Connect with us

રાજ્ય

એલપીજી ગેસના ટેન્કરમાંથી શું મળી આવતા પોલીસ અચંબામાં પડી ગઈ!

ગેસ ટેન્કરમાંથી 53 લાખનો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો : કચ્છ પોલીસે દારૂ અને ટેન્કર મળી 76 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : બુટલેગરોની શોધખોળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કચ્છમાં ખેડુકાવાઢથી ભીમાસર ગામ તરફ જવાના માર્ગ પરથી પોલીસે એલપીજી ગેસ ટેન્કરને આંતરીને તલાસી લેતા તેમાંથી લાખોની કિંમતની ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂા. 20 લાખનું ટેન્કર અને રૂા. 56,33,700 ની કિંમતનો 13,260 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો કબ્જે કરી ટેન્કર ચાલક અને બુટલેગરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

ગુજરાત રાજ્યમાં દરરોજ લાખોની કિંમતનો દારૂ જુદાં-જુદાં રસ્તેથી ઘૂસાડવામાં આવી રહ્યો છે અને દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અપનાવતા હોય છે. હાલમાં બુટલેગરો દ્વારા ગેસના ટેન્કરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરૂ કરવામાં આવી રહ્યું છે. આવી જ એક બાતમીના આધારે કચ્છના સરહદી રેંજના પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદીની સુચનાથી પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલાના નેજા હેઠળ પીઆઇ ડી.એમ. ઝાલા, પીએસઆઈ એ.પી. જાડેજા, એએસઆઈ ભગવાનભાઇ, હે.કો. રાજેશ પરમાર, પો.કો. રાજેશ રાઠોડ, કાંતિસિંહ રાજપૂત, ભગવાનભાઈ ચૌધરી, પ્રકાશ રાઠોડ સહિતના સ્ટાફે વોચ ગોઠવી ખેડુકાવાઢથી ભીમાસર ગામ તરફ જવાના માર્ગ પરથી પસાર થતા આર.જે.14.જી.ઇ.2434 નંબરના એલપીજી ગેસના ટેન્કરને આંતરી લીધું હતું.

પોલીસે એલપીજી ગેસ ટેન્કરને આંતરીને તલાસી લેતા તેમાંથી રોયલ ચેલેન્જની વ્હીસ્કીની રૂા.23,71,200 ની કિંમતની 4560 નંગ અને રૂા.32,62,500 ની કિંમતની મેકડોવેલ નંબર 1 દારૂની 8700 નંગ મળી કુલ રૂા.56,33,700 ની કિંમતનો 13,260 નંગ ઈંગ્લીશ દારૂ અને રૂા.20 લાખનું કિંમતન આરજે-14-જીઇ-2434 નંબરના ટેન્કર સહિત રૂા.76,33,700 ની કિંમતનો દારૂ વિશાળ જથ્થો કબ્જે કરી ટેન્કરના નંબરના આધારે ચાલક અને બુટલેગર તથા દારૂ મંગાવનાર સહિતના આરોપીઓની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.

રાજ્ય

ગુજરાતમાં પહેલી વખત કોરોનાનું આઉટકમ 700 ને પાર

સુરત ૨૦૧ , અમદાવાદ ૧૬૫ અને રાજકોટ ૩૬ કેસ સાથે અગ્રેસર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં અનલોકનાં તબક્કામાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ફેલાતું ધીમું પડ્યું હોય તેવાં કોઇ લક્ષણો ગુજરાતમાં દેખાતાં નથી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીનાં સૌથી વધુ 712 કેસ નોંધાયા છે. આમ અગાઉ જે કેસો 600ને પાર નોંધાતા હતા, તે હવે 700ને પાર થઈ ગયા છે. જ્યારે આજના દિવસમાં 21 લોકોનાં મોત અને 473 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 35398 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1927 તો ડિસ્ચાર્જનો કુલ આંક 25414 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાએ હવે પેટર્ન બદલી છે. હવે અમદાવાદના બદલે સુરતમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલ કેસોની વિગત જોઈએ તો, સુરત કોર્પોરેશન ૨૦૧, અમદાવાદ કોર્પોરેશન ૧૬૫, સુરત ૫૨, રાજકોટ ૩૬, વડોદરા કોર્પોરેશન ૩૪, વડોદરા ૨૭, વલસાડ ૧૯, ભરૂચ ૧૫, રાજકોટ કોર્પોરેશન ૧૧, ગાંધીનગર ૧૧, નવસારી ૧૧, ભાવનગર કોર્પોરેશન ૧૦, બનાસકાંઠા ૧૦, ખેડા ૧૦, ભાવનગર ૧૦, જુનાગઢ કોર્પોરેશન ૯, મહેસાણા ૮, અમદાવાદ ૭, અરવલ્લી ૭, કચ્છ ૭, પાટણ ૬, સાબરકાંઠા ૬, સુરેન્દ્રનગર ૬, જામનગર ૬, ગાંધીનગર કોર્પોરેશન ૪, આણંદ ૪, ગીર-સોમનાથ ૪, મોરબી ૩, જામનગર કોર્પોરેશન ૨, પંચમહાલ ૨, મહીસાગર ૨, બોટાદ ૨, અમરેલી ૨, દાહોદ ૧, જુનાગઢ ૧, દેવભૂમિ દ્વારકા ૧ કેસ નોંધાયો હતો.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયાના બે કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા

હાલ જિલ્લામાં છ એક્ટિવ કેસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ સુધી અન્ય જિલ્લાના એક મળી કુલ 28 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પખવાડિયા પૂર્વે મુંબઈથી આવેલા ખંભાળિયાના ભીખુભાઈ લાલજીભાઈ વાઘેલા નામના 72 વર્ષના વૃદ્ધ કે જે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોના અંગેની સારવાર લઈ રહ્યા હતા, તે સ્વસ્થ થતાં તેમને આજરોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આ સાથે સુરતથી ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આવેલા રંભીબેન કાનાભાઈ કંડોરીયા નામના પચાસ વર્ષની મહિલાને કોરોનાની સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જેની તબિયત પણ સ્વસ્થ થઈ જતા આજરોજ તેમને  પણ રજા આપવામાં આવી છે. આ બંને વ્યક્તિઓને હાલ થોડા દિવસ હોમ કવોરોન્ટાઈન રાખવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 318 વ્યક્તિઓ હોમ કવોરોન્ટાઈન છે. આ સાથે જિલ્લામાં કુલ 564 લોકોને કવોરોન્ટાઈન રાખવામાં આવ્યા છે.

જિલ્લામાં આજ સુધી કુલ 4161 કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી અન્ય જિલ્લાનો એક મળી 28 ના રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. હાલ જિલ્લામાં છ એક્ટિવ કેસ છે. જે પૈકી એક દર્દીને જામનગર જી. જી. હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આજ સુધી 19 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. જ્યારે બે વ્યક્તિઓના દુઃખદ અવસાન થયા છે.

વધુ વાંચો

રાજ્ય

દેશભરની યુનિવર્સિટી-કોલેજો માટે UGCએ નવી ગાઇડલાઇન્સ જાહેર કરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત સહિત દેશભરની યુનિવર્સિટી અને કોલેજો માટે યુજીસી દ્વારા નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. જેમાં ડિજિટલ લર્નિંગ, શિક્ષકોને તાલીમ અને સોશિયલ ડિસ્ટન્સિંગ પર વધારે ભાર મૂકવામાં આવશે. ઓગષ્ટથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે અને સપ્ટેમ્બર માસથી વર્ગો શરૂ થશે. લેબોરેટરી અથવા પ્રેક્ટીકલ પ્રયોગ માટે વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલ લેબોરેટરીનો ઉપયોગ કરવાનો રહેશે. તમામ યુનિવર્સિટીઓએ વર્ચ્યુઅલ કલાસરૂમ અને વિડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઉભી કરવી પડશે. તમામ સ્ટાફને ડિજિટલ અભ્યાસ માટે તાલીમ આપવામાં આવશે. તાલીમમાં ડિજિટલ ટીચિંગ એપ્લિકેશન અને વિવિધ ટુલ્સ વિશે માહિતગાર કરવામાં આવશે.

આ ઉપરાંત અભ્યાસક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવશે. તમામ શાળા અને કોલેજો ખોલ્યા પછી બધા જ વર્ગો ફિઝિકલી લેવામાં નહીં આવે. તમામ શિક્ષકોને 25 ટકા અભ્યાસક્રમ ઓનલાઈન અને બાકીનો અભ્યાસક્રમ વર્ગોમાં ભણાવવામાં આવશે. આ ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સહિતની માહિતી રાખવાનું યુજીસી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. દરેક યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની મુંઝવણ માટે કોવિડ-19 સેલ ઉભો કરવાનો રહેશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ