Tuesday, March 2, 2021
Tuesday, March 2, 2021
Home બિઝનેસ નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૪૧૪૪ થી ૧૪૬૦૬ પોઇન્ટ ધ્યાને લેવી...!!!

નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૪૧૪૪ થી ૧૪૬૦૬ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

ભારતમાં આર્થિક વિકાસ આગામી દિવસોમાં ઝડપી વધવાની આશાએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો સતત નવી ખરીદી કરતાં રહી થોડું કરેકશન આપીને ફરી સેન્સેક્સ-નિફટીને નવી ઐતિહાસિક ઊંચાઈની નજીક મૂકી દીધા હતા. અમેરિકામાં બિડેન પ્રમુખપદે સત્તાવાર રીતે જાહેર થઈ જતા હવે વધુ મોટા સ્ટીમ્યુલસ પેકેજની આશાએ અમેરિકા સહિતના વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલી વચ્ચે ૧લી ફેબ્રુઆરીના રોજ જાહેર થનારા કેન્દ્રિય બજેટની જાહેરાત પૂર્વે વર્તમાન નાણાકીયવર્ષ માટે દેશના જીડીપી તથા રાજકોષિય ખાધના બન્ને પ્રાથમિક અંદાજો બજારની અપેક્ષા પ્રમાણે આવતા ભારતીય શેરબજારે સપ્તાહ દરમ્યાન ઐતિહાસિક તેજી તરફી ચાલ નોંધાવી હતી.

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા મોટાપાયે ખરીદી અને વૈશ્વિક બજારોમાંથી મળેલા તેજીના સંકેતોને પગલે બીએસઇ સેન્સેક્સે ૪૯૭૯૫ પોઈન્ટની અને નિફ્ટીફ્યુચરે ૧૪૬૬૦ પોઈન્ટની વધુ એક વિક્રમજનક સપાટી નોંધાવી હતી. કોર્પોરેટ ઇન્ડિયાના ત્રિમાસિક પરિણામો અપેક્ષા અનુસાર રહેતા અને આગામી કંપનીઓના રિઝલ્ટ સારા જાહેર થવાની અપેક્ષાએ સતત લેવાલી રહેતા ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વિદેશી રોકાણકારો દ્વારા ગત કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં સતત ખરીદી બાદ કોરોના વેક્સીનના પોઝિટિવ અહેવાલથી ભારતીય અર્થવ્યવસ્થામાં તેજીની આશા સાથે કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં પણ ખરીદી ચાલુ રાખતા જાન્યુઆરી માસમાં ગત સપ્તાહે વિદેશી રોકાણકારોએ ૧૪ જાન્યુઆરી સુધીમાં અંદાજીત રૂ.૧૫૯૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.


સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ના અંતિમ ત્રિમાસિકના જીડીપીમાં સુધારાના સંકેતો જોવાશે અને નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં મજબૂત ગ્રોથનો અંદાજ મૂકવામાં આવે છે આ કારણે વિવિધ રેટિંગ અજન્સી સહિત બ્રોકરેજ હાઉસોએ જીડીપીના અંદાજોમાં સુધારો કર્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા કેસને કારણે વધેલી ચિંતાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા છે. તે સાથે બજાર ઐતિહાસિક ટોચ પર હોવાથી પ્રોફિટ બુકિંગની પણ સંભાવના જોવાઈ રહી છે ત્યારે એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.
કોરોના મહામારી વચ્ચે અર્થતંત્રમાં વી શેપની વૃધ્ધિ જોવા મળી છે આમ છતાંય એવા કેટલાય ક્ષેત્રો છે જેના પર મહામારીની પ્રતિકૂળતા છવાયેલી છે. જો કે મહામારીના કારણે આગામી દિવસોમાં ભારતીય અર્થતંત્રમાં વૃધ્ધિની અનિશ્ચિતતા કાયમ છે.બજેટ રજૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહામારીની પ્રતિકૂળતા વચ્ચે આ વખતનું બજેટ સરકાર માટે એક પડકાર સમાન બાબત પૂરવાર થશે જો કે ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ નબળી પડવાની શકયતાએ હજુ શેરોમાં ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.

શેરબજારમાં તેજી અને અર્થતંત્રની મૂળ સ્થિતિ વચ્ચે વ્યાપક અંતર હોવાનું જણાવી રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે નાણાંકીય એસેટસના ખેંચાયેલા મૂલ્યાંકનો નાણાંકીય સ્થિરતા સામે જોખમ ઊભા કરી શકે છે તેવી ચેતવણી ઉચ્ચારી છે.નાણાંકીય બજારોના કેટલાક સેગમેન્ટસ તથા અર્થતંત્રના ખરા ચિત્ર વચ્ચેનું અંતર ભારત તથા વૈશ્વિક સ્તરે હાલના સમયમાં ધ્યાન દોરનારું બની ગયું છે. નાણાંકીય એસેટસના વધુ પડતા મૂલ્યાંકનો નાણાંકીય સ્થિરતા સામે જોખમો ધરાવે છે એમ ગવર્નરે રિઝર્વ બેન્કના દ્વીવાષક ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી રિપોર્ટની પ્રસ્તાવનામાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત સહિત વિશ્વના શેરબજારો કોરોનાના કાળમાં પણ તેજીમાં જોવા મળી રહ્યા છે અને અસંખ્ય કંપનીઓના શેરભાવ ટૂંકા ગાળામાં ઘણાં ઊંચે ગયા છે.

કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષના માર્ચમાં ૪૦% જેટલુ તૂટી ગયા બાદ ભારતીય શેરબજાર તેની નીચી સપાટીએથી અંદાજીત ૮૦% વધ્યું છે અને તેજી હજુ પણ ચાલુ છે. શેરબજારો ઊંચે ગયા હોવા છતાં  દેશના બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ સરકારી બેન્કોની સ્થિતિ હાલમાં નબળી છે અને ૨૦૨૧ના સપ્ટેમ્બર સુધીમાં આ બેન્કોની ગ્રોસ નોન – પરફોર્મિંગ એસેટસ (એનપીએ) વધીને ૧૬.૨૦% પહોંચવા ધારણાં છે અને એકદમ ખરાબ સ્થિતિમાં આ પ્રમાણ ૧૭.૬૦% સુધી જઈ શકે છે. વર્તમાન નાણાં વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર ૭.૫૦% ઘટવાની ધારણાં છતાં શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. મહામારી તથા તેને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને પરિણામે આ ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વભરમાં સરળ લિક્વિડિટીને કારણે શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોએ વર્ષ ૨૦૨૦માં ભારતીય મૂડી બજારમાં રૂપિયા અંદાજીત ૧.૬૦ લાખ કરોડનું રોકાણ કર્યું હતું.

બજારની ભાવી દિશા….

મિત્રો ભારતીય શેરબજાર ઓવરબોટ ઝોનમાં ખાસ્સા સમયથી છે પરંતુ કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને કોરોના મહામારીનો અંત લાવવા વિશ્વભરમાં વેક્સિનના ડેવલપમેન્ટ માટે થઈ રહેલા અથાગ પ્રયાસોને સફળતા મળી રહ્યાના અહેવાલે વૈશ્વિક અર્થતંત્ર પણ ફરી રિકવરીના પંથે પડવાના અંદાજો પાછળ વૈશ્વિક બજારોમાં પ્રત્યેક ઘટાડે વેલ્યૂ બાઇંગ માહોલ જળવાઈ રહ્યો છે.

મોદી સરકાર દ્વારા આગામી કેન્દ્રિય બજેટ છેલ્લા ૧૦૦ વર્ષમાં નહીં જોયું હોય એવું રજૂ કરવાના નાણા પ્રધાન નિર્મલા સીતારામનના નિવેદનને ગંભીરતાથી લઈને ફોરેન ફંડોની સાથે દેશના મહારથી ઈન્વેસ્ટરો આ બજેટમાં વધુ સ્ટીમ્યુલસ જાહેર થવાની અને સ્થાનિક ઉદ્યોગોને માટે અનેક પ્રોત્સાહનો રજૂ થવાની બજારની અપેક્ષા અને વૈશ્વિક બજારોના સકારાત્મક વલણો સાથે સતત ખરીદી જાન્યુઆરી માસમાં પણ આગળ વધી રહી છે ત્યારે મિત્રો કેન્દ્રિય બજેટ પૂર્વે વિદેશી સંસ્થાઓ નફો બુક કરશે કે ખરીદીનો માહોલ યથાવત રાખશે તેનાં ઉપર ભારતીય શેરબજારનો આધાર રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૪૪૬૦ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૩૭૩ પોઇન્ટના પ્રથમ અને ૧૪૧૪૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૪૫૦૫ પોઇન્ટથી ૧૪૫૭૫ પોઇન્ટ, ૧૪૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૪૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૨૩૧૪ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૨૦૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૧૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૨૪૭૪ પોઇન્ટથી ૩૨૬૦૬ પોઇન્ટ, ૩૨૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૨૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) એપટેક લિ. ( ૧૬૦ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૩ થી રૂ.૧૮૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ફિલિપ્સ કાર્બન ( ૧૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૫૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૪ થી રૂ.૧૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) કલ્યાણી સ્ટીલ ( ૨૯૦ ) :- રૂ.૨૭૭ નો પ્રથમ તેમજ રૂ.૨૭૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) કેપીઆઈટી ટેક્નોલોજી ( ૧૩૦ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૭ થી રૂ.૧૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૧૨૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) નિર્લોન લિ. ( ૨૮૮ ) :- રૂ.૨૭૭ નો પ્રથમ તેમજ રૂ.૨૬૪ ના સ્ટોગ સપોર્ટથી ડાયવર્સિફાય કમર્શિયલ સર્વિસીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૩૦૩ થી રૂ.૩૧૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ટોરેન્ટ પાવર ( ૩૩૦ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૩૧૬ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૩૪૭ થી રૂ.૩૬૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) આઈટીસી લિ. ( ૨૧૫ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૨૦૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ધામપુર સુગર ( ૧૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સુગર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૩ આસપાસ રોકાણકારે રૂ.૧૮૩ થી રૂ.૧૯૩ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૫૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૯૦૯ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! રિફાઇનરી સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૯૬૦ થી રૂ.૧૯૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) કોટક બેન્ક ( ૧૮૭૨ ) :- આ સ્ટોક રૂ.૧૮૫૩ નો પ્રથમ તેમજ રૂ.૧૮૩૩ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૮૮૮ થી રૂ.૧૯૦૯ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) એચડીએફસી બેન્ક ( ૧૪૬૯ ) :- ૫૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૪૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૪૨૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૮ થી રૂ.૧૫૦૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) એશિયન પેઈન્ટ ( ૨૫૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૬૨૬ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૬૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૫૭૦ થી રૂ.૨૫૨૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૬૬૬ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) મુથુત ફાઈનાન્સ ( ૧૨૦૭ ) :- રૂ.૧૨૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૧૯૦ થી રૂ.૧૧૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૯૬૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૯૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૫૩ થી રૂ.૯૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૧૨ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) જીએફએલ લિ. ( ૯૬ ) :- ઇન્ડસ્ટ્રીયલ ગેસ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૩ થી રૂ.૧૧૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) આદિત્ય બિરલા કેપિટલ ( ૯૦ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે હોલ્ડિંગ કંપની સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૭ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) જે. કે. ટાયર ( ૯૦ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૮૪ નો પ્રથમ તેમજ રૂ.૭૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઓટો ટાયર & રબર પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૯૭ થી રૂ.૧૦૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) ડી બી કોર્પ ( ૮૪ ) :- રૂ.૭૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૯૦ થી રૂ.૯૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૯ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

Most Popular