Connect with us

રાષ્ટ્રીય

નવા કૃષિ કાયદાઓને સુપ્રિમ કોર્ટમાં પડકાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કેન્દ્રની સરકારે જયારથી દેશમાં કૃષિ સંબંધી નવા કાયદાઓ દાખલ કર્યા છે ત્યારથી ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતોમાં અસંતોષ છે. મહિનાઓથી આંદોલનો ચાલી રહયા છે. આંદોલનોથી પંજાબ તથા દેશના અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આંદોલનોને કારણે કેન્દ્ર સરકારે અન્ય રાજયોમાંથી પંજાબમાં માલગાડીઓની આવન જાવનને રોકી દીધી હોવાને પરિણામે પંજાબની પ્રજા પરેશાન છે. કોંગ્રેસના સૂત્રધાર રાહુલ સમર્થન આપી ચૂકયા છે. વિપક્ષની કેટલીક રાજય સરકારો આ નવા કૃષિ કાયદાના અમલ મુદ્દે કેન્દ્ર સરકાર વિરૂધ્ધ શિંગડા ભરાવી રહી છે. થોડા મહિનાઓ પહેલાં કોંગ્રેસના અધ્યક્ષા ખુદ સોનિયા ગાંધીએ કોંગ્રેસની રાજય સરકારોને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાનો સામનો કરવા માટે અદાલતી કાર્યવાહી કરવી જોઇએ.

થોડા સપ્તાહો પહેલાં સુપ્રિમકોર્ટમાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓને પડકારવામાં આવ્યા હતા. પરંતુ સુપ્રિમકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. તે પછી ગઇકાલે ગુરૂવારે આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓને પડકારતી જાહેર હિતની અરજી સુપ્રિમકોર્ટે દાખલ કરી લીધી છે. ખેતી રાજયોનો વિષય છે. કેન્દ્ર તેમાં દખલગીરી ન કરી શકે. એ પ્રકારની દલિલો સાથે આ જાહેર હિતની અરજી સુપિમકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે આ અરજી દાખલ કરી છે. અદાલતે અરજી દાખલ કરતી વખતે જણાવ્યું છે કે, આ મેટર 15 દિવસ પછી સુપ્રિમકોર્ટમાં ચલાવવામાં આવશે.

રાષ્ટ્રીય

રોજ 36 કિ.મી. જાતે હોડી ચલાવી, બાળકોને પહોંચાડયો નાસ્તો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના કાળ દરમ્યાન ઘણાં બધા લોકોએ રોજગારી ગુમાવી છે. તેની સામે કોરોના કાળ દરમ્યાન ઘણાં બધા લોકોએ વિશેષ કામગીરી કરી છે અને નિષ્ઠાપૂર્વક ફરજો બજાવી અન્યોને મદદરૂપ પણ થયા છે. એક સુંદર ઉદાહરણ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બન્યું હોવાનું હવે જાહેર થયું છે.

નંદુરબાર જિલ્લાના ચીમલખેડી નામના ગામમાં રેલુ વસાવે નામની એક મહિલા કાર્યકર આંગણવાડીમાં સર્વિસ કરે છે. આ મહિલા કાર્યકર દરરોજ જાતે હોડી ચલાવીને પોતાના ઘરથી 18 કિલોમીટર દૂર આવેલા સ્થળે આંગણવાડીના બાળકોને નાસ્તો પહોંચાડવા જતી હતી. દરરોજ 36 કિલોમીટર હાથના હલેસાથી હોડી ચલાવવી આસાન કામ નથી. તાજેતરમાં નંદુરબાર જિલ્લાના પ્રશાસને આ મહિલાનું સન્માન કર્યુ છે. આ સન્માન કાર્યક્રમમાં જિલ્લાના કલેકટર ઉપરાંત ડીડીઓ પણ હાજર રહયા હતા. આ મહિલાને સન્માન પ્રમાણપત્રની સાથે સાડી અને મીઠાઇઓ આપવામાં આવી છે. તેણી નંદુરબાર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં રહે છે અને તેના રહેણાંકથી 18 કિલોમીટર દૂર આદિવાસી વિસ્તારના બાળકો માટે ચલાવવામાં આવતી આંગણવાડીનું સંચાલન કરે છે. બાળકો અને સગર્ભાઓને પોષક ખોરાક પહોંચાડવાની સરકારની યોજના અંતર્ગત તેણીએ આ પોતાની રૂટિન કામગીરી કોરોના કાળ દરમ્યાન પણ ચાલુ રાખી હતી.

તેણી દરરોજ આ કામગીરી માટે હોડીમાં જાય છે. પરંતુ લોકડાઉન દરમ્યાન હોડીના ચાલકોએ રજા રાખી તે સમયે તેણીએ જાતે દરરોજ 36 કિલોમીટર હોડી ચલાવી પોતાની ફરજો બજાવી હતી.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ઓખા-હાવડા, પોરબંદર-હાવડા અને ઓખા-ગોરખપુર ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનો જાન્યુઆરી સુધી લંબાવાઇ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેનોમાં મુસાફરોની ભીડને ધ્યાને લઇ ઓખા-હાવડા, પોરબંદર -હાવડા તથા ઓખા-ગોરખપુર વચ્ચે ફેસ્ટીવલ સ્પેશ્યલ સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જે હવે તા. 3 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. જે અંતર્ગત ટ્રેન નં.02905 ઓખા-હાવડા સુપરફાસ્ટ સાપ્તાહીક સ્પેશ્યલ તા. 6 થી 27 ડિસેમ્બર સુધી દર રવિવારે ઓખા થી સવારે 8:40 વાગ્યે ઉપડશે. અને રિર્ટનમાં ટ્રેન નં. 02906 હાવડા ઓખા 8 થી 29 ડિસેમ્બર સુધી હાવડાથી દર રવિવારે રાત્રે 9:15 વાગ્યે ઉપડી ત્રીજે દિવસે સાંજે 4:30 વાગ્યા ઓખા ઉપડશે.

ટ્રેન નં. 09205 પોરબંદર હાવડા તારીખ 2 થી 31 ડિસેમ્બર સુધી દર બુધવાર અને ગુરૂવારે સવારે 8:50 વાગ્યે પોરબંદર થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 3:15 વાગ્યે હાવડા પહોંચશે. રિર્ટનમાં ટ્રેન નં. 09206 હાવડા-પોરબંદર તારીખ 4 ડિસેમ્બર થી 2 જાન્યુઆરી સુધી દર શુક્રવાર અને શનિવારના રાત્રે 9:15 વાગ્યે હાવડા થી ઉપડી ત્રીજા દિવસે બપોરે 3:40 વાગ્યે પોરબંદર પહોંચશે.

ટ્રેન નં.05046 ઓખા-ગોરખપુર વિશેષ ટ્રેન 6 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી દર રવિવારે ઓખાથી રાત્રે 9 વાગ્યા ઉપડી મંગળવારે સાંજે 7:25 વાગ્યે ગોરખપુર પહોંચશે. રીર્ટનમાં ટ્રેન નં.05045 ગોરખપુર ઓખા વિશેષ ટે્રન 3 થી 31 ડિસેમ્બર સુધી ગોરખપુરથી દર ગુરૂવારે સવારે 4:45 વાગ્યે ઉપડી શનિવાર સવારે 3:55 વાગ્યે ઓખા પહોંચશે.

વધુ વાંચો

રાષ્ટ્રીય

ડ્રાય સ્વેબ : કોરોના ટેસ્ટની નવી પ્રણાલી

CCMB ની આ પ્રણાલીને ICMRની મંજૂરી : RT-PCR ટેસ્ટની માફક RNA છૂટો પાડવાની જરૂર નહીં રહે : 4 કલાકમાં પ00 લોકોનાં ટેસ્ટ, ઓછાં ખર્ચે થઇ શકશે : સેમ્પલ્સનું ટ્રાન્સપોર્ટેશન નહીં કરવું પડે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના ટેસ્ટીંગમાં હાલમાં બે પધ્ધતિઓ પ્રચલિત છે. પ્રથમ પધ્ધતિને રેપિડ એન્ટીજન ટેસ્ટ કહેવામાં આવે છે. જે બહુ વિશ્ર્વાસપાત્ર નથી. બીજી પધ્ધતિ આરટીપીસીઆર ટેસ્ટ છે. જે પ્રમાણમાં વધુ વિશ્ર્વસનિય છે. પરંતુ આ પધ્ધતિમાં પણ નાક અથવા ગળામાંથી લેવામાં આવેલા સ્વેબના લિકવિડ સેમ્પલનું ટ્રાન્સપોર્ટેશન તથા જાળવણી અને પ્રક્રિયા પાછળ થતો ખર્ચ તેમજ પરિણામ આવતા લાગતો સમય વધુ હોય છે. તેની સરખામણીએ નવી શોધવામાં આવેલી ડ્રાય સ્વેબ પધ્ધતિ વધુ ઝડપી અને સસ્તી હોવાનું પ્રયોગોમાં પૂરવાર થયું છે.

ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઇસીએમઆર દ્વારા આ નવી ડ્રાય સ્વેબ પધ્ધતિને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પધ્ધતિ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેકયુલર બાયોલોજી એટલે કે, સીસીએમબી દ્વારા શોધવામાં આવી છે. પધ્ધતિમાં આરએનએને છૂટા પાડવાની ઝંઝટ નહીં રહે, અને આરટીપીસીઆરમાં લેવામાં આવતાં પ્રવાહી સેમ્પલના ટ્રાન્સપોર્ટેશન સહિતની મુશ્કેલીઓ પણ બાદ થઇ જશે. આ નવી ડ્રાય સ્વેબ પધ્ધતિ પ્રમાણમાં સસ્તી અને ઝડપી હોવાને કારણે ઓછા ખર્ચમાં તથા 3-4 કલાક જેવા ઓછા સમયમાં એક સાથે પાંચસો લોકોનો કોરોના ટેસ્ટ થઇ શકશે. આ ટેસ્ટના પરિણામો પણ સ્ટાન્ડર્ડ હોવાનું પ્રયોગોમાં જણાયું છે.
હાલના તબકકે દેશભરમાં મોટા પ્રમાણમાં લોકોના કોરોના ટેસ્ટ કરવાની સ્થિતિનું નિર્માણ થયું હોય આ નવી ડ્રાય સ્વેબ પધ્ધતિ ખૂબજ ઉપયોગી નિવડશે એમ આઇસીએમઆર દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ