સ્પોર્ટ્સ
બુમરાહ બહાર, અગ્રવાલને ઇજા

પ્રકાશિત
1 week agoon
By
ખબર ગુજરાત

આધારભૂત પેસ બોલર જસપ્રીત બુમરાહ પેટના સ્નાયુ ખેંચાઇ જવાના કારણે ઓસ્ટ્રેલિયા સામે 15મી જાન્યુઆરીથી રમાનારી બ્રિસબેન ટેસ્ટમાંથી બહાર થઇ જતાં ઇજાઓથી ખોડંગાયેલી ભારતીય ટીમને વધુ એક ફટકો પડયો છે. આ ઉપરાંત બ્રિસબેન ટેસ્ટ માટેની ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં હનુમા વિહારીના વિકલ્પ તરીકે મનાતા મયંક અગ્રવાલને પણ નેટ્સમાં બેટિંગ કરતી વખતે હાથમાં ઇજા થઇ હતી અને તેને હેરલાઇન ફ્રેક્ચર હોવાનું માનવામાં આવી રહ્યું છે. સિડની ખાતે ડ્રો રહેલી ત્રીજી ટેસ્ટના પાંચમા દિવસે લગભગ સાડા ત્રણ કલાક સુધી બેટિંગ કરવાના કારણે સિનિયર ખેલાડી આર. અશ્વિનની પીઠના સ્નાયુ જકડાઇ ગયા હોવાથી ભારતીય ટીમની સ્થિતિ વધારે કફોડી બની છે અને આ કારણથી ભારત પાસે પ્લેઇંગ ઇલેવન માટે સીમિત વિકલ્પ રહી ગયા છે.
ભારતીય બોલિંગ આક્રમણના મહત્ત્વપૂર્ણ સભ્ય બુમરાહને સિડની ખાતેની ટેસ્ટમાં પેટના સ્નાયુ ખેંચાઇ જવાની ઇજા થઇ હતી. સ્કેન રિપોર્ટમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો હતો. ભારતીય ટીમ મેનેજમેન્ટ ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે રમાનારી ચાર ટેસ્ટની શ્રેણીને ધ્યાનમાં રાખતા બુમરાહ અંગે કોઇ જોખમ લેવા માગતું નથી. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે સિડનીમાં ફિલ્ડિંગ કરતી વખતે બુમરાહને પેટના સ્નાયુ ખેંચાઇ જવાની ઇજા થઇ હતી. તે બ્રિસબેન ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે પરંતુ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં તે રમશે તેવી આશા છે.
પેસ બોલર બુમરાહની ઇજા ગંભીર નથી તે સાંભળીને ટીમ મેનેજમેન્ટને રાહત થઇ છે. જો કે મેનેજમેન્ટ બ્રિસબેન ટેસ્ટ માટે બુમરાહ અંગે કોઇ જોખમ લેવા માગશે નહીં કારણ કે જો તે ટેસ્ટની અધવચ્ચે વધારે ઇજાગ્રસ્ત બનશે તો વધારે ખોટી અસર પડશે. જો અમે બુમરાહને તેની 50 ટકા ફિટનેસ સાથે રમાડવાનું જોખમ ઉઠાવીએ અને તેની ઇજામાં વધારો થાય તો તે ઇંગ્લેન્ડ સામેની મોટા ભાગની શ્રેણીમાંથી પણ બહાર થઇ જશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલને ધ્યાનમાં રાખતા ઇંગ્લેન્ડ સામેની શ્રેણી ભારતીય ટીમ માટે વધારે મહત્ત્વપૂર્ણ છે.
બુમરાહની ગેરહાજરીમાં બે ટેસ્ટનો અનુભવ ધરાવતો મોહમ્મદ સિરાજ નવા બોલનું આક્રમણ સંભાળશે. બ્રિસબેનમાં નવદીપ સૈની, શાર્દૂલ ઠાકુર તથા ટી. નટરાજન તેને સાથ આપશે. બુમરાહને નહીં રમાડવામાં આવે તો નટરાજનને પદાર્પણની તક મળશે. જો ભારત પાંચ બોલર સાથે મેદાનમાં ઊતરવાની રણનીતિ અપનાવશે તો પેસ બોલિંગ આક્રમણનો કુલ અનુભવ માત્ર ચાર ટેસ્ટનો થશે. સિરાજે બે, સૈનીએ એક તથા ઠાકુરે એક ટેસ્ટ રમી છે. નટરાજન હજુ સુધી એક પણ ટેસ્ટ રમ્યો નથી. સ્પિનરમાં વોશિંગ્ટન સુંદરને સ્થાન અપાય તેવી સંભાવના છે.
તમને વાંચવા ગમશે
-
જામનગરમાં ચૂંટણી આચારસંહિતાના અમલ સાથે હોર્ડીંગ્સ હટાવવાની કાર્યવાહીનો પ્રારંભ
-
છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ
-
દ્વારકામાં પ્રજાસતાકપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી
-
મદદનીશ ટીડીઓને વાહનની ઠોકર: ઇજાઓ
-
જામનગરના ગુરૂદ્વારા વ્યસ્ત જંકશન પર ધણીધોરી વિના ચાલતો ટ્રાફિક : વાહનચાલકો પરેશાન
-
કે.ડી.જવેલર્સ દ્વારા ‘THE TRUNK SHOW’ એકિઝબીશનનું આયોજન
સ્પોર્ટ્સ
8 વર્ષથી એક પણ ટ્રોફી વિના, કોહલી કેપ્ટન શા માટે?: ગૌતમ ગંભીર





પ્રકાશિત
1 day agoon
January 22, 2021By
ખબર ગુજરાત

આઇપીએલ-2021ની સિઝન માટે તમામ ટીમો તૈયારી કરી રહી છે. ખેલાડીઓની પસંદગી અને રિલીઝની પ્રક્રિયાઓ ચાલી રહી છે. એપ્રિલમાં ભારત ખાતે આ રમતોત્સવ યોજાશે.
આ બધી તૈયારીઓ વચ્ચે રોયલ ચેલેન્જર બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી પર ગૌતમ ગંભીરે નિશાન તાકયું છે. સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેકટેડમાં ગંભીરે કહ્યું કે, 8 વર્ષથી આપ એકપણ ટ્રોફી મેળવી શકયા નથી. આ લાંબો સમય છે. કોઇ એવો ખેલાડી કે, કેપ્ટન દેખાડો જે 8 વર્ષથી કોઇ ટાઇટલ મેળવ્યા વિના રમી રહ્યો હોય.
ગૌતમે કહ્યું: આ પ્રકારની નિષ્ફળતા માટે કેપ્ટનની જવાબદારી હોવી જોઇએ. હું કોહલી વિરૂધ્ધ કશું કહેવા ઇચ્છતો નથી પરંતુ કોહલીએ પોેતે આગળ આવીને કહેવું જોઇએ કે હા, હું આ માટે જવાબદાર છું. અત્રે નોંધનીય છે કે, આવતા મહિને આઇપીએલ માટે ખેલાડીઓની હરાજી થવાની છે. આરસીબીએ હાલમાં પોતાના 10 ખેાલડીઓને રિલીઝ કર્યા છે. આ રીતે મોટી સંખ્યામાં આરસીબીએ ખેલાડીઓને રિલીઝ કર્યા પછી ગંભીરે આ ફ્રેન્ચાઇઝી પર આ પ્રકારનો કટાક્ષ ટીવી શોમાં કર્યો છે. ક્રિસ મોરિસ અને ઉમેશ યાદવને આરસીબીએ રિલીઝ કર્યા તેના પર પણ ગંભીરે સવાલો ઉઠાવ્યા હતાં.
સ્પોર્ટ્સ
સ્પોર્ટસનું ક્ષેત્ર હવે, બિઝનેસ બન્યું હોય નિયંત્રક સંસ્થાની જરૂર
ઓડિટ-ઇન્વેસ્ટીગેશન સરળ ન હોવાથી સંગઠનોની પ્રમાણિકતા અંગે આશંકાઓ ફેલાઇ શકે





પ્રકાશિત
1 day agoon
January 22, 2021By
ખબર ગુજરાત

કોવિડના કારણે ભ્રષ્ટાચારમાં વધારો થાય તેવી સંભાવના છે. કોરોનામાં ઘણા સ્પોર્ટિંગ ઈવેન્ટસ, ટુર્નામેન્ટ રદ થઈ રહી છે. જેના પરિણામે સ્પોર્ટ્સ ઓર્ગેનિઝેશન્સને સ્પોન્સરશિપ અને અન્ય આવકની નોંધપાત્ર ખોટ થઇ છે. ઘણા સ્પોર્ટ્સ ઓર્ગેનિઝેશન્સની આર્થિક સ્થિતિ ખૂબ નાજુક થઈ ગઈ છે.
આવી સ્થિતિમાં, ભ્રષ્ટાચારની લાલચનો પ્રતિકાર કરવો મુશ્કેલ બને છે. સ્પોર્ટ્સએ હવે મોટો બિઝનસ બની ગયો છે. તેથી તેના ઉપર રેગ્યુલેટરી સુપરવિઝનની આવશ્યકતા છે. કોરોનાના વિપરિત સંજોગોમાં રમતગમત સંગઠનોની પ્રમાણિકતાને સુરક્ષિત રાખવા માટે ઑડિટ્સ અને ઇન્વેસ્ટિગેશન કરવું પણ સરળ રહેતું નથી. તેથી સ્પોર્ટ્સની પ્રતિષ્ઠા બચાવવાનો અને તેમની રમતને સુરક્ષિત રાખવાનો એ શ્રેષ્ઠ રસ્તો છે. નિયમનકારી નિરીક્ષણના અભાવે આવું કરવું સરળ પણ છે. રમત ગમતમાં પોતાનું પર્ફોર્મન્સ સુધારવા માટે પ્રતિબંધિત ડ્રગ્સ લેતા એથ્લેટ્સ પર નજર રાખવી મુશ્કેલ બની છે.’ તેમ જી.એન.એલ.યુ. દ્વારા આયોજિત ‘રિથકિંગ સ્પોર્ટ્સ ગવર્નન્સ એન્ડ ઓટોનોમી ઇન ધી પોસ્ટ-કોવિડ વર્લ્ડ’ વિષય પર ત્રણ દિવસીય વ્યાખ્યાન શ્રેણીના અંતિમ દિવસે, યુરોપિયન બાસ્કેટબોલ આર્બિટ્રલ ટ્રિબ્યુનલના પ્રમુખ પ્રોફેસર રિચાર્ડ મેક્લેરેને સ્પોર્ટ ઓટોનોમી એન્ડ સ્પોર્ટસ ઓથોરિટી વિષય પર ચર્ચા કરી.
સ્પોર્ટ્સ
રહાણે મુંબઇમાં બેન્ડવાજાંથી સ્વાગત: ઓસ્ટ્રેલિયાથી પરત ફરી ટીમ ઇન્ડિયા
આલા..રે..આલા.. અજિંક્ય આલા.. મુંબઇમાં જોરદાર નારા: સિરાઝ પિતાને પુષ્પાંજલિ આપવા એરપોર્ટથી સીધો કબ્રસ્તાન પહોંચ્યો





પ્રકાશિત
2 days agoon
January 21, 2021By
ખબર ગુજરાત

અજિંકય રહાણેની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરીને ટીમ ઇન્ડિયા આજે ગુરૂવારે સાંજે સ્વદેશ પહોંચી હતી. રહાણે, મુખ્ય કોચ રવિશાસ્ત્રી, સ્ટાર બેટધર રોહિત શર્મા, તેજ બોલર શાર્દૂલ ઠાકૂર અને ઓપનિંગ બેસ્ટમેન પૃથ્વી શો મુંબઇ પહોંચ્યા હતા. જયારે બ્રિસ્બેન ટેસ્ટનો હિરો ઋષભ પંત સવારે દિલ્હી પહોંચ્યો હતો.
ભારતીય ખેલાડીઓ ગુરુવારે ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા. ટીમે બ્રિસ્બેનમાં અંતિમ ટેસ્ટ જીતીને ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં માત આપીને ઇતિહાસ રચ્યો. હવે ટીમ ઘરઆંગણે ઇંગ્લેન્ડને ત્રણેય ફોર્મેટની સિરીઝમાં હરાવવા તૈયારી કરશે.
રોહિત શર્મા સિવાય તમામ ખેલાડી 5 મહિના પછી દેશમાં પરત ફરી રહ્યા છે. બધા IPL માટે 20 ઓગસ્ટની આસપાસ UAE પહોંચ્યા હતા. ત્યાંથી 12 ઓક્ટોબરે ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ હતી.
જોકે રોહિત શર્મા ઇજાને કારણે દેશ પરત ફર્યો હતો. એ પછી રોહિત સ્વસ્થ થયા બાદ ઓસ્ટ્રેલિયા ગયો હતો. તેણે 4માંથી અંતિમ 2 મેચમાં જ ભાગ લીધો હતો. ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી, અજિંક્ય રહાણે, રોહિત શર્મા સહિતના તમામ ખેલાડીઓ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા હતા. દરેક અહીંથી પોતપોતાના ઘરે જવા રવાના થયા.
ઓસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચનારી ભારતીય ટીમમાં મહત્વનું યોગદાન આપનાર મોહમ્મદ સિરાજ ગુરૂવારે હૈદરાબાદ પહોંચ્યા. એરપોર્ટથી બહાર આવીને સીધા જ તેઓ પોતાના પિતા મોહમ્મદ ગોસની કબર પર પહોંચ્યા અને ભાવુક થઈને પિતાને પુષ્પાંજલિ આપી. સિરાજના પિતાનું 20મી નવેમ્બરે નિધન થયું હતું. તે દરમિયાન સીરાજ ઓસ્ટ્રેલિયા ટૂર પર હતા. કોરોના પ્રોટોકોલને કારણે સિરાજ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા ન હતા. જો કે ઓસ્ટ્રેલિયામાં સિરાજે જોરદાર પ્રદર્શન કરી પિતાના સપનાંને પૂરું કર્યું હતું.
લગભગ 69 દિવસ પછી વતન પરત ફરેલા સિરાજ પોતાના પરિવારની સાથે નજરે પડ્યા. આ દરમિયાન તેઓ ઘણાં જ ખુશ હતા. જ્યારે સિરાજના પિતાનું અવસાન થયું ત્યારે તેઓ ઓસ્ટ્રેલિયામાં હતા. સિરાજને બોર્ડે સ્વદેશ પરત ફરવાનો વિકલ્પ આપ્યો હતો પરંતુ તેઓએ ભારતીય ટીમની સાથે રહેવાનું જ પસંદ કર્યું. ત્યારે સિરાજે BCCIને કહ્યું હતું કે, મારા પિતા મને સૌથી વધુ સપોર્ટ કરતા હતા. આ માટે ઘણી જ મોટી ક્ષતિ છે. તેમનું સપનું હતું કે હું ભારત માટે ટેસ્ટ રમું અને આપણાં દેશનું નામ રોશન કરું. મોહમ્મદ સિરાજે પોતાની તમામ વિકેટ પિતાને અર્પણ કરી છે. સાથે જ કહ્યું કે મુશ્કેલ સમયમાં મારી ફિયાન્સીએ મને સતત પ્રોત્સાહન આપતી હતી.



જામનગરમાં ચૂંટણી આચારસંહિતાના અમલ સાથે હોર્ડીંગ્સ હટાવવાની કાર્યવાહીનો પ્રારંભ


છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ


દ્વારકામાં પ્રજાસતાકપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી
ટ્રેન્ડીંગ
-
રાજ્ય1 week ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય5 days ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત