Connect with us

બિઝનેસ

નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૨૬૦૬ થી ૧૩૦૦૩ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

કોરોના મહામારીની પ્રતિકૂળતાઓ વચ્ચે નવા વિક્રમો રચીને વિક્રમ સંવત ૨૦૭૬ના વર્ષે શેરબજારમાંથી વિદાય લીધી હતી. વિદાય પામેલા વિક્રમ સંવત ૨૦૭૬ દરમિયાન સેફ હેવન ગણાતાં સોનામાં અંદાજીત ૩૭% જ્યારે ચાંદીમાં અંદાજીત ૪૨%ની વૃદ્ધિ જોવા મળી હતી તેની સરખામણીએ સૌથી વધુ જોખમી છતાં સૌથી વધુ રિટર્ન આપવા માટે જાણીતા શેરબજારોમાં ઇન્ડાઇસિસ આધારીત રિટર્ન જોઇએ તો સેન્સેક્સમાં અંદાજીત ૧૧% જ્યારે નિફ્ટીમાં અંદાજીત ૯.૮૦%ની વૃદ્ધિ થઇ છે.સેફ હેવન ગણાતું સોનું વિક્રમ સંવત ૨૦૭૬ દરમિયાન તા. ૭ ઓગસ્ટના રોજ રૂ.૫૮૫૦૦ની ઐતિહાસિક ટોચે આંબી ગયું હતું. જ્યારે ચાંદી એજ દિવસે રૂ.૭૩૦૦૦ની નવી ટોચે પહોંચી ગઇ હતી. ત્યારબાદ કરેક્શન જોવા મળ્યું હતું.

નવી આશાના કિરણો વિક્રમ સંવત ૨૦૭૭ની ભારતીય શેરબજારમાં અપેક્ષિત મજબૂતીએ થઈ હતી.સ્થાનિક સ્તરે મોદી સરકારના સરાહનીય સ્ટીમ્યુલસ પગલાં તેમજ રાજકીય સ્તર પર બિહારની ચૂંટણીમાં એનડીએને બહુમતી સાથે નીતીશકુમાર ફરી બિહારના મુખ્યમંત્રી અને વૈશ્વિક મોરચે અમેરિકામાં સત્તા પરિવર્તન તરીકે જો બિડેન સત્તારૂઢ વચ્ચે કોરોનાની રસી અંગેની જાહેરાતની અસર ઉપરાંત કેન્દ્ર સરકારે આત્મનિર્ભર ભારત ૩.૦ સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરીને અનેક ઉદ્યોગો – ક્ષેત્રોને રાહતો – પ્રોત્સાહનો જાહેર કર્યા સાથે કૃષિ ક્ષેત્રે ખેડૂતો માટે પણ રાહતો જાહેર કરતાં ફોરેન ફંડોએ ઈન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં પુન:વિશ્વાસ મૂકીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં અવિરત ખરીદી ચાલુ રાખતા ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં સેન્સેક્સે ૪૪૨૩૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૨૯૭૬ પોઈન્ટની વધુ એક ઐતિહાસિક ટોચ બનાવી હતી.

ભારતીય શેરબજાર સતત તેજી બાદ કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં મોરેટોરિયમ મામલા પર સુનાવણીના પગલે બેન્કિંગ શેરોમાં ભારે દબાણ જોવા મળ્યું હતું પરંતુ છેલ્લાં કેટલાક દિવસોથી બજારને તેજી તરફી લઈ જતા બેન્કિંગ શેરોમાં બેન્કિંગ સેક્ટર પર બોજ વધવાની સંભાવનાએ બજારે તેનું નેગેટિવ રિએક્શન આપ્યું હતું.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

મિત્રો, કોરોના સંકટના કારણે કેન્દ્ર સરકારે આખા દેશમાં લૉકડાઉન લગાવવું પડ્યું અને આર્થિક પ્રવૃત્તિ અટકી ગઈ અને અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે મંદી પડી ગઈ હતી. લોકડાઉનને કારણે ભારતના જીડીપીમાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ૨૩.૯% નો મોટો ઘટાડો નોંધાયો હતો. ભારતના આધુનિક ઇતિહાસમાં આ સૌથી મોટો ઘટાડો હતો. પરંતુ આ બધાની વચ્ચે કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થામાં પુન: ઝડપી રિકવરી માટે સતત નિર્ણયો લઈ રહી હતી. કોરોના સંકટ વચ્ચે ત્રણ મોટા આર્થિક પેકેજોની જાહેરાત કરવામાં આવી ચુકી છે જેના સકારાત્મક અસરો હવે જોવા મળી રહી છે. હવે જીડીપીના સંદર્ભમાં તમામ રેટિંગ એજન્સીઓએ આગામી ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિના અનુમાન પર  અપેક્ષા કરતા વધારે ઝડપી રિકવરીનું અનુમાન લગાવ્યું છે. ગ્લોબલ રિસર્ચ ફર્મ અને રેટિંગ એજન્સી ગોલ્ડમેન સૈક્સે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભારતના આર્થિક વિકાસના અંદાજમાં સુધારો કરીને -૧૦.૩%ની આગાહી કરી છે અને ભારતીય અર્થવ્યવસ્થા આગામી નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં જીડીપીમાં ૧૩% સુધારા સાથે વિશ્વમાં સૌથી ઝડપી વિકાસનો અંદાજ મૂક્યો છે. રેટિંગ એજન્સી મોર્ગન સ્ટેનલેએ એક અહેવાલમાં દાવો કર્યો છે કે ભારતીય અર્થવ્યવસ્થાને આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં સારો ટેકો મળ્યો છે અને તેના કારણે આગામી વર્ષ એટલે કે ૨૦૨૧ માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ૯.૮% સુધી પહોંચી શકે છે.

બજારની ભાવી દિશા….

મિત્રો, કોરોના મહામારીના વિશ્વભરમાં શરૂ થયેલા નવા રાઉન્ડની સાથે વૈશ્વિક અર્થતંત્રને ફરી વિકાસની પટરી પર લાવવાના થઈ રહેલા પ્રયાસોમાં ભારત સરકારે પણ આત્મનિર્ભર ભારત ૩.૦ સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવાની ફરજ પડી હતી.ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર સહિતને રાહતો-પ્રોત્સાહનો આપવામાં આવ્યા છે પરંતુ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અર્થતંત્ર ઐતિહાસિક ટેકનીકલ મંદીમાં હોવાનું અને સપ્ટેમ્બર ૨૦૨૦ના અંતના સતત બીજા ત્રિમાસિકમાં જીડીપી વૃદ્વિ ૮.૬% નેગેટીવ નોંધાઈ હોવાનું જણાવ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અર્થતંત્ર માટે ચેતવણી સૂચક સંકેત અર્થતંત્ર ટેકનીકલ મંદીમાં પ્રવેશ્યાના રીપોર્ટને કોઈપણ રીતે નજર અંદાજ કરવા જેવો નથી. રિઝર્વ બેંકના આંકડા કંપનીઓ દ્વારા વેચાણમાં ઘટાડા છતાં ખર્ચ કાપના પગલાં થકી ઓપરેટીંગ નફામાં વધારાના આવ્યા છે. વાહનોના વેચાણના આંકડા બેંકિંગમાં પ્રવાહિતામાં ઉમેરા સાથે ઓકટોબર માટે ઊજળા સંજોગોના આવ્યા હતા. જો આ અપટ્રેન્ડ જળવાયો તો ભારતીય અર્થતંત્ર ઓકટોબર થી ડિસેમ્બરના ત્રિમાસિકમાં ફરી વૃદ્ધિમાં પાછું ફરશે. જો કે ભાવ દબાણોનું જોખમ હોવા સાથે કોરોના વાઈરસના ઉપદ્રવના બીજા વેવથી વૈશ્વિક વૃદ્ધિ માટે અત્યંત મોટું જોખમ છે.

અર્થતંત્રમાં એપ્રિલ થી જૂનમાં ૨૪%નો ઘટાડો નોંધાયો છે જેને કોઈપણ હિસાબે અવગણી ન શકાય અને અર્થતંત્રનો આ ચિતાર ભારતીય શેરબજાર માટે પણ સાવચેતીનો સંકેત માનવો રહ્યો. શેરબજારમાં અત્યારે ફોરેન ફંડોના અવિરત જંગી રોકાણ પ્રવાહે નવી ઐતિહાસિક તેજી જોવાઈ રહી છે પરંતુ આ તેજી હવે જોખમી તબક્કામાં હોવાથી ઉછાળે નફારૂપી વેચવાલી નકારી ના શકાય.

રીપોર્ટ મુજબ અત્યારે આપણે પડકારરૂપ સમયમાં છીએ ત્રીજું મોટું જોખમ હાઉસહોલ્ડસ અને કોર્પોરેશનોમાં અસાધારણ તાણનું છે જે અત્યારે તો પાછું ઠેલાયું છે પરંતુ દૂર થયું નથી અને આ તાણ ફાઈનાન્શિયલ ક્ષેત્રમાં પ્રસરી શકે છે આ ચેતવણીને ધ્યાનમાં લેતાં ભારતીય શેર બજારોમાં પણ અત્યારે બેફામ ચાલી રહેલી તેજી પણ હવે જોખમી તબક્કામાં હોવાનું ધ્યાનમાં રોકાણકારો સાવધાન રહેવું સલાહભર્યું રહેશે.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૨૮૫૪ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૩૦૦૩ પોઇન્ટના પ્રથમ અને ૧૩૧૩૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૨૮૦૮ પોઇન્ટથી ૧૨૬૭૬ પોઇન્ટ, ૧૨૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૩૧૩૦ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૨૯૧૫૫ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૮૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૨૮૬૭૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૨૯૪૭૪ પોઇન્ટથી ૨૯૬૦૬ પોઇન્ટ, ૨૯૮૮૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૯૮૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) લોરસ લેબ્સ લિ. ( ૨૭૭ ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૬૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૮૯ થી રૂ.૨૯૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) સનટેક રિયલ્ટી લિ. ( ૨૭૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૫૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૪૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૮૮ થી રૂ.૨૯૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) સોમાણી સેરામિક્સ ( ૨૫૯ ) :- રૂ.૨૪૪ નો પ્રથમ તેમજ રૂ.૨૩૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૭૩ થી રૂ.૨૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ગ્રેફાઈટ ઈન્ડિયા લિ. ( ૨૨૯ ) :- અન્ય ઈન્ડસ્ટ્રીયલ ગુડ્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૪૨ થી રૂ.૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૧૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ભારતી ઈન્ફ્રાટેલ લિ. ( ૨૦૨ ) :- રૂ.૧૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૦ ના સ્ટોગ સપોર્ટથી અન્ય ટેલિકોમ સર્વિસીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૩ થી રૂ.૨૨૨ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ટીવી ટૂડે નેટવર્ક લિ. ( ૧૯૮ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૧ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૦૯ થી રૂ.૨૧૨ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) બ્લિસ જીવીએસ ફાર્મા લિ. ( ૧૬૪ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૫૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૭૩ થી રૂ.૧૮૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ઓલકાર્ગો લોજીસ્ટિક્સ લિ. ( ૧૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રાન્સપોર્ટેશન – લોજિસ્ટિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૩ આસપાસ રોકાણકારે રૂ.૧૩૪ થી રૂ.૧૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૮૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ઇન્ટિગ્રેટેડ ઓઇલ અને ગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૯૩૩ થી રૂ.૧૯૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) બાટા ઈન્ડિયા ( ૧૪૮૦ ) :- આ સ્ટોક રૂ.૧૪૪૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૧૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૫૦૩ થી રૂ.૧૫૨૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) HDFC બેન્ક ( ૧૪૦૩ ) :- ૫૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૧૩૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૩૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) કોટક બેન્ક ( ૧૮૭૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૯૦૯ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૯૧૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૮૬૦ થી રૂ.૧૮૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩૩ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ACC લિ. ( ૧૬૯૦ ) :- રૂ.૧૭૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૬૭૭ થી રૂ.૧૬૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૭૪૪ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) સન ફાર્મા ( ૫૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૫૩૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૫૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૪૮૮ થી રૂ.૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૪૭ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) સ્ટાર સિમેન્ટ લિ. ( ૮૬ ) :- સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૪ થી રૂ.૯૯ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) મિન્દા કોર્પોરેશન લિ. ( ૭૩ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ઓટો પાર્ટ્સ અને એક્વિપમેન્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૬૬ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૭૮ થી રૂ.૮૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) વેલસ્પન ઈન્ડિયા લિ. ( ૬૬ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૨ નો પ્રથમ તેમજ રૂ.૫૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ટેક્ષટાઇલ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૦ થી રૂ.૭૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) આઈનોક્સ વિન્ડ લિ. ( ૫૩ ) :- રૂ.૫૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૭ થી રૂ.૬૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૩ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ નોંધાશે…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

બિઝનેસ

સવારે વધ-ઘટની રમત પછી, સેન્સેકસ 531 પોઇન્ટ ડાઉન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 531 અંક ઘટીને 48348 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 133 અંક ઘટીને 14238 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, HCL ટેક, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 5.36 ટકા ઘટીને 1939.70 પર બંધ થયો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 4.72 ટકા ઘટીને 851.25 પર બંધ થયો હતો. જોકે એક્સિસ બેન્ક, સન ફાર્મા, બજાજ ઓટો, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, HDFC બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 2.19 ટકા વધીને 658.60 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 2.00 ટકા વધીને 586.55 પર બંધ થયો હતો.

સોમવારે લાર્સન એન્ડ ટુબ્રો, કોટક મહિન્દ્રા બેન્ક, આરતી ડ્રગ્સ, APL એપોલો ટ્યુબ્સ, એસ્ટેક લાઈફસાયન્સ, કેન ફિન હોમ્સ, ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન, ICICI સિક્યોરિટીઝ, મહિન્દ્રા હોલિડેઝ એન્ડ રિસોર્ટ્સ ઈન્ડિયા, નવીન ફ્લોરીન ઈન્ટરનેશનલ, RPG લાઈફ સાયન્સ, શારદા ક્રોફેમ અને યુકો બેન્કની સાથે 41 કંપનીઓ આજે ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો જાહેર કરશે.

આજથી કિચન એપ્લાયન્સીસ કંપની સ્ટોવ ક્રાફટનો IPO ખુલ્યો છે. તેની ઈશ્યુ પ્રાઈસ 384-385 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત 95 કરોડ નવા શેર બહાર પાડવામાં આવશે. એક લોટ 38 શેરનો છે. રિટેલ રોકાણકાર અધિકતમ 13 લોટ માટે અરજી કરી શકશે. આ IPO 28 જાન્યુઆરી, ગુરુવારે બંધ થશે.

એક્સચેન્જ ડેટા મુજબ 22 જાન્યુઆરીએ વિદેશી સંસ્થાગત રોકાણકારો એ 635.69 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 1,290 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. FIIએ 1-22 જાન્યુઆરી દરમિયાન 24,469 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે.

કોરોનાના વધતા મામલાઓ અને વેક્સિનના સપ્લાઈમાં મોડું થવાની ચિંતાથી એશિયાઈ બજારોમાં રોકાણકારો ચિંતિત છે. આ કારણે શરૂઆતી કારોબારમાં મોટાભાગના ઈન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં હતા. જે હાલ વધેલા છે. 25 જાન્યુઆરીએ જાપાનને નિક્કેઈ ઈન્ડેક્સ 0.42 ટકા, હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 1.62 ટકા અને ચીનને શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.49 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 1.69 ટકા અને ઓસ્ટ્રેલિયાઈ શેરબજારમાં તેજી છે. શુક્રવારે અમેરિકાના બજારમાં IBM અને ઈન્ટેલ જેવી મોટી ટેક કંપનીઓમાં વેચવાલીના કારણે બજારના પ્રમુખ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા હતા.

વધુ વાંચો

બિઝનેસ

ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્.…!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૧.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૮૭૮.૫૪ સામે ૪૯૨૫૩.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૮૨૭૪.૯૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૩૦.૯૫ પોઈન્ટના ઘટાડા સાથે ૪૮૩૪૭.૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૮૦.૧૫ સામે ૧૪૪૭૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૨૩૩.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૪.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૬.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૨૫૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

વિશ્વના શેરબજારોમાં બીએસઇ સેન્સેક્સે માર્ચ ૨૦૨૦ના કડાકાના નીચા મથાળેથી અંદાજીત ૯૩%નો ઉછાળો નોંધાવીને ૫૦,૦૦૦ પોઈન્ટની સપાટી કુદાવીને ૫૦,૧૮૪ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈનો વિક્રમ નોંધાવી ટૂંકાગાળામાં ઐતિહાસિક તેજી સાથે ગત સપ્તાહે ભારતીય શેરબજારે ઈતિહાસ રચ્યો હતો. વૈશ્વિક મોરચે કોરોના સંક્રમણના પડકાર વચ્ચે વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ અને અમેરિકામાં જોઈ બાઈડેનના નેતૃત્વમાં નવી સરકાર અંતે સત્તારૂઢ થઈ જતાં વૈશ્વિક બજારોમાં પોઝિટીવ અસર સામે સ્થાનિક સ્તરે કેન્દ્રિય બજેટની તૈયારી વચ્ચે શેરોમાં ફંડોની સતત ખરીદી બાદ સાવચેતીએ ભારે બે તરફી અફડાતફડીના અંતે વધ્યામથાળેથી શેરોમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

ભારતીય શેરબજાર સતત બીજા ટ્રેડિંગ સેસને સૌથી મોટા ઘટાડા સાથે બંધ રહ્યું હતું, અમેરિકામાં નવા પ્રમુખ જો બિડેને સત્તા સંભાળતા વૈશ્વિક બજારમાં આવેલી તેજી અને અનુકુળ બજેટની અપેક્ષાએ કોરોના સંકટમાં માર્ચ ૨૦૨૦માં ૨૫,૬૩૮ પોઇન્ટનાં નીચલા સ્તરથી બીએસઇ સેન્સેક્સ અંદાજીત માત્ર ૧૦ મહિનામાં ૯૩% રિટર્ન આપીને ગત સપ્તાહના ગુરૂવારે પ્રથમ વખત બીએસઇ સેન્સેક્સે ૫૦ હજારનાં ઐતિહાસિક સ્તરને પાર કર્યું હતું. કોર્પોરેટ પરિણામોની સીઝનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગત સપ્તાહના અંતે જાહેર થયેલા પરિણામ આવકમાં ઘટાડા સામે નફામાં સાધારણ વૃદ્વિ રહ્યા છતાં આજે કંપનીના શેરમાં અંદાજીત ૫%થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ અને ઓરબિન્દો ફાર્માના શેરમાં ૧૦%ની ઉપલી શર્કિટ જોવા મળી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેઝિક મટિરિયલ્સ, હેલ્થકેર અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૦ અને વધનારની સંખ્યા ૯૩૨ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોતા એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ના અંતિમ ત્રિમાસિકના જીડીપીમાં સુધારાના સંકેતો જોવાશે અને નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં મજબૂત ગ્રોથનો અંદાજ મૂકવામાં આવે છે. આને કારણે વિવિધ રેટિંગ અજન્સી સહિત બ્રોકરેજ હાઉસોએ જીડીપીના અંદાજોમાં સુધારો કર્યો છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા કેસને કારણે વધેલી ચિંતાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા છે. તે સાથે શેરબજારમાં ઐતિહાસિક ટોચ પર હોવાથી બજેટ પૂર્વે ભારે વોલેટાલિટી સાથે પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.

બજેટ રજૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મહામારીની પ્રતિકૂળતા વચ્ચે આ વખતનું બજેટ સરકાર માટે એક પડકાર સમાન બાબત પૂરવાર થશે. ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે, પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ નબળી પડવાની શકયતાએ હજુ શેરોમાં ઉછાળે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.

તા.૨૬.૦૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૫.૦૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૨૫૪ પોઈન્ટ :-આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૧૪૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૪૨૦૨ પોઈન્ટ થી ૧૪૧૮૮ પોઈન્ટ ૧૪૧૦૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૪૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૫.૦૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૧૧૮૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૧૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૦૦૮ પોઈન્ટ થી ૩૦૯૭૦ પોઈન્ટ, ૩૦૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ઈન્ડીગો ( ૧૫૯૭ ) :- એરલાઇન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૭૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૦૮ થી રૂ.૧૬૧૬ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટેક મહિન્દ્ર ( ૯૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૬૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૫૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૯૪ થી રૂ.૧૦૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૭૮૬ ) :- રૂ.૭૭૩ નો પ્રથમ તેમજ રૂ.૭૬૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડકટ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા સ્ટીલ ( ૬૫૨ ) :- આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૭ થી રૂ.૬૭૬ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી પોર્ટ ( ૫૨૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૧૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૩૭ થી રૂ.૫૪૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૯૩૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૯૧૯ થી રૂ.૧૯૦૯ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લાર્સન & ટૂબ્રો ( ૧૩૬૭ ) :- રૂ.૧૩૮૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૯૫ ) : કાર & યુટિલિટી વિહિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૧૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૮૭ થી રૂ.૭૭૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • વિપ્રો લિમિટેડ ( ૪૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૫૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૨૪ થી રૂ.૪૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાયોકોન લિમિટેડ ( ૩૮૨ ) :- રૂ.૪૦૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૧૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૭૩ થી રૂ.૩૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૨૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

એમેઝોન, ફિલપકાર્ટ, ઝોમેટો અને સ્વિીગી લૂંટ ચલાવે છે : વેપારીઓ

દેશભરના વેપારીઓએ આ કંપનીઓ વિરૂધ્ધ કાર્યવાહીની માંગણી કરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં અબજો રૂપિયાનો કારોબાર કરતી કંપનીઓ એમેઝોન, ફિલપકાર્ટ, ઝોમેટો અને સ્વિીગી લૂંટ ચલાવે છે. એમ જણાવી વેપારીઓએ એમ કહ્યું છે કે, સરકારી તંત્રોએ આ કંપનીઓ વિરૂધ્ધ કાર્યવાહીઓ કરવી જોઇએ.

આ પ્રકારની કંપનીઓ ગ્રાહક સુરક્ષા (ઇ-કોમર્સ) કાનૂન-2020, લીગલ મેટ્રોલોજી(પેકેજડ કોમોડીટિ) કાનૂન-2011 અને ફુડ સેફટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી દ્વારા જે ગાઇડલાઇન આપવામાં આવી છે. તે લાઇડલાઇનનો ખુલ્લે આમ ભંગ થઇ રહ્યો છે. આમ છતાં સંબંધીત તંત્રો આ કંપનીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી નથી. સરકારે આ સ્થિતિમાં યોગ્ય કાર્યવાહીનો આદેશ આપવો જોઇએ એવી માંગણી સમગ્ર ભારતના વેપારીઓના સંગઠન દ્વારા કરવામાં આવી છે.

આ સમઠને એમ કહ્યું છે, ઇ-પોર્ટલ પર ફરજીયાત રીતે વેચાણકાર તથા પ્રોડકટના સંદર્ભમાં સ્પષ્ટ રીતે લખવી જોઇએ. પરંતુ આ કંપનીઓ આ નિયમનું પાલન કરતી નથી.

વેપારીઓના આ સંગઠને દેશના વાણિજય મંત્રીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, આ પ્રકારની કંપનીઓ ઉપરોકત ત્રણેય કાયદાઓનો ભંગ કરે છે. એક અર્થમાં આ ઓનલાઇન લૂંટ છે. સરકાર આ કંપનીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી નથી. એટલે કંપનીઓની હિંમત વધુ ખુલી છે. આ ઉપરાંત ઇ-કંપનીઓએ ફરિયાદ માટે ચોકકસ અધિકારીઓની નિમણુક પણ કરી નથી. એમ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ