Connect with us

રાજ્ય

આવકના દાખલામાં વ્યાપક ભૂલો હોવાના આક્ષેપ સાથે એનએસયુઆઇ દ્વારા વિરોધ

કલ્યાણપુરમાં આવેદનપત્ર પાઠવ્યું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કલ્યાણપુર તાલુકામાં અપાતા આવકના દાખલામાં ભૂલ હોવાના આક્ષેપો સાથે એન.એસ.યુ.આઈ. દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.
કલ્યાણપુર તાલુકામાં આવકના દાખલામાં ભૂલોના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોવાનું જણાવી, આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા રજુઆત કરાઈ હતી. આવકના દાખલામાં વિવિધ પ્રકારની ભૂલો ધ્યાને આવતા એન.એસ.યુ.આઈ. દ્વારા આ અંગે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
અધિકારીઓ લાજવાના બદલે ગાજતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા ભૂલ સ્વીકારવાના બદલે રોષે ભરાયા હતા. પોતાની ભુલનો સ્વીકાર કરવાના બદલે અધિકારીએ જણાવ્યું હતું કે કામનું ભારણ હોઈ બીજા ભૂલો કરે છે તો અમે શુ કરીએ? તેમ જણાવી, અધિકારીઓ જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ એન.એસ.યુ.આઈ. દ્વારા કરવામાં આવ્યો છે.
આ મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ અપાયું હતું. જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની આપી ચીમકી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ દાનાભાઇ માડમની આગેવાની હેઠળ કેસુર વારોતરીયા, તુષાર હાથલીયા, જયેશ કંડોરીયા, સાગર ગોજીયા, ભાયા ભાદરકા, સાહિલ ગોસાઈ સહીતના કાર્યકરો જોડાયા હતા.

રાજ્ય

જામનગર અને દ્વારકા જીલ્લાના પોલીસબેડામાં ફેરફાર

પીઆઈ અને પીએસઆઇની બદલીના ઓર્ડરો થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીએસાઈ સહિતના પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. હાલારના 2 પીઆઈને સ્ટેટ વિજીલીયન્સમાં તથા 5 પીએસઆઈને પણ અરસ-પરસ બદલી કરવામાં આવી છે. જેમાં જામજોધપુર તાલુકા પીઆઈ પ્રજાપતિ અને દેવભૂમિ દ્વારકા જીલ્લા એસઓજી પીઆઈને સ્ટેટ મોનીટરીંગ સેલ (વિજીલન્સ)માં બદલી કરવામાં આવી છે. જયારે જામનગરમાં પાંચ પીએસઆઈની અરસ પરસ બદલીઓ થઇ છે. જેમાં જામજોધપુર પીએસઆઈ તરીકે જામનગરથી વાયબી રાણાને બદલી આપવામાં આવી છે.

સીટી બી ડીવીજન પોલીસ દફતરમાં ઇન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવતા વાય બી રાણાને જામજોધપુર, બેડી મરીન પોલીસ દફતરના મિલન આહીરને એરપોર્ટ સિક્યોરીટી, મહિલા પોલીસ દફતરના વી કે કણજારીયાને બેડી મરીન અને પંચકોશી બી ડીવીજનમાં ફરજ બજાવતા એમ આર સવસેટાને રીડર ટુ એસપી અને રીડર પીએસઆઈ એન જે જાડેજાને જામનગર બી ડીવીજન પોલીસ મથકમાં તથા જામજોધપુર પીઆઈ આર બી પ્રજાપતિ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના એસઓજી  પીઆઈ જે એમ પટેલને સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાત રાજ્ય (વિજીલન્સ)માં દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સાજન વસરાની પણ સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી થઇ છે.

વધુ વાંચો

રાજ્ય

કલ્યાણપુરમાં માનતા ઉતારવા પશુવધ કરવા બદલ કુલ સાત શખ્સો સામે ફરિયાદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કલ્યાણપુરથી આશરે 40 કિલોમીટર દૂર પિંડારા ગામની સીમમાં આવેલા એક મંદિર ખાતે રાજકોટ જિલ્લાના તરઘડી તાલુકાના ધનજી વૃજપાલભાઈ માલાણી નામના 32 વર્ષીય ચારણ યુવાન દ્વારા પોતાની માનતા હોવાથી આ મંદિરે એક બકરાની ડોક કાપી, તેનું નિવેદ કરતા આ શખ્સ સામે કલ્યાણપુર પોલીસે ગુનો નોંધ્યો છે.

પશુવધની આ પ્રવૃતિ દરમિયાન બીજલભાઇ દેવશીભાઈ ચાવડીયા, હેમશીભાઈ પોલાભાઈ માલાણી, વિભાભાઇ ખીમકરણભાઈ ધોડા, દેવશી આલસુર રવશી, કમા બોદાભાઈ હાજાણી અને કાનજી કાળુભાઈ ગોહિલ નામના અન્ય છ શખ્સો પણ આ સ્થળે હાજર હોવાથી પોલીસે આ શખ્સો સામે ગુજરાત પ્રાણીઓ અને પક્ષીઓનો બલીભોગ (પ્રતિબંધક) અધિનિયમ એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વધુ વાંચો

રાજ્ય

દ્વારકાના ભીમરાણા નજીક કાર ખાડામાં ખાબકતા બાળકી સહિત 3 ના મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દ્વારકા તાલુકાના ભીમરાણા ગામ નજીક કાર ખાડામાં ખાબકતા બાળકી સહિત 2 લોકોના મોત નિપજ્યાં છે. પરિવારના સભ્યો માતાજીની માનતા ઉતારીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે કાર આડે કુતરૂ ઉતરતા અકસ્માત થયો હતો જેમાં બાળકી સહિતના ત્રણ નાં મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

બનાવની વિગત અનુસાર રવિવારે સાંજે 5 વાગ્યા આસપાસ પોરબંદરના મેર પરિવારની કાર મોગલમાતના મંદિર પાસેથી પસાર થતી હતી. ત્યારે કાર આડે કુતરૂ ઉતરતા ચાલક એ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રોડ નીચે ઉતરી જતા ખાડામાં ખાબકી હતી.જેમાં કાર ચાલક અને કારમાં સવાર ડૂબવા લાગ્યા હતા.જેમાં બાળકી સહિતના 2નાં મોત નિપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બંનેના મૃતદેહનો કબજો લઈને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ