Connect with us

રાષ્ટ્રીય

ભાજપમાં કંઇ પણ બોલવાનો પીળો પરવાનો ધરાવતા સ્વામીના વધુ એક વિવાદસ્પદ બોલ

સ્વામીએ કોને આપ્યો રામ મંદિરનો યશ… જાણો…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભાજપના વિવાદાસ્પદ સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહ્યું હતું કે રામ મંદિરનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નહીં, કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીને આપવો જોઇએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિષયમાં કશું પ્રદાન કર્યું નથી.

એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામીએ કહ્યું કે સરકારના વડા તરીકે રામ મંદિરના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કશું કર્યું હોવાનું મારા ધ્યાનમાં નથી.

‘રામ મંદિરની તમામ ચર્ચા અમે બધાએ કરી. સરકાર તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કશું કર્યું નથી. હા, જેમણે રામ મંદિર માટે કશું કર્યુ એમનું નામ હું પહેલાં આપી ચૂક્યો છું. કોંગ્રેસના વડા પ્રધાન રાજીવ ગાંધીએ રામ મંદિર માટે કંઇક કર્યું હતું’ એમ સ્વામીએ કહ્યું હતું.

રાષ્ટ્રીય

લ્યો બોલો, નાસા ચંદ્ર પર લગાવશે 4G નેટવર્ક, કોન્ટ્રાક્ટ પણ આપી દીધો!

લ્યો બોલો, નાસા ચંદ્ર પર લગાવશે 4G નેટવર્ક, કોન્ટ્રાક્ટ પણ આપી દીધો!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આપણે ત્યાં જમીન પર 4જી નેટવર્કના ઠેકાણા નથી ત્યાં અમેરિકી સ્પેસ એજન્સી નાસા ચંદ્ર પર 4-જી નેટવર્ક લગાવવા જઇ રહી છે. એટલું જ નહીં આ માટે તેણે નોકિયાને કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકી સ્પેસ એજન્સી નાસા ફરી એકવાર 2024 સુધીમાં ચંદ્ર પર માનવીને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે આ મિશન અંતર્ગત તે ચંદ્ર પર 4-જી નેટવર્ક લગાવવા જઇ રહ્યું છે. આ માટે તેમણે નોકિયાને 14 મિલિયન ડોલર્સનો કોન્ટ્રાક્ટ પણ આપી દીધો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા નોકિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ચંદ્ર પર 4-જી ટેકનોલોજી લગાવીને તે ક્રાંતિ લાવી શકે છે. નોકિયાએ જણાવ્યું કે, નાસાના મુન મિશન દરમ્યાન કોમ્યુનિકેશન ખૂબ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. નોકિયા મુજબ 2022ના અંત સુધીમાં તે ચંદ્રની સપાટી પર લો-પાવર સ્પેસ હાર્ડેન્ડ અને એન્ડ-ટુ-એન્ડ એલટીઇ સોલ્યુશન લગાવશે. નાસા આ અભિયાન માટે નોકિયા સહિત અન્ય 14 કંપનીઓને ટોટલ 370 મિલિયન ડોલર લગભગ 27.13 અબજ રૂપિયા આપશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

પેપ્સી-કોકને ટક્કર આપવા અમુલે લોન્ચ કર્યું દૂધ આધારિત સોફ્ટડ્રીંક

પેપ્સી-કોકને ટક્કર આપવા અમુલે લોન્ચ કર્યું દૂધ આધારિત સોફ્ટડ્રીંક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની સૌથી મોટી ડેરી બ્રાંડ અમુલે દેશનું પહેલું મિલ્ક બેઝ્ડ કાર્બોનેટેડ સેલ્ટઝર લોન્ચ કરી કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં પ્રવેશ કર્યો છે. અમૂલના જણાવ્યા પ્રમાણે નવી પેઢીની પસંદગી માટે અમૂલે ફ્રૂટ જ્યુસ અને મિલ્ક સોલીડઝ ઉમેરી કાર્બોનેટેડ પીણુ બનાવેલ છે.

અત્યારે ભારતમાં કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક માર્કેટમાં પેપ્સી અને કોકાકોલા જેવી બ્રાન્ડનો દબદબો છે. ભારતની કોઈ મોટી બ્રાંડ આ સેગમેન્ટમાં સફળ થઇ નથી. અમૂલના આવવાથી આ બ્રાન્ડ્સ માટે મોટી સ્પર્ધા ઉભી થશે તેમ જાણકારો માને છે.

અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. સોઢીના જણાવ્યા પ્રમાણે, ભારતનુ પ્રથમ અમૂલ ટ્રુ સેલ્ટઝર હાલમાં લેમન અને ઓરેન્જ એમ બે ફ્લેવરમાં ઉપલબ્ધ છે. ગુજરાતના બજારમાં આ સપ્તાહે બે ફલેવર રજૂ કર્યા પછી, અમૂલ તેનાં કોલા, જીરા, એપલ જેવાં ઘણાં વેરીયન્ટ રજૂ કરશે. પ્રારંભિક તબક્કે તેને ગુજરાતની બજારમાં લોન્ચ કર્યું છે અને ટૂંક સમયમાં દેશના અન્ય ભાગોમાં પણ તેને લોન્ચ કરાશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

4 સિવાયની તમામ બેન્કોમાંથી સરકાર ખસી જશે : નવો નિર્ણય

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં રાષ્ટ્રિયકૃત્ત બેન્કોનું ખાનગીકરણ ઝડપથી આગળ વધશે. ખાનગીકરણ કરવા માટેની પ્રક્રિયામાં જયાં-જયાં અવરોધ દેખાઇ રહયા છે તે અવરોધોને દૂર કરવા સરકાર ઝડપથી કામગીરી કરી રહી છે. આ માટે જરૂર પડયે રિઝર્વ બેન્કના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર વધુમાં વધુ 4 રાષ્ટ્રિયકૃત્ત બેન્કો પર પોતાનો અંકુશ રાખશે. બાકીની તમામ બેન્કોનું વિલિનીકરણ અને બાદમાં ખાનગીકરણ હાથ ધરવામાં આવશે. એવું અત્યારે જણાઇ રહ્યું છે.

રાષ્ટ્રિયકૃત્ત બેન્કોને ખાનગી હાથોમાં સોંપવા માટે જયારે બોલીઓ આમંત્રિત કરવામાં આવશે તે પહેલાં આ પ્રક્રિયામાંથી સરકાર ખસી જશે એવું જાણવા મળે છે. ખાનગીકરણને આકર્ષક બનાવવા માટે બોલીઓ નિમંત્રિત કરવાની બાબતમાં કેન્દ્ર સરકાર બેન્કોના કામકાજમાં દખલ નહીં કરે એવી યોજના વિચારવામાં આવી રહી છે. આ માટે રિઝર્વ બેન્કના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. બેન્કોના કામકાજમાં સરકાર માથુ નહીં મારે અને બેન્કોના વ્યવહારમાંથી પણ સરકાર ખસી જશે. બાદમાં માત્ર બેન્કો અને ગ્રાહકો વચ્ચે વ્યવહાર રહેશે.

હાલમાં પ્રધાનમંત્રી કાર્યાલય, નાણાંમંત્રાલય અને રિઝર્વ બેન્ક વચ્ચે આ પ્રકારનો વિચાર વિનિમય ચાલી રહ્યો હોવાનું જણાવીને સૂત્રોએ ઉમેર્યું છે કે, કંઇ બેન્કમાં સરકારની વધુમાં વધુ કેટલી ભાગીદારી રાખવી ? તે મુદે ચર્ચાઓ ચાલી રહી છે. આ મુદે દેશના ચોકકસ અર્થશાસ્ત્રીઓ સાથે પણ સરકાર વાટાઘાટો કરી રહી છે. આગામી દિવસોમાં ઓછામાં ઓછી છ અથવા તેથી વધુ બેન્કોનું ખાનગીકરણ કરવા માટેની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. આ અગાઉ નીતિ આયોગે સરકારને એવી ભલામણ કરી હતી કે, સરકારે વધુમાં વધુ 4 બેન્કો પર અંકુશ રાખવો જોઇએ.

હાલમાં જે અહેવાલો મળી રહયા છે તે મુજબ, એસબીઆઇ-પંજાબ નેશનલ બેન્ક-બેન્ક ઓફ બરોડા અને કેનેરા બેન્કને બાદ કરતાં બાકીની બેન્કોમાંથી સરકાર ખસી જશે અને આ તમામ બેન્કોનું સંપૂર્ણ ખાનગીકરણ થશે. નીતિ આયોગે પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેન્કનું અગ્રતાના ધોરણે ખાનગીકરણ કરવા માટે ભલામણ કરી છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ