પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે. રાજસ્થાનના શ્રી ગંગાનગર 100 રૂપિયા લીટરથી મારૂ અઢી રૂપિયા દૂર થાય છે. તો મુંબઇ અને ઇન્દોરમાં પેટ્રોલનો ભાવ રૂા. 92 છે. આજે ડિઝલના ભાવમાં 23થી 27 પૈસા પેટ્રોલમાં રર થી રપ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એક સમયે ઇંધણના ભાવ વધારા મુદે સતા ગુમાવનારા કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો આ બેફામ વધારાને લઇને કેમ ચૂપ છે ? તેવો પ્રશ્ર્ન લોકોમાં ઉઠી રહ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 85.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 75.63 થઇ ગયો છે. આ જ રીતે મુંબઇમાં પેટ્રોલ 92.04 અને ડીઝલ રૂા. 82.40 રૂપિયા લીટર થયું છે. ચેન્નાઇમાં પેટ્રોલના 88.07 રૂપિયા તો ડીઝલ 80.90 છે. કોલકતામાં પેટ્રોલનાો ભાવ 86.87 અને ડીઝલ 79.23 થયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ તેના સૌથી ઉચ્ચતમ શિખરે પહોંચી ગયા છે. જો કે, આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડના ભાવમાં નરમાશ જોવા મળી છે. ડોલર પ્રતિ બેરલ થઇ ગયું છે. ભારતીય બાસ્કેટમાં જે ક્રુડ આવે છે તે લગભગ 20 થી રપ દિવસ જૂનું હોય છે એટલે આજે જે ક્રુડનો ભાવ છે તેની રપ દિવસ બાદ જોવા મળી શકે છે.
પેટ્રોલ અને ડિઝલના ભાવમાં એકસાઇઝ ડયુટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડયા બાદ તેનો ભાવ ડબલ થઇ જાય છે. જો કેન્દ્રની એકસાઇઝ અને રાજય સરકારનો વેટ હટાવાઇ તો ડીઝલ અને પેટ્રોલનો ભાવ લગભગ 27 રૂપિયા લીટર થઇ જાય પરંતુ કેન્દ્ર હોય કે, રાજય સરકાર બન્ને કોઇપણ હટાવી નથી શકતી કારણ કે, તેની આવકનો મોટો ભાગ આ જ છે.