Connect with us

ગુજરાત

ગુજરાતમાં આવી રહી છે નવી IT પોલિસી

શકયતા એવી છે કે, ડિસેમ્બરમાં જાહેરાત થશે : હૈયાત પોલિસીના મોટાં ભાગના ફીચર્સ યથાવત્ રાખી નવી પોલિસીમાં કેટલાંક ફીચર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત રાજય આઇટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધવા માટે મોટો કૂદકો લગાવવા તૈયારીઓ કરી ચૂકી છે. રાજયની નવી આઇટી પોલિસી સંભવત આગામી મહિને ડિસેમ્બરમાં આવી જવાની શકયતા જાહેર થઇ છે. રાજયના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ દ્વારા આ સંકેત આપવામાં આવ્યો છે.

IT policyગુજરાતની આઇટી પોલિસી સાથે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડર (પક્ષકારો) સાથેની સરકારની મંત્રણાઓ પૂર્ણ થઇ ચૂકયા બાદ સરકારે નવી પોલિસી માટેનો મુસદ્ો ઘડી લીધો છે. જૂની પોલિસીના મોટાભાગના ફિચર્સ નવી પોલિસીમાં પણ સામેલ કરવામાં આવ્યા છે અને સાથે-સાથે પોલિસીને વધુ અસરકારક અને ઉપયોગી તેમજ વ્યાપક બનાવવા માટે જૂની પોલિસીમાં કેટલાક નવા ફિચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નવી પોલિસી જૂનીના પ્રમાણમાં થોડી વધુ ફલેકસિબલ હોવાનું અત્યારે સમજાઇ રહયું છે. આ ઉપરાંત પોલિસીની સાથે-સાથે આ પોલિસી સાથે સંકળાયેલા કર્મચારીઓની નોકરીઓ બાબતે પણ નવા નિર્ણયો જાહેર થશે. સરકારને એવી આશા છે કે, આ નવી પોલિસીના કારણે રાજયમાં આઇટી ક્ષેત્રે નવું અને મોટું રોકાણ આવશે. તેમજ રાજયમાં રોજગારીમાં નોંધપાત્ર વધારો પણ થશે.

ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી હરિત શુકલાએ એવું જણાવ્યું છે કે, આઇટી ટેકનોલોજી સાથે સંકળાયેલા રાજયના તથા દેશના સંબંધીત અને મહત્વના પક્ષકારો સાથે મંત્રણાઓ પૂર્ણ થઇ ગઇ છે. આ મંત્રણાઓમાં ઘણી કંપનીઓને સ્ટાર્ટઅપ સાહસોને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દેશના અન્ય રાજયોની આઇટી પોલિસીનો પણ સરકારે અભ્યાસ કર્યો છે. દેશમાં સૌથી સારી આઇટી પોલિસી દાખલ કરવા માટે સરકારે જુની પોલિસીમાં ઘણા નવા ફેરફારો કર્યા હોવાનું શુકલા જણાવે છે. આ પોલિસી ફલેકસિબલ હશે અને આ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પોલિસીમાં મહત્વના મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજયમાં આ ક્ષેત્રમાં પુષ્કળ રોકાણ આવે અને રોજગારીનું નોંધપાત્ર પ્રમાણમાં સર્જન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ વર્ષના અંતમાં એટલે કે, ડિસેમ્બરમાં આ પોલિસીની જાહેરાત કરી આગામી નાણાંકિય વર્ષના એપ્રિલ માસથી પોલિસીનો અમલ કરવા માટે રાજય સરકાર તૈયારીઓ કરી રહી હોવાનું શુકલાએ જણાવ્યું છે.

ગુજરાત

મેયર-કમિશનર સાથે મળીને ભ્રષ્ટાચાર આચરે છે

ગાંધીનગર કોંગ્રેસ દ્વારા શહેરી વિકાસ મંત્રાલયને રજૂઆત થઇ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

મેયર અને કમિશનર ભેગા મળીને ગાંધીનગર મનપામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપોને વધુ ધારદાર બનાવતાં કોંગ્રેસે કોર્પોરેશનનું વિસર્જન કરવા માગણી કરી છે. વર્તમાન મેયર રીટાબેન પટેલની વરણીને બહાલી આપતી સામાન્ય સભાની બેઠક, સ્થાયી સમિતીના વિરોધ વચ્ચે બસ સ્ટેન્ડની કામગીરીનો પ્રારંભ અને મેયરની ભાગીદારીવાળા બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ સહિતના મુદ્દે આક્રમક વલણ યથાવત રાખતાં કોંગ્રેસે શહેરી વિકાસ વિભાગને પત્ર પાઠવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મનપામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોવાથી કોર્પોરેશનનું વિસર્જન કરવું જોઈએ.
કોંગ્રેસના કાઉન્સિલર પિન્કીબેન પટેલે શહેરી વિકાસ વિભાગના સચિવને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ગાંધીનગર મનપામાં મેયર અને કમિશનર બંને પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. જીપીએમસી એક્ટનો ભંગ કરીને તેઓ કોઈપણ જાતના ડર વગર ભ્રષ્ટાચાર આચરે છે અને સ્થાયી સમિતીએ નામંજૂર કરેલા કામને મંજૂરી આપે છે. 5-11-2018ના રોજ સામાન્ય સભાનું રીઝલ્ટ ડીકલેર કર્યા વગર જ કમિશનરે હાઈકોર્ટના ઓર્ડરનું પાલન કરવાના નામે મેયરને ઘોષિત કર્યા હતા, જે ગેરકાયદે છે.
પિન્કીબેને બીજા મુદ્દા અંગે લખ્યું છે કે, મેયરનું પોતાનું બિલ્ડિંગ સે-11માં આવેલું છે, વારંવાર રજૂઆત કરવા છતાં તેની કોઈપણ પ્રકારની માહિતી અપાતી નથી. જો કે વિકાસ પરવાનગી રદ થવા છતાં કમિશનરની રહેમ નજર હેઠળ બિલ્ડિંગનું કામ પૂરું થયું છે. જી+7ની જગ્યાએ જી+11નું બાંધકમ ગેરકાયદે છે, પરંતુ તેને રોકવા કોઈપણ નોટિસ અપાઈ નથી. આ બાબત પણ જીપીએમસી એક્ટનો ભંગ કરે છે. સિટી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી સ્થાયી સમિતીએ રદ કરી છે. એટલું જ નહીં, ચેરમેન તથા 9 સભ્યોએ ત્રણથી વધુ વખત આ બાબતે લેખિતમાં જાણ કરી હોવા છતાં જીપીએમસી એક્ટનું મનસ્વી અર્થઘટન થાય છે. સ્થાયી સમિતીએ નામંજૂર કરેલા કામને મેયર મંજૂરી આપે છે અ કમિશનર તેનું ટેન્ડર કરી મંજૂરી આપે છે.આમ, કરવાના તેમના પાવર નથી. જેથી જીપીએમસી એક્ટની કલમ 452 મુજબ રાજ્ય સરકારે તેનું વિસર્જન કરવું જોઈએ. આ બાબતે ઝડપથી તપાસ કરી નિર્ણય લેવા બાબતે શહેરી વિકાસ વિભાગના સચિવને પુરાવા સાથે રજૂઆત કરાઈ છે.

વધુ વાંચો

ગુજરાત

હાઇ-વે પરના ઢાબાનો મેનેજર પેટ્રોલ ચોરીમાં ઝડપાયો!

વલસાડ હાઇ-વે પરના પ્રખ્યાત રાજપૂરોહિત ઢાબામાં કાવતરું ઘડાતું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સુરતના હજીરાથી દમણ પંપ ઉપર પેટ્રોલની ડિલિવરી આપવા જતાં એક ટેન્કરને વલસાડ સરોણ હાઇવે પર ઉભું રાખી આચરાતું પેટ્રોલ ચોરીનું કૌભાંડ રૂરલ પોલિસે ઝડપી પાડ્યું હતું.આ ટેન્કરને હાઇવે પર આવેલા રાજપુરોહિત ઢાબાના કમ્પાઉન્ડમાં ઉભું રાખી પેટ્રોલ ચોરી કરતાં 4 જણાને દબોચી લેવાયા હતા.પોલિસે ટેન્કરના ડ્રાઇવર,ક્લીનર,ઢાબાના મેનેજર અને એક અન્ય ઇસમને ઝડપી ચોરીના 20 લિટર પેટ્રોલ,મોબાઇલ સહિત કુલ રૂ.13,300નો મુ્દ્દામાલ કબજે કર્યો હતો.આ સાથે આરોપીઓના કોવિડ ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી.
વલસાડ તાલુકાના સરોણગામની સીમમાં હાઇવે ઉપર રાજપૂરોહિત ઢાબાના કમ્પાઉન્ડમાં પેટ્રોલ ભરેલા ટેન્કરમાંથી પેટ્રોલ ચોરીની માહિતી મળતાં સાંજે 6.30 વાગ્યાના સુમારે રૂરલ પોલિસ મથકના એએસઆઇ નરેશ ભગુભાઇ,હેડ કોન્સ્ટેબલ વિપુલ કરસનભાઇ સાથે જીપ લઇ સરોણ પાસે સુરતથી મુંબઇ જતા રોડની બાજૂમાં આવેલા રાજપુરોહિત ઢાબા પર પહોંચતા ભૂરા અને સફેદ કલરનું એક ટેન્કર ઢાબાના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલું જોવા મળ્યું હતું. ટેન્કરના આગળના ભાગે 4 ઇસમ નજરે પડ્યા હતા.ટેન્કરના ઉપરના ભાગે ઢાંકણ ઉંચું કરી અંદર પાઇપ લગાવી પેટ્રોલ કાઢી રહ્યા હતા.પોલિસે તાત્કાલિક દોડીને આ ઇસમોને ઝબ્બે કરી પંચના માણસો રૂબરૂ પૂછપરછ શરૂ કરી હતી.
જેમાં ડુંગરી નવીનગરી હિરાલાલ પટેલના મકાનમાં રહેતા મૂળ ભીલવાડા, ઘેલેવા પોસ્ટ, રાજસ્થાનના રહીશ અને ઢાબામા કામ કરતાં નારાયણ શંકરલાલ ઉપાધ્યાય શર્મા, રાજપુરોહિત હોટલના મેનેજર પુખરાજ સાવળાજી રાજપુરોહિત,ઉધનામાં રહેતા અને મૂળ જોનપુર, યુપીના રાકેશ શ્યામરાવ યાદવ, ક્લીનરઅને સંતોષ દેવનારાયણ પાલ ડ્રાઇવરને પોલિસ તાબામાં લેવામાં આવ્યા છે.કોવિડ-19ના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.ો
તેમની અટક બાદ રૂરલ પોલિસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જિલ્લાના છેવાડાની ભીલાડ-મહારાષ્ટ્ર બોર્ડર ઉપર પણ ઘણા સમયથી ઓઇલ ચોરીનું રેકેટ ચાલતુ હોવાની વાત નવી નથી. અહીં પણ પોલીસે વોચ ગોઠવવી જોઇએ.આરોપીઓ પાસેથી 4 મોબાઇલ, પાઇપ, ગરણી, ટોમી કબજે : રૂરલ પોલિસે ચારે આરોપીઓ પાસેથી 4 મોબાઇલ, પ્લાસ્ટિકનો પાઇપ, ગરણી, કેરબા, 20 લિટર પેટ્રોલ અને લોખંડની ટોમી કબજે લીધી હતી.
આ કૌભાંડમાં પકડાયેલા ઉધનાના રહીશ સંતોષ પાલની પૂછપરછમાં પોલિસને જણાવ્યા મુજબ સુરત હજીરાના ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.થી પેટ્રોલ અને ડીઝલ ટેન્કરમાં ભરી ઓર્ડર મુજબ પેટ્રોલ પંપ સુધી ડિલિવરી કરે છે.ટેન્કર ડ્રાઇવર અને ક્લીનર રાજરપુરોહિત રાજસ્થાની ઢાબાના મેનેજર પુખરાજ સાવળાજી રાજપુરોહિત તથા તેમા કામ કરતાં નારાયણ શંકરલાલ ઉપાધ્યાયના સંપર્કમાં હતા.
આરોપી સંતોષ પાલે પોલિસ પુછપરછમાં જણાવ્યું કે, ઢાબાના મેનેજર પુખરાજ રાજપુરોહિત અને કર્મચારી નારાયણ ઉપાધ્યાય પાસેથી ટેન્કરમાંથી પેટ્રોલ કાઢવા લોખંડની ટોમી લીધી હતી.આ ટોમી વડે ટેન્કરના ઉપલા ઢાંકણને બળથી ઉંચું કરી તેમાં પ્લાસ્ટિકનો પાઇપ નાંખી પેટ્રોલ કાઢી કેરબામાં ભરી ઢાબા મેનેજર પુખરાજને એક કેરબામાં 20 લિટર કાઢી આપતા જેના રૂ.1 હજાર આપતા હતા.

વધુ વાંચો

ગુજરાત

ગુજરાતના કયા જિલ્લામાં 18 કરોડની ડાંગર અને 3 કરોડની બાજરીની ખરીદી થઇ?

ગુજરાતના કયા જિલ્લામાં 18 કરોડની ડાંગર અને 3 કરોડની બાજરીની ખરીદી થઇ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આણંદ જિલ્લામાં 16 ઓક્ટોબર 2020થી ટેકાના ભાવે ડાંગર અને બાજરીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ડાંગરની ખરીદી કુલ 7 કેન્દ્રો આણંદ ઉમરેઠ, બોરસદ, આંકલાવ, પેટલાદ, ખંભાત અને તારાપુર થાય તથા બાજરી ખરીદી કુલ પાંચ કેન્દ્ર આણંદ, બોરસદ, પેટલાદ, ખંભાત અને તારાપુર ખાતે થાય છે. અત્યાર સુધી કુલ 2893 ખેડૂતો પાસેથી 10471 મેટ્રિક ટન ડાંગર તથા 640 ખેડૂતો પાસેથી 1432 મેટ્રિક ટન બાજરીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. ડાંગરની ખરીદીમાં રૂા. 18.11 કરોડનું તથા બાજરીની ખરીદીમાં રૂા. 2.94 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું છે.
ડાંગર માટે પ્રતિ મેટ્રિક ટન રૂ.1868 તથા બાજરી માટે પ્રતિ મેટ્રિક રૂ. 2150 ભાવ નક્કી થયેલ છે. ડાંગર માટે હેકટર દીઠ 2380 કિ.ગ્રા. તથા બાજરી માટે 1781 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર ની મર્યાદામાં ખેડૂતો પાસે જથ્થો ખરીદી કરવાનું નક્કી થયેલ છે જે અંતર્ગત ખેડૂતો દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે રજીસ્ટ્રેશન થયેલ ખેડૂતોને મેસેજથી જાણ કરી ક્રમ અનુસાર ખરીદી કરવામાં આવે છે આણંદ જિલ્લામાં ડાંગરની ખરીદી માટે કુલ 4183 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે તથા બાજરીની ખરીદી માટે 905 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.
આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા મેનેજર (ગ્રેડ-1) ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણીયા એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નક્કીથયા મુજબ આણંદ જિલ્લાના કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગર અને બાજરીની ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે તથા ખેડૂતોને ડિજિટલ પેમેન્ટ ના માધ્યમથી તેઓના બેંક ખાતામાં સીધું જ પેમેન્ટ કરવા આવે છે જે અંતર્ગત ડાંગરની ખરીદીમાં રૂા. 18.11 કરોડનું તથા બાજરીની ખરીદીમાં રૂા. 2.94 કરોડ મળી કુલ રૂા. 21 કરોડનું ચુકવણું ખેડૂતોના ખાતામાં ડિજિટલ પેમેન્ટના માધ્યમથી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા પોષણ ક્ષમ ભાવો નક્કી થતાં ચાલુ વર્ષે કોરોના કાળ માં ખેડૂતો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ડાંગર અને બાજરીનું સરકારી કેન્દ્ર પર વેચાણ કરવામાં આવેલ છેવર્ષ 2019-20માં 1371 મેટ્રીક ટન ડાંગરની ખરીદી થઇ હતી જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધી 10471 મેટ્રીક ટન ડાંગરની ખરીદી થઇ ચુકી છે. જે ગત વર્ષની સરખામણીમાં આઠ ગણી વધુ છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરની ખરીદીની મુદત તા.31-12-2020 સુધી હતી જે ખેડૂતોની સંખ્યા અને ખરીદીને ધ્યાનમાં રાખી તા.31-01-2021 સુધી લંબાવવામાં આવેલ છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ