Connect with us

રાષ્ટ્રીય

પાકિસ્તાની સેના પ્રમુખે ભારતને ખુલ્લી ચેતવણી આપી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ચીન બાદ હવે તેના ‘આયર્ન બ્રધર’ પાકિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ ભારતને આંચકો આપ્યો છે. જનરલ બાજવાએ ભારતને ખુલ્લેઆમ ચેતવણી આપી હતી કે પાકિસ્તાન પાંચમી પેઢી કે હાઇબ્રીડ યુદ્ધ જીતવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન હાલમાં અનેક મોરચે પડકારોનો સામનો કરી રહ્યું છે જેનો હેતુ દેશ અને પાકિસ્તાની સૈન્યને બદનામ કરવાનું છે.

પાકિસ્તાનના ડિફેન્સ ડે અને શહીદ દિન પર રાવલપિંડીમાં યોજાયેલા કાર્યક્રમમાં જનરલ બાજવાએ કહ્યું કે આપણે પાંચમી પેઢી કે હાઇબ્રીડનો સામનો કરી રહ્યા છીએ. તેનો ઉદ્દેશ પાકિસ્તાન અને સેનાને બદનામ કરવાનું તથા અવ્યવસ્થા પેદા કરવાનું છે. તેમણે કહ્યું આપણે આ ભયથી વાકેફ છીએ અને દેશની સહાયથી આ યુદ્ધને ચોક્કસપણે જીતીશું. ભારતનું નામ લીધા વગર બાજવાએ કહ્યું કે જો આપણા પર યુદ્ધ થોપવામાં આવશે તો આપણે દરેક આક્રમક કાર્યવાહીનો યોગ્ય જવાબ આપીશું.

જનરલ બાજવાએ કહ્યું કે હું દેશ અને આખી દુનિયાને સંદેશ આપવા માંગુ છું કે પાકિસ્તાન એક શાંતિપ્રિય દેશ છે પરંતુ જો આપણી પર યુદ્ધ થોપવામાં આવશે તો આપણે દરેક આક્રમક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપીશું. આપણે દુશ્મનની ઘાતક મંશાનો જવાબ આપવા તૈયાર છીએ. પાકિસ્તાનની જવાબી કાર્યવાહીના ઇરાદા અંગે કોઈ શંકા નથી. ભારતની સામે 1965ના યુદ્ધમાં કારમી હાર મેળવનાર પાકિસ્તાની સેનાના પ્રમુખે દાવો કર્યો હતો કે આ યુદ્ધમાં પાકિસ્તાનને જીત મળી હતી.

બાજવાએ 2019ની સાલમાં ભારતના બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાની કાર્યવાહીનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે પાકિસ્તાનને જવાબી કાર્યવાહીની તૈયારી અંગે કોઈને શંકા થવી જોઇએ નહીં. પાકિસ્તાની આર્મી ચીફે દાવો કર્યો હતો કે આપણે દક્ષિણ એશિયામાં શાંતિ ઈચ્છીએ છીએ અને અફઘાનિસ્તાનને લઇ ચાલી રહેલા આપણા પ્રયાસો તેનું ઉદાહરણ છે પરંતુ ભારતે બેજવાબદાર વલણ અપનાવ્યું છે. આ દરમ્યાન તેમણે ફરી એકવાર કાશ્મીરનું રટણ કરતા કહ્યું કે ભારતે ગેરકાયદેસર રીતે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખત્મ કરી દીધો છે. પાકિસ્તાન તેનો સ્વીકાર કરશે નહીં.

રાષ્ટ્રીય

NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ

તેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મુંબઈમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કહેરની વચ્ચે સુશાંતના કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને કામ કરી રહેલી એનસીબીની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.

જેને પગલે તેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા છે. સાથે અમદાવાદ સહિતના અન્ય શહેરમાંથી કેસની તપાસ માટે ટીમ બોલાવાઈ છે.

સુશાંત કેસની તપાસ કરી રહેલી NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને પગલે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ આ ટીમના બાકીના સભ્યોના કોરોના ટેસ્ટની તવાઈ હાથ ધરાઈ છે. સાથે તપાસ અટકી ન પડે તે માટે અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી વધારાની ટીમ બોલાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં NCBના 4 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા. એક ડ્રગ પેડલર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મુંબઈ બહારથી આવેલા અધિકારીને ગેસ્ટહાઉસમાં ક્વોરન્ટાઈન કરાયા છે.

સાથે સાથે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, રાકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને પણ ટેસ્ટ કરાવવા કહેવાયું છે. કોરોના ગ્રસ્ત જોવા મળેલા લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

વધુ વાંચો

રાષ્ટ્રીય

કોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની સૌથી મોટી કોરોના સંબંધી કામ કરતી કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓએ જણાવ્યું છે કે, ભારતવાસીઓને કોરોનાની રસી આપવા પાછળ સરકારે ઓછામા ઓછો રૂા. 80,000 કરોડનો ખર્ચ કરવો પડશે. આ આંકડો જાહેર થતાં જ સંબંધિત વર્તુળોમાં એ ચર્ચા શરૂ થઇ છે કે, કેન્દ્ર સરકાર તથા રાજયોની સરકાર હાલમાં ભારે નાણાંભીડ અનુભવી રહી છે. આ સ્થિતિમાં રૂા. 800 અબજ કેવી રીતે ખર્ચ કરી શકાશે ? આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા ચાલી રહી છે.

સિરમ કંપનીના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું છે કે, 2021ના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન દેશમાં કોરોના વેકસીનનું મોટાં પાયે ઉત્પાદન શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેઓના જણાવ્યા પ્રમાણે વેકસીનના પ્રત્યેક ડોઝની કિંમત રૂા. 1000થી નીચે રાખવા માટે પ્રયત્નો થઇ રહયા છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે, અમેરિકાની એસ્ટ્રાજેનેકા કંપની સાથે મળીને અમારી કંપની વેકસીનના એક અબજ ડોઝ તૈયાર કરશે. જો કે, તેઓએ એમ કહયુ હતું કે, વેકસીનના પ્રત્યેક ડોઝની બજાર કિંમત શું રહેશે તે અંગે અત્યારે કશું કહેવું વહેલું લેખાશે. પરંતુ ઓછી આવક ધરાવતાં લોકોને પરવડે તેવી કિંમત નકકી કરવા માટે કંપની દ્વારા પ્રયાસો થઇ રહયા છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એક અરજદારે રિઝર્વ બેંકમાં આરટીઆઇ અંતર્ગત અરજી કરીને દેશના સૌથી મોટા 100 ડિફોલ્ટર્સના નામો મેળવવા માટે આરબીઆઇને વિનંતી કરી હતી. રિઝર્વ બેન્કે આ અરજીના જવાબમાં જણાવ્યું છે કે, બેંકોમાંથી લોન લીધી હોય અને બેંકોએ આ પ્રકારની લોનો માફ કરી દીધી હોય તે પ્રકારના 100 મોટા ડિફોલ્ટરના નામોની યાદી અમારી પાસે નથી. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ બેંકે એવું પણ કહયું હતું કે, દેશના પ0 મોટાં વીલફુલ ડિફોલ્ટરના કુલ રૂા. 68,600 બેંકો દ્વારા માફ કરવામાં આવ્યા છે. ચાર મહિના પહેલાં બેંકે આ જવાબ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં કોલકાત્તાના એક આરટીઆઇ અરજદારે 100 ડિફોલ્ટરની યાદી માંગી તો બેન્કે એમ કહી દીધું કે, અમારી પાસે આ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વનાથ ગોસ્વામી નામના આ અરજદારે એપ્રિલથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કમાં બે વખત આરટીઆઇ દ્વારા અરજી કરી છે પરંતુ રિઝર્વ બેન્કે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ પણ નોંધનિય છે કે, અગાઉ પ0 ડિફોલ્ટરના રૂા. 68,600 કરોડ માફ કરી દેવાના મામલે સંસદમાં હંગામો થયો હતો અને સરકારે જવાબ આપવો પડયો હતો.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ