Connect with us

જામ્યુકોની સામાન્ય સભામાં ખોટા જવાબ આપવાના મુદ્દે પૂર્વ વિપક્ષીનેતા દ્વારા ધરણાં

સરકારી ગ્રાન્ટની રકમ પ્રાઇવેટ બેન્કમાં રાખવામાં આવી હોય સીઆઇડી તપાસની માંગણી
જામનગર મહાનગરપાલિકાના છેલ્લા જનરલ બોર્ડમાં તા.20/08/2020ના રોજ ચીફ એકાઉન્ટન્ટ દ્વારા ખોટા અને અપુરતા જવાબો આપવામાં આવ્યા હોય જામ્યુકોના પૂર્વ વિપક્ષીનેતા અને વોર્ડ નં.12ના કોર્પોરેટર અસલમ ખીલજી તથા કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કમિશનર કચેરી બહાર ધરણાં યોજી કમિશનરને આવેદનપત્ર પાઠવી જામ્યુકોના ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલ સામે એસીબી/સીઆઇડી તપાસની માંગણી કરી છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વર્ષ 2010-2020 સુધી સરકારી ગ્રાન્ટ/ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પ્રાઇવેટ બેન્કમાં રાખી સરકારના પરીપત્રનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તેમજ ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલ દ્વારા પૂરતી માહિતી આપેલ નથી. રૂબરૂ રેકોર્ડ ચકાસી જવા જણાવેલ છે. તેમજ રાત્રીના સાડા અગિયાર વાગ્યે જવાબ મોકલેલ છે. જેમાં ઓસીકોપીમાં કોઇ જગ્યાએ સહિ કરવામાં આવી નથી. આ અંગે બોર્ડ પ્રશ્ર્નોતરીમાં રજૂઆત કરી હોય ત્યારે તેની તપાસ સોંપાઇ હોવાનું જણાવવામાં આવ્યું હતું. આથી આ તપાસનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. આથી રાષ્ટ્રીય કૃત બેન્કના બદલે પ્રાઇવેટ બેન્કમાં મનપાની ગ્રાન્ટના નાણાં રાખી સરકારના પરીપત્રનું ઉલ્લંઘન કરેલું હોય ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલ વિરૂધ્ધ આ મામલે સીઆઇડી તપાસ કરવા માંગણી કરાઇ છે. જો તપાસ સોંપવામાં નહી આવે તો આ અંગે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

વિડિઓ

જામનગર જિલ્લા સેવાસદનમાં સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા

અરજદારોની લાંબી કતારો લાગી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

જામનગર જિલ્લા પંચાયતની બીજી સામાન્યસભા યોજાઇ

જામનગર જિલ્લા પંચાયતની બીજી સામાન્યસભા યોજાઇ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

શોષણનાં વિરોધમાં જી.જી. હોસ્પિટલનાં કરાર આધારિત નર્સિંગ સ્ટાફનું આવેદન

શોષણનાં વિરોધમાં જી.જી. હોસ્પિયલનાં કરાર આધારિત નર્સિંગ સ્ટાફનું આવેદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ