Connect with us

મનોરંજન

નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના નવા ચેરમેન પરેશ રાવલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખ્યાતનામ કલાકાર એક્ટર અને ભાજપ નેતા પરેશ રાવલે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. હવે તેને નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના નવા ચેયરમેન બનાવવામાં આવ્યા છે. ભાજપના પૂર્વ લોકસભા સાસંદ પરેશ રાવલ હવે એનએસડીની કમાન સંભાળશે. પરેશ રાવલ હવે એનએસડીમાં પ્રસિદ્ધ રાજસ્થાયી કવિ અર્જુન ચરણની જગ્યા લેશે. જેમને 2018માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ચીફ બનાવવામા આવ્યા હતા.

પરેશ રાવલની નિયુક્તિની જાણકારી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે સોશિયલ મીડિયા પર આપી હતી. તેણે લખ્યું કે, પ્રખ્યાત કલાકાર માનનીય પરેશ રાવલજીને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. એની પ્રતિભાનો લાભ દેશના કલાકારો અને વિદ્યાર્થીઓને મળશે. હાર્દિક શુભકામનાઓ.

પરેશ રાવલ દ્વારા નિભાવેલા પાત્રો સદાય અમર રહેશે. ફિલ્મમાં રાજૂ (અક્ષયકુમાર), શ્યામ (સુનિલ શેટ્ટી) અને બાબુરાવની તાલમેલ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આટલું જ નહીં, આ ફિલ્મ માટે પરેશ રાવલને “ફિલ્મફેર બેસ્ટ કોમેડિયન એવોર્ડ” પણ મળ્યો હતો. વર્ષ 2006માં આવેલી આ ફિલ્મની સિક્વલ “ફીર હેરા ફેરી” પણ દર્શકોએ ખૂબ વખાણી, સફળ પણ રહી.

મનોરંજન

ભીષ્મ (મુકેશ ખન્ના)એ કપિલ શર્માના શો ને બકવાસ-અશ્ર્લીલ ગણાવ્યો

શો પર કેમ ખફા થયા મુકેશખન્ના જાણો…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

‘ધ કપિલ શર્મા શો’ના હાલના એપિસોડમાં બી આર ચોપરાના શો ‘મહાભારત’ના લીડ એક્ટર્સ મહેમાન તરીકે જોવા મળ્યા હતા. જોકે, આ એપિસોડમાં સિરિયલમાં ભીષ્મનો રોલ પ્લે કરનાર મુકેશ ખન્ના આવ્યા નહોતા. મુકેશ ખન્નાને સોશિયલ મીડિયામાં સતત આ સવાલ પૂછવામાં આવતો હતો. મુકેશ ખન્નાએ એક પછી એક ટ્વીટ કરીને શોમાં ના આવવાનું કારણ કહ્યું હતું. તેમણે આ શોને વાહિયાત તથા ઢંગધડા વગરનો કહ્યો હતો. જોકે, મુકેશ ખન્નાએ થોડીવાર બાદ તમામ ટ્વીટ ડિલિટ કરી નાખી હતી.

મુકેશ ખન્નાએ શોમાં ના આવવાનું કારણ કહ્યું હતું. તેમણે ગુરુવાર, 1 ઓક્ટોબરના રોજ સવારે છ ટ્વીટ કરી હતી. આ સાથે જ ફેસબુકમાં પણ એક પોસ્ટ પણ શૅર કરી હતી. જોકે, આ તમામ બાબતો તેમણે પછી ડિલિટ કરી નાખી હતી.

ખન્નાએ ટ્વીટમાં કહ્યું હતું, ‘આ પ્રશ્ન વાઈરલ થઈ ગયો છે કે ‘મહાભારત’ શોમાં ભીષ્મ પિતામહ કેમ નથી? કોઈકે એમ કહ્યું કે તેમને ઈન્વાઈટ કરવામાં આવ્યા નથી. કોઈ કહે છે કે તેમણે જાતે ના પાડી. સાચી વાત એ છે કે ‘મહાભારત’ ભીષ્મ વગર અધૂરું છે. સાચી વાત એ છે કે આમંત્રણ ના આપવાનો તો સવાલ જ નથી. સાચું તો એ પણ છે કે મેં જાતે જ ના પાડી દીધી હતી.’

બીજી ટ્વીટમાં કહ્યું હતું, ‘એ પણ સાચી વાત એ છે કે લોકો મને પૂછશે કે કપિલ શર્મા જેવા મોટા શોને કોઈ કેવી રીતે ના પાડી શકે. મોટામાં મોટા એક્ટર જાય છે. જતા હશે પરંતુ મુકેશ ખન્ના નહીં જાય. આ જ સવાલ ગુફીએ મને પૂછ્યો હતો કે ‘રામાયણ’ બાદ આ લોકો આપણને ઈન્વાઈટ કરવાના છે. મેં ત્યારે જ કહ્યું હતું કે તમે બધા જજો, હું નહીં જાઉં.’

ત્રીજી ટ્વીટમાં કહ્યું હતું, ‘ભલે કપિલનો શો આખા દેશમાં લોકપ્રિય હોય, પરંતુ મને આનાથી વધારે બકવાસ કોઈ શો લાગતો નથી. ઢંગધડા વગરનો છે, ડબલ મિનિંગથી ભરપૂર અને અશ્લીલતા છે. આ શોમાં પુરુષો સ્ત્રીઓના કપડાં પહેરે છે. હલકી હરકતો કરે છે અને લોકો પેટ પકડીને હસે છે.’

વધુ વાંચો

મનોરંજન

સિગારેટને માલ કહેતી દીપિકા શું NCBના અધિકારીઓને ઉલ્લું સમજે છે ?

દીપિકાએ કરેલી કોડવર્ડની વ્યાખ્યા જાણી તમે પણ ચકરી ખાઇ જશો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એનસીબીએ દીપિકા પાસેથી એ જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે માલ શું હોય છે?

દીપિકાએ તેનો જે જવાબ આપ્યો તેનાથી તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા. દીપિકાએ કહ્યું- હા મેં પૂછ્યું હતું. શું માલ છે, પરંતુ આ એ માલ નહોતો જે તમે લોકો સમજી રહ્યા છો. અમે માલ સિગારેટને કહીએ છીએ. માલ સિગારેટ માટેનો અમારો કોડ વર્ડ છે. એનસીબીએ દીપિકાને ચેટના રેફરન્સમાં બીજો પ્રશ્ન પૂછયો હતો.

એનસીબીએ દીપિકાને પૂછ્યું પછી હેશ શું છે? આ પણ તમારી ચેટનો એક ભાગ છે. દીપિકાએ તેનો પણ જવાબ આપ્યો. તેણે કહ્યું માલ અમે લોકો સિગરેટને કહીએ છીએ અને હેશ અને વીડ ટાઇપ ઓફ સિગરેટને એટલે કે અલગ-અલગ બ્રાન્ડની સિગરેટને.

એનસીબી તેનાથી આગળ વધી ફરીથી પ્રશ્ન પૂછે છે કે આ હેશ અને વીડ જુદી-જુદી બ્રાન્ડની સિગારેટ કેવી રીતે હોઈ શકે? દીપિકાએ જવાબ આપ્યો હેશ અમે પાતળી સિગરેટને કહીએ છીએ અને વીડ મોટી સિગરેટને.

દીપિકાએ કહ્યું કે અમે સિગરેટ પીએ છીએ પરંતુ તે ડ્રગ્સ નથી. જ્યારે એનસીબી દીપિકાને પૂછયું કે તે આ કોડવર્ડ્સનો ઉપયોગ શા માટે કરે છે. દીપિકાએ દલીલ કરી હતી કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ અમે ઘણીબધી પરસ્પર વાતચીત માટે ઘણા બધા કોડવર્ડનો ઉપયોગ કરીએ છીએ. તેમણે એવા ઘણાબધા કોડ વર્ડ કહ્યા. જેમાં બે ખાસ છે. એક પનીર અને બીજું ક્વિકી એન્ડ મેરેજ.

દીપિકા પનીરનો ઉપયોગ એ લોકો માટે કરે છે જે ખૂબ જ દૂબળા પાતળા હોય છે. તેમણે કહ્યું કે એવા દૂબતા પાતળા શખ્સને જોતા અમે પરસ્પર તેને પનીર કહીએ છીએ. ક્વિકી એન્ડ મેરેજનો કોડ પણ તેમણે ડિકોડ કર્યો. કહ્યું આ લોન્ગ એન્ડ શોર્ટ રિલેશનશિપ માટે ઉપયોગ કરાય છે. ક્વિકી મતલબ શોર્ટ રિલેશન. મેરેજ મતલબ લોન્ગ રિલેશન.

વધુ વાંચો

મનોરંજન

આપનું સામાન્યજ્ઞાન વધારવા થઇ જાવ તૈયાર : આજથી KBCનો પ્રારંભ

જાણો આ વખતે કોરોનાને કારણે શું જોવા મળશે ફેરફાર…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

‘કૌન બનેગા કરોડપતિ’ની 12મી સીઝન આજે એટલે કે 28 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ વખતે કોરોના વાઈરસને કારણે શોમાં દર્શકો જોવા મળશે નહીં. 77 વર્ષીય અમિતાભ સહજતાથી સ્પર્ધકો સાથે શૂટિંગ કરી રહ્યા છે. લોકોનું સામાન્ય જ્ઞાન વધારતો અને અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરાતો આ શો ભારે લોકપ્રિય બની રહ્યો છે. આજે રાત્રે 9 વાગ્યાથી આ શોનો પ્રારંભ થશે. કેબીસીને સોની ટીવી ઉપરાંત મોબાઇલ પર પણ જોઇ શકાશે. કોરોનાને કારણે આ વખતે શો માં કેટલાંક બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં ફાસ્ટેસ્ટ ફિંગરોની સંખ્યા ઘટાડીને આઠ કરી દેવામાં આવી છે. આ વખતે સેટ પર દર્શકો ન હોવાને કારણે ઓડીયન્સ પોલની લાઇફલાઇન હટાવી દેવામાં આવી જેની જગ્યાએ વિડીયો ફ્રેન્ડની નવી લાઇફલાઇન ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત સ્પર્ધક પોતાની સાથે માત્ર એક વ્યકિતને જ લાવી શકશે. વર્ષ 2000 માં શરૂ થયેલા આ શો ને આ વર્ષે 20 વર્ષ પુરા થઇ રહ્યા છે. આ વખતે શોની વિશેષતા એ છે કે, એમાં એવા સ્પર્ધકોને લેવામાં આવ્યા છે જેમણે કોરોનાનો માર સહન કર્યો હોય

શો પ્રત્યે અમિતાભના ડેડિકેશનનું એક કારણ એ પણ છે કે 20 વર્ષ પહેલાં જ્યારે તેઓ 90 કરોડ રૂપિયાના દેવામાં ડૂબેલા હતા ત્યારે આ શોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બિગ બીએ એક ઈન્ટરવ્યુમાં ‘કેબીસી’ અંગે કહ્યું હતું, ‘આ શો એ સમયે મારી પાસે આવ્યો જ્યારે મને સૌથી વધારે કામની જરૂર હતી. પ્રોફેશનલ તથા ફાઇનાન્શિયલી મને આ શો કામમાં આવ્યો હતો. આ શોને કારણે મને લેણદારોને પૈસા ચૂકવવામાં ખાસ્સીએવી મદદ મળી હતી.’ રિપોર્ટ્સ પ્રમાણે, અમિતાભને પહેલી સીઝનના 85 એપિસોડ માટે 15 કરોડ રૂપિયા મળ્યા હતા.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ