Connect with us

બિઝનેસ

નિફ્ટી ફ્યૂચર ૧૧૨૦૨ થી ૧૧૪૭૪ પોઇન્ટની મુવમેન્ટ નોંધાવશે…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!!

ભારતની ઈકોનોમી પાછી બેઠી થવાના પ્રયાસ કરતાં ગત સપ્તાહે આઈએચએસ માર્કેટ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્રોક્યુરમેન્ટ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) જુલાઈ માસની સરખામણીએ વૃદ્ધિ નોંધાતા અને કોરોના મહામારીનો ભય હજુ વિશ્વભરમાં યથાવત હોવા છતાં વિશ્વના અન્ય ઘણા દેશોની સાથે ભારતમાં પણ અનલોક – ૪ સાથે મોટાપાયે ઔદ્યોગિક,આર્થિક પ્રવૃતિ વધવા લાગતાં અને સરકાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રોત્સાહનોની પોઝિટીવ અસરે ભારતીય શેરબજારમાં ફાર્મા, મેટલ, બેન્કિંગ અને ફાયનાન્સ શેરોની આગેવાનીમાં વિદેશી રોકાણકારોની ખરીદી દ્વારા સતત તેજી જોવા મળી રહી હતી અને અચાનક સોમવારે સવારે ૧૧ વાગ્યે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સૈન્ય અથડામણના જીઓપોલીટીકલ ટેન્શનને કારણે છેલ્લા સાડા ત્રણ મહિના બાદ સૌથી મોટો કડાકો સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધાયો હતો અને ત્યારબાદ તબક્કાવાર દરેક ઉછાળે વેચવાલીનો દોર શરૂ થયો હતો.

આઇએમએફનાં અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું હતું કે બીજા ત્રિમાસિકમાં ભારતનાં અર્થતંત્રના વિકાસદરમાં ઐતિહાસિક ઘટાડો જોવા મળી શકે છે. એપ્રિલથી જૂન ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ વૃદ્ધિદર ૪૦વર્ષમાં પ્રથમ વાર અપેક્ષિત ૨૩.૯% નેગેટીવ નોંધાયાના પરિબળને ડિસ્કાઉન્ટ કરીને સરકાર દ્વારા લોન મોરેટોરિયમ અંગે ૧૦ દિવસની મુદત સુપ્રિમ કોર્ટને જણાવતાં અને સેબી દ્વારા નવા પ્લેજ અને રી-પ્લેજ માર્જિન ધોરણોને અમલી બનાવી દેવાતાં ભારતીય શેરબજારમાં અફડાતફડી જોવાઈ હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સ્થાનિક સ્તરે કોરોના મહામારીને લીધે કરાયેલુ લોકડાઉન ભારતીય અર્થતંત્ર માટે વિનાશકારી સાબિત થયું અને આવનારો સમય ભારતીય અર્થતંત્ર માટે કપરો સાબિત થશે એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, ત્યારે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન એપ્રિલથી જૂનના પહેલા ત્રિમાસિકમાં ભારતના જીડીપી દરમાં રેટિંગ એજન્સી ICRAએ ૨૫%ના ઘટાડાનું અનુમાન અને ઇન્ડિયા રેટિંગે આશરે ૧૭%ના ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું. એ અંદાજો આસપાસ આશરે ૨૩.૯%નો ઐતિહાસિક ઘટાડો નોંધાયો અને બજારમાં ગભરાટનું વાતાવરણ જોવા મળેલ. જો કે આશ્રર્યની બાબત એ છે કે કોરોના મહામારીના ઉદગમસ્થાન ચીનનુ અર્થતંત્ર વિકાસના પગદંડીએ ચાલી રહ્યુ છે. કોરોના મહામારીથી ઉભરી રહેલી દુનિયામાં ચીન એક એવો માત્ર દેશ છે જેની જીડીપીનો વિકાસ પ્લસમાં છે જયારે ભારત સહિત અમેરિકા, જાપાન જેવા દેશોનો જીડીપી ગ્રોથ માઇનસમાં છે.

લોકડાઉનના આકરા અમલ બાદ દેશમાં અનલોકના વિવિધ તબક્કામાં મોટાપાયે રાહતો મળતા મેન્યુફેકચરીંગ ક્ષેત્ર પુન:ધમધમતું થતા ઓગસ્ટ માસનો મેન્યુ. પીએમઆઇ ચાર માસ પછી વધીને ૫૨ની સપાટીએ પહોંચ્યો હતો. મેન્યુ. ક્ષેત્રના પીએમઆઈમાં સુધારો એ અર્થતંત્ર માટે પોઝિટિવ સંકેત આપે છે, જે તેની અગાઉના જુલાઈ માસ દરમિયાન ૪૬ની સપાટીએ અને જૂનમાં ૪૭.૨ની સપાટીએ રહ્યો હતો. જો કે એપ્રિલ માસમાં દેશભરમાં લોકડાઉન અમલી બનવાના કારણે તે ૨૭.૪ની ઐતિહાસિક તળિયાની સપાટીએ ઊતરી આવ્યો હતો. આમ ચાર માસ પછી દેશમાં મેન્યુ. ક્ષેત્રની ગાડી પુન: પાટા પર આવી છે.

બજારની ભાવી દિશા…..

મિત્રો, ભારત જ નહીં, સમગ્ર વિશ્વના શેરબજારોમાં લિક્વિડિટી આધારીત અદભુત તેજી આગળ ધપી રહી છે. છેલ્લા ૬ માસથી સતત એકતરફી તેજીને બાદ કરતાં એકાદ બે મંદીરૂપી કડાકા પણ લાંબા ગાળાની તેજી માટે શેરબજારમાં જરૂરી છે. દરેક ઉછાળે પ્રોફિટ બુકિંગ જરૂરી હોય છે, કારણ કે નવા નવા રોકાણકારોને સેક્ટર સ્પેશીફીક બ્લુચીપ અને ફન્ડામેન્ટલ શેરો ખરીદવાનો અવકાશ મળી રહે તે પણ નવી તેજી માટે અગત્યનું પાસું છે.

તેજીના સમયે સોશિયલ મિડીયાથી લઈને સાપ્તાહિક, ન્યુઝ ચેનલો અને “હું પણ એનાલીસ્ટ” ના નારા લગાવતા અનેક બની બેઠેલા એનાલીસ્ટો બજારમાં ફરતા થઇ જાય છે અને શું ખરીદવું અને શું વેચવું, ક્યાં લેવલે નફો બુક કરવો કે પોઝીશન ઉભી રાખવી વગેરેની માયાજાળમાં ફસાઈને નુકશાની નોતરી બેસે છે નાનો રોકાણકાર..!!!

મિત્રો, સાવચેતીનાં સુરે હમેંશા તેજી અને મંદીના કારણો તપાસો.. જેમ સ્ટોક એક્સચેન્જમાં લીસ્ટેડ શેરો ખરીદવાનો આગ્રહ રાખો છો તેમ સેબી રજીસ્ટ્રેશન ધરાવતાં અને વર્ષોના અનુભવી, રોકાણકારોનું હિત ધ્યાને લઇ સચોટ અને સંપૂર્ણ માહિતી આપતાં એનાલીસ્ટોના આર્ટીકલ્સ અને ભલામણોને ધ્યાનમાં લેવાનો આગ્રહ રાખો.

સેબી દ્વારા હમેંશા રોકાણકારોના તેમજ ટ્રેડરોના હિતમાં જ નિર્ણય લેવાતાં હોય છે એની ટીકાઓને બદલે એને અનુસરો, લાંબાગાળે ચોક્કસ ફાયદો જ થવાનો..ખેર…શા કારણે તેજી…!? ના કારણોને ધ્યાને લઈએ તો…વૈશ્વિક સ્તર પર સેન્ટ્રલ બેન્કો સ્ટીમ્યુલસ પેકેજ દ્વારા લિક્વિડિટી પુષ્કળ પ્રમાણમાં ઠાલવી રહી છે. ઘરઆંગણે રિઝર્વ બેન્કે પણ આવા અનેક પગલાં લીધા છે અને લઈ રહી છે. તેને કારણે ભારત જેવા ઈમર્જિંગ માર્કેટમાં હાલ જંગી રોકાણ આવી રહ્યું છે. એફપીઆઈ દ્વારા છેલ્લાં પાંચ મહિનામાં સૌથી વધારે ઈક્વિટીમાં અંદાજીત રૂ.૪૬૬૦૨ કરોડનું જંગી રોકાણ થયું છે. અમેરિકામાં ચૂંટણી નજીક આવી રહી છે તેને કારણે ફેડરલ રિઝર્વ વધુ લીક્વીડિટીની નીતિ ચાલુ જ રાખશે તે નક્કી છે. આવા સંજોગોમાં આગામી ડિસેમ્બર-જાન્યુઆરી સુધી ભારત જેવા ઈમર્જિંગ માર્કેટમાં લિક્વિડિટી ઠલવાતી રહેશે. બીજું અમેરિકાની ચૂંટણીને કારણે ડાઉજોન્સ અને નાસ્ડેક પણ સતત આગેકૂચ કરતા રહેશે તેમ જણાય છે. તેને કારણે વૈશ્વિક સ્તર પર પણ હાલ કોઈ મોટું નેગેટિવ ફેક્ટર કામ કરે તેમ લાગતું નથી. ઉપરાંત ઘરઆંગણે પણ ચોમાસું પૂરબહારમાં ખીલ્યું છે અને ખેડૂતો ખુશખુશાલ છે. ગ્રામીણ અર્થતંત્ર સારી સ્થિતિમાં છે અને અનલોક-૪ જાહેર થઈ ગયું છે, ત્યારે શહેરી અર્થતંત્ર પણ ધીમે-ધીમે પાટા પર ચઢી રહ્યું છે. અલબત આગામી દિવસોમાં બાકી રહેલા કંપનીઓના ત્રિમાસિક પરિણામો, કોવિડ-19 ના કેસની સ્થિતિ, ભારત અને ચીન વચ્ચે વધી રહેલી તંગદીલી અને અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડવોર વગેરે પરિબળો ભારતીય શેરબજારની ચાલ નિર્ધારિત કરે તેવી શક્યતા છે

મિત્રો, ૨૩ માર્ચે બનાવેલી નીચી સપાટીથી સેન્સેક્સ અને નિફ્ટી બંને ૫૦%થી વધુ રિકવર થઈ ગયા છે. નિફ્ટી ફાર્મા ૮૦%થી વધુ રિકવર થઈ ગયો છે. ઓટો, મેટલ, આઈટી સ્ટોક્સ પણ ૬૦%થી ૮૦% રિકવર થઈ ગયા છે. માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વના બજારોમાં તેજી છે. અમેરિકન નાસ્ડેક અને S&P 500 તેમજ ડાઉજોન્સ પણ માર્ચના નીચા સ્તરથી ઓલમોસ્ટ રિકવર થઈ ગયા છે. બ્રાઝિલ, સાઉથ કોરિયા, જર્મની, રશિયાના માર્કેટ પણ ખાસ્સા સુધર્યા છે. પરંતુ એ પણ સમજવું પડશે કે સમગ્ર વિશ્વ કોરોના વાઈરસના સંકટ સામે લડી રહ્યું છે, ત્યારે એ જોતા આગામી બે થી ત્રણ ક્વાટર્સમાં જીડીપી ઘટશે પરંતુ આવતા વર્ષે ઝડપી બાઉન્સ બેક થશે. આથી તેની બહુ ચિંતા કરવા જેવી નથી. લાંબાગાળાને લક્ષ્યમાં રાખી ફન્ડામેન્ટલ પોર્ટફોલિયો બનાવશો તો ચોક્કસ નફો થવાનો જ… પંટર શેરોમાં બહુ જવું નહી..!!

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૧૩૭૫ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૧૧૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૧૩૦૩ પોઇન્ટથી ૧૧૨૭૨ પોઇન્ટ, ૧૧૨૦૨ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૧૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૩૦૮૪ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૩૩૭૩ પોઇન્ટના પ્રથમ અને ૨૩૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૨૨૮૮૮ પોઇન્ટથી ૨૨૭૦૭ પોઇન્ટ, ૨૨૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૩૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ઈમામી લિ. ( ૩૬૭ ) :-  પર્સનલ પ્રોડક્ટ્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૫૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૭૩ થી રૂ.૩૮૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) મિન્દા ઈન્ડ. ( ૩૩૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૪૭ થી રૂ.૩૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) વોકહાર્ટ લિ. ( ૨૯૬ ) :- રૂ.૨૮૮ નો પ્રથમ તેમજ રૂ.૨૮૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) અદાણી એન્ટરપ્રાઈઝીસ ( ૨૮૮ ) :- કમર્શિયલ ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૭૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) KRBL લિ. ( ૨૬૦ ) :- રૂ.૨૫૩ નો પ્રથમ તેમજ રૂ.૨૪૪ ના સ્ટોગ સપોર્ટથી પેકેજ્ડ ફુડ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૭૨ થી રૂ.૨૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ટીવી ટૂડે નેટવર્ક ( ૨૩૧ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૨૧૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૪૨ થી રૂ.૨૫૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) હિન્દાલ્કો ઈન્ડ. ( ૧૮૮ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૭૩ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૯૪ થી રૂ.૨૦૨ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) બ્લિસ જીવીએસ ફાર્મા ( ૧૪૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭ આસપાસ રોકાણકારે રૂ.૧૫૬ થી રૂ.૧૬૪ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) લાર્સન લિ. ( ૯૪૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૯૧૯ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! કન્સ્ટ્રકશન સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૯૭૭ થી રૂ.૯૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ભારત પેટ્રો ( ૫૧૪ ) :- આ સ્ટોક રૂ.૪૯૬ નો પ્રથમ તેમજ રૂ.૪૮૮ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૫૩૩ થી રૂ.૫૪૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) વિપ્રો લિ. ( ૨૭૭ ) :- ૩૨૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૨૭૦ નો પ્રથમ તેમજ રૂ.૨૬૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૬ થી રૂ.૨૯૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) ACC લિ. ( ૧૩૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૫૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ટાટા સ્ટીલ ( ૪૨૨ ) :- રૂ.૪૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૫૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૪૦૮ થી રૂ.૩૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૪૫૭ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) બંધન બેન્ક ( ૩૧૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૨૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૩૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૯૮ થી રૂ.૨૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૩૪ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) શિવા ટેક્સયાર્ન ( ૯૬ ) :- ટેક્સટાઇલ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૬ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) K. P. એનર્જી ( ૮૧ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઇલેક્ટ્રિક યુટિલિટીઝ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) કોપરાન લિ. ( ૭૩ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક ફાર્મા સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૦ થી રૂ.૮૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ઝીલ એક્વા ( ૬૨ ) :- રૂ.૫૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૬ થી રૂ.૭૨ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૨ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૩૦.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૭૯૭૩.૨૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૦૬૮.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૭૮૨૮.૧૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૮.૨૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૪.૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૦૬૭.૭૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૩૪.૭૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૨૪૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૧૯૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯.૮૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૨૪૪.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોનીટરી પોલીસી મીટિંગ(એમપીસી) મોકૂફ રાખવામાં આવ્યાના અહેવાલ અને દેશના અર્થતંત્રની હાલત રોજબરોજ કફોડી બની રહી હોઈ આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી કેન્દ્ર સરકારે જંગી મોટું ઋણ લેવાની ફરજ પડવાની શકયતા સાથે આર્થિક ચિત્ર અત્યંત ખરાબ રજૂ થવાની આશંકાએ આજે ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં ઓવરબોટ પોઝિશન દરેક ઉછાળે હળવી થતી જોવા મળી હતી. પીએસયુ બેંકોની હાલત ખરાબ હોવાના સંકેતને લઈ બેંકોમાં સરકાર દ્વારા નવી રૂ.૨૦,૦૦૦ કરોડની મૂડી લાવવામાં આવશે એવા પોઝીટીવ અહેવાલોએ પસંદગીના શેરોમાં લેવાલીએ બે-તરફી અફડાતફડી સાથે ભારતીય શેરબજાર આજે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, હેલ્થકેર, ફાઈનાન્સ, સીડીજીએસ, આઈટી, બેન્કેક્સ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ, ટેક, ઓટો, યુટિલિટીઝ, રિયલ્ટી, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, મેટલ અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૮૮ અને વધનારની સંખ્યા ૧૨૨૬ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિની નાણાં નીતિની દ્વિમાસિક સમીક્ષા બેઠક અચાનક રદ કરવાનું જાહેર કરાયું હતું. સરકાર દ્વારા એમપીસીના સભ્યોની નિમણૂંક કરાઈ નથી. આને કારણે જ બેઠક મોકૂફ રાખવાની ફરજ પડી હોવાનું મનાય છે. આ અગાઉ ઓગસ્ટમાં એમપીસીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફત બેઠક કરી હતી.  હવે પછી મળનારી બેઠકમાં એમપીસી દ્વારા વ્યાજ દર યથાવત રખાશે તેવી શકયતા છે. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી વ્યાજ દરમાં કોઈ ફેરબદલ નહીં કરાય. પૂરવઠાના મુદ્દાને કારણે ફુગાવો હાલમાં ઊંચો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટમાં યોજાઈ ગયેલી બેઠકમાં રિઝર્વ બેન્કે વ્યાજ દર યથાવત રાખ્યો હતો. દેશમાં રિટેલ ફુગાવો ૬%ની ઉપર પ્રવર્તી રહ્યો છે જે રિઝર્વ બેન્કના ૨થી ૪%ની વચ્ચે રાખવાના ટાર્ગેટથી ઘણો ઊંચો છે. વર્તમાન વર્ષના ફેબ્રુઆરીથી આરબીઆઈએ રેપો રેટમાં અંદાજીત ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

તા.૦૧.૧૦.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૩૦.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૨૫૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૧૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૨૮૮ પોઈન્ટ થી ૧૧૩૦૩ પોઈન્ટ, ૧૧૧૩૧ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૩૦.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૧૪૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૨૧૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૫૦૫ પોઈન્ટ થી ૨૧૫૭૭ પોઈન્ટ, ૨૧૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૨૬૯ ) :- કોટક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૩૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૯૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઈન્ફોસિસ લિ. ( ૧૦૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૭૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૧૯ થી રૂ.૧૦૨૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૫૨૭ ) :- રૂ.૫૧૩ નો પ્રથમ તેમજ રૂ.૫૦૩ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૪૦ થી રૂ.૫૪૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સન ફાર્મા ( ૫૦૩ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૧૪ થી રૂ.૫૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • RBL બેન્ક ( ૧૬૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૬૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૭૩ થી રૂ.૧૭૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • TCS લિ. ( ૨૪૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૬૦ થી રૂ.૨૪૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૨૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ACC લિ. ( ૧૩૯૮ ) :- રૂ.૧૪૧૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટેક મહિન્દ્ર ( ૭૯૩ ) : ટેક્નોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૮૩ થી રૂ.૭૭૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૩૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૫૩ થી રૂ.૩૪૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ICICI બેન્ક ( ૩૫૪ ) :- રૂ.૩૬૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૪૭ થી રૂ.૩૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

કુદરતી ગેસના ભાવમાં વિક્રમી ઘટાડો : ONGC ખોટનાં ખાડામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં કુદરતી ગેસના ભાવોમાં વિક્રમી ઘટાડો નોંધાયો છે. કુદરતી ગેસ આટલો સસ્તો કયારેય ન હતો.
બુધવારે સરકારે કુદરતી ગેસના ભાવમાં 25%નો જબરો ઘટાડો કર્યો છે. આ ગેસ વિજળીના ઉત્પાદનમાં, ખાતરના નિર્માણમાં તથા વાહનો માટેના સી.એન.જીના પ્રોડકશનમાં મહત્વની જણસ છે. કેન્દ્રના ઓઇલ મંત્રાલયના પેટ્રોલીયમ પ્લાનીગ એન્ડ એનાલીસીસ સેલના હુકમથી આ ઘટાડો કરવામાં આવ્યો છે. પાછલાં એક વર્ષમાં આ ત્રીજો ઘટાડો છે. ગેસના ભાવોનું નિર્ધારણ દર 6 મહિને કરવામાં આવે છે. પહેલી એપ્રિલે તથા પહેલી ઓકટોબરે નવા ભાવો જાહેર કરવામાં આવે છે. અમેરિકા, રશિયા અને કેનેડા જેવા દેશો કુદરતી ગેસના ક્ષેત્રમાં સરપ્લસ છે. એટલે કે આ દેશો પાસે કુદરતી ગેસનો વિશાળ જથ્થો છે.
કુદરતી ગેસના ભાવમાં વિક્રમી ઘટાડો થતા દેશની સૌથી મોટી ઓઇલ અને ગેસ ઉત્પાદન કંપની ONGC ની ખોટમાં તોતીંગ વધારો નોધાશે. 2017-18માં ONGC ની ગેસના વેપારમાં ખોટનો આંકડો રૂપિયા 4272 કરોડ હતો. 2020-21માં આ ખોટનો આંકડો રૂપિયા 6000 કરોડ થવાની સંભાવના છે. 2014ના નવેમ્બરમાં કેન્દ્ર સરકારે નવી ગેસ ભાવનિર્ધારણ ફોર્મ્યૂલા અમલમાં મૂકી છે. આ ભાવ નિર્ધારણ પધ્ધતિ ગેસનો વિશાળ જથ્થો ધરાવતા અમેરિકા, રશિયા અને કેનેડા જેવાં દેશોની પધ્ધતિ પ્રમાણે ગોઠવવામાં આવી છે.

વધુ વાંચો

બિઝનેસ

દર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મુકેશ અંબાણી છેલ્લા 6 મહિનાથી દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એ પણ એવા સમયે કે જ્યારે કોરોનાને કારણે આર્થિક પ્રવૃત્તિ ઠપ્પ થઈ રહી છે. આ માહિતી હુરુન ઇન્ડિયા અને આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડે તેમના અહેવાલમાં જણાવી છે. આજે આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2020ની નવમી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. 31 ઓગસ્ટ 2020 સુધીમાં 1000 કરોડ રૂપિયા કે તેથી વધુની સંપત્તિ ધરાવતા ભારતના શ્રીમંત લોકો આ યાદીમાં સામેલ છે.

આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 9મા વર્ષે ટોપ પર છે. રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કુલ આવક 6,58,400 કરોડ રૂપિયા છે. છેલ્લા 12 મહિનામાં તેમની કુલ સંપત્તિ 73% વધી છે. 2020 આવૃત્તિમાં 828 ભારતીયો સામેલ છે.

રિપોર્ટ અનુસાર, 63 વર્ષના અંબાણીએ માર્ચથી ઓગસ્ટ દરમિયાન લોકડાઉન દરમિયાન દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ