Connect with us

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૧૪.૦૯.૨૦૨૦ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૮૮૫૪.૫૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૯૦૭૩.૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૩૮૫૭૩.૧૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૬.૯૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૭.૯૨ પોઈન્ટના ઘટાડા સાથે ૩૮૭૫૬.૬૩ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૪૬૭.૧૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૫૧૮.૫૫ પોઈન્ટના મથાળેથી સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૧૩૯૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૩.૯૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩.૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧૪૩૩.૯૦ પોઈન્ટ બંધ થયેલ..!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક પોઝિટીવ પરિબળોની સાથે દેશભરમાં ચાલુ વર્ષે અસાધારણ વરસાદથી એક તરફ અતિવૃષ્ટિની ચિંતા સામે અનેક ભાગોમાં સારા વરસાદની કૃષિ-ગ્રામીણ અર્થતંત્ર પર પોઝિટીવ અસર થવાના અંદાજોએ અને દેશમાં સ્ટીમ્યુલસ પેકેજ આગામી દિવસોમાં અપેક્ષિત બનતાં ભારતીય શેરબજારમાં તેજી નોંધાઈ હતી. સેબી દ્વારા ગત સપ્તાહે મલ્ટિકેપ ફંડ્સ માટે નવા નિયમ સાથેનો સરક્યૂલર જાહેર કર્યો તેનાથી મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં મોટા ફેરફારના એંધાણ છે. અનેક ફંડ મેનેજરોએ તેમની સ્કીમમા મોટા ફેરફાર કરવા પડે તેવી સ્થિતિ ઊભી થતાં આગામી દિવસોમાં બજારમાં અફડાતફડી ન મચે તે માટે આ નિયમનો અમલ જાન્યુઆરી ૨૦૨૧થી થવાનો છે. પરંતુ તેમ છતાં બજાર પર આગામી દિવસોમાં જ તેની અસર જોવા મળે તેવી શક્યતા જોવાઈ રહી છે. આજે વૈશ્વિક સંકેતો અને રોકાણકારોના મંદ સેન્ટિમેન્ટના પગલે અંતે ભારતીય શેરબજાર નજીવા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડ્સ માટે સેબીના નવા સરક્યૂલરને કારણે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં ખરીદી જોવા મળતા બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૦૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે બેઝિક મટિરિયલ્સ, સીડીજીએસ, હેલ્થકેર, ઈન્ડસ્ટ્રિયલ્સ, આઈટી, યુટિલિટીઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, રિયલ્ટી અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે એનર્જી, એફએમસીજી, ફાઈનાન્સ, ટેલિકોમ, બેન્કેક્સ, મેટલ અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૩૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૨૬ અને વધનારની સંખ્યા ૧૮૩૨ રહી હતી, ૧૭૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, ગત સપ્તાહે રિલાયન્સના દમ પર ભારતીય શેરબજારમાં પોઝિટિવ મોમેન્ટમ જોવાયું હતું. સેન્સેક્સ સપ્તાહ દરમિયાન ૪૯૭ પોઈન્ટ વધ્યો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૧૫ પોઈન્ટ વધ્યો હતો. કોરોના મહામારીના કાળમાં સતત વધી રહેલા કેસોની સાથે દેશનું અર્થતંત્ર સંકટની સ્થિતિમાં આવી ગયું છે. આર્થિક મોરચે હાલત કફોડી બનવા સાથે હવે ઔદ્યોગિક ઉત્પાદનમાં સતત ઘટાડાએ ઉદ્યોગો-કંપનીઓમાં વધતી જતી બેરોજગારીની સમસ્યા વિકરાળ રૂપ પકડે એવી શકયતાએ સરકારે ફરી રાહતો-પ્રોત્સાહનો માટે નવું જંગી સ્ટીમ્યુલસ પેકેજ આપવાની પણ ફરજ પડવાની પૂરી શકયતા છે. આ માટે જંગી ભંડોળની આવશ્યકતાને જોતાં આગામી દિવસો અર્થતંત્ર અને ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી શકે છે. આગામી દિવસોમાં યુ.એસ.ફેડરલ રિઝર્વની ૧૬,સપ્ટેમ્બર ૨૦૨૦ના પોલીસી મીટિંગ, બેંક ઓફ ઈંગ્લેન્ડ, બેંક ઓફ જાપાનની મીટિંગ, ચાઈનાના ઔદ્યોગિક ઉત્પાદનના ઓગસ્ટના આંક અને અમેરિકાના રીટેલ વેચાણના જાહેર થનારા આંક પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારની નજર રહેશે.

તા.૧૫.૦૯.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૪.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૪૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૧૧૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૪૦૪ પોઈન્ટ થી ૧૧૩૭૩ પોઈન્ટ, ૧૧૩૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૪૭૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

news

તા.૧૪.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૨૧૫૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૨૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૨૫૦૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૨૦૦૮ પોઈન્ટ થી ૨૧૯૭૦ પોઈન્ટ, ૨૧૯૦૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૨૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૩૦૨ ) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૨૩ થી રૂ.૨૩૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • બાટા ઈન્ડિયા ( ૧૩૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૪૭ થી રૂ.૧૩૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • સિપ્લા લિ. ( ૭૨૩ ) :- રૂ.૭૦૭ નો પ્રથમ તેમજ રૂ.૬૯૬ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૩૭ થી રૂ.૭૪૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • એક્સિસ બેન્ક ( ૪૪૦ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૫૩ થી રૂ.૪૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૨૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ICICI બેન્ક ( ૩૬૫ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૫૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૭૩ થી રૂ.૩૭૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • મુથુત ફાઈનાન્સ ( ૧૧૨૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઈનાન્સ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૧૫૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૮ થી રૂ.૧૦૯૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • HDFC બેન્ક ( ૧૦૬૦ ) :- રૂ.૧૦૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૪ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૯૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • ઈન્ફોસિસ ( ૯૭૬ ) : ટેક્નોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૬૩ થી રૂ.૯૫૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( ૭૧૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૨૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૦૩ થી રૂ.૬૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ટાટા સ્ટીલ ( ૪૦૪ ) :- રૂ.૪૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૨૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૯૬ થી રૂ.૩૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

બિઝનેસ

નિફ્ટી ફ્યુચર ૧૧૩૦૩ પોઇન્ટ મહત્વની સપાટી…!!!

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!

તા.૩૦.૦૯.૨૦૨૦ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૩૭૯૭૩.૨૨ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૮૦૬૮.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૭૮૨૮.૧૧ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૮.૨૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૪.૭૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૦૬૭.૭૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૨૩૪.૭૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૧૨૪૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૧૯૫.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯.૮૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૨૪૪.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોનીટરી પોલીસી મીટિંગ(એમપીસી) મોકૂફ રાખવામાં આવ્યાના અહેવાલ અને દેશના અર્થતંત્રની હાલત રોજબરોજ કફોડી બની રહી હોઈ આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી કેન્દ્ર સરકારે જંગી મોટું ઋણ લેવાની ફરજ પડવાની શકયતા સાથે આર્થિક ચિત્ર અત્યંત ખરાબ રજૂ થવાની આશંકાએ આજે ભારતીય શેરબજારમાં શરૂઆતી તબક્કામાં ઓવરબોટ પોઝિશન દરેક ઉછાળે હળવી થતી જોવા મળી હતી. પીએસયુ બેંકોની હાલત ખરાબ હોવાના સંકેતને લઈ બેંકોમાં સરકાર દ્વારા નવી રૂ.૨૦,૦૦૦ કરોડની મૂડી લાવવામાં આવશે એવા પોઝીટીવ અહેવાલોએ પસંદગીના શેરોમાં લેવાલીએ બે-તરફી અફડાતફડી સાથે ભારતીય શેરબજાર આજે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, હેલ્થકેર, ફાઈનાન્સ, સીડીજીએસ, આઈટી, બેન્કેક્સ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે બેઝિક મટિરિયલ્સ, ટેક, ઓટો, યુટિલિટીઝ, રિયલ્ટી, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, મેટલ અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૮૮ અને વધનારની સંખ્યા ૧૨૨૬ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….. મિત્રો, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિની નાણાં નીતિની દ્વિમાસિક સમીક્ષા બેઠક અચાનક રદ કરવાનું જાહેર કરાયું હતું. સરકાર દ્વારા એમપીસીના સભ્યોની નિમણૂંક કરાઈ નથી. આને કારણે જ બેઠક મોકૂફ રાખવાની ફરજ પડી હોવાનું મનાય છે. આ અગાઉ ઓગસ્ટમાં એમપીસીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફત બેઠક કરી હતી.  હવે પછી મળનારી બેઠકમાં એમપીસી દ્વારા વ્યાજ દર યથાવત રખાશે તેવી શકયતા છે. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી વ્યાજ દરમાં કોઈ ફેરબદલ નહીં કરાય. પૂરવઠાના મુદ્દાને કારણે ફુગાવો હાલમાં ઊંચો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટમાં યોજાઈ ગયેલી બેઠકમાં રિઝર્વ બેન્કે વ્યાજ દર યથાવત રાખ્યો હતો. દેશમાં રિટેલ ફુગાવો ૬%ની ઉપર પ્રવર્તી રહ્યો છે જે રિઝર્વ બેન્કના ૨થી ૪%ની વચ્ચે રાખવાના ટાર્ગેટથી ઘણો ઊંચો છે. વર્તમાન વર્ષના ફેબ્રુઆરીથી આરબીઆઈએ રેપો રેટમાં અંદાજીત ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

તા.૦૧.૧૦.૨૦૨૦ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૩૦.૦૯.૨૦૨૦ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૨૫૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૧૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૧૧૩૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૧૨૮૮ પોઈન્ટ થી ૧૧૩૦૩ પોઈન્ટ, ૧૧૧૩૧ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૩૦.૦૯.૨૦૨૦ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૨૧૪૬૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૧૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૨૧૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૧૫૦૫ પોઈન્ટ થી ૨૧૫૭૭ પોઈન્ટ, ૨૧૬૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૧૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

 • કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૨૬૯ ) :- કોટક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૩૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૯૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૦૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
 • ઈન્ફોસિસ લિ. ( ૧૦૦૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૭૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૧૯ થી રૂ.૧૦૨૬ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
 • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૫૨૭ ) :- રૂ.૫૧૩ નો પ્રથમ તેમજ રૂ.૫૦૩ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટર નો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૪૦ થી રૂ.૫૪૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
 • સન ફાર્મા ( ૫૦૩ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૧૪ થી રૂ.૫૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૪૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • RBL બેન્ક ( ૧૬૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૬૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૭૩ થી રૂ.૧૭૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
 • TCS લિ. ( ૨૪૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક રૂ.૨૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૪૬૦ થી રૂ.૨૪૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૨૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ACC લિ. ( ૧૩૯૮ ) :- રૂ.૧૪૧૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક…!! તબક્કાવાર રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૨૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
 • ટેક મહિન્દ્ર ( ૭૯૩ ) : ટેક્નોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૮૩ થી રૂ.૭૭૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
 • ટાટા સ્ટીલ ( ૩૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૩૫૩ થી રૂ.૩૪૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૩૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
 • ICICI બેન્ક ( ૩૫૪ ) :- રૂ.૩૬૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૩૪૭ થી રૂ.૩૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

વધુ વાંચો

બિઝનેસ

કુદરતી ગેસના ભાવમાં વિક્રમી ઘટાડો : ONGC ખોટનાં ખાડામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેશમાં કુદરતી ગેસના ભાવોમાં વિક્રમી ઘટાડો નોંધાયો છે. કુદરતી ગેસ આટલો સસ્તો કયારેય ન હતો.
બુધવારે સરકારે કુદરતી ગેસના ભાવમાં 25%નો જબરો ઘટાડો કર્યો છે. આ ગેસ વિજળીના ઉત્પાદનમાં, ખાતરના નિર્માણમાં તથા વાહનો માટેના સી.એન.જીના પ્રોડકશનમાં મહત્વની જણસ છે. કેન્દ્રના ઓઇલ મંત્રાલયના પેટ્રોલીયમ પ્લાનીગ એન્ડ એનાલીસીસ સેલના હુકમથી આ ઘટાડો કરવામાં આવ્યો છે. પાછલાં એક વર્ષમાં આ ત્રીજો ઘટાડો છે. ગેસના ભાવોનું નિર્ધારણ દર 6 મહિને કરવામાં આવે છે. પહેલી એપ્રિલે તથા પહેલી ઓકટોબરે નવા ભાવો જાહેર કરવામાં આવે છે. અમેરિકા, રશિયા અને કેનેડા જેવા દેશો કુદરતી ગેસના ક્ષેત્રમાં સરપ્લસ છે. એટલે કે આ દેશો પાસે કુદરતી ગેસનો વિશાળ જથ્થો છે.
કુદરતી ગેસના ભાવમાં વિક્રમી ઘટાડો થતા દેશની સૌથી મોટી ઓઇલ અને ગેસ ઉત્પાદન કંપની ONGC ની ખોટમાં તોતીંગ વધારો નોધાશે. 2017-18માં ONGC ની ગેસના વેપારમાં ખોટનો આંકડો રૂપિયા 4272 કરોડ હતો. 2020-21માં આ ખોટનો આંકડો રૂપિયા 6000 કરોડ થવાની સંભાવના છે. 2014ના નવેમ્બરમાં કેન્દ્ર સરકારે નવી ગેસ ભાવનિર્ધારણ ફોર્મ્યૂલા અમલમાં મૂકી છે. આ ભાવ નિર્ધારણ પધ્ધતિ ગેસનો વિશાળ જથ્થો ધરાવતા અમેરિકા, રશિયા અને કેનેડા જેવાં દેશોની પધ્ધતિ પ્રમાણે ગોઠવવામાં આવી છે.

વધુ વાંચો

બિઝનેસ

દર કલાકે 90 કરોડ કમાય છે મુકેશ અંબાણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મુકેશ અંબાણી છેલ્લા 6 મહિનાથી દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એ પણ એવા સમયે કે જ્યારે કોરોનાને કારણે આર્થિક પ્રવૃત્તિ ઠપ્પ થઈ રહી છે. આ માહિતી હુરુન ઇન્ડિયા અને આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડે તેમના અહેવાલમાં જણાવી છે. આજે આઇઆઇએફએલ વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2020ની નવમી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. 31 ઓગસ્ટ 2020 સુધીમાં 1000 કરોડ રૂપિયા કે તેથી વધુની સંપત્તિ ધરાવતા ભારતના શ્રીમંત લોકો આ યાદીમાં સામેલ છે.

આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 9મા વર્ષે ટોપ પર છે. રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની કુલ આવક 6,58,400 કરોડ રૂપિયા છે. છેલ્લા 12 મહિનામાં તેમની કુલ સંપત્તિ 73% વધી છે. 2020 આવૃત્તિમાં 828 ભારતીયો સામેલ છે.

રિપોર્ટ અનુસાર, 63 વર્ષના અંબાણીએ માર્ચથી ઓગસ્ટ દરમિયાન લોકડાઉન દરમિયાન દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલમાં અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ