Connect with us

જામનગર

જામનગરનાં વધુ નવ વિસ્તારને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

જામનગરનાં વધુ નવ વિસ્તારને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

એક તરફ જામનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટીવની સંખ્યા સતત વધી રહી છે. તો બીજી તરફ જિલ્લામાં કન્ટેઇનમેન્ટ એરિયાની પણ ભરમાર લાગી છે. જ્યાં-જ્યાં પોઝિટીવ કેસ આવતાં જાય છે. ત્યાં-ત્યાં તંત્ર દ્વારા કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવતા જાય છે. કલેકટર દ્વારા ગઇરાત્રે શહેર જિલ્લાના વધુ નવ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલ કોલોની શેરી નં.૫, પટેલ પેંડાવાળી શેરીમાં આવેલ શિવ જયોત ટેનામેન્ટ કે જે શ્રીપદ એપાર્ટમેન્ટની બાજુમા તથા સુંદરમ્‌ એપાર્ટમેન્ટની સામેની સાઈડ આવેલ છે તે શિવ જયોત ટેનામેન્ટની ગલીવાળો વિસ્તાર.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પવનચકકીથી લાલપુર રોડ તરફ જતાં ડાબી બાજુએ આવેલ નાનકપુરી વાડી વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં રામનાથ કોલોની રાજાણી બિલ્ડીંગ પાછળ રૂમ નં.૧૪૩ સહિતના ૨૦ મકાનોનો વિસ્તાર.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગૌરવ પથ પર આવેલ સરકારી વસાહત (ગર્વમેન્ટ કોલોની) બ્લોક નં.૧૩/૩ કે જેમાં કવાર્ટર નં.૪૯ નો સમાવેશ થાય છે તે ફલેટ નં.૩૭ થી ૫૪ એટલે કે કુલ ૧૮ ફલેટનો વિસ્તાર.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ખોડીયાર કોલોની પાછળ આવેલ સોઢા સ્કુલ અને સરલાબેન ત્રિવેદી આવાસની વચ્ચે આવેલ શેરી કે જેમાં જય મહાકાલ મકાન આવેલ છે તે અને વિનાયક બંગલો, ઉમા સ્ટેશનરી, શિવમ બંગલો, ખોડીયાર કૃપા મકાન, અંબે નિવાસ તેમજ અર્ચના એપાર્ટમેન્ટના ખુણા સુધીના કુલ ૧૫ મકાનોનો વિસ્તાર.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવાઈ ચોક પાસે આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ એફ ટાવર કે જેમાં પાંચ માળ આવેલ છે તે સમગ્ર ટાવરના ૨૦ ફલેટનો વિસ્તાર.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સુભાષ માર્કેટ પાસે આવેલ ભોઈવાડાનો ઢાળીયો ઉતરતા જમણી બાજુએ આવેલ ધમશારફળી તરીકે ઓળખાતા વિસ્તારમાં બાલવી કૃપા મકાન તથા હનુમાનજીની ડેરી સહિતનો ૨૧ મકાનો ધરાવતો વિસ્તાર.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનરલ પોસ્ટ ઓફીસ ચાંદી બજાર નગીનદાસ વોરા જૈખ ઉપાશ્રય પાસે આવેલ સોઢાના ડેલા તરીકે ઓળખાતી શેરી કે જેમાં માંગનાથ મહાદેવ મંદિર તથા એસ.જે.મહેતા એન્ડ કું વાળી દુકાનોનો સમાવેશ થાય છે તે સમગ્ર શેરીનો ૫૦ મી. લંબાઈનો વિસ્તાર.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પવનચકકી સર્કલ પાસે આવેલ કેનાલ રોડ પર નહેરના કાંઠે પ્રકાશ બંગલોની સામે દિવ્યમ ટાવર તરીકે ઓળખાતા એપાર્ટમેન્ટના કુલ-૫ માળના ૨૪ ફલેટનો વિસ્તાર.

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવાગામ ઘેડમાં આવેલ વાલ્મીકીવાસ તરીકે ઓળખાતો એરીયા કે જે રામદેવપીર મંદિર પાસે આવેલ છે તે કાંતીભાઈના વાડા તરીકે ઓળખાતી જગ્યાના ચોકમાં આવેલ શેરીનો આશરે ૫૦ મી. લંબાઈનો વિસ્તાર.

જાહેરાત
કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાહેરાત

જામનગર

જામનગરમાં બે જગ્યાએથી દારૂની ત્રણ બોટલ જપ્ત

ત્રણની ધરપકડ, એક ફરાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર પોલીસ ગઈકાલના રોજ ચેકિંગમાં હતી તે દરમિયાન મહાકાળી સર્કલ પાસેથી દારૂની બે બોટલ સાથે બે શખ્સની ધરપકડ કરી દારૂની સપ્લાય કરનાર શખ્સની તપાસ હાથ ધરી છે. અન્ય જગ્યા જેમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી માંથી દારૂની એક બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી ગુન્હો નોંધી પોલીસે આગળની કામગીરી હાથ ધરી છે.

જામનગર શહેરના મહાકાળી સર્કલ પાસે માલધારી હોટેલની બાજુમાંથી પોલીસે દારૂની બે બોટલ સાથે અરુણ સીતારામ સોની રે.વુલનમીન, બાલાજી પાર્ક તથા ભૂરા રણમલ રૂડાચ રે.ડીફેન્સ કોલોની નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા દારૂની સપ્લાય કરનાર શખ્સ વિરમ ગઢવીનું નામ સામે આવતા તેની તપાસ હાથ ધરી સીટી સી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામનગર શહેરના નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી શેરી નં.7માં રહેતા હાર્દિક ઉર્ફે લીલી અરવિંદભાઈ ગંજેરીયા નામના શખ્સના કબ્જામાંથી દારૂની 1 બોટલ જપ્ત કરી સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં પ્રોહીબીશન કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

યુવકે વ્યાજખોરોના ત્રાસથી ડરીને શરીરે ડીઝલ છાંટી જાત જાળવી

યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ : બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ દાખલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર મોરકાંડા રોડ રબ્બાની પાર્કમાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા યુવકે અગાઉ એક શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને ચુકવવાના બાકી હોવાથી શખ્સોએ ઉઘરાણી કરતા યુવકે ડરીને શરીરે ડીઝલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના કાલાવડ નાકા બહાર મોરકાંડા રોડ રબ્બાની પાર્કમાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા આશીફભાઈ આમદભાઈ ડોર નામના યુવકે અગાઉ આરોપી અસલમ શેખ પાસેથી વ્યાજે રૂપિયા લીઘા હતા. જેમાંથી ત્રણ હજાર રૂપિયા ચુકવવાના બાકી હોવાથી અસલમ યાસીન તથા અહેમદ બોદુએ યુવકને ફોન કરી ઘરની બહાર બોલાવી રૂપિયાની ઉઘરાણી કરતા ફરિયાદીએ રૂપિયાની સગવડ ન હોવાથી હાલ રૂપિયા નહિ આપું તેમ કહેતા બન્ને આરોપીઓએ ગાળો દઇ ઢીંકાપાટુનો માર મારી ધમકી આપી પૈસા પરત નહી આપે તો મારી નાખવાની ધમકી આપતા બળજબરી પૂર્વક ઉઘરાણી કરતા ફરિયાદીને ડર લાગતા તેણે આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. સીટી એ ડીવીઝન પોલીસે આ અંગે બન્ને આરોપી વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જિલ્લા-તાલુકા પંચાયતની કુલ 136 બેઠક માટે ભાજપામાં 537 દાવેદાર

સિકકા નગરપાલિકાની 28 બેઠક માટે 74 દાવેદાર નોંધાયા : જામનગર જિલ્લા ભાજપના નિરીક્ષકો દ્વારા ગઇકાલે દરેક તાલુકા મથકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લા તથા તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારો પસંદ કરવા ભાજપ દ્વારા ગઇકાલે દરેક તાલુકા મથકોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ માટે તાલુકાવાઇઝ 3-3 નિરીક્ષકોની ટુકડી બનાવવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયા દરમ્યાન જિલ્લા અને તાલુકા પંચાયતોની કુલ 136 બેઠકો માટે 537 મુરતિયાઓએ પોતાનો દાવો નોંધાવ્યો હતો. આ ઉપરાંત સિકકા નગરપાલિકાની 28 બેઠક માટે પણ 74 દાવેદાર નોંધાયા હતા.

ભાજપ દ્વારા બુધવારે દરેક તાલુકા મથકોએ ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં ધ્રોલ તાલુકા પંચાયતની 16 બેઠક માટે 53 જોડિયાની 16 બેકઠ માટે 59, જામજોધપુરની 18 બેઠક માટે 78, લાલપુરની 18 બેઠક માટે 65, જામનગરની 26 બેઠક માટે 91 તથા કાલાવડ તાલુકાની 18 બેઠક માટે 67 ઉમેદવારોએ પોતાની દાવેદારી પક્ષના નિરીક્ષકો સમક્ષ રજૂ કરી હતી. આમ તાલુકા પંચાયતોની કુલ 11ર બેઠક માટે 413 દાવેદારો નોંધાયા હતા. આ ઉપરાંત જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠક માટે પણ સેન્સ લેવામાં આવી હતી. જિલ્લા પંચાયત માટે ભાજપની ટિકીટ મેળવવા 124 લોકોએ દાવેદારી નોંધાવી હતી.

બીજી તરફ જામનગર જિલ્લામાં એકમાત્ર સિકકા નગરપાલિકાની ચૂંટણી પણ યોજાવા જઇ રહી છે ત્યારે સિકકા પાલિકાની 28 બેઠક માટે નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલી ઉમેદવાર પસંદગીની પ્રક્રિયામાં કુલ 74 લોકોએ ટિકીટ માટે દાવેદારી નોંધાવી હતી.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ