Connect with us

જામનગર

જામનગરમાં ઠંડીનો પ્રકોપ : લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હાલાર ભરમાં દિવાળી બાદ તીવ્ર ઠંડીનું મોજું યથાવત રહ્યું છે. ઠંડીના પ્રકોપ અને બર્ફીલા પવનથી લોકો ધ્રુજી ઉઠયા છે. જામનગરમાં લઘુતમ તાપમાનમાં આંશિક વધારા સાથે ગઇકાલે 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેથી વહેલી સવારે તથા મોડી રાત્રે લોકોએ તીવ્ર ઠંડીનો સામનો કર્યો હતો.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં તીવ્ર ઠંડીનો મુકામ જોવા મળી રહ્યો છે. શિતલહેરોના કારણે જન જીવન પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાત્રીના સમયે લોકો બહાર નિળવાનું ટાળી રહ્યા છે. જેથી રાજમાર્ગો ખાલી જોવા મળી રહ્યાં છે. જામનગર કલેકટર કચેરીના કન્ટ્રોલરૂમે જણાવ્યા અનુસાર મહતમ તાપમાન 28.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 75% રહ્યું હતું. શિયાળાનો અસલ મિજાજ હવે જામતો જઇ રહ્યો હોય તેઓ જણાઇ રહ્યું છે. શિત લહેરોના કારણે ફુટપાથના વસાહતીઓ તથા પશુ પક્ષીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

જામનગરમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકો ગરમ કપડાંમાં વિટાયેલા જોવા મળી રહ્યાં છે. તેમજ ઠંડીથી બચવા કાવો, સુપ, ચા-કોફી જેવી ખાણીપીણીની વસ્તુઓ આરોગી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીની વધુ અસરો જોવા મળી રહી છે.ગામડાંઓમાં બજારો બંધ થઇ રહી છે.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ