Connect with us

રાષ્ટ્રીય

કોરોના ટેસ્ટીંગ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઇડલાઇન

સ્વાસ્થ સબંધી ઇમરજન્સીમાં કોરોના ટેસ્ટ ન થવા છતા સારવાર મળશે : સેમ્પલ આપવું ફરજીયાત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના સંક્રમણના નવા કેસાના મુદ્દે રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે, એવામાં કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયે ટેસ્ટિંગ મુદ્દે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. દેશમાં હવે પહેલીવાર ઓન ડિમાન્ડ ટેસ્ટિંગ સેવા આપવામાં આવશે. સાથે સાથે કોઇપણ પ્રકારની સ્વાસ્થ સંબંધી ઇમરજન્સીમાં કોરોના ટેસ્ટિંગ ન થવા પર લોકોને સારવાર મળશે, પરંતુ આ માટે સેમ્પલ ફરજીયાત આપવાનું રહેશે.

કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયે વર્તમાન ટેસ્ટિંગ સેવાને ધ્યાનમાં રાખીને આ નવી ગાઇડલાઇન જાહેર કરી છે. અત્યાર સુધી દેશમાં 4 કરોડ 77 લાખથી વધારે કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. દેશમાં કુલ 1647 કોરોના ટેસ્ટિંગ લેબ કાર્યરત છે.

-નવી ગાઇડલાઇન મુજબ કન્ટેનમેન્ટ ઝોનના તમામ સ્વાસ્થ કર્મચારીઓ અને ફ્રન્ટ લાઇન કામ કરી રહેલા વોરિયર્સને સુવિધાઓ. આ પ્રકારના ઝોનમાં શંકાસ્પદ વ્યક્તિનું ટેસ્ટિંગ.
-કોરોના સંક્રમણના લક્ષણો ન ધરાવતા લોકો, જેઓ સંક્રમિતોની સંપર્કમાં આવ્યા હોય એવા લોકોના ટેસ્ટિંગને પ્રાધાન્ય અપાશે. ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિને આવરી લેવાશે.
-કન્ટેનમેન્ટ ઝોનના વરિષ્ઠ નાગરિકોને પ્રાધાન્ય મળશે.
-14 દિવસમાં વિદેશથી આવેલાનું ટેસ્ટિંગ ફરજીયાત
-હોસ્પિટલ પહોંચેલા કોઇપણ દર્દીનો સેરી ટેસ્ટ ફરજીયાત
-તમામ ગર્ભવતી મહિલાઓનું કોરોના ટેસ્ટિંગ ફરજીયાત થશે, જે પ્રસૂતિ માટે હોસ્પિટલ પહોંચી છે. કોરોના ટેસ્ટિંગની સુવિધા ન હોવા છતા ગર્ભવતી મહિલાની સારવાર ન રોકવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.
-કોરન્ટાઇનમાં રહેલી વ્યક્તિની 14 દિવસ પછી ટેસ્ટિંગ ફરજીયાત

રાષ્ટ્રીય

વિવાદ : બંગાળ ભાજપનાં આ નેતા બોલ્યા, ‘હું કોરોનાગ્રસ્ત થઇશ તો પહેલા મમતાને ભેટીશ’

જાણો ભાજપનાં કયા નેતા ભૂલ્યા ભાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા બોલવામાં ભાન ભૂલ્યા હોય તેમ લાગે છે. પક્ષમાં નેશનલ સેક્રેટરી તરીકે હવાલો સંભાળ્યાના એક દિવસ બાદ અનુપમ હઝારાએ કહ્યું છે કે જો હું કોરોનાગ્રસ્ત થવું તો મુખ્યમંત્રી મમતા બેનરજીને ભેટીશ. તેમના આ નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે.

સાઉથ ૨૪ પરગણા જિલ્લાના બરુઇપુરમાં મીડિયા સાથેની ચર્ચામાં તેમણે આવી ટિપ્પણી કરી હતી. આ મીટિંગમાં હઝારા અને ભાજપના સંખ્યાબંધ કાર્યકરોએ માસ્ક પહેર્યા નહતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ પાલન કર્યું ન હતું. હઝારા અને કાર્યકરોએ માસ્ક કેમ પહેર્યું નથી તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘અમારા કાર્યકરો કોરોનાથી મોટા દુશ્મન સામે લડી રહ્યા છે. તેઓ મમતા બેનરજી સામે લડી રહ્યા છે. આથી તેમને કોરોનાની અસર થતી નથી. તેઓ કોઇનાથી ડરતા નથી. જો હું ચેપગ્રસ્ત બનું તો હું મમતા બેનરજીને ભેટીશ. તેઓ આ બીમારીના પીડિત સાથે બેરહમીથી વર્તે છે. કેરોસીનથી તેમના શરીરને બાળી નાખવામાં આવે છે. અમે મરેલા શ્વાનો કે બિલાડીઓ સાથે પણ આવું નથી કરતા.’

હાઝરાની આવી ટિપ્પણીના જવાબમાં તૃણમૂલના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે ‘માત્ર પાગલ અને અપરિપક્વ લોકો જ આવું નિવેદન કરતા હોય છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

દેશમાં 50 લાખથી વધુ દરદીઓએ કોરોનાને હરાવ્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ પૂર ઝડપે ફેલાઈ રહ્યું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં ભારત દેશ બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાન પર પહોંચી ગયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન 82170 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા 6074702 સુધી પહોંચી ગઈ છે.

દેશમાં છેલ્લા થોડા દિવસથી સતત કોરોના વાયરસના સંક્રમણમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા નવા નોંધાતા સંક્રમિતોના કેસો કરતા વધારે નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 74893 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 5016520 સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો 962640 સુધી પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1039 લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને 95542 સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ 82.58 ટકા સુધી પહોંચ્યો છે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

આજે જાહેર થઇ શકે છે અનલોક 5.0

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના મહામારીના કારણે લોકડાઉનને અલગ અલગ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. અનલોક 4 સુધીમાં સરકારે અનેક છૂટ આપી છે. આ સાથે આજે Unlock 5.0માં 31 ઓક્ટોબર સુધીની નવી ગાઈડલાઈન્સની જાહેરાત થઈ શકે છે. ભારતમાં તહેવારોની સીઝન શરૂ થનારી છે ત્યારે સરકાર કઈ બાબતોમાં છૂટ આપશે તે મહત્વનું છે.

સાર્વજનિક સ્થાન જેવા કે મોલ, સલૂન, રેસ્ટોરન્ટ, જિમ વગેરે પાબંદી સાથે ખોલી શકાય છે. પરંતુ સિનેમા, સ્વિમિંગ પુલ અને એન્ટરટેનમેન્ટ પાર્ક ખુલ્યા નથી. એવામાં ખાસ વાત તો એ છે કે આ બાબતોને ઓક્ટોબરથી પણ ખોલવાની પરમિશન અપાશે કે નહીં.

મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ અનુરોધ કર્યો છે કે પહેલાંના નિર્દેશમાં તેને 21 સપ્ટેમ્બરથી ખોલવાનો આદેશ આપ્યો હતો. પશ્ચિમ બંગાળમાં તેને પહેલાં 1 ઓક્ટોબરથી સીમિત સંખ્યામાં ખોલવાની પરમિશન અપાઈ છે. તો 1 ઓક્ટોબરથી તમામ જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત વગેરે નિયમો સાથે તેને ખોલી શકાશે કે કેમ તે પણ જોવું રહ્યું.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ