવું બોલાવવામાં આવે છે. આ પ્રકારની નિર્દોષ પરંતુ ચોટડુક મજાકો ઘણાં લોકોએ જોઇ હશે. બિહારમાં પણ ‘મને ખબર નથી’ જેવી સ્થિતિ જોવા મળે છે.
બિહારમાં ચર્ચિત ઇન્ડિગાના સ્ટેશન મેનેજર રૂપેશ સિંહ ના હત્યાકાંડ બાદ ખૂબ આક્રોશ છે. પરિસ્થિતિ એવી સર્જાઇ કે ઈખ નીતીશકુમાર સિક્સ લેનનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા ત્યાં પત્રકારોએ પ્રશ્ર્ન કરતાં બરાબરના ભડકયા હતા.
પત્રકારોએ નીતીશ કુમારને પ્રશ્ર્ન પૂછયો કે હત્યાકાંડ બાદ હજુ સુધી પોલીસના હાથ ખાલી કેમ છે? બિહારમાં સતત ક્રાઇમ કેમ વધી રહ્યું છે? આ પૂછતા જ નીતશકુમાર ઉકળી ગયા હતા. નીતીશ કુમારે કહ્યું કે આ રસ્તાના ઉદ્ઘાટનને હત્યાકાંડ સાથે ના જોડો. ગુનાના મામલામાં બિહાર 23મા નંબર પર છે. તેમણે એમ પણ કહ્યું કે ગુનેગાર કોઇનાથી પણ બચી શકશે નહીં.
રાષ્ટ્રીય
આંદોલન અને વાર્તા હજુ પણ ચાલુ જ છે!
ખેડૂત આંદોલનને 50 દિવસ પૂર્ણ થઇ ગયાં, સરકાર-ખેડૂતોની આજની બેઠક પણ નિષ્ફળ, હવે 19 મી એ ફરી બેઠક





પ્રકાશિત
1 day agoon
January 15, 2021By
ખબર ગુજરાત

કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં પંજાબ સહિતના રાજયોના લાખો ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતો 50 દિવસથી પાટનગરને ઘેરીને બેઠા છે. સરકાર નમતું જોખવા તૈયાર નથી અને ખેડૂતો પોતાની વાત પર મકકમ છે. સુપ્રિમ કોર્ટ રચિત સમિતી પણ 24 કલાકમાં બેમતલબ પૂરવાર થઇ છે. આજે 15 જાન્યુઆરી એ સરકાર અને ખેડૂતો વચ્ચે 9મા તબકકાની વાતચિત કોઇ પરિણામ વિના પૂર્ણ થઇ છે. હવે પછી સરકાર અને ખેડૂતો 19મી એ ફરી બેઠક કરશે.
દરમ્યાન આજે શુક્રવારે કેન્દ્રીય કૃષિ મંત્રીએ રાહુલ ગાંધી પર શાબ્દીક હુમલો કર્યો હતો અને તેઓના નિવેદન મજાકીયા હોય છે એમ જણાવ્યું હતું. કૃષિમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, આંદોલન જલ્દી પૂર્ણ થાય એવું સરકાર ઇચ્છે છે. સરકારે બેઠકમાં ખેડૂતોને એમ પૂછયું હતું કે, તમારી દ્રષ્ટિએ મહત્વનો મુદ્દો શું છે? ખેડૂતોએ જવાબ આપ્યો હતો કે, ત્રણેય કૃષિકાયદા પાછાં ખેંચાય અને લઘુતમ ટેકાના ભાવનો મામલો કાયદાકીય સ્વરૂપ મેળવે. જોકે, સામાન્ય ચર્ચાઓ પછી વાતચીતનો આ નવમો દોર પણ કોઇ પ્રકારના નિર્ણય વિના પૂર્ણ થયો હતો. હવે પછી સરકાર અને ખેડૂત 19મી એ વધુ એક બેઠક યોજશે. એમ જાહેરાત કરવામાં આવી છે.



જામનગર કોંગ્રેસમાં રચનાબેન નંદાણિયાના પુનરાગમનને આવકારતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો


સ્ટોક માર્કેટ વિશેષ 17-01-2021



સાતમા પગારપંચની અમલવારી ન થતાં વીજ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન


જામનગરના કિસાન ચોક વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા


જામનગરમાં લોકડાઉનનો ભંગ કરતા લોકો ઉપર ડ્રોન દ્વારા નિગરાની


12 મા માળેથી મોતની છલાંગ લગાવી યુવકે પડતુ મૂક્યું



જામનગર કોંગ્રેસમાં રચનાબેન નંદાણિયાના પુનરાગમનને આવકારતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો



સાતમા પગારપંચની અમલવારી ન થતાં વીજ કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન


પોરબંદરના કુછડી સ્થિત ખીમેશ્વર મહાદેવ મંદિરે 6 કિલો ચાંદીની જલધારી અર્પણ : મંદિર 1400 વર્ષ પુરાણું
ટ્રેન્ડીંગ
-
જામનગર3 weeks ago
ટૂંકા અને ઉતેજક વસ્ત્રો ધારણ કરેલી, જામનગરના પાદરે આવેલી એ યુવતીઓ કોણ છે?!
-
વિડિઓ3 weeks ago
જામનગરની જાણીતી હોટેલના હોલમાં ચાલતાં એકઝીબિશનમાં કોણે દરોડો પાડ્યો ? શા માટે ? શું દંડ કર્યો ?
-
જામનગર2 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર4 weeks ago
વિશ્વાસધાતના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી જામનગર એસઓજી