Connect with us

રાજ્ય

ખંભાળિયામાં વીજતંત્રના વ્યાપક પ્રશ્ન અંગે શહેર પ્રમુખ દ્વારા રજૂઆત

કમ્પ્લેન માટે મોબાઈલ નંબર રાખવા માંગ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા શહેરમાં વારંવાર સર્જાતા વીજ પ્રશ્ન તથા વીજ વિક્ષેપ સહિતના મુદ્દે શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના દ્વારા સત્તાવાળાઓને સવિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખંભાળિયા પીજીવીસીએલ દ્વારા વિતરિત થતો વીજ પુરવઠો ત્રણ ફીડરમાં વહેંચવામાં આવ્યો છે. જ્યારે શહેરના એક છેવાડાના વિસ્તાર હરસિદ્ધિ નગરમાં વીજ વિક્ષેપ અંગેની કામગીરી ચાલતી હોય ત્યારે શહેરનો બીજા છેડે રામનાથ સોસાયટી વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહે છે. આ સિસ્ટમ સંદર્ભે અગ્રણી અનિલભાઈ તન્નાના સૂચન મુજબ આ ફીડર શહેરમાં ત્રણના બદલે છ અથવા નવ વિભાગમાં વહેંચવામાં આવે તો એક સ્થળે થતી કામગીરીના કારણે દૂરના વિસ્તારોને વીજળીથી વિમુખ રહેવું ન પડે. હાલ ચોમાસા સાથે ગરમીની સિઝનમાં વીજ રેપેરિંગના કારણે બંધ રહેતા વીજ પૂરવઠાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ મુદ્દે ગંભીરતાથી વિચારી અને ફીડર ફેરફાર માટે જરૂરી પગલાં લેવા લેખિત પત્રમાં જણાવાયું છે.
   આટલું જ નહીં, શહેરમાં વીજ કમ્પ્લેન માટે એકમાત્ર નંબર 234794 છે. જે વારંવાર બંધ રહેવા ઉપરાંત એન્ગેજ મળવા સહિતની વ્યાપક ફરિયાદો પણ શહેરીજનોમાંથી ઉઠવા પામી છે. આ મુદ્દે તંત્ર દ્વારા વધુ એક મોબાઈલ નંબર વસાવી, અને આ નંબર ગ્રાહકોની ફરિયાદો માટે અલાયદો ફાળવવામાં આવે તે માટે પણ અનિલભાઈ તન્ના દ્વારા માંગ કરાઈ છે.

રાજ્ય

ખંભાળિયામાં બનનાર પ્રાર્થનાહોલના વિરોધમાં દંપતિ દ્વારા આત્મવિલોપનની ચીમકી

ઘેઘુર વૃક્ષોનું છેદન તથા ધાર્મિકતા વિરોધી કૃત્યનો સખત વિરોધ કરાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયાના સ્વર્ગપુરી સ્મશાન ખાતે નગરપાલિકા તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રાર્થના હોલ બનાવવાના ઠરાવ તથા તજવીજનો ઉગ્ર વિરોધ પ્રદર્શીત કરાઈ રહ્યો છે. ખંભાળિયાના રઘુવંશી અગ્રણી નટુભાઈ ગણાત્રા દ્વારા આ મુદ્દે લડી લેવા માટે છેલ્લા દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવ્યું છે. જેમાં માંડવો નાખી વિરોધ સાથે આગામી દિવસોમાં આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ખંભાળિયાના પાદરમાં આવેલા સ્વર્ગપુરી સ્મશાનની હજારો ફૂટ જગ્યામાં આશરે રૂપિયા એક કરોડના ખર્ચે પ્રાર્થના હોલ બનાવવાનું નગરપાલિકા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ધાર્મિકતાની દ્રષ્ટિએ સ્મશાન હોય ત્યાં પ્રાર્થના ના હોય. આ આ બાબતને કેન્દ્રમાં રાખી ખંભાળિયાના પીઢ રઘુવંશી અગ્રણી તથા જનજાગરણ પરિવારના પ્રણેતા નટુભાઈ ગણાત્રા દ્વારા નગરપાલિકાના આ કૃત્ય સામે બીડું ઝડપવામાં આવ્યું છે.
આ અંતર્ગત શહેરમાં પત્રિકા વિતરણ કરી અને નગર ગેઈટ વિસ્તાર નજીક નગરપાલિકા કચેરી પાસે એક છાવણી નાખી અને વિરોધ હાથ ધરવામાં આવ્યો છે. ખંભાળિયા શહેરમાં હજારો ફૂટ જગ્યા પર ગેરકાયદેસર દબાણ ઉભા છે. આટલું જ નહીં અનેક વિસ્તારોમાં હજારો ફૂટ જગ્યા ખાલી પડી છે. ત્યારે સ્મશાનના પ્રવેશદ્વાર નજીક અને હાલ વિશાળ અને ઘેઘુર વૃક્ષોનું જંગલ ઊભું છે, તથા આ વૃક્ષો અનેક પક્ષીઓનો આશરો છે, તે સ્થળને નેસ્ત નાબૂદ કરી, આ જગ્યા પર પ્રાર્થના હોલ બનાવવાની નીતિનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્મશાન માટે આપવામાં આવેલી જગ્યા પર પ્રાર્થના હોલ બનાવવામાં રાજકારણ તથા ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે નટુભાઈ ગણાત્રા દ્વારા નગરપાલિકાનો વિરોધ કરવા ઉપરાંત નગરજનોને સાચી પરિસ્થિતિ બાબતે માહિતગાર કરવા માટે પત્રિકા વિતરણ કરી અને છાવણીમાં નગરપાલિકા તંત્રનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
આટલું જ નહીં, આગામી દિવસોમાં નગરપાલિકા તંત્ર દ્વારા જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવશે, ત્યારે નટુભાઈ ગણાત્રા તથા તેમના પત્ની આ સ્થળે આત્મવિલોપન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. નગરપાલીકામાં વ્યાપક ભ્રષ્ટાચારના મુદ્દે આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં નટુભાઈ ગણાત્રા દ્વારા ચોક્કસ ઉમેદવારો અપક્ષ તરીકે ઉભા રાખવા ઉપરાંત આગામી દિવસોમાં દરરોજ એક એક વોર્ડમાં જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે તેમ પણ વધુમાં જણાવાયું છે. આમ, સ્મશાન નજીક પ્રાર્થના હોલ બનાવવા તથા નગરપાલિકાના ભ્રષ્ટાચાર આ બાબતે નટુભાઈ ગણાત્રા દ્વારા હાથ ધરાયેલું આંદોલન વધુ તેજ બન્યું છે.

વધુ વાંચો

રાજ્ય

આવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ

કલ્યાણપુરમાં આવેદનપત્ર પાઠવ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.
કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા રજુઆત કરાઈ હતી. આવકના દાખલામાં વિવિધ પ્રકારની ભૂલો ધ્યાને આવતા એન.એસ.યુ.આઈ. દ્વારા આ અંગે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
અધિકારીઓ લાજવાના બદલે ગાજતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ભૂલ સ્વીકારવાના બદલે રોષે ભરાયા હતા. પોતાની ભુલનો સ્વીકાર કરવાના બદલે અધિકારીએ જણાવ્યું હતું કે કામનું ભારણ હોઈ બીજા ભૂલો કરે છે તો અમે શુ કરીએ? તેમ જણાવી, અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવ્યો છે.
આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની આપી ચીમકી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઇ માડમની આગેવાની હેઠળ કેસુર વારોતરીયા, તુષાર હાથલીયા, જયેશ કંડોરીયા, સાગર ગોજીયા, ભાયા ભાદરકા, સાહિલ ગોસાઈ સહીતના કાર્યકરો જોડાયા હતા.

વધુ વાંચો

રાજ્ય

દ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત

દ્વારકા જિલ્લાના સૌથી મોટી ઉંમર 84 વર્ષના દાદીએ કોરાનાને આપી મ્હાત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયામાં રાવલ ચોક ખાતે રહેતા પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર સ્વ. મહેશભાઈ શુકલના પત્ની શારદાબેન મહેશભાઈ શુકલ (ઉં.વ. 84) ને ગત્ તા. 2 સપ્ટેમ્બરના રોજ કોરાના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું.
આથી તેમને સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત વધુ બગડતા તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડાયાબીટીસ, બ્લડપ્રેશર, ઓક્સિજન કમી વિગેરેની તેમને  22 દિવસની વિવિધ પ્રકારની સારવાર ખુબજ કાળજીપૂર્વક કરવામાં આવતા કોરાનાને મહાત આપી, સ્વસ્થ થતા શારદાબેનને ડિસ્ચાર્જ કરવામાં આવતા મંગળવારે ખંભાળિયામાં તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમના સગા- સંબંધીઓ, લતાવાસીઓ દ્વારા તેમના પર પુષ્પવૃષ્ટિ કરી, તાળી અને થાળી વગાડીને શારદાબેનની હિંમતને વધાવી હતી.
શારદાબેન શુક્લએ તેમના પ્રતિભાવમાં ખંભાળિયા અને જામનગર સરકારી હોસ્પિટલના તમામ ડોક્ટર તથા નર્સિંગ સ્ટાફને ભગવાન સ્વરૂપ ગણાવી આભાર વ્યક્ત કર્યો હતો.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ