Connect with us

મનોરંજન

‘તારક મહેતા…’ માં આવી રહી છે નવી હોટ અંજલિ ભાભી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા લોકડાઉન પછી શરૂ તો થયું છે, પણ લગાતાર તેના માટે ખુબ ખરાબ સમાચાર આવતા રહ્યા છે. ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. ફેન્સ પણ હવે પહેલાં જેટલા ખુશ નથી. હવે ખબર આવી છે કે અંજલિ ભાભીના શો છોડ્યા બાદ નવી અંજલિ ભાભી તરીકે એક અભિનેત્રીને પસંદ કરવામાં આવી છે અને હવે તે આ રોલ અદા કરવા જઈ રહી છે.

ન્યૂઝ રિપોર્ટના અહેવાલ પ્રમાણે ટીવી અભિનેત્રી સુનૈના ફોજદાર હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ ભાભીને રિપ્લેસ કરવાની છે. ખબર તો એવી પણ આવી રહી હતી કે, રવિવારે જ શોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. છેલ્લા 12 વર્ષથી લોકો અંજલિ તરીકે અભિનેત્રી નેહાને જ જોતા હતા, હવે આ રીતે તેનું શોને અલવિદા કહેવું એ પણ ફેન્સ માટે ચકિત કરનારુ હતું. સોશિયલ મીડિયા પર પણ ફેન્સ હવે શો પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં દેખાઈ રહ્યા છે.

જો કે, નવી અંજલિ ભાભી તરીકે સુનૈનાની જાણકારી કોઈ ઓફિશિયલ શો મેકર્સ તરફથી હજુ સુધી આવી નથી. સુનૈનાની વાત કરીએ તો એ પણ એક જાણીતી અભિનેત્રી છે. સીરિયલમાં તેણે ખુબ સરસ રોલ કરેલા છે. હવે જોવાનું એ રહ્યું કે સુનૈના અંજલિના રોલમાં કેટલી ફિટ બેસે છે અને દર્શકોને શોને કેટલો રિસપોન્સ આપે છે. સુનૈના અવાર-નવાર સોશિયલ મીડિયા પર તેના હોટ ફોટોઝ પણ શેર કરતી રહે છે.

મનોરંજન

દીપિકા, સારા, શ્રદ્ધાને NCBનું સમન્સ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે ડ્રગ્સ એંગલ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. NCBના રડાર પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ ટીવી સ્ટાર્સ પણ છે. NCB એ 23 સપ્ટેમ્બરના રોજ અનેક બોલિવૂડ સેલેબ્સ તથા ટીવી સેલેબ્સને સમન્સ પાઠવ્યા છે, જેમાં સારા અલી ખાન તથા દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકરને સમન પાઠવવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસમાં આ તમામ એક્ટ્રેસની પૂછપરછ કરવામાં આવશે. માનવામાં આવે છે કે દીપિકા પાદુકોણની 24 સપ્ટેમ્બરના રોજ NCB પૂછપરછ કરશે. દીપિકા પાદુકોણ હાલમાં ગોવામાં શકુન બત્રાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે તો સારા અલી ખાન પણ હાલમાં ગોવામાં જ છે. અહીંયા તેની માતા અમૃતા સિંહનું ઘર છે અને તે માતા સાથે અહીંયા સમય પસાર કરી રહી છે.

આ કડીમાં હવે ટીવી એક્ટર અબીગેલ તથા સનમ જોહરના ઘરે NCBએ દરોડા પાડ્યા હતા અને બંનેને NCBની ઓફિસ બોલાવવામાં આવ્યા હતા. આ બંને રિયાલિટી શો ‘નચ બલિયે’માં જોવા મળ્યા હતા.

NCBએ દીપિકા પાદુકોણની ટેલેન્ટ મેનેજર કરિશ્મા પ્રકાશને સમન પાઠવ્યું હતું. જોકે, તેની તબિયત ખરાબ હોવાથી તેણે 25 સપ્ટેમ્બર પછી આવવાની વાત કરી હતી. કરિશ્મા તથા જયા સાહા એક જ ટેલેન્ટ કંપનીમાં કામ કરે છે.

NCBને અબીગેલ તથા સનમ વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા છે. આજે સવારે NCBની એક ટીમે બંનેના ઘરે દરોડા પાડ્યા હતા. કલાકો સુધી ચાલેલી આ રેડમાં NCBના હાથમાં શું પુરાવા મળ્યા તે સામે આવ્યું નથી. જોકે, આ બંને NCBની ઓફિસની બહાર જોવા મળ્યા હતા. આ વાત જ સંકેત આપે છે કે તેઓ ડ્રગ્સ વિવાદમાં ફસાયા છે અને તેમને અનેક સવાલ-જવાબ કરવામાં આવશે.

સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ બોલિવૂડની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાલમાં જ શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, દિયા મિર્ઝા, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન, નમ્રતા શિરોડકર, મધુ મન્ટેનાના નામ સામે આવ્યા છે. મધુ મન્ટેનાની NCBએ પૂછપરછ કરી છે. તો બીજી બાજુ શ્રદ્ધા તથા દીપિકા વિરુદ્ધ NCBને નક્કર પુરાવા મળ્યા છે. NCB પોતાની તપાસ માત્ર સુશાંત કેસ પૂરતી સીમિત રાખવા માગતી નથી.

દીપિકાની વાત કરીએ તો મેનેજર કરિશ્મા તથા તેની વચ્ચેની ચેટ સામે આવી છે. આ ચેટમાં દીપિકાએ કરિશ્મા પાસે ગાંજો મંગાવ્યો હતો. આ ચેટ 2017ની છે. NCB દીપિકાને સમન પાઠવ્યું છે અને તેની પૂછપરછ કરવામાં આવશે.

વધુ વાંચો

મનોરંજન

બોલીવુડની અડધો ડઝન અભિનેત્રીઓ નસેડી…

જાણો કઇ-કઇ અભિનેત્રીઓ આવી એનસીબીના રડાર પર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સુશાંત સિંહ રાજપુત કેસમાં ડ્રગ્સ એન્ગલમાં અત્યાર સુધી બોલિવુડની ઘણી અભિનેત્રીઓનાં નામ બહાર આવ્યા છે, આ દરમિયાન સમાચાર એ છે કે દીયા મિર્ઝા પણ એનસીબીનાં રડાર પર છે, તેને પુછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.

સુશાંત સિંહ રાજપુત કેસમાં ડ્રગ્સ કનેક્સનની તપાસ દરમિયાન એનસીબીને 40 વર્ષની એક અભિનેત્રી અંગે પણ જાણવા મળ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાન, દિપિકા પાદુકોણ, શ્રધ્ધા કપુર અને નમ્રતા શિરોડકર બાદ હવે દીયાનું નામ પણ બહાર આવ્યું છે, એનસીબી તેને પુછપરછ માટે બોલાવશે.

એનસીબી સુત્રોનાં જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા ડ્રગ્સ પેડલર્સ અનુજ કેશવાની અને અંકુશ સાથે પુછપરછ બાદ આ અભિનેત્રીનાં નામનો ખુલાસો થયો, દીયાની મેનેજર ડ્રગ્સની ખેપ તેનાં સુધી પહોંચાડતી હતી.

વધુ વાંચો

મનોરંજન

બિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી

બિગ બોસ’ હાઉસ ની કેટલીક તસવીરો સામે આવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગેમ રિયાલિટી શો ‘બિગ બોસ 14’નું ગ્રાન્ડ પ્રીમિયર 3 ઓક્ટોબરના રોજ થશે. તમામ સ્પર્ધકોને ક્વૉરન્ટીન કરવામાં આવશે. આ દરમિયાન બિગ બોસ ઘરની કેટલીક તસવીરો સામે આવી છે. આ વખતે મુંબઈ ફિલ્મસિટીમાં ‘બિગ બોસ’નો સેટ બનાવવામાં આવ્યો છે.આ વખતે પણ ‘બિગ બોસ’ના ઘરને આર્ટ ડિરેક્ટર ઓમંગ કુમારે ડિઝાઈન કર્યું છે. ઘરને આલિશાન બનાવવા માટે એન્ટિક ડિઝાઈન પસંદ કરવામાં આવી છે. શનિ-રવિવારના એપિસોડમાં ઘરના તમામ સભ્યો સાથે બેસે છે, તે લિવિંગ એરિયામાં આ વખતે સિલ્વર રંગના સોફા મૂકવામાં આવ્યા છે. સોફા પર મલ્ટીકલર કુશન મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત સફેદ તથા ગ્રે રંગના સેન્ટર ટેબલ છે અને તેના પર છોડ પણ છે.

‘બિગ બોસ’ના ઘરના બેડરૂમને આ વખતે એકદમ રંગીન બનાવવામાં આવ્યા છે. પલંગને ગુલાબી તથા ઓરેન્જ રંગના કોમ્બિનેશન સાથે રાખવામાં આવ્યા છે. વચ્ચે બેસવા માટે મલ્ટીકલર સોફા રાખવામાં આવ્યા છે. બેડરૂમનો ગેટ દર વખતની જેમ પારદર્શક છે. ઘરના કેપ્ટન માટે અલગ બેડ છે.

ઘરમાં એન્ટ્રી થતાં દરવાજાઘરમાં એન્ટ્રી થતાં દરવાજા ને લાઈટિંગ ઈફેક્ટવાળો બનાવવામાં આવ્યો છે. બ્લેક, ગોલ્ડન, પર્પલ કલર કોમ્બિનેશનમાં એન્ટ્રેસને ‘બિગ બોસ’ના લોગો (આંખ)ની જેમ ડિઝાઈન કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ