Connect with us

રાષ્ટ્રીય

દેશમાં એક નહીં, સાત-સાત બુલેટટ્રેન દોડશે !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સમગ્ર દેશમાં અર્થતંત્ર ચર્ચામાં મહત્વનો મુદ્દો છે. સંખ્યાબંધ દેશવાસીઓ ચિંતાગ્રસ્ત અને બેરોજગાર પણ છે. બીજી બાજુ સરકાર વિકાસના નવા અને ઉંચા શિખરો સ્પર્શવા માટે બુલેટટ્રેનની ઝડપે દોડી રહી છે. નવી જાણકારી પ્રમાણે, દેશમાં એક નહીં પરંતુ સાત-સાત રૂટ પર બુલેટ ટ્રેન દોડશે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મુંબઇ-અમદાવાદ બુલેટટ્રેન કોરીડોર ઉપરાંત દેશમાં અન્ય સાત નવા બુલેટટ્રેન કોરીડોર બનાવવામાં આવશે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી બુલેટટ્રેન પરિયોજના 508 કિલોમીટર લાંબી છે અને તેનું નિર્માણ થઇ રહયું છે. રેલ કોર્પોરેશનના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે દેશમાં આ પ્રકારના અન્ય સાત નવા રેલકોરીડોર માટે અભ્યાસ શરૂ કરવા રેલવે મંત્રાલય દ્વારા એક એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે.

આ અધિકારીએ જણાવ્યું છે કે, રેલવે મંત્રાલય દ્વારા 865 કિલોમીટરનો દિલ્હી-વારાણસી, 753 કિલોમીટરનો મુંબઇ-નાગપુર, 886 કિલોમીટરનો દિલ્હી-અમદાવાદ, 435 કિલોમીટરનો ચેન્નાઇ-મૈસુર, 459 કિલોમીટરનો દિલ્હી-અમૃતસર, 711 કિલોમીટરનો મુંબઇ-હૈદ્રાબાદ અને 760 કિલોમીટરનો વારાણસી-હાવડા રેલકોરીડોર બનાવવા માટે એજન્સીને ડીટેઇલ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. આ માટેના ડેટા એકત્ર કરવામાં આવી રહયા છે. અત્રે નોંધનિય છે કે, મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટટ્રેનનો પ્રારંભ 14મી સપ્ટેમ્બરે 2017માં થયો હતો. આ માટે 1380 હેકટર જમીન સંપાદન કરવાનું હતું. તે પૈકી ખાનગી જમીન માલિકો પાસેથી 479 હેકટર જમીન અને 119 હેકટર સરકારી જમીનનું સંપાદન હજુ સુધીમાં પૂર્ણ થયું છે. આ યોજના માટે મુંબઇમાં બોઇસર અને બી.કે.સી. વચ્ચે 21 કિલોમીટર લાંબી સુરંગ પણ બનાવવામાં આવશે. આ સુરંગનો ત્રીજો ભાગ એટલે કે, 7 કિલોમીટર સમુદ્રની નીચે હશે.

રાષ્ટ્રીય

NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ

તેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મુંબઈમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કહેરની વચ્ચે સુશાંતના કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને કામ કરી રહેલી એનસીબીની ટીમ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે.

જેને પગલે તેમણે જેટલા પણ સેલિબ્રિટીની પુછપરછ કરી હતી તેમને ટેસ્ટ કરાવવા તાકીદ કરાયા છે. સાથે અમદાવાદ સહિતના અન્ય શહેરમાંથી કેસની તપાસ માટે ટીમ બોલાવાઈ છે.

સુશાંત કેસની તપાસ કરી રહેલી NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને પગલે તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ આ ટીમના બાકીના સભ્યોના કોરોના ટેસ્ટની તવાઈ હાથ ધરાઈ છે. સાથે તપાસ અટકી ન પડે તે માટે અમદાવાદ, ઇન્દોર, ચેન્નઈથી વધારાની ટીમ બોલાવાઈ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં NCBના 4 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા. એક ડ્રગ પેડલર પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મુંબઈ બહારથી આવેલા અધિકારીને ગેસ્ટહાઉસમાં ક્વોરન્ટાઈન કરાયા છે.

સાથે સાથે દીપિકા પદુકોણ, શ્રદ્ધા કપૂર, રાકુલ પ્રીત સિંહ અને સારા અલી ખાનને પણ ટેસ્ટ કરાવવા કહેવાયું છે. કોરોના ગ્રસ્ત જોવા મળેલા લોકોમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

વધુ વાંચો

રાષ્ટ્રીય

કોરોનાની રસી લોકોને આપવા રૂા. 80,000 કરોડનો ખર્ચ થશે : આટલાં નાણાં સરકાર પાસે છે ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની સૌથી મોટી કોરોના સંબંધી કામ કરતી કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓએ જણાવ્યું છે કે, ભારતવાસીઓને કોરોનાની રસી આપવા પાછળ સરકારે ઓછામા ઓછો રૂા. 80,000 કરોડનો ખર્ચ કરવો પડશે. આ આંકડો જાહેર થતાં જ સંબંધિત વર્તુળોમાં એ ચર્ચા શરૂ થઇ છે કે, કેન્દ્ર સરકાર તથા રાજયોની સરકાર હાલમાં ભારે નાણાંભીડ અનુભવી રહી છે. આ સ્થિતિમાં રૂા. 800 અબજ કેવી રીતે ખર્ચ કરી શકાશે ? આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા ચાલી રહી છે.

સિરમ કંપનીના સીઇઓ અદર પુનાવાલાએ જણાવ્યું છે કે, 2021ના પ્રથમ ત્રણ મહિના દરમ્યાન દેશમાં કોરોના વેકસીનનું મોટાં પાયે ઉત્પાદન શરૂ કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. તેઓના જણાવ્યા પ્રમાણે વેકસીનના પ્રત્યેક ડોઝની કિંમત રૂા. 1000થી નીચે રાખવા માટે પ્રયત્નો થઇ રહયા છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે, અમેરિકાની એસ્ટ્રાજેનેકા કંપની સાથે મળીને અમારી કંપની વેકસીનના એક અબજ ડોઝ તૈયાર કરશે. જો કે, તેઓએ એમ કહયુ હતું કે, વેકસીનના પ્રત્યેક ડોઝની બજાર કિંમત શું રહેશે તે અંગે અત્યારે કશું કહેવું વહેલું લેખાશે. પરંતુ ઓછી આવક ધરાવતાં લોકોને પરવડે તેવી કિંમત નકકી કરવા માટે કંપની દ્વારા પ્રયાસો થઇ રહયા છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેણાં માફ કર્યા હોય એવા દેશના 100 મોટાં ડિફોલ્ટરના નામ અમારી પાસે નથી : રિઝર્વ બેન્ક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એક અરજદારે રિઝર્વ બેંકમાં આરટીઆઇ અંતર્ગત અરજી કરીને દેશના સૌથી મોટા 100 ડિફોલ્ટર્સના નામો મેળવવા માટે આરબીઆઇને વિનંતી કરી હતી. રિઝર્વ બેન્કે આ અરજીના જવાબમાં જણાવ્યું છે કે, બેંકોમાંથી લોન લીધી હોય અને બેંકોએ આ પ્રકારની લોનો માફ કરી દીધી હોય તે પ્રકારના 100 મોટા ડિફોલ્ટરના નામોની યાદી અમારી પાસે નથી. અત્રે નોંધનિય છે કે, આ અગાઉ બેંકે એવું પણ કહયું હતું કે, દેશના પ0 મોટાં વીલફુલ ડિફોલ્ટરના કુલ રૂા. 68,600 બેંકો દ્વારા માફ કરવામાં આવ્યા છે. ચાર મહિના પહેલાં બેંકે આ જવાબ આપ્યો હતો. પરંતુ તાજેતરમાં કોલકાત્તાના એક આરટીઆઇ અરજદારે 100 ડિફોલ્ટરની યાદી માંગી તો બેન્કે એમ કહી દીધું કે, અમારી પાસે આ પ્રકારની જાણકારી ઉપલબ્ધ નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, વિશ્વનાથ ગોસ્વામી નામના આ અરજદારે એપ્રિલથી અત્યાર સુધીમાં રિઝર્વ બેન્કમાં બે વખત આરટીઆઇ દ્વારા અરજી કરી છે પરંતુ રિઝર્વ બેન્કે માહિતી આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ પણ નોંધનિય છે કે, અગાઉ પ0 ડિફોલ્ટરના રૂા. 68,600 કરોડ માફ કરી દેવાના મામલે સંસદમાં હંગામો થયો હતો અને સરકારે જવાબ આપવો પડયો હતો.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ