Connect with us

રાષ્ટ્રીય

પાક. સરહદે અન્ડરગ્રાઉન્ડ ટનલ્સ અને ડ્રોન ગતિવિધિઓ, મામલો શું છે ?!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કાશ્મીર સરહદે અને કાશ્મીરની અંદર અવારનવાર સૈન્ય અને આતંકીઓ વચ્ચે અથડામણો થતી રહે છે. પુષ્કળ આતંકીઓને ઠાર મારવામાં આવે છે. ઘણા બધા જવાનો પણ શહિદ થાય છે. આ પ્રકારની ઘટનાઓ વર્ષોથી રોજીંદી ગઇ છે.કાશ્મીરની આ પ્રકારની ઘટનાઓથી કોઇને આશ્ર્ચર્ય થતું નથી. વચ્ચે વચ્ચે પુલવામા જેવી મોટી ઘટનાઓ બનતી રહે છે. એવા સમયે થોડો ટાઇમ સૌને આધાત અને દુ:ખ થાય છે. જોકે, એકંદરે આ બઘું કાશ્મીર માટે અને ભારત સરકાર માટે સામાન્ય હોય તેવી સ્થિતિ જોવા મળે છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે દેશવાસીઓને મનમાં એવા પ્રશ્ર્નો થતાં હોય છે કે આટલાં બધા આતંકીઓ સરહદે થી અંદર કઇ રીતે પ્રવેશી જાય છે ? આતંકીઓ માટે આટલા બધા શસ્ત્રો અને દારૂગોળો ભારતની અંદર આતંકીઓ પાસે પહોંચે છે કઇ રીતે?! આ તમામ પ્રશ્ર્નોના સંદર્ભમાં એક સમાચાર જાણવાલાયક છે.

જમ્મુ અને કાશ્મીરના ડી.જી.પી. એવું જણાવે છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે ટનલો છે. આ ટનલોનો ઉપયોગ કરી ને આતંકીઓ ભારતમાં પ્રવેશે છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી સરહદી વિસ્તારોમાં આતંકીઓ માટે શસ્ત્રો અને દારૂગોળો ઠાલવવામાં આવે છે. ડી.જી.પી.ના આ નિવેદન થી ઘણાં લોકોને આશ્ર્ચર્ય થશે. પાકિસ્તાનની હદ માંથી શરૂ થયેલી ટનલનું મુખ ભારતની હદમાં ખુલ્તું હોય તો સ્થાનીક તંત્રોને આવી ટનલો વિશે અત્યાર સુધી માહિતી નથી?! બીજો મુદ્ો સરહદ પારથી આપણાં દેશમાં ડ્રોનની મદદથી કોઇ દારૂગોળો અને શસ્ત્રો ઠાલવી જાય ! એ મુદ્ો વિચિત્ર લેખાય. આપણી હદના આકાશમાં થતી ગતિવિધિઓ પર આપણા સૈન્ય અને જાસુસોની નજર ન હોય?!
જમ્મુ કાશ્મીરના ડી.જી.પી. દીલબાગસિંઘે રવિવારે એમ જણાવ્યું છે કે, પાકિસ્તાન ટનલો મારફત ભારતમાં આતંકીઓને ઘુસાડે છે અને ડ્રોનની મદદથી ભારતીય સરહદમાં આતંકીઓ માટે શસ્ત્રો અને દારૂગોળો ઠાલવવામાં આવે છે. તાજેતરમાં સ્થાનીક તંત્રોએ આવી એક 170 મીટર લાંબી ટનલ ગલર નામના ગામ પાસે સાંબા સેકટરમાં શોધી કાઢી છે. બી.એસ.એફ. એમ કહે છે કે, આ ટનલ જમીનની સપાટી થી 20 થી 25 ફુટ નીચે છે. આ ઉપરાંત 2013-14ની સાલમાં ચનીયારી નામના વિસ્તારમાં આ પ્રકારની ટનલ જોવા મળી હતી.

આ સમાચારના અનુસંધાને જમ્મુ કાશ્મીરમાં સ્થાનીક પોલીસ અને બી.એસ.એફના જવાનો દ્વારા આ પ્રકારની ટનલો શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાષ્ટ્રીય

કોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની સૌથી મોટી કોરોના સંબંધી કામ કરતી કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓએ જણાવ્યું છે કે, ભારતવાસીઓને કોરોનાની રસી આપવા પાછળ સરકારે ઓછામા ઓછો રૂા. 80,000 કરોડનો ખર્ચ કરવો પડશે. આ આંકડો જાહેર થતાં જ સંબંધિત વર્તુળોમાં એ ચર્ચા શરૂ થઇ છે કે, કેન્દ્ર સરકાર તથા રાજયોની સરકાર હાલમાં ભારે નાણાંભીડ અનુભવી રહી છે. આ સ્થિતિમાં રૂા. 800 અબજ કેવી રીતે ખર્ચ કરી શકાશે ? આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા ચાલી રહી છે.

સિરમ કંપનીના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું છે કે, 2021ના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન દેશમાં કોરોના વેકસીનનું મોટાં પાયે ઉત્પાદન શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેઓના જણાવ્યા પ્રમાણે વેકસીનના પ્રત્યેક ડોઝની કિંમત રૂા. 1000થી નીચે રાખવા માટે પ્રયત્નો થઇ રહયા છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે, અમેરિકાની એસ્ટ્રાજેનેકા કંપની સાથે મળીને અમારી કંપની વેકસીનના એક અબજ ડોઝ તૈયાર કરશે. જો કે, તેઓએ એમ કહયુ હતું કે, વેકસીનના પ્રત્યેક ડોઝની બજાર કિંમત શું રહેશે તે અંગે અત્યારે કશું કહેવું વહેલું લેખાશે. પરંતુ ઓછી આવક ધરાવતાં લોકોને પરવડે તેવી કિંમત નકકી કરવા માટે કંપની દ્વારા પ્રયાસો થઇ રહયા છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એક અરજદારે રિઝર્વ બેંકમાં આરટીઆઇ અંતર્ગત અરજી કરીને દેશના સૌથી મોટા 100 ડિફોલ્ટર્સના નામો મેળવવા માટે આરબીઆઇને વિનંતી કરી હતી. રિઝર્વ બેન્કે આ અરજીના જવાબમાં જણાવ્યું છે કે, બેંકોમાંથી લોન લીધી હોય અને બેંકોએ આ પ્રકારની લોનો માફ કરી દીધી હોય તે પ્રકારના 100 મોટા ડિફોલ્ટરના નામોની યાદી અમારી પાસે નથી. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ બેંકે એવું પણ કહયું હતું કે, દેશના પ0 મોટાં વીલફુલ ડિફોલ્ટરના કુલ રૂા. 68,600 બેંકો દ્વારા માફ કરવામાં આવ્યા છે. ચાર મહિના પહેલાં બેંકે આ જવાબ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં કોલકાત્તાના એક આરટીઆઇ અરજદારે 100 ડિફોલ્ટરની યાદી માંગી તો બેન્કે એમ કહી દીધું કે, અમારી પાસે આ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વનાથ ગોસ્વામી નામના આ અરજદારે એપ્રિલથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કમાં બે વખત આરટીઆઇ દ્વારા અરજી કરી છે પરંતુ રિઝર્વ બેન્કે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ પણ નોંધનિય છે કે, અગાઉ પ0 ડિફોલ્ટરના રૂા. 68,600 કરોડ માફ કરી દેવાના મામલે સંસદમાં હંગામો થયો હતો અને સરકારે જવાબ આપવો પડયો હતો.

વધુ વાંચો

રાષ્ટ્રીય

IRCTCની વેબસાઇટ આજે રાત્રે બંધ રહેશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આઇઆરસીટીસી ની વેબસાઇટ પર ઓનલાઇન ટિકીટ બુકિંગ સર્વિસ આજે મંગળવારે રાત્રે 11-4પ થી બુધવારની સવારના 4-30 વાગ્યા સુધી બંધ રહેશે. પૂર્વિય રેલવેના ચીફ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું કે, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજયોમાં ઓનલાઇન ટિકીટ બુકિંગ સેવા આજે રાત્રે પ્રભાવિત થશે. આમ બનવા પાછળનું કારણ એ છે કે, કોલકાત્તા પેસેન્જર રિઝર્વેેશન સીસ્ટમના ડેટામાં ટેકનિકલ તકલીફ ઉભી થઇ છે. આ તકલીફના કારણે પાંચ કલાક સુધી ઓનલાઇન ટિકીટ બુકિંગ સેવા પ્રભાવિત થવાની શકયતા છે. અત્રે નોંધનિય છે કે, દેશમાં સ્પેશ્યિલ ટ્રેનો લોન્ચ થયા પછી લાઇન ટિકિટ બુકિંગ અને ટિકીટો રદ કરવાના કિસ્સાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ