Connect with us

રાજ્ય

ઓખા-હાવડા અને પોરબંદર-હાવડા ફેસ્ટીવલ ટ્રેનનું શેડ્યુઅલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી તહેરવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવે દ્વારા ઓખા હાવડા તથા પોરબંદર-હાવડા વચ્ચે દ્વિ-સાપ્તાહિક હોલીડે સ્પેશ્યલ પેસેન્જર ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નં. 02905 ઓખા હાવડા સુપર ફાર્સ્ટ સાપ્તાહિક સ્પે. 25 ઓકટોબર થી 29 નવેમ્બર સુધી દર રવિવારે ઓખા થી સવારે 8.10 વાગ્યે ઉપડશે. જે ત્રીજા દિવસે સવારે 3.35 વાગ્યે હાવડા પહોંચશે તેમજ રીર્ટનમાં ટ્રેન નં.02906 હાવડા-ઓખા સુપર ફાસ્ટ સ્પે. 27 ઓકટોબરથી 1 ડિસેમ્બર સુધી દર મંગળવારે હાવડા થી રાત્રે10.50 વાગ્યા થી ઉપડશે અને ત્રીજા દિવસે સાંજે 6.30 વાગ્યા ઓખા પહોંચશે. આ બન્ને ટ્રેનો દ્વારકા, ખંભાળિયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ ,અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાગ, ભુસાવલ, અકોલો, બડનેરા, નાગપુર, ગોદીયા, રાજનંદગાવ, દુર્ગ, રાયપુર, ભાટાપરા, બીલાસપુર, ચંપા, રાયગઢ, ઝારસુગુડા, રાઉરકેલા, ચ્રકધરપુર, ટાટાનગર અને ખડગપુર સ્ટેશને રોકાણ કરશે.

ટ્રેન નં. 09205/09206 પોરબંદર-હાવડા- પોરબંદર દ્વિ સાપ્તાહિક હોલીડે વિશેષ ટ્રેન 21 થી 28 નવે. સુધી દોડશે. ટ્રેન નં. 09205 પોરબંદર-હાવડા દ્વિ સાપ્તાહિક હોલીડે સ્પેશ્યલી ટ્રેન 21 થી દર બુધવાર અને ગુરુવાર પોરબંદરથી દોડશે. આ હોલીડે વિશેષ ટ્રેન ઓકટો. 21, 22, 28 અને 29 ઓકટોબર 2020 અને નવેમ્બરમાં 4, 5, 11,12, 18, 19, 25 અને 26 નવેમ્બરમાં ચાલશે. આ ટ્રેન પોરબંદરથી કુલ 12 ટ્રિપ્સ ચલાવાશે. આ ટ્રેન પોરબંદરથી સવાર 8 વાગ્યે શરુ થઇને ત્રીજા દિવસે સવારે 3:35 વાગ્યે હાવડા પહોંચશે.

ટ્રેન નં. 09206 હાવડા-પોરબંદર દ્વિ સાપ્તાહિક હોલીડે સ્પે. ટ્રેન 23 ઓકટોબર, 2020ના રોજ શુક્રવાર અને શનિવારે હાવડાથી દોડશે. આ ટ્રેનમાં એસી ટુ-ટીયર, એસી. 3 ટીયર, સ્લીપર કલાસ અને સેકન્ડ કલાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેનનું બુકિંગ તા. 18 ઓકટોબરથી શરુ થશે.

રાજ્ય

જામનગરમાં અવિરત મેઘસવારી કાલાવડના નવાગામમાં પોણા બે ઈંચ વરસાદ ખાબકયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લામાં મેઘસવારી અવિરત રહેતા કાલાવડ તાલુકાના નવાગામમાં પોણા બે ઈંચ, અને નિકાવામાં અડધો ઈંચ તથા જામજોધપુર પંથકના વાંસજાળિયામાં પોણો ઈંચ, જામવાડી, ધુનડા અને પરડવામાં અડધો-અડધો ઈંચ વરસાદ પડયો હતો.

જામનગર જિલ્લામાં નોરતા દરમિયાન મેઘમહેર અવિરત રહેતા કાલાવડ તાલુકાના નવાગામમાં ગઈકાલે પોણા બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. તે જ રીતે નિકાવામાં અડધો ઈંચ પાણી પડયું હતું તેમજ જામજોધપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો અને જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામવાડી અને ધુનડા માં 12 મિમી, પરડવામાં 10 મી.મી., શેઠવડાળામાં 8 અને ધ્રાફામાં 3 મીમી વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો

રાજ્ય

ઓલટાઇમ ફેવરિટ બટાકાના ભાવ ઐતિહાસિક સપાટીએ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતીઓના ઓલટાઇમ ફેવરિટ બટાકાનો ભાવ પણ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. ડુંગળીનાં ભાવ આસમાને પહોંચ્યા બાદ બટાકા પણ મોંઘાદાટ બનતા ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે.

કોરોનાની મહામારી વચ્ચે ૨૦૨૦નું વર્ષ બટાકા માટે સુવર્ણ વર્ષ તરીકે જોવા મળી રહ્યુ છે. આ વર્ષે બટાકાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. કોલ્ડ સ્ટોરેજમાંથી વેચાણ થતાં ૧ મણ બટાકાનો ભાવ રૂ.૩૦૦ની આસપાસ રહેતો હતો જે હાલમાં રૂ.૮૦૦એ પહોંચ્યો છે.

ખાવામાં મોટાભાગે વપરાતા લોકર જાતની બટાકાનો ભાવ હાલમાં સૌથી ઊચો છે. આ સિવાય ડીસા સહિતના વિસ્તારમાં વવાતા પુખરાજ જાતના બટાકાનો ભાવ પણ પ્રતિ કિલો રૂ.૨૫થી ૩૦ એટલે કે, એક મણનો ભાવ રૂ.૬૦૦એ પહોચ્યો છે.

છેલ્લા પાંચ વર્ષથી સતત મંદીનો માહોલ લઈને બટાકાનો વ્યવસાય મરણ પથારીએ જોવા મળી રહ્યો હતો. ભાવ ઉચકાવા પાછળનુ કારણ આપતા વેપારીઓએ જણાવ્યુ હતુ કે, ગત માર્ચમાં ઉત્તર પ્રદેશ અને બંગાળમાં બટાકાનું અંદાજે ૧૫ ટકાથી વધારે વાવેતર ફેલ ગયુ હતુ. જેની સીધી અસર આખા દેશમાં પડી છે. જેના કારણે ગુજરાતમાં પણ બટાકાના ભાવ ઊચકાયા છે.

વધુ વાંચો

રાજ્ય

મગફળી ખરીદીનો વિલંબ ખેડૂતોના હિતમાં કૃષિમંત્રી R.C. ફળદુનું નિવેદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આજથી રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી પરંતુ હવે તે 26 ઓક્ટોબરથી કરવામાં આવશે. વરસાદી માહોલ અને ભેજવાળા વાતાવરણના કારણે ખરીદી મુલત્વી રાખવામાં આવી છે તેવી જાહેરાત કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાડદિયા દ્વારા મોડી સાંજે કરવામાં આવી હતી.

ભેજવાળા વાતાવરણને પરિણામે મગફળી ભેજવાળી હોય ખેડૂતોને ધારાધોરણ મુજબ ગુણવત્તા ન મળતા મગફળી રિજેક્ટ થવાની શક્યતા રહે છે. આવા સંજોગોમાં ખેડૂતોને’ હેરાનગતિ ન થાય તે માટે આ નિર્ણય કરાયો છે.
1થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં 4,64,972 (બપોરે 2 વાગ્યા સુધીમાં) ખેડૂતોએ મગફળી વેંચવા નોંધણી કરાવી’ દીધી છે. અંતિમ આંકડો 4.70 લાખ ખેડૂતો સુધી પહોંચી જવાની શક્યતા છે.ખેડૂતોએ મોટી સંખ્યામાં નોંધણી કરાવતા સરકારને સારોએવો પુરવઠો મળે તેવી ધારણા છે. નિગમ મણદીઠ રૂ. 1055ના ખરીદી શરૂ કરનાર છે, જે 18 જાન્યુઆરી 2021 સુધી ચાલશે.’ સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી હતી 35 કિલોને બદલે 25 કિલોના બારદાનમાં મગફળી ભરવામાં આવશે. પરિણામે સરકારને વધુ 50 લાખ બારદાનો ખરીદ કરવાની નોબત આવી છે. અગાઉ પુરવઠા નિગમ દ્વારા 3 કરોડ જેટલો બારદાનનો ઓર્ડર નાફેડને આપવામાં આવ્યો હતો. વધારાના બારદાનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે હવે ખરીદી શરૂ થવાની છે ત્યારે દરેક ખરીદ કેન્દ્રો ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરેક એજન્સીઓની નિમણૂંક થઇ ગઇ છે. ટ્રાન્સપોર્ટ લેબરના કોન્ટ્રેક્ટ અપાઇ ગયા છે. પારદર્શિતાના ભાગરૂપે પહેલેથી જ તમામ ગોડાઉનમાં સીસીટીવી લગાડી દેવામાં આવ્યા છે. જરુર પડયે વધુ ગોડાઉન ભાડે રાખવામાં આવશે.’ ખેડૂતોને ક્રમશ એસ.એમ.એસ દ્વારા જાણ કરવામાં આવી રહી છે. મગફળીની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમને નોડલ એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં રાજ્યમાં 55 લાખ મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. 25 ટકા લેખે સરકાર 13 લાખ ટન ખરીદી કરી શકે છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ