Connect with us

રાષ્ટ્રીય

હવે ચીન સામે ગુગલની સ્ટ્રાઇક 2500 યુ-ટ્યુબ ચેનલ્સ ડિલીટ કરી

હવે ચીન સામે ગુગલની સ્ટ્રાઇક 2500 યુ-ટ્યુબ ચેનલ્સ ડિલીટ કરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હવે ગૂગલે પણ ચીનની સામે ખાસ પગલું લીધું છે. ગૂગલના આ નિર્ણયથી ચીનને મોટો ઝટકો લાગશે. ગૂગલે ચીનની 2500થી વધારે યૂટ્યૂબ ચેનલ્સને ડિલિટ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ ચીની યૂટ્યુબ ચેનલ્સની મદદથી ભ્રામક જાણકારી ફેલાવવામાં આવી રહી હતી. તેની જાણકારી મળતાં વીડિયો શેરિંગ પ્લેફોર્મે આ ચીની યૂટ્યૂબ ચેનલ્સને હટાવી દીધી છે. ગૂગલે કહ્યું કે આ યૂટ્યૂબ ચેનલ્સને એપ્રિલ અને જૂનની વચ્ચે જ હટાવી દેવામાં આવી હતી. ગૂગલનું કહેવું છે કે ચીન સાથે જોડાયેલા ઈન્ફ્લુએન્સ ઓપરેશનને માટે ચાલી રહેલી તપાસના આધારે આ પગલું લેવામાં આવ્યું છે.

ગૂગલે પોતાની ભ્રામક જાણકારી વાળા ઓપરેશનના ત્રિમાસિક બુલેટિનમાં સૂચના આપી છે અને તેમાં કહ્યું છે કે યૂટ્યુબના આધારે આ ચેનલ્સ પર ખાસ કરીને સ્પૈમી, નોન પોલિટિકલ કન્ટેન્ટ પોસ્ટ થતું હતું. પરંતુ તેમાં રાજનીતિ સાથે સંકળાયેલી વાતો પણ હતી.

રાષ્ટ્રીય

ભારતમાં સ્માર્ટ સીટીની વાતો ગુલબાંગો સાબિત થઇ

નિયમિત આફતોનો સામનો કરવા પણ આપણાં શહેરો સક્ષમ નથી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષથી સ્માર્ટ સિટીની ઝુંબેશ ચાલે છે. ભારતના શહેરો જોકે કોઈ નવા પડકારને પહોંચી વળવા સક્ષમ નથી. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે સ્માર્ટ સિટી ઈન્ડેક્સમાં ભારતના શહેરો પાછળ ધકેલાયા છે. ઈન્ડેક્સમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે.

લિસ્ટમાં ભારતનું પ્રથમ શહેર હૈદરાબાદ છે, જે છેક 85મા ક્રમે આવ્યું છે. સ્વિત્ઝરલેન્ડની ઈન્સ્ટીટયૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને સિંગાપોર ટેકનોલોજી યુનિવર્સિટી ફોર ડિઝાઈન દ્વારા વૈશ્વિક રિપોર્ટ તૈયાર કરાયો હતો.

રિપોર્ટ પ્રમાણે હૈદરાબાદ 85મા ક્રમે, દિલ્હી 86મા ક્રમે, મુંબઈ 93મા ક્રમે અને બેંગાલુરૂ 95મા ક્રમે છે. આ બધા શહેરોની ખાસ્સી પડતી થઈ છે. 2019ના ઈન્ડેક્સ પ્રમાણે આ ચારેય શહેરો અનુક્રમે 67, 68, 78 અને 79મા ક્રમે હતા. કોરોના જેવી મહામારીને હેન્ડલ કરવાની ભારતના શહેરોની કોઈ સજ્જતા છે નહીં માટે ક્રમ ગબડયો છે.

આ વખતે જોકે ભારતના શહેરો પાછા પડયા તેનું મૂળ કારણ રોગચાળો જ છે. છતાં પણ રોગચાળો ન હતો ત્યારેય ભારતના શહેરો લિસ્ટમાં ખાસ્સા પાછળ નોંધાયા હતા.  આ ઈન્ડેક્સ વિવિધ પંદર માપદંડોના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પરિવહન, સલામતી, આરોગ્ય, સ્થાનિક સત્તાધિશોની ક્ષમતા, વિકાસની તકો, વગેરે મુદ્દા ધ્યાનમાં લેવાયા હતા.

જગતના કુલ 120 શહેરો પસંદ કરી ત્યાનાં રહેવાસીઓપાસે સર્વે કરાવવામાં આવ્યો હતો. તેના આધારે ઇન્ડેક્સ તૈયાર થયો હતો.રિપોર્ટમાં કહેવાયું છે કે સ્માર્ટ સિટી તેને કહેવાય જે અણધારી આફત આવે તો તેને પહોંચી વળવા તૈયાર હોય. એ હિસાબે જોઈએ તો ભારતના મહાનગરો તો દર વર્ષે આવનારી આફતોનો સામનો કરવા પણ સક્ષમ નથી.

વિશ્વના પ્રથમ 10 સ્માર્ટ શહેરો

1 સિંગાપોર, 2 હેલસિંકી (ફિનલેન્ડ), 3 ઝુરીચ (સ્વિત્ઝરલેન્ડ), 4 ઓકલેન્ડ (ન્યુઝિલેન્ડ), 5 ઓસ્લો (નોર્વે), 6 કોપનહેગન (નેધરલેન્ડ), 7 જીનીવા (સ્વિત્ઝરલેન્ડ), 8 તાઈપેઈ (તાઈવાન), 9 આર્મસ્ટડેમ (નેધરલેન્ડ), 10 ન્યૂયોર્ક (અમેરિકા)

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેશનાં નેશનલ ઇન્ફોર્મેટિકસ સેન્ટરના 100 કોમ્પ્યુટર પર સાયબર એટેક

રાષ્ટ્રીય સુરક્ષા સબંધે સંવેદનશીલ માહિતી તફડાવ્યાની આશંકા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ચીન દ્વારા થતી સાયબર જાસુસીના અહેવાલો પછી હવે વધુ ગંભીર ઘટસ્ફોટ સામે આવ્યો છે. નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના 100 જેટલાં કમ્પ્યૂટર્સમાં હેકર્સે ઘુસણખોરી કરીને અતિ સંવેદનશીલ ડેટા તફડાવ્યો હોવાની આશંકા ઊભી થઈ છે. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે આ ઘટનામાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે NICના ડેટાબેઝમાં વડાપ્રધાન સંબંધિત ગોપનિય વિગતો ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતીઓ પણ સચવાતી હોય છે. આથી હેકિંગની આ ઘટનાને બેહદ ગંભીર ગણવામાં આવે છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

હેલ્થકેર અને એજ્યુકેશન બાબતે ભારત 116માં ક્રમે

વર્લ્ડ બેંકે આપ્યા રેન્કિંગ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વર્લ્ડ બેંકે હ્યુમન કેપિટલ ઇંડેક્સમાં ભારતનો 116મો રેન્કિંગ કર્યો છે. ભારતને 174 દેશોનો રેન્કિંગમાં આ સ્થાન આપવામાં આવ્યું છે. જો કે ભારતના સ્કોરમાં 2018ની સરખામણીમાં થોડી વૃદ્ધિ જોવા મળી છે. વર્લ્ડ બેંકે હ્યૂમન કેપિટલ ઇંડેક્સ મુજબ ભારતનો સ્કોર 0.49 છે જ્યારે 2018માં આ સ્કોર 0.44 હતો.

વિશ્વ બેંકે 2020 હ્યૂમન કેપિટલ ઇંડેક્સમાં 174 દેશની શિક્ષા અને આરોગ્યનો ડેટા લીધો છે. આ 174 દેશની કુલ 98 ટકા વસ્તી છે. કોરોના પહેલા એટલે કે માર્ચ 2020 સુધી આ હ્યૂમન કેપિટલ ઇંડેક્સમાં બાળકોને આપવામાં આવતી શિક્ષા અને આરોગ્યની સુવિધા પર મહત્વ આપવામાં આવ્યું છે. હ્યૂમન કેપિટલ ઇંડેક્સ મુજબ સૌથી વધારે દેશએ સ્થિર ઉન્નતિ કરી છે, જ્યારે લો-ઇનકમ દેશોએ મોટી છલાંગ મારી છે.

આ પહેલા 2019માં વર્લ્ડ બેંક તરફથી જાહેર કરાયેલા રિપોર્ટમાં ભારતનો 157 દેશોમાં 115મો રેન્ક હતો. ત્યાર બાદ કેન્દ્ર સરકારે વર્લ્ડ બેંકના ઇંડેકસ પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વર્લ્ડ બેંકે દેશમાં ગરીબોને સંકટમાંથી બહાર નીકાળવાની નીતિની અવગણના કરી છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ