Connect with us

રાષ્ટ્રીય

અનલોક-2માં કોઇ મોટી છૂટછાટો નહી

કફર્યુમાં એક કલાકની રાહત, ટ્રેન-ફલાઇટની ફ્રિકવન્સી વધશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સોમવારે રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-2 માટે ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી હતી. અનલોક-2 માં કરફ્યુ સમય રાત્રિ ૧૦ થી સવારના ૫ સુધી કરવામાં આવ્યો છે. અનલોક-2 ૧ જુલાઈથી સમગ્ર દેશમાં લાગૂ થશે. ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, રાષ્ટ્રીય અને રાજ્ય હસ્તક હાઈવે પર લોકોની આવનજાવન, માલસામાનના પરિવહન, લોડિંગ અને અનલોડિંગ, બસ, ટ્રેન, પ્લેનથી ઉતર્યા બાદ લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા અને જવા માટે રાત્રિ કરફ્યુમાં છૂટ આપવામાં આવી છે.

-અનલોક-૨ દરમિયાન સ્કૂલ, કોલેજ ૩૧ જુલાઈ સુધી બંધ રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર છૂટછાટ મળશે. ઓનલાઈન અને ડીસ્ટન્સ લર્નિંગ કોર્સને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે.
– દરેક પ્રકારની આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પ્રતિબંધ રહેશે.
– મેટ્રો સેવા બંધ રહેશે.
– સિનેમા હોલ, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેનમેન્ટ પાર્ક, થિયેટર, બાર, ઓડીટોરીયમ, વગેરે જગ્યાઓ બંધ રહેશે.
– દરેક પ્રકારના સામાજિક, રાજકીય, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક આયોજન તથા મેળાવડાઓ બંધ રહેશે.
– સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, દરેક પ્રકારની ગતિવિધિઓને શરૂ કરવાના સંબંધમાં અલગ અલગ ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે અને આવશ્યકતા પ્રમાણે માનવ સંચાલન પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે  જેનાથી કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે સોશિયલ ડીસ્ટન્સ સુનિશ્ચિત કરવામાં આવે.
– ડોમેસ્ટિક ફ્લાઈટ અને પેસેન્જર ટ્રેનોને સીમિત માત્રામાં પરવાનગી આપવામાં આવી છે.

રાષ્ટ્રીય

દેશના યુવાનોને વડાપ્રધાન મોદીએ આપી એપ ઇનોવેશન ચેલેન્જ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતે ચીનની 59 એપ્લીકેશનો ઉપર પ્રતિબંધ મુક્યો છે. અને આ મામલે ભારત હવે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વડાપ્રધાને આજે ટિવટ કરી લખ્યું હતું કે આજે ‘મેડ ઇન ઇન્ડિયા’ એપ્સ બનાવવા માટે ટેક અને ર્સ્ટાટપ સમુદાયમાં ભારે ઉત્સાહ છે. @GoI_MeitY અને @AIMtoInnovate મળીને ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી રહ્યા છે. મોદીએ યુવાનોને સંબોધીને જણાવ્યું હતું કે જો તમારી પાસે કોઇ એવી પ્રોડકટ હોય અથવા તો કાંઇક સારૂ કરવાનો દ્રષ્ટિકોણ અને ક્ષમતા હોય તો ટેક કોમ્યુનિટી સાથે જોડાઇ જાવ.

વધુ વાંચો

રાષ્ટ્રીય

રોકાણ તથા નાણાંકીય સલાહકારો માટે નિયમોમાં મોટાં ફેરફારો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં શેરબજારોને નિયંત્રિત કરતી સંસ્થા સેબીએ ગ્રાહકોને શેરબજારને લગતી સલાહ અને ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ આપતી કંપનીઓ પર નિયંત્રણો લાદયા છે. દેશભરમાં ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ આપતી કંપનીઓ મોટી સંખ્યામાં છે. આ પૈકી જે કંપનીઓ સેબીમાં રજીસ્ટર્ડ થયેલી છે, તે કંપનીઓ પર આ નિયંત્રણો લાગૂ પડશે.

સેબીએ ગઈકાલે ત્રીજી જૂલાઈએ આ માટેનું નોટિફિકેશન બહાર પાડયું છે. આ અગાઉ 2020 ના જાન્યુઆરીમાં કેપિટલ માર્કેટ રેગ્યુલેટર દ્વારા જે ડિસકશન પેપર જાહેર કરવામાં આવેલું તેમાં આ પ્રકારના ફેરફારોનો પ્રસ્તાવ હતો. સેબીએ ગ્રાહકોના પ્રકારો પાડયા છે. આ ઉપરાંત નેટવર્થ અને અનુભવ તેમજ ક્વોલિફિકેશન અંગે પણ નવા નિયંત્રણો મૂકયા છે. આ સાથે કોર્પોરેટાઈઝેશન માટે પણ સેબીએ કેટલીક બાબતો ફરજિયાત બનાવી છે. જો કે, કવોન્ટમ અને રજીસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરની ફી જેવા ઈસ્યૂ અંગે સેબીએ હાલ કોઇ ફેરફાર કર્યા નથી. જે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝ કંપનીઓ નોંધાયેલી નહીં હોય તેઓ પોતાને વેલ્થ એડવાઈઝર કે સ્વતંત્ર ફાયનાન્શિયલ એડવાઈઝર ગણાવી શકશે નહીં.

કલાયન્ટ લેવલ સેગ્રેગેશનની વાત કરીએ તો કોઇપણ એડવાઈઝર કોઇ એક ગ્રાહકને પેઈડ ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ અને એડવાઈઝ બન્ને ચીજો પ્રોવાઈડ કરી શકશે નહીં. કોર્પોેરેટ કક્ષાની એડવાઈઝ કંપનીઓને પણ આ નિયમ લાગૂ પડશે. કેટલાંક નિષ્ણાંતોએ એવી પ્રતિક્રિયા આપી છે કે, જે લોકો વ્યકિતગત રીતે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર તરીકે કામ કરે છે તેઓને આ નવા નિયમથી મુશ્કેલીઓ પડશે અથવા તેઓએ પેઈડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બંધ કરવી પડશે. આ ઉપરાંત સેબીએ ઈન્ડીવીઝ્યુઅલ એડવાઈઝર માટે નેટવર્થની રીકવાયરમેન્ટ એક લાખથી વધારીને પાંચ લાખ કરી છે અને આ પ્રકારની કોર્પોરેટ કંપનીઓ માટે આ રકમ 25 લાખથી વધારીને 50 લાખ કરી છે. આ ઉપરાંત જે વ્યક્તિગત એડવાઈઝર 150 કલાયન્ટ ધરાવતા હોય તેમણે પોતાના સ્ટેટસમાં ફેરફાર કરીને પોતાની કંપનીને કોર્પોરેટ એડવાઈઝર તરીકે ગણાવવાની રહેશે. આ ઉપરાંત શૈક્ષણિક કવોલિફિકેશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ વિગતો સેબીની વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

મોદીની ચાલને સમજવામાં થાપ ખાઇ ગયું ચાલાક ચીન !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

2014 થી 2020- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ એક આખું સર્કલ પૂર્ણ કરી લીધું છે. 2014માં પ્રધાનમંત્રી જાપાનની મુલાકાતે ગયાં હતાં. 2014માં તેઓએ કરેલું ભાષણ આજે 2020માં ઘણાં લોકોને યાદ આવી રહ્યું છે.

2014ની પહેલી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પાટનગર ટોકીયોમાં હતાં. ટોકીયોમાં તેઓની પ્રધાનમંત્રી તરીકે દ્રિપક્ષીય સંબંધો મજબુત બનાવવાની જાપાનની તેઓની પ્રથમ મુલાકાત હતી.

પ્રધાનમંત્રી એ 2014માં ત્યારે જે ભાષણ આપેલું તેના અમુક અંશો અત્રે હિન્દી ભાષાંતરમાં પ્રસ્તુત છે. મોદી બોલ્યા હતાં : કિસી દેશ મેં એન્ક્રોચમેન્ટ કરના, કહીં સમુંદરમે ધુસ જાના, કભી કિસી દેશકે અંદર જાકર કબ્જા કરના… ઇન ચીઝોકી પ્રવૃતિ ચલ રહી હે…

આટલું બોલ્યા પછી પ્રધાનમંત્રી બોલ્યા હતા કે, 21મી સદીમાં વિસ્તારવાદથી માણસજાતને કોઇ ફાયદો થવાનો નથી. વિકાસ આવશ્યક છે. અને હું માનું છું કે 21મી સદીમાં જો એશિયા દુનિયાને નેતૃત્વ પુરૂ પાડશે તો ભારત અને જાપાન વિકાસના માર્ગને સાથે રહી ને પ્રશસ્ત કરશે.

વિસ્તારવાદ વિરોધ વિકાસ- પ્રધાનમંત્રીની મુખ્ય થીમ છે. તેઓએ લડાખમાં પણ જણાવ્યું હતું કે, વિસ્તારવાદનો સમય પુરો થયો છે. વિકાસ ભવિષ્ય માટેનું એન્જીન છે. 2014માં ટોકીયો ખાતે પણ તેઓએ આ વાત કરી હતી. ટોકીયોમાં તેઓએ જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયા વિસ્તારવાદ અને વિકાસવાદની વચ્ચે વહેચાયેલી છે. જોકે, વિકાસવાદ આગળ ચાલી રહ્યો છે. વિશ્ર્વ વિસ્તારવાદને વિસ્તારે છે કે વિકાસવાદને પકડે છે તે આપણે નકકી કરવું પડશે. જે લોકો શાંતીને પસંદ કરે છે. તેઓ વિકાસમાં માને છે. તેઓ પ્રોગ્રેસમાં માને છે.

અત્રે નોંધનીય છે કે, 2019ના ઓકટોબરમાં પ્રધાનમંત્રી મોદીએ ચીનના બોસ જિંગપીંગને મહાબલીપુરમ ખાતે આવકાર્યા ત્યારે પ્રધાનમંત્રીએ કહેલું હતું કે, ઇન્ફોર્મલ સમીત ભારત અને ચાઇના વચ્ચેના સંબંધને મજબુત બનાવશે. રાજનીતિ અને વિદેશનીતિમાં ચીનને ચતુર માનવામાં આવે છે. પરંતુ લડાખ ધટના જોયા પછી એવું સમજાય છે કે, 2014માં જાપાનના ટોકીયો ખાતે પ્રધાનમંત્રીએ જે ભાષણ આપ્યું હતું તે ભાષણ સમજવામાં ચીન થાપ ખાઇ ગયું. આ ભાષણનો અર્થ ચીનને હવે સમજાય રહ્યો હશે. શુક્રવારની લેહ-લડાખની પ્રધાનમંત્રીની મુલાકાત પછી તો ચીન 100% મોદીને સમજી ચુકયું હશે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ