Connect with us

રાજ્ય

ખંભાળિયામાં ફી સહિતના મુદ્દે NSUI દ્વારા શિક્ષણાધિકારી કચેરીનો ઘેરાવ

તાળાબંધી કરવા જતા કાર્યકરોની અટકાયત કરાઈ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લા એન. એસ. યુ. આઈ. દ્વારા વિધ્યાર્થીઓના વિવિધ મુદાઓ સાથે ખંભાળિયામાં જિલ્લા શિક્ષણઅધિકારીને તાજેતરમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.

આ સાથે એન. એસ. યુ. આઈ.ના કાર્યકરો દ્વારા થાળી- ચમચી વગાડી વિરોધ કરી, પ્રશ્નોના નિરાકરણ માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

હાલ કોરોનાની મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોના ધંધા રોજગાર મુદ્દે હાલાકી પ્રવર્તી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરવા, આર. ટી. ઈ.ની પ્રવેશ પ્રકિયા ચાલુ કરવા, ફી માટે વાલીઓને દબાણ કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવા અને ઓનલાઈન શિક્ષણનું ડિંડક બંધ કરાવવા જિલ્લા શિક્ષણઅધિકારીને એન. એસ. યુ. આઈ. દ્વારા 48 કલાકનું અલ્ટીમેટ આપવામાં આવ્યું હતુ. આ સમયગાળામાં યોગ્ય નિર્ણય ન લેવાતા આજરોજ સોમવારે એન. એસ. યુ. આઈ. કાર્યકરોઅ શિક્ષણ અધિકારી કચેરીની તાળાબંધી કરવા પહોચ્યા હતા, અને તાળબંધી કરે તે પહેલા જ પોલિસે તમામ કાર્યકરોની અટકાયત કરી હતી.

આ આંદોલનમાં રહેલા જિલ્લા એન. એસ. યુ. આઈ.ના પ્રમુખ દાનાભાઈ માડમની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો પણ સાથે જોડાયા હતા. આ કાર્યકરોની પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

રાજ્ય

ઓનલાઇન યોજાશે BAPS સંસ્થાનો ગુરૂપૂર્ણિમા મહોત્સવ

ઘરે બેઠા મળશે પૂ.મહંતસ્વામીના આશીર્વચન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં પાંચમી જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઓનલાઈન યોજાશે. ભારત અને વિશ્વના જુદા જુદા દેશોમાં પ્રસાર માધ્યમો દ્વારા ઘરે બેઠાં નીચે મુજબ મળશે. જે અંતર્ગત ભારતમાં ગુરુપૂર્ણિમા ઉત્સવનો સમય આ મુજબ રહેશે. જે અંતર્ગત : રવિવાર, સાંજે ૫.૦૦ થી ૭.૩૦, પ્રસારણ માધ્યમ: બી.એ.પી.એસ. વેબસાઈટ https://live.baps.org  દ્વારા વેબ-કાસ્ટિંગ તથા જીટીપીએલ કથા ચેનલ, ચેનલ નંબર ૫૫૫ પરથી થશે.

આ અંગે વિગતો આપતાં BAPSના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ જણાવ્યું કે આગામી રવિવારે ગુરુપૂર્ણિમાનાં દિવસે લાઇવ વેબકાસ્ટિંગ અને ટીવી ચેનલ ઉપરથી  ગુરુપૂર્ણિમા મહોત્સવનું જીવંત પ્રસારણ થશે. જે અંતર્ગત ગુરુપૂર્ણિમાનું માહાત્મ્ય તથા સદ્‌ગુરુ સંતો અને વિદ્વાન સંતો દ્વારા પ્રવચનનો લાભ મળશે. સાથોસાથ વર્તમાન વૈશ્વિક કોરોના મહામારીને પગલે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનનાં ઓનલાઇન આશીર્વચનનો લાભ પણ સૌને મળવાનો છે.

તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવ દિવ્યતા-ભવ્યતા સાથે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. ગુરુપૂર્ણિમાની વિશિષ્ટ સભાનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં દેશ-વિદેશથી ૬૦,૦૦૦ કરતાં વધુ હરિભક્તો ઉપસ્થિત રહેતા હોય છે. જોકે, આ વર્ષે વર્તમાન વૈશ્વિક કોરોના સંકટને પગલે ઓનલાઇન ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સાથોસાથ વિશ્વભરનાં ૧૧૦૦થી વધુ BAPS સ્વામિનારાયણ મંદિરો દ્વારા મહામારી દરમિયાન જરૂરિયાતમંદોને રાહત સહાય અને સ્વાસ્થ્ય સંબંધી મદદ પણ થઈ રહી છે.

વધુ વાંચો

રાજ્ય

જખૌ નજીક કોસ્ટગાર્ડના ચરસના વધુ 24 પેકેટ મળ્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય કોસ્ટગાર્ડ કચ્છના જખૌ નજીક કદીયારી ટાપુ પાસેથી ચરસનાં વધુ 24 પેકેટ શોધી કાઢ્યા છે. ગઇકાલે પેટ્રોલીંગ દરમિયાન કોસ્ટગાર્ડના જવાનોની ટાપુના વિસ્તારમાંથી ચરસના 24 પેકેટ મળી આવ્યા હતા.

જેની કિંમત 36 લાખ રૂપિયા માનવામાં આવે છે. છેલ્લા એક મહિના દરમિયાન કોસ્ટગાર્ડ તથા અન્ય એજન્સીઓના શોધ અભિયાન દરમિયાન 1200 થી વધુ ચરસના પેકેટ મળી આવ્યા છે.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયા પંથકમાં ધોધમાર એક ઈંચ વરસાદ

ખંભાળિયા પંથકમાં ધોધમાર એક ઈંચ વરસાદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા તાલુકામાં આજરોજ શુક્રવારે પુનઃ મેઘરાજાના મંડાણ થયા હતા અને ધોધમાર એક ઈંચ પાણી વરસી ગયું હતું.

ખંભાળિયા પંથકમાં છેલ્લા દિવસોમાં ભારે ગરમી અને બફારા બાદ આજે બપોરે ઘટાટોપ મેઘાવી માહોલ છવાયો હતો અને ત્રણેક વાગ્યે વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જે સતત એકાદ કલાક સુધી હળવા તથા ભારે ઝાપટા રૂપે ચાલુ રહેતા એક ઈંચ (26 મી. મી.) પાણી પડી ગયું હતું. આ સાથે મોસમનો કુલ વરસાદ 281 મીટર નોંધાયો છે.

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે ઝાપટા વરસતાં માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ