Connect with us

બિઝનેસ

નિફટી ફ્યુચર ૧૧૬૦૬ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૦૧.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૬૨૮.૨૯ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૭૫૪.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૮૫૪૨.૧૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૮૪.૭૧ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૨.૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૯૦૦.૮૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૪૦૧.૯૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૪૪૯.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૩૭૩.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૬.૭૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૫.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૫૨૭.૫૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત સોમવારના નોંઘપાત્ર કડાકા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. સોમવારે સવારે ભારતની લદ્દાખ સરહદે ચીની સૈનિકોએ ફરી અવળચંડાઈ કરીને સરહદમાં ઘૂસવાના કરેલા પ્રયાસોએ બન્ને દેશોના સૈનિકો વચ્ચે ફરી ઘર્ષણ થયાના અહેવાલે ટેન્શન વધતાં અને સેબી દ્વારા પણ ભારતીય શેરબજારમાં ગઇકાલ ૧,સપ્ટેમ્બર ૨૦૨૦થી નવી પ્લેજ અને રી-પ્લેજ માર્જિન સિસ્ટમનો અમલ થતાં શરૂઆતી તબક્કામાં ભારે બે તરફી અફડાતફડી જોવા મળી હતી. કોરોના વાયરસ રોગચાળાએ સમગ્ર વિશ્વના અર્થતંત્રને અસર કરી છે અને ઓછી માંગ અને ઘટતાં રોકાણને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના એપ્રિલથી જૂન પ્રથમ ત્રિમાસિકમાં દેશના જીડીપીમાં ૨૩.૯% નો ઘટાડો થયો છે, જે ભારતીય અર્થવ્યવસ્થામાં ૨૪ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. આની સામે ઓગસ્ટ માસમાં ભારતની ઉત્પાદન પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ નોંધાઈ છે. સુધારેલા ઉત્પાદન, નવા ઓર્ડર અને ગ્રાહકોની સુધારેલી માંગને કારણે વ્યવસાયિક કામગીરી શરૂ થયા પછી ઉત્પાદન પ્રવૃત્તિઓમાં પણ વધારો થયો છે. આઈએચએસ માર્કેટ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્રોક્યુરમેન્ટ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) જુલાઈ માસમાં ૪૬ ની સામે ઓગસ્ટમાં વધીને ૫૨ રહ્યો છે. ઉપરાંત સુપ્રિમ કોર્ટે એજીઆર કેસની સુનાવણી કરતી વખતે ટેલિકોમ કંપનીઓને એજીઆર લેણાં ચૂકવવા ૧૦ વર્ષનો સમય આપતા ટેલિકોમ કંપનીઓને મોટી રાહત આપતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૧૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે માત્ર આઇટી, ઓઇલ એન્ડ ગેસ અને ટેક શેરોમાં વેચાવલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૨૧ અને વધનારની સંખ્યા ૧૧૩૬ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૯૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, એફઆઈઆઈના અવિરત પ્રવાહને કારણે બજાર સ્થાનિક ફંડોની વેચવાલી પચાવીને આગેકૂચ કરી રહ્યું હતું એવામાં ભારતની લદ્દાખ સરહદે ચીની સૈનિકોએ ફરી અવળચંડાઈ કરીને સરહદમાં ઘૂસવાના કરેલા પ્રયાસોએ બન્ને દેશોના સૈનિકો વચ્ચે ફરી ઘર્ષણ થયાના અહેવાલે ટેન્શન વધતાં ભારતીય શેરબજારોમાં શેરોમાં અવિરત આક્રમક તેજીને બ્રેક લાગીને અપેક્ષિત કરેકશન નોંધાયું હતું. આગામી દિવસોમાં જો ચીન સાથેના સંબધો વણસશે અને યુધ્ધની સ્થિતિ સર્જાશે તો બજારમાં વર્તમાન સ્તરથી અંદાજીત ૫% સુધીના કરેકશનની અપેક્ષા રાખવામાં આવે છે. માર્કેટ ઓવરબોટ પોઝિશનમાં રહેતાં ગભરાટમાં ઘટાડો વધુ તીવ્ર બની શકે છે એવો ભય જોવા મળ્યો હતો. ગત સપ્તાહે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે હૈયાધારણ આપતા કહ્યું હતું કે કોરોના સંકટમાંથી અર્થતંત્રને બહાર લાવવાના પ્રયાસમાં આરબીઆઈ હજી થાકી નથી. વધુ પગલાંની તેમણે તૈયારી દર્શાવી છે. વૈશ્વિક સ્તર પર અમેરિકન ફેડરલ રિઝર્વે પણ ફુગાવાની બહુ ચિંતા કર્યા વગર વ્યાજના દર લાંબા સમય સુધી નીચા રાખવાનો સંકેત કરતા ભારત જેવા ઈમર્જિંગ માર્કેટ્સમાં નાણાંનો પ્રવાહ ઠલવાતો રહેશે તેમ જણાય છે. આમ, બજારમાં લિક્વિડિટી ભરપૂર હોવાથી ભારતીય શેરબજાર નીચા મથાળેથી આગેકૂચ કરે તેવી શક્યતા જણાય છે. આજે ૨,સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ કોર્પોરેટ પરિણામોમાં જૂન ૨૦૨૦ના અંતના ત્રિમાસિક માટેના કોલ ઈન્ડિયાના જાહેર થનારા પરિણામ તેમજ ૩,સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ સર્વિસિઝ પીએમઆઈના જાહેર થનારા આંક પર ભારતીય શેરબજારની નજર રહેશે. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા-ચાઈના વણસેલા સંબંધો અને અમેરિકાના નોન-ફાર્મા રોજગારીના ઓગસ્ટ મહિનાના આંક ૪,સપ્ટેમ્બર ૨૦૨૦ના જાહેર થનારા આંક પર વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૦૨.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૧.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૫૨૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૪૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૫૬૦ પોઈન્ટ થી ૧૧૫૭૫ પોઈન્ટ, ૧૧૬૦૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૧.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૩૯૪૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૩૮૮૮ પોઈન્ટ થી ૨૩૮૦૮ પોઈન્ટ, ૨૩૭૩૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૪૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • રિલાયન્સ ઈન્ડ. ( ૨૧૦૪ ) :- ઇન્ટિગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૦૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૦૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૧૩૦ થી રૂ.૨૧૪૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૧૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • લુપિન લિ. ( ૯૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૧૯ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૭૪ થી રૂ.૯૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • ડાબર ઇન્ડિયા ( ૪૯૧ ) :- રૂ.૪૭૪ નો પ્રથમ તેમજ રૂ.૪૬૬ ના બીજા સપોર્ટથી પર્સનલ પ્રોડક્ટ સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૦૫ થી રૂ.૫૧૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • કેડિલા હેલ્થકેર ( ૩૮૧ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૮૮ થી રૂ.૩૯૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૩૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • વિપ્રો લિ. ( ૨૭૩ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૨૬૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૨૮૨ થી રૂ.૨૮૮ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • ACC લિ. ( ૧૩૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૩૬ થી રૂ.૧૩૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • એસ્કોર્ટ્સ લિ. ( ૧૧૧૮ ) :- રૂ.૧૧૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૧૬૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • ઈન્ફોસિસ લિ. ( ૯૨૨ ) : ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૪૪ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૨૯ થી રૂ.૯૦૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ભારત ફોર્જ ( ૫૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૮૮ થી રૂ.૪૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ટાટા કેમિકલ ( ૩૧૩ ) :- રૂ.૩૨૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૦૩ થી રૂ.૨૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૩૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

બિઝનેસ

દર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મુકેશ અંબાણી છેલ્લા 6 મહિનાથી દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એ પણ એવા સમયે કે જ્યારે કોરોનાને કારણે આર્થિક પ્રવૃત્તિ ઠપ્પ થઈ રહી છે. આ માહિતી હુરુન ઇન્ડિયા અને આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડે તેમના અહેવાલમાં જણાવી છે. આજે આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2020ની નવમી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. 31 ઓગસ્ટ 2020 સુધીમાં 1000 કરોડ રૂપિયા કે તેથી વધુની સંપત્તિ ધરાવતા ભારતના શ્રીમંત લોકો આ યાદીમાં સામેલ છે.

આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 9મા વર્ષે ટોપ પર છે. રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કુલ આવક 6,58,400 કરોડ રૂપિયા છે. છેલ્લા 12 મહિનામાં તેમની કુલ સંપત્તિ 73% વધી છે. 2020 આવૃત્તિમાં 828 ભારતીયો સામેલ છે.

રિપોર્ટ અનુસાર, 63 વર્ષના અંબાણીએ માર્ચથી ઓગસ્ટ દરમિયાન લોકડાઉન દરમિયાન દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

વધુ વાંચો

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૩૩૩ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૭૯૮૧.૬૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૧૭૬.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૭૮૩૧.૩૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૪૦૪.૫૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮.૪૧ પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે ૩૭૯૭૩.૨૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૩૮.૦૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૨૭૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૧૮૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૨.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૦.૫૦ પોઈન્ટના નજીવા ઉછાળા સાથે ૧૧૨૩૭.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના બીજા દિવસે દેશમાં સારા વરસાદ સાથે સરકાર દ્વારા નવા પેકેજની તૈયારીના અહેવાલે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત ગેપ અપ ઓપનીંગે થઈ હતી. સકારાત્મક વૈશ્વિક સંકેતો સામે કોરોના મહામારી વચ્ચે બેંકોના લોન મોરેટોરિયમને લંબાવવાની હિલચાલ સાથે લોન પરના વ્યાજ પર વ્યાજને માફ કરવા મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણીને ફરી ૫,ઓકટોબર ૨૦૨૦ સુધી મોકૂફ રાખવામાં આવતાં અને બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટીની ૨૯,સપ્ટેમ્બર થી ૧,ઓકટોબર ૨૦૨૦ની મળનારી મીટિંગને મોકૂફ રાખવાનો નિર્ણય લેવાતાં નેગેટીવ અસરે આજે બેંકિંગ – ફાઈનાન્સ શેરોમાં વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજારમાં ઊંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો. કોમોડીટી સેક્ટર સંદર્ભે વૈશ્વિક સ્તરે કોરોના મહામારીનો બીજો તબક્કો શરૂ થયાની સંભાવના પાછળ વૈશ્વિક રોકાણકારો અને ફંડો કિંમતી ધાતુઓ સહિતની અન્ય એસેટ્સમાં કરેલું રોકાણ પુન: પાછું ખેંચી ડોલરમાં ખરીદી તરફ વળતા ફરી એકવાર વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ રૂંધાવાની દહેશત ઉભી થવા સહિતના નવા પડકારો ઉભા થવાની ભીતિએ ચાલુ સપ્તાહમાં વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે સોના – ચાંદીમાં બે તરફી અફડાતફડી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૧૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૮% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે આઇટી, ટેક, ઓટો, મેટલ અને બેન્કેક્સ શેરોમાં વ્યાપક વેચાવલી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ભારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૧૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૬૪ અને વધનારની સંખ્યા ૫૮૩ રહી હતી, ૧૬૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૬૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૨૯,સપ્ટેમ્બર થી ૧,ઓકટોબર દરમિયાન મોનીટરી પોલીસી કમિટીની મળનારી મીટિંગ મોકૂફ રહ્યાના અહેવાલે સોમવારે ફંડોની બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આક્રમક લેવાલી રહી હતી જ્યારે મંગળવારે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. આરબીઆઈ ગવર્નરે અગાઉ પણ જણાવ્યું છે કે શેરબજારોમાં તેજી અર્થતંત્રની સ્થિતિ મુજબની નથી. જે સંકેતને ધ્યાનમાં લઈએ તો ગવર્નરના વિધાન મુજબ બજાર આગામી દિવસોમાં ઘટાડા શકયતા નકારી ન શકાય. બીજી ઓકટોબરે ગાંધી જયંતિ નિમિતે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગ કામકાજ બંધ રહેનાર તેથી આ ટૂંકા સપ્તાહમાં ઓગસ્ટ ૨૦૨૦ મહિના માટેના ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉત્પાદનના ૩૦,સપ્ટેમ્બર ૨૦૨૦ના જાહેર થનારા આંક અને સપ્ટેમ્બર ૨૦૨૦ મહિના માટેના માર્કિટ મેન્યુફેકચરીંગ પીએમઆઈના ૧,ઓકટોબર ૨૦૨૦ના જાહેર થનારા આંક અને સપ્ટેમ્બર મહિનાના ઓટોમોબાઈલ કંપનીઓના વાહનોના વેચાણના જાહેર થનારા આંકડા પર બજારની નજર રહેશે. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકામાં પ્રમુખ પદ માટેની આવી રહેલી ચૂંટણીઓના ડેવલપમેન્ટ પર વિશ્વની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૩૦.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૨૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઈન્ટના પ્રથમ અને ૧૧૩૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૨૦૨ પોઈન્ટ થી ૧૧૧૮૮ પોઈન્ટ, ૧૧૧૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૯.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૧૪૫૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૨૧૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૪૦૪ પોઈન્ટ થી ૨૧૩૩૩ પોઈન્ટ, ૨૧૨૭૨ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • HDFC લિ. ( ૧૭૧૭ ) :- હાઉસિંગ ફાઇનાન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૯૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૩૩ થી રૂ.૧૭૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૪૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • મુથુત ફાઈનાન્સ ( ૧૧૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • HCL ટેકનોલોજી ( ૮૧૮ ) :- રૂ.૮૦૩ નો પ્રથમ તેમજ રૂ.૭૮૮ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • ડાબર ઈન્ડિયા ( ૫૦૦ ) :- પર્સનલ પ્રોડક્ટ્સ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૧૩ થી રૂ.૫૨૨ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૮૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • મધરસન સુમી ( ૧૧૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૧૨ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો પાર્ટ્સ એક્વિપમેન્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૨૧ થી રૂ.૧૨૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • TCS લિ. ( ૨૪૮૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૬૬ થી રૂ.૨૪૫૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૨૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • લુપિન લિ. ( ૯૯૯ ) :- રૂ.૧૦૨૨ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૩૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૯૮૪ થી રૂ.૯૭૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૩૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૫૩૬ ) : બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૫૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૫૨૨ થી રૂ.૫૧૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • TVS મોટર ( ૪૭૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૮૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૬૦ થી રૂ.૪૪૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૪૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • હિન્દાલ્કો ઈન્ડ. ( ૧૭૭ ) :- રૂ.૧૮૫ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૯ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૧૭૦ થી રૂ.૧૬૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

બોલો, કોરમ નહી થતા RBIની વ્યાજદરની જાહેરાત મોકૂફ

બેઠક નહી યોજાતા શેરબજારમાં બેંક શેર્સ ગગડ્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રિઝર્વ બેન્કે કોરમના અભાવનું કારણ જણાવી મોનેટરી પોલિસી કમિટીની બેઠક મુલત્વી રાખી દીધી છે. આ બેઠકમાં વ્યાજ દર નીતિ અંગે ચર્ચા થવાની હતી. સરકાર દ્વારા  ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની નિયુક્તિમાં વિલંબ થયો હોવાથી કોરમ થઇ શકે તેમ નથી.
રિઝર્વ બેન્કે જાહેર કર્યું હતું કે તા. 29મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે મળનારી મોનેટરી પોલિસી કમિટીની બેઠક પાછી ઠેલવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. સરકારે 2016નાં વર્ષથી વ્યાજ દર નક્કી કરવાની ભૂમિકા રિઝર્વ બેન્કના ગવર્નર પાસેથી લઇ છ સભ્યોની એમપીસીને આપી દીધી છે. આ પેનલના વડા તરીકે રિઝર્વ બેન્કના ગવર્નર જ હોય છે. તેમાં આરબીઆઇ સિવાયના બાહ્ય સ્વતંત્ર સભ્યોનો પણ સમાવેશ થાય છે.

એક્ટર્નલ સભ્યોની ચાર વર્ષની મુદ્દત ગયા મહિને પૂર્ણ થઇ ચૂકી છે અને સરકારે તેમના સ્થાને નવી નિયુક્તિ નહીં કરતાં એમપીસીની બેઠકનું કોરમ જળવાય તેમ નથી. નિયમ અનુસાર આ બેઠકમાં ઓછામાં ઓછા ચાર સભ્યો હાજર હોવા જોઇએ. તે પૈકીના એક ગવર્નર અથવા તો તેમના ડેપ્યુટી હોવા જોઇએ. બજાર વર્તુળની ધારણા અનુસાર હજુ ફૂગાવો અંકુશમાં નહીં આવ્યો હોવાથી એમપીસીમાં વ્યાજ દરો જાળવી રાખવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા હતી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ