Connect with us

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૧૫.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૭૫૬.૬૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૯૦૪.૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૭૫૩.૬૮ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૪૮.૫૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૭.૭૨ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૦૪૪.૩૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૪૫૧.૯૫ સામે ૧૧૪૭૨.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૪૫૧.૨૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૦.૩૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૨.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૫૩૪.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. મૂડી બજાર નિયામક તંત્ર સેબી દ્વારા ગત શુક્રવારે મ્યુચ્યુઅલ ફંડોના મલ્ટિ કેપ ફંડોમાં લાર્જ કેપમાં ૨૫%, મિડ કેપમાં ૨૫% અને સ્મોલ કેપમાં ૨૫% શેરરોકાણ પોર્ટફોલિયો રાખવાનું ફરજિયાત કર્યા બાદ આ મામલે મ્યુચ્યુઅલ ફંડોના આકરાં પ્રત્યાઘાત-અણગમાને લઈને નિર્ણયમાં ફેરફાર કરીને મ્યુચ્યુઅલ ફંડો આ માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ કરાવી યુનિટહોલ્ડરોની પસંદગી સાથે મલ્ટિકેપ સ્કિમોમાં તેમના પોર્ટફોલિયોના રીબેલેન્સિંગ, તેમજ યુનિટહોલ્ડરો દ્વારા અન્ય સ્કિમોમાં સ્વિચઓવર કરવાની પસંદગી અને લાર્જ કેપ સ્કિમ સાથે મલ્ટિ કેપ સ્કિમ મર્જ કરવા અથવા મલ્ટિ કેપ સ્કિમને અન્ય સ્કિમ કેટેગરીમાં જેમ કે લાર્જ કમ મલ્ટિ કેપ સ્કિમમાં કન્વર્ટ કરવાના વિકલ્પ માન્ય કરવામાં આવતાં આજે ભારતીય શેરબજારોમાં અપેક્ષિત તેજી જોવા મળી હતી. સ્થાનિક સ્તરે, અનુકૂળ ફુગાવાના ડેટા અને તેની નીચે રહેવાની અપેક્ષાએ સકારાત્મકતા અને ઓટોમોબાઈલ ક્ષેત્રે ઓગસ્ટમાં રીટેલ વેચાણમાં વૃદ્વિ સાથે હવે લોકડાઉન ખુલી જતાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરની માંગ વધતાં અને ચોમાસું સારું રહેતાં કમર્શિયલ વાહનોની માંગ પણ વધવાના અંદાજોએ આજે ફંડોની ઓટો શેરોમાં તેજી રહેતા કારોબારના અંતમાં શેરબજારમાં ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે માત્ર રિયલ્ટી શેરોમાં વેચાવલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૬ અને વધનારની સંખ્યા ૧૫૮૦ રહી હતી, ૧૬૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, મલ્ટીકેપ ફંડો અંગેના સેબીના નવા નિયમનોના પગલે મુંબઈ શેરબજારના સ્મોલકેપ ઇન્ડેક્સમાં સોમવારે ઇન્ટ્રા ડે છેલ્લા પાંચ માસનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. આ અગાઉ ગત તા.૭ એપ્રિલ ૨૦૨૦ના રોજ બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪.૩%નો ઉછાળો નોંધાયો હતો. ગત સપ્તાહના અંતે માર્કેટ રેગ્યુલેટર સેબીએ મલ્ટીકેપ ફંડો માટે વિગતે પોર્ટફોલિયો માળખાની જાહેરાત કરી હતી. જે મુજબ આવી યોજનાઓમાં ફંડોએ લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપના ૨૫% પોર્ટફોલિયોમાં રાખવા જરૂરી રહેશે. આ નવા માળખાનું વર્તમાન યોજનાઓમાં જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં પાલન કરવાનું રહેશે. આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજાર ખાતે આજે પણ કામકાજના પ્રારંભથી જ પસંદગીના સ્મોલકેપ શેરોમાં નવી લેવાલી હાથ ધરાતા કામકાજમાં પ્રારંભિક તબક્કામાં જ ઉછાળો જોવા મળ્યો હતો. આગામી સમયમાં પણ આ ક્ષેત્રના શેરોમાં આગેકૂચ જારી રહેશે. ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ સતત યથાવત્ છે. બન્ને દેશો વચ્ચે ગત સપ્તાહે વિદેશમંત્રી સ્તરની મંત્રણા છતાં ટૂંકા ગાળામાં અનિશ્ચિતતાને કારણે સરહદ પર સતત નજર રહેશે.

તા.૧૬.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૫.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૫૩૪ પોઈન્ટ :-આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૫૭૫ પોઈન્ટ થી ૧૧૬૦૬ પોઈન્ટ, ૧૧૬૩૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૫.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૫૯૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૨૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૬૭૬ પોઈન્ટ થી ૨૨૭૩૭ પોઈન્ટ, ૨૨૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • કોટક બેન્ક ( ૧૩૩૦ ) :- કોટક મહિન્દ્ર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૧૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૬૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • HDFC બેન્ક ( ૧૦૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૫૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૪૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૯૩ થી રૂ.૧૧૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • લુપિન લિ. ( ૧૦૦૮ ) :- રૂ.૯૮૯ નો પ્રથમ તેમજ રૂ.૯૭૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારતી એરટેલ ( ૪૮૬ ) :- ટેલિકોમ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૯૭ થી રૂ.૫૦૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૭૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટાટા કેમિકલ ( ૩૦૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૯૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડિટી કેમિકલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૧૪ થી રૂ.૩૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • મુથુત ફાઈનાન્સ ( ૧૧૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઈનાન્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૧૬૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૦૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • હેવેલ્સ ઈન્ડિયા ( ૬૬૯ ) :- રૂ.૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૬૫૩ થી રૂ.૬૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૬૪૦ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૫૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૩૩ થી રૂ.૬૨૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા સ્ટીલ ( ૪૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૨૨ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૯૬ થી રૂ.૩૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • કેડિલા હેલ્થકેર ( ૩૭૫ ) :- રૂ.૩૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૬૦ થી રૂ.૩૫૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

બિઝનેસ

બે દિવસમાં ડો.રેડ્ડીઝનાં શેરમાં જબરજસ્ત ઉછાળો

હજુ કેટલો ઉછાળો આવી શકે છે આ શેરમાં જાણો…

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશની દિગ્ગજ ફાર્મા કંપની ડો.રેડ્ડીઝના શેરના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. રશીયન વેકસીન બનાવવાની પરમીશન મળતા જ છેલ્લા બે દિવસમાં કંપનીના શેરમાં 12 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. જ્યારે છેલ્લા છ માસમાં કંપનીના શેરનો ભાવ લગભગ બમણો થઇ ગયો છે.

ગુરુવારે કંપનીના શેરોએ 4,845.55 રૂપિયાનું શિખર સ્તર હાંસલ કર્યું છે. વાયદા કારોબારીઓ અનુસાર, આગામી એક અઠવાડિયામાં આ શેરની કિંમતમાં 5 ટકા સુધી તેજી-મંદી આવી શકે છે. કંપનીએ અમેરિકામાં કેન્સરની દવા માટે પેટેન્ટના મામલાને ખતમ કરી દીધો છે. આ દવાનું જેનરિક વર્ઝન છે.

આ ઉપરાંત ડો.રેડ્ડીઝ લેબે ભારતમાં રશિયાની કોરોનાની રસી સ્પુતનિક Vનું ક્લિનિકલ ટ્રાયલ અને ડિસ્ટ્રીબ્યુશન કરશે. જેના કારણે પણ રોકાણકારોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. પહેલાં રેમેડેસિવિર સહિતની કોરોનાની દવાઓ પર લોકોનું ધ્યાન હતું. પણ રશિયાએ રસી લોન્ચ કરતાં જ લોકોનું ધ્યાન હવે રસી પર વધારે છે. અને તેવામાં ભારતમાં ડો.રેડ્ડીઝને રશિયાની રસી બનાવવાની પરમિશન મળતાં તેના શેરમાં આગામી સમયમાં પણ ભારે ઉછાળો જોવા મળશે.

વધુ વાંચો

બિઝનેસ

ચાર માસમાં દેશમાં 66 લાખ પ્રોફેશનલ્સ બેકાર થયા

CMIE નો ચોંકાવનારો અહેવાલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોનાના પગલે માત્ર ચાર મહિનામાં એંજિનિયર્સ, ફિઝિશ્યન્સ અને પ્રોફેસર્સ જેવા ઉચ્ચ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા 66 લાખ પ્રોફેશનલ્સ બેકાર થઇ ગયા હતા એવું એક અહેવાલમાં જણાવાયું હતું.

સેન્ટર ફોર ધ મોનિટરીંગ ઑફ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)એ પ્રગટ કરેલા એક અહેવાલમાં આવો દાવો કરાયો હતો. આ અહેવાલમાં જણાવાયું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં જે પ્રગતિ થઇ હતી એ કોરોનાના ચાર માસમાં ધોવાઇ ગઇ હતી એમ કહી શકાય. વ્યાવસાયિકો (પ્રોફેશનલ્સ)ના રોજગારનો આંકડો આ રીતે 2016 પછી પહેલીવાર નીચે ઊતરી ગયો હતો.

CMIEના આ રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો હતો કે છેલ્લા ચાર માસમાં 50 લાખથી વધુ ઔદ્યોગિક શ્રમિકો પણ બેકાર થયા હતા. કન્ઝ્યુમર પિરામિડ હાઉસહોલ્ડના સર્વે મુજબ સૌથી વધુ નુકસાન વ્હાઇટ કૉલર્સ પ્રોફેશનલ્સને એટલે કે એંજિનિયર્સ, ડૉક્ટર્સ, પ્રોફેસર્સ, એકાઉન્ટન્ટ્સ અને એનેલિસ્ટ્ વગેરે થયું હતું.  જો કે આ ડેટામાં સ્વરોજગાર હોય એવા લોકોનો સમાવેશ કરાયો નહોતો. એટલા પૂરતો આ ડેટા અપૂર્ણ હતો.

CMIEએ જણાવ્યા મુજબ 2019ના મે-ઑગષ્ટ વચ્ચે આવા વ્હાઇટ કૉલર્સ કહેવાય એવા એક કરોડ 88 લાખ લોકો કામકાજ કરતા હતા. અત્યારે એ આંકડો ઘટીને એક કરોડ બાવીસ લાખ પર આવી ગયો હતો એટલે કે ઓછામાં ઓછા 66 લાખ લોકો બેકાર થઇ ગયા હતા. 2016 પછી રોજગાર ક્ષેત્રે આ સૌથી મોટો ઘટાડો હતો.

જો કે સૌથી વધુ ફટકો ઔદ્યોગિક શ્રમિકોને પડ્યો હતો. આ વર્ષના મેથી ઑગષ્ટ વચ્ચે 50 લાખથી વધુ ઔદ્યોગિક શ્રમિકો રોજગાર ગુમાવીને બેકાર થઇ ગયા હતા. એટલે કે છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક શ્રમિકોમાં 26 ટકાનો ઘટાડો થઇ ગયો હતો. ખાસ કરીને મિડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી અને માઇક્રો સ્કેલ ઇન્ડસ્ટ્રીના શ્રમિકો વધુ બેકાર થયા હતા. આવા ઔદ્યોગિક એકમોને લૉકડાઉનની મરણતોલ અસર થઇ હતી.

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૧૭.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૯૩૦૨.૮૫ સામે ૩૯૧૨૦.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૮૯૨૬.૩૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૦૮.૪૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૯૭૯.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૬૧૬.૪૦ સામે ૧૧૫૨૧.૦૦ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૪૮૩.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૪.૯૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૪ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૫૨૨.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

ભારતીય શેરબજારમાં સતત બે દિવસના સુધારાને આખરે ગુરુવારે બ્રેક લાગી હતી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જારી કરેલા આંકડા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ ત્રિમાસિકની સરખામણીમાં વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલથી જૂન મહિના સુધીમાં ભારતની કુલ નિકાસમાં ૨૫.૪૨%નો ઘટાડો નોંધાતા અને ચીન સાથે સરહદ પર સતત તનાવ યથાવત રહેતા અનિશ્ચિતા વચ્ચે રોકાણકારોએ સાવધ વલણ અપનાવતા સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ફ્સ્કિલ સ્ટીમ્યુલસની આશા બાદ વૈશ્વિક સંકેતો નબળા રહેતા અને ફેડ દ્વારા યુ.એસ.ના યથાવત વ્યાજ દરની આગાહી વર્ષ ૨૦૨૩ ના અંત સુધી દેતા, પરંતુ તેનાથી આગળ વધવામાં નહીં આવે તેવા અહેવાલે યુએસ ફેડ રિઝર્વે રોકાણકારોની અપેક્ષાઓનું પાલન કરવામાં નિષ્ફળ થતા વૈશ્વિક બજારો નિરાશ થવા સાથે ભારતીય શેરબજારમાં નેગેટિવ અસરે ઘટાડો નોંધાયો હતો. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે માત્ર હેલ્થકેર, આઈટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૯૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૧૨ અને વધનારની સંખ્યા ૧૧૨૫ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ સતત યથાવત્ છે. બન્ને દેશો ઉચ્ચસ્તરની મંત્રણા છતાં તણાવ ઘટાડવા માટે સત્તાવાર કોઈ નિવેદનના અભાવે રોકાણકારોએ આ મુદ્દે ધીમી પ્રગતિ માટે સજ્જ રહેવું જરૂરી બની રહેશે. બજારમાં આગામી દિવસોમાં કોન્સોલિડેશન જોવા મળે તેવી શક્યતા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા જણાવ્યું હતું કે કોરોનાને કારણે મંદીમાં સરકી પડેલી ઇકોનોમી તેમજ બેન્કિંગ સેક્ટરને ઉગારવા આરબીઆઇ લડાઈ લડવા સજ્જ છે અને તમામ પગલાં લઈ રહી છે તેમજ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની ઇકોનોમીની રિકવરી ધીમી રહેશે પણ તેમાં તબક્કાવાર સુધારો જોવા મળશે. ક્રૂડ ઓઈલના ભાવ નીચા ગયા હોવાથી આગામી દિવસોમાં ભારતને તેનો ફાયદો જોવા મળશે. મ્યુચ્યુઅલ ફંડ્સ માટે સેબીના નવા સરક્યૂલરને કારણે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં વધુ ખરીદી જોવા મળે તેવી શક્યતા છે.

તા.૧૮.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૭.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૫૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૪૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૫૬૦ પોઈન્ટ થી ૧૧૫૮૮ પોઈન્ટ, ૧૧૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૭.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૩૯૧ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૨૦૨ પોઈન્ટના પ્રથમ અને ૨૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૪૭૪ પોઈન્ટ થી ૨૨૫૦૫ પોઈન્ટ, ૨૨૫૭૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૫૭૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • હેવેલ્સ ઈન્ડિયા ( ૬૮૩ ) :- ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૬૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૬૬૨ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૬૯૬ થી રૂ.૭૦૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૭૧૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ડાબર ઈન્ડિયા ( ૫૦૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૪૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૪૭૫ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૫૧૬ થી રૂ.૫૨૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • કેડિલા હેલ્થકેર ( ૩૯૫ ) :- રૂ.૩૮૩ નો પ્રથમ તેમજ રૂ.૩૭૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૦૪ થી રૂ.૪૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બંધન બેન્ક ( ૩૦૫ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૧૩ થી રૂ.૩૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૨૯૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અંબુજા સિમેન્ટ ( ૨૨૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ અને સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૩૦ થી રૂ.૨૩૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એસ્કોર્ટ્સ લિ. ( ૧૨૪૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમર્શિયલ વિહિકલ્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૨૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૩૦ થી રૂ.૧૨૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૭૨ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અમર રાજા બેટરીઝ ( ૭૭૫ ) :- રૂ.૭૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૭૫૭ થી રૂ.૭૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૧૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ભારતી એરટેલ ( ૪૮૦ ) : ટેલિકોમ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૦૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૪૭૩ થી રૂ.૪૬૪ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ટાટા કેમિકલ્સ ( ૨૯૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડિટી કેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૯૦ થી રૂ.૨૮૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • પેટ્રોનેટ LNG લિ. ( ૨૩૩ ) :- રૂ.૨૪૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૨૨૭ થી રૂ.૨૨૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૫૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ