Connect with us

બિઝનેસ

નિફટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૦૨.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૯૦૦.૮૦ સામે ૩૮૮૯૨.૬૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૭૩૬.૨૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૫.૬૨ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮૫.૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૦૮૬.૦૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૫૧૦.૯૫ સામે ૧૧૪૮૦.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૪૪૫.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૬૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૫૬૪.૭૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….  સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થઈ હતી. કોરોના મહામારીના લોકડાઉનના સમયગાળામાં એપ્રિલ થી જૂનમાં ભારતનો આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિ અપેક્ષિત નબળી ૨૩.૯% નેગેટીવ નોંધાયાના પરિબળને ડિસ્કાઉન્ટ કરીને સરકાર દ્વારા લોન મોરેટોરિયમ લંબાવી શકાય એવું સુપ્રિમ કોર્ટને જણાવતાં અને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા ૧,સપ્ટેમ્બરથી નવા પ્લેજ અને રી-પ્લેજ માર્જિન ધોરણોને અમલી બનાવી દેવાતાં ભારતીય શેરબજારમાં અફડાતફડી જોવાઈ હતી. આઈએચએસ માર્કેટ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્રોક્યુરમેન્ટ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) જુલાઈ માસની સરખામણીએ વૃદ્ધિ નોંધાતા અને સુપ્રિમ કોર્ટે એજીઆર કેસની સુનાવણી કરતી વખતે ટેલિકોમ કંપનીઓને એજીઆર લેણાં ચૂકવવા મોટી રાહત આપતા સતત બીજા દિવસે ભારતીય શેરબજાર તેજી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે બેઝિક મટિરિયલ્સ, એનર્જી, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, ટેલિકોમ, ઓટો, કેપિટલ ગુડ્સ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પાવર અને ટેક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૬૯ અને વધનારની સંખ્યા ૧૬૧૩ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ચોમાસું દેશભરમાં અત્યંત સફળ નીવડી રહ્યું હોવા સાથે કોરોના વાઈરસ સંક્રમણના આંકડા પણ વધી રહ્યા છતાં અનલોક – ૪ સાથે દેશમાં આર્થિક પ્રવૃતિ પણ સાથો સાથ વધવા લાગી હોઈ ભારતીય શેરબજારોમાં ફોરેન ફંડોનું રોકાણ આકર્ષણ સતત વધી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર પુન:રિકવરીના પંથે આવી જવાની અપેક્ષા અને ચોમાસું સફળ રહેતાં આ રિકવરી પણ આગામી દિવસોમાં ઝડપી બનશે એવા અનુમાન સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગોને અપાઈ રહેલા પ્રોત્સાહનોએ ફોરેન ઈન્વેસ્ટરોનું અનેક આકર્ષક ભાવોએ મળતાં શેરોમાં વેલ્યુબાઈંગ વધતું જોવાઈ રહ્યું છે. અલબત ભારત અને ચીન વચ્ચે સરહદ પર વધી રહેલી તંગદીલી અને ઓવરબોટ માર્કેટમાં બજારની વર્તમાન તેજી અર્થતંત્ર સાથે બંધબેસતી નથી જેથી આગામી દિવસોમાં ફંડો શેરોમાં ઉછાળે સાવચેતી સાથે ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડી જોવા મળે એવી શકયતાએ સાવચેતી જરૂરી બની રહેશે.

તા.૦૩.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૨.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૫૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૬૦૬ પોઈન્ટના પ્રથમ અને ૧૧૬૩૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૫૧૭ પોઈન્ટ થી ૧૧૪૯૪ પોઈન્ટ, ૧૧૪૭૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૨.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૩૯૨૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૮૦૮ પોઈન્ટ થી ૨૩૬૭૬ પોઈન્ટ, ૨૩૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૪૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • હીરો મોટોકોર્પ ( ૨૯૬૩ ) :- 2/3 વ્હીલર્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૦૯ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૮૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૦૦૩ થી રૂ.૩૦૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૩૦૩૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • રિલાયન્સ ઈન્ડ. ( ૨૧૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૧૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૦૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૧૬૦ થી રૂ.૨૧૭૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મુથુત ફાઈનાન્સ ( ૧૧૫૭ ) :- રૂ.૧૧૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૧૧૮ ના બીજા સપોર્ટથી ફાઈનાન્સ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • વોલ્ટાસ લિ. ( ૬૪૭ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૬૨ થી રૂ.૬૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મેક્સ ફાઈનાન્સિયલ ( ૫૮૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક લાઇફ ઈન્સ્યોરન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૦૩ થી રૂ.૬૧૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • ટોરેન્ટ ફાર્મા ( ૨૭૬૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૭૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૭૪૪ થી રૂ.૨૭૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • TCS લિ. ( ૨૨૭૦ ) :- રૂ.૨૨૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૩૦૮ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૨૨૫૩ થી રૂ.૨૨૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૩૧૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • જ્યુબિલન્ટ ફૂડ ( ૨૨૨૭ ) : રેસ્ટોરન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૨૨૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૨૨૦૭ થી રૂ.૨૧૯૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ACC લિ. ( ૧૩૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૩૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લાર્સન લિ. ( ૯૬૨ ) :- રૂ.૯૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૯૪૪ થી રૂ.૯૩૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

બિઝનેસ

બોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ

બેઠક નહી યોજાતા શેરબજારમાં બેંક શેર્સ ગગડ્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રિઝર્વ બેન્કે કોરમના અભાવનું કારણ જણાવી મોનેટરી પોલિસી કમિટીની બેઠક મુલત્વી રાખી દીધી છે. આ બેઠકમાં વ્યાજ દર નીતિ અંગે ચર્ચા થવાની હતી. સરકાર દ્વારા  ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની નિયુક્તિમાં વિલંબ થયો હોવાથી કોરમ થઇ શકે તેમ નથી.
રિઝર્વ બેન્કે જાહેર કર્યું હતું કે તા. 29મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે મળનારી મોનેટરી પોલિસી કમિટીની બેઠક પાછી ઠેલવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. સરકારે 2016નાં વર્ષથી વ્યાજ દર નક્કી કરવાની ભૂમિકા રિઝર્વ બેન્કના ગવર્નર પાસેથી લઇ છ સભ્યોની એમપીસીને આપી દીધી છે. આ પેનલના વડા તરીકે રિઝર્વ બેન્કના ગવર્નર જ હોય છે. તેમાં આરબીઆઇ સિવાયના બાહ્ય સ્વતંત્ર સભ્યોનો પણ સમાવેશ થાય છે.

એક્ટર્નલ સભ્યોની ચાર વર્ષની મુદ્દત ગયા મહિને પૂર્ણ થઇ ચૂકી છે અને સરકારે તેમના સ્થાને નવી નિયુક્તિ નહીં કરતાં એમપીસીની બેઠકનું કોરમ જળવાય તેમ નથી. નિયમ અનુસાર આ બેઠકમાં ઓછામાં ઓછા ચાર સભ્યો હાજર હોવા જોઇએ. તે પૈકીના એક ગવર્નર અથવા તો તેમના ડેપ્યુટી હોવા જોઇએ. બજાર વર્તુળની ધારણા અનુસાર હજુ ફૂગાવો અંકુશમાં નહીં આવ્યો હોવાથી એમપીસીમાં વ્યાજ દરો જાળવી રાખવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા હતી.

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૬૫૫૩.૬૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૬૯૯૧.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૬૭૩૦.૫૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૪૦.૬૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૫.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૭૩૮૮.૬૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૮૩૬.૨૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૯૦૬.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૮૫૭.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૦.૧૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૫.૭૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૦૩૧.૯૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક મોરચે અમેરિકામાં આર્થિક રિકવરી મુશ્કેલ બની રહી હોઈ અને કોરોનાના યુરોપના દેશોમાં ફરી વધી રહેલા કેસોને લઈ ચિંતા વધારા સામે સ્થાનિક સ્તરે ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ (S&P) એ ભારતનું ‘BBB-/A-3’  રેટિંગ સ્થિર આઉટલૂક સાથે જાળવી અને કોરોનાકાળ પછીના સમયમાં ભારતીય અર્થતંત્રમાં જડપી રિકવરીની ધારણાએ ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સકારાત્મક વૈશ્વિક સંકેતો અને કોરોના સંક્રમણના પરિણામે દેશ-દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ બની ગયું હોઈ વેપાર-ઉદ્યોગોને ફરી બેઠાં કરવા અને બેરોજગારીની વધતી સમસ્યાને અટકાવવા આર્થિક રાહતો અનિવાર્ય બની ગઈ કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ અનેક રાહતો-પ્રોત્સાહનો આપ્યા બાદ સરકાર આગામી કેટલાક સપ્તાહોમાં રોજગારી વધે અને માંગ વધે તે માટે વધુ એક સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરશે તેવી સંભાવનાને પગલે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૬૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે પાવર, બેન્કેક્સ, ઓટો, રિયલ્ટી, યુટિલિટીઝ, સીડીજીએસ, ફાઈનાન્સ અને મેટલ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૫૮ અને વધનારની સંખ્યા ૧૯૨૫ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, દેશ અત્યારે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, સરકારે રાજયો અને કેન્દ્ર સરકારે આવકની ખોટ પૂરવા દેવું કરવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. કેન્દ્ર સરકાર પણ વેપાર-ઉદ્યોગોની કફોડી હાલતે દેશમાં વધતી બેરોજગારીને લઈ ચિંતિંત છે, ત્યારે નવા સ્ટીમ્યુલસ પેકેજ આપવાની ફરજ પડી રહી હોઈ આગામી સપ્તાહમાં રાહતો-પ્રોત્સાહનો જાહેર થવાની પૂરી શકયતા છે. નાણા પ્રધાન નિર્મલા સીતારામને પણ આર્થિક મોરચે ભારત માટે આ વર્ષ શૂન્ય વૃદ્વિની નીવડવાનો સ્વિકાર કરીને પરિસ્થિતિની ગંભીરતાના સ્પષ્ટ સંકેત આપી દીધો છે. સરકાર પાસે પણ સ્ટીમ્યુલસ આપવા માટે હવે મર્યાદિત અવકાશ હોવાની સ્થિતિને ધ્યાનમાં લેતાં આગામી દિવસો કપરાં અને અર્થતંત્ર માટે અત્યંત સ્ફોટક નીવડવાની પૂરી શકયતાને જોતા શેરોમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી સલાહભર્યું રહેશે. આ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૯,સપ્ટેમ્બર થી ૧,ઓકટોબર દરમિયાન મોનીટરી પોલીસી કમિટીની મળનારી મીટિંગ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૨૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૨૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૨૦૨ પોઈન્ટ થી ૧૧૧૮૮ પોઈન્ટ, ૧૧૧૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૮.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૧૭૨૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૯૦૯ પોઈન્ટના પ્રથમ અને ૨૨૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૬૭૬ પોઈન્ટ થી ૨૧૫૭૫ પોઈન્ટ, ૨૧૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • HDFC લિ. ( ૧૬૮૯) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૭૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૫૫ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૪૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૬૪ થી રૂ.૧૪૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • મેક્સ ફાઈનાન્સિયલ ( ૬૨૮ ) :- રૂ.૬૧૬ નો પ્રથમ તેમજ રૂ.૬૦૬ ના બીજા સપોર્ટથી લાઇફ ઇન્સ્યુરન્સ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૪૪ થી રૂ.૬૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારતી એરટેલ ( ૪૪૩ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૬ થી રૂ.૪૬૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • BPCL ( ૩૮૫ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક PSU ઓઇલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૯૬ થી રૂ.૪૦૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૨૮૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૦૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મુથુત ફાઈનાન્સ ( ૧૦૯૪ ) :- રૂ.૧૧૧૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૦૮૨ થી રૂ.૧૦૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • HCL ટેક્નોલોજી ( ૮૩૩ ) : ટેક્નોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ડાબર ઈન્ડિયા ( ૫૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૮૮ થી રૂ.૪૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગ્લેનમાર્ક ફાર્મા ( ૪૯૭ ) :- રૂ.૫૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૮૬ થી રૂ.૪૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૨૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

સ્ટોક માર્કેટ વિશેષ 28-09-2020

આજના લેખમાં NIFTY, DIVISLAB ,HAL, HCLTECH અને RELIANCE
વિષે વ્યૂ રજુ કરું છુ.
પાછલા વીક ના લેખમાં NIFTY, APOLLOHOSP ,BHARTIARTL અને CEATLTD
વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

ખબર ગુજરાત

પ્રકાશિત

on

NIFTY માં 11383 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી અને 11185 નીચે વધુ નીચેના લેવલ નો ઉલ્લેખ કરલે હતો તે મુજબ બજાર માં 6% જેટલો ઘટાડો જોવાયો હતો.

APOLLOHOSP માં 1872 ઉપર તેજી ની વાત કરી હતી તે મુજબ 2010 સુધીના લેવલ ની વાત કરી હતી તે મુજબ 2047 નો HIGH બનાવેલ છે.

BHARTIARTL માં 498 ઉપર નવી તેજીની વાત હતી પણ તે ક્રોસ કરવામાં નિષ્ફળ રહેતા વધુ નીચેના લેવલ જોવા જોયા. 447 સુધીના લેવલ હતા અને 416 સુધી LOW બનાવેલ છે.

CEATLTD માં 985-990 ની ઉપર તેજી ની વાત કરી હતી પણ તે ઉપર ના જતાં નીચેના લેવલ જોયા હતા. 888 સુધીના લેવલ હતા , LOW 876 નો બનાવેલ છે.

NIFTY

  • NIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લાસ્ટ વીક માં Swing Low Break કર્યા અને તે પણ સારા volume સાથે. 10756 નજીક 200D SMA પણ આવે છે. 7511 થી 11794 ના 23.6% 10783 આવે છે. તેની નજીક LOW બનાવી ને Daily પર સારી upmove આપેલ હતી. આવનાર દિવસો માં 10750 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. 11618 થી 10790 ના 38.2 – 50 – 61.8% Fibonaccie Retracements Level પર ધ્યાન રાખવુંજરૂરી છે.
  • Support Level :- 10880-10790-10755-10637-10560.
  • Resistance લેવલ :- 11063-11106-11165-11204-11298-11336.

DIVISLAB

  • Divislab નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશે કે લગભગ 2 month થી top ઉપર range માં રહીને વહેચણી કરી હોય એવું લાગે છે, અને લાસ્ટ વીક માં સારા વોલ્યૂમ સાથે “BEARISH ENGULFING” candlestik Pattern બનાવેલ છે. એ જોતાં આવનાર દિવસો માં વધુ નીચે ના લેવલ જોવા મળી શકે છે. Daily ચાર્ટ પર 2976 એ 50D SMA છે. તેની નીચે vadhu
  • Support Level :- 2975-2920-2868-2820-2719.
  • Resistance Level :- 3080-3094-3148-3188-3293-3350-3389.

HAL

  • HAL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 6 Week થી નીચે આવી રહ્યો છે. અને હવે એ લેવલ પર છે જ્યાં પાછલા ઘણા Swing Top અને Bottom બન્યા છે. 50W SMA જે 747 નજીક છે ત્યાં low બનાવેલ છે. 200D સમા 750 નજીક છે. એ જોતાં આવના દિવસોમાં જો 747 નો લો ઉપર ટ્રેડ થાય તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Support Level :- 750-734-708-673.
  • Resistance લેવલ :- 777-813-825-860.

HCLTECH

  • HCLTECH નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશે કે તે ટોપ ઉપર ટ્રેડ કરી રહેલ છે. અને top ઉપર “Bearish Spining Top” candlestik Pattern બનાવેલ છે અને એ પણ સારા વોલ્યૂમ સાથે. લાસ્ટ વીક લો 784 નો છે એની નીચે ટ્રેડ થતાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Support Level :- 784-768-744-729-718-682.
  • Resistance Level :- 850-871-890-920-948.

RELIANCE

  • Reliance નો ચાર્ટ જોતાં ખ્યાલ આવશે કે લાસ્ટ સ્વિંગ ના 200% લેવલ પર ટોપ બનાવેલ છે. અને વીક્લી ચાર્ટ પર “Bearish Evening Doji Star” candlestik pattern બનાવેલ છે.Daily ચાર્ટ પર RSI માં negative diversion પણ જોવા મળે છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Support Level :- 2174-2141-2047-2000-1978.
  • Resistance Level :- 2277-2336-2370-2420.

 

  • Disclaimer:-
    અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું.
    BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી.
    અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે.

    કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
  • આભાર.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના

અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ