સૈફ અલી ખાનની વેબસીરીઝ તાંડવનો ઘણાં ચાહકો લાંબા સમયથી ઇંતજાર કરી રહ્યાં છે. આ વેબસીરીઝ એમેઝોન પ્રાઇમ પર અપલોડ થઇ ચૂકી છે. પરંતુ આ સીરીઝ જોવી કે કેમ? તે અંગે લોકો હજૂ વિચારી રહ્યાં છે.
સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડીયા અને સુનિલ ગ્રોવર તેમજ ગૌહરખાન જેવાં અભિનેતા અને અભિનેત્રીઓને લઇને બનાવવામાં આવેલી તાંડવ વેબસીરીઝ જોરદાર પોલીટીકલ ડ્રામા છે. ખુબ મોટો વિષય છે. મિરઝાપૂર, પાતાલલોક અને ઇન્સાઇડ એજ તથા અન્ય વેબસીરીઝ પછી હવે તાંડવ પણ રિલિઝ થઇ ચૂકી છે.
તાંડવમાં પ્રધાનમંત્રીના પુત્રની વાર્તા છે જેનું નામ સમરપ્રતાપસિંહ છે. આ પાત્ર સૈફ અલી ખાન ભજવે છે. આ પાત્ર કોઇપણ ભોગે સતા ઇચ્છે છે. તે ચાલાક, ભ્રષ્ટ અને ખતરનાક પાત્ર ભજવે છે. તેની સાથે સુનિલ ગ્રોવર ગુરપાલના પાત્રમાં છે. જે પોતાના માલિક માટે કાંઇ પણ કરવા તૈયાર છે. તે અતિશય નિર્દય છે.
મુખ્ય પાત્ર સમરપ્રતાપસિંહના પિતા ત્રણ ટર્મથી પ્રધાનમંત્રી છે અને વધુ એક વખત ચૂંટણીમાં વિજય તરફ જઇ રહ્યા છે. પરંતુ પુત્ર સમર ખુદ પીએમ બનવા જાળ બિછાવે છે. પરંતુ એક તબકકે તેની બાજી પલટે છે. તે પોતાની જાળમાં ફસાતો હોય એવું સીરીઝમાં દેખાડવામાં આવે છે પરંતુ પછી તે આ જાળમાંથી નિકળવા ભરપૂર પ્રયાસો કરે છે.
તાંડવની વાર્તા ગૌરવ સોંલકી એ લખી છે. અલી અબ્બાસ ઝફર સીરીઝના ડાયરેકટર છે. સમગ્ર વાર્તા સીરીઝમાં ખુબ જ ધીમે ધીમે આગળ વધે છે.દર્શકની ધીરજની કસોટી થાય છે. સૈફ ખુબ જ અસરકારક રીતે ભુમિકા ભજવે છે. સુનિલનો રોલ અને અભિનય પણ દાદુ છે. આ સીરીઝમાં ડિમ્પલે પણ પોતાની સ્ટાઇલ મુજબ જબરદસ્ત કામ કર્યુ છે. સીરીઝમાં કેટલાંક સાથી કલાકારો પણ સુંદર અભિનય આપી રહ્યા છે.
ડાયરેકટરે બોલીવૂડની સ્ટાઇલથી સીરીઝ બનાવી છે. પુષ્કળ ટવીસ્ટ છે. જો કે, દર્શકે સીરીઝ જોતી વખતે ખુબ જ ધીરજ રાખવી પડશે.