Connect with us

રાજ્ય

દ્વારકાના મુળવાસર ગામે યુવાનની કરપિણ હત્યા

જૂના મનદુ:ખના કારણે ચાર શખ્સો પરિવારજનો પર હથિયારો વડે તૂટી પડ્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા તાલુકામાં ગત મોડી સાંજે છોકરી બાબતે તકરારનું મનદુખ રાખી એક પરિવાર ઉપર ચાર શખ્સો છરી તથા લોખંડના પાઈપ વડે તૂટી પડયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે ચાર શખ્સો સામે મનુષ્યવધની કલમ સહિતનો ગુનો નોંધ્યો છે.

આ સમગ્ર ઘટનાની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકા થી આશરે સતર કિલોમીટર દૂર આવેલા મુળવાસર ગામે રહેતા દેવલબેન વેજાભા લખુભા માણેક નામના 36 વર્ષના હિન્દુ વાઘેર મહિલા ગઈકાલે ગુરૂવારે મોડી સાંજે તેમના ઘરે અન્ય પરિવારજનો સાસુ સુંદરબેન લખુભા માણેક તથા સસરા લખુભા માણેક તેમજ ભાણેજ દિનેશભા નાગશીભા સુમણીયા (ઉ. વ. 20) વિગેરે તેમના ઘરે હતા, ત્યારે આ જ વિસ્તારમાં રહેતા કરશનભા જેસાભા ભઠ્ઠડ, અર્જુનભા કરશનભા ભઠ્ઠડ, વેજાભા ખેંગારભા ભઠ્ઠડ, તથા કાયાભા ઘોઘાભા માણેક નામના ચાર શખ્સો એકાએક ધસી આવ્યા હતા. છરી, લોખંડના પાઈપ, તથા લાકડી જેવા ઘાતક હથિયારો સાથે આવેલા આ શખ્સોએ આ સ્થળે રહેલા દીનેશભા નાગશીભા સુમણીયા સાથે આજથી આશરે બે માસ પૂર્વે થયેલી છોકરી બાબતની તકરારનો ખાર રાખી, તેમના ઉપર તૂટી પડ્યા હતા. આરોપી શખ્સોએ દિનેશભાના કપાળના ભાગે, તથા છાતીના ભાગે અને પેટના ભાગે છરીના બેફામ ઘા ઝીંકી દેતા તેમના આંતરડા બહાર આવી ગયા હતા.
આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એવા દીનેશભા (ઉ. વ. 20)નું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમના ઘરના અન્ય સભ્યો ઉપર પણ આરોપીઓએ હુમલો કરતા દેવલબેન માણેક, સાસુ સુંદરબેન તથા સસરા લખુભાને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે દેવલબેન માણેક (ઉ. વ. 37) ની ફરિયાદ પરથી ચારેય આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 302, 325, 324, 449, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ દ્વારકાના પી. એસ. આઈ. વી. વાગડિયાએ હાથ ધરી છે. નિર્મમ હત્યાના આ બનાવે નાના એવા મુળવાસર ગામમાં ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરાવી છે.

રાજ્ય

રાજ્યના ઓટોરીક્ષા ધારકો માટે પેકેજ જાહેર કરવા માગણી

રાજ્યના ઓટોરીક્ષા ધારકો માટે પેકેજ જાહેર કરવા માગણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતના તમામ શહેરોમાં જામનગર સહિત લોકડાઉનના કારણે ઓટોરીક્ષાના માલિકો અને ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે અને જામનગરના જાગૃત સામાજિક કાર્યકર ચેતન ભાંભી રીક્ષા ચાલકો માટે ખાસ પેકેજ જાહેર કરવા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે.

જામનગર શહેરમાં શહેરીજનો માટે પરિવહન કરવા સાતથી આઠ હજાર જેટલી રીક્ષા દોડી રહી છે. લોકડાઉનના સમયે આ રીક્ષાઓ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલ હતો. જેના કારણે ઓટોરીક્ષા ચાલકો આર્થિક મૂશ્કેલીમાં મુકાઇ ગયેલા છે. એકતરફ જે ઓટોરીક્ષા ચાલકો રિક્ષા ભાડા ઉપર ચલાવીને તેનું જીવન નિવારણ ચલાવતા હતાં. તેઓની રોજગારી જે બંધ થઇ ગયું હોય. જેના કારણે તેઓ આર્થિક સંક્રમણમાં મૂકાયા હોવાની ફરીયાદ ઓટોરીક્ષા ચાલકો કરી રહ્યાં છે.

જામનગર શહેરમાં ઓટોરીક્ષા ચાલકો અને માલિકી દ્વારા જામનગરના જાગૃત સામાજિક કાર્યકર ચેતન ભાંભી દ્વારા ઓટોરીક્ષાના ચાલકો અને એના માલિકો હાલમાં આ લોકડાઉનને આર્થિક રીતે ખૂબ જ નુકસાન વેઠી રહ્યાં છે. એક તરફ જે ઓટોરીક્ષાના માલિકોએ લોન અથવા હપ્તાથી રીક્ષા લીધી હતી. તેના હપ્તા ક્યાંથી ભરવા તેની મુંઝવણમાં મૂકાયા છે. સાથે સાથે ઓટોરીક્ષા બંધ હોવાથી તેમની રોજગારી પણ બંધ થઇ ગઇ છે. સાથે સાથે આ રીક્ષા ચાલકો અભણ અને અજ્ઞાન હોવાથી કોઇ તેમનું હાથ પકડતું નથી. કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા જામનગર ઓટોરીક્ષા ચાલકો માટે આર્થિક પગભર થવા કોઇ ખાસ પેકેજ આપવું જોઇએ.

વધુ વાંચો

રાજ્ય

લાંબા ગામની ખાનગી કંપનીની જમીનમાંથી ખનિજ ચોરી

ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો : તમામ વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામકલ્યાણપુર તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોઈ તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જામકલ્યાણપુર તાલુકો આમ પણ ખનીજ ચોરી માટે જગ વિખ્યાત બની ચુક્યો છે સરકારી ખરાબાની જમીનોમાં બેફામ ખનીજ ચોરી કરી જનારા ખનીજ માફિયાઓ હવે ખાનગી માલિકીની જમીનમાંથી કોઈના ડર વિના ચોરીને અંજામ આપતા હવે જાણે આવા લોકોને કોઈ કાયદાનો ડર ના રહ્યો હોય તેવા દ્રશ્યો દેખાય રહ્યા છે. જામકલ્યાણપુર તાલુકાના લાંબા ગામની ખાનગી કંપનીની જમીનના સર્વે નં. 391 અને 389ની ઔદ્યોગિક એકમની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ માફિયાએ ખનીજ ચોરી કરવાનો મામલો સામે આવ્યો છે. ખાનગી માલિકીની જમીનમાંથી ખનીજ માફિયાઓ દ્વારા મોરમની ચોરી થતા કંપની સુપર વાઇઝર દ્વારા 15 દિવસ પહેલા દ્વારા લેખિત ફરિયાદ છતાં હજુ ફરિયાદ ના નોંધાતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ સમગ્ર મામલે ખાણ-ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ખાનગી માલિકીની જમીનમાંથી કોઈ ડર વિના આ રીતે ખનીજ ચોરી થતા તંત્રને પણ જાણે ખનીજ માફિયાઓ પડકાર ફેકતા હોઈ તેવું લાગી રહ્યું છે. હાલ તો 15 વીતવા છતાં આ મામલે ફરિયાદ નોંધાઇ નથી કે કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે આ મામલે તમામ વિભાગને લેખિત રજુઆત કરી દેવામાં આવી છે.

વધુ વાંચો

રાજ્ય

ધમણ-વન શક્તિશાળી નથી, ઉપયોગ ટાળવાનો સરકારનો નિર્ણય

ગુજરાતના પ્રધાન મંડળનો નિર્ણય : આગામી બુધવારથી વીડિયો કોન્ફરન્સના બદલે રિઅલ કેબિનેટ બેઠક

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત હાઇકોર્ટની આકરી ટિપ્પણી બાદ કોરોના વાઇરસના સંક્રમણ મામલે ગુજરાત સરકારે વધુ સઘન એકશન પ્લાન ઘડયો છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં વિવાદાસ્પ ધમણ-1 વેન્ટિલરનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આરોગ્ય વિભાગે ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ પર ધમણ વેન્ટિલેટરનો ઉપયોગ નહીં કરવાનું નકકી કર્યુ છે. આ અંગે સૂત્રો જણાવે છે કે, જયાં સુધી હાઇએન્ડ વેન્ટિલેટરની કક્ષાનુું યંત્ર બને ત્યાં સુધી ધમણ-1નો ઉપયોગ નહીં કરાય.જો કે, દર્દીઓની થોડા ઓકિસજન સપોર્ટની જરૂર છે તેમને ધમણ-1 દ્વારા કૃત્રિમ શ્ર્વાસોશ્ર્છવાસ અપાશે. આ સાથે સરકારે નવો વેન્ટિલેટર્સ વસાવવા માટે જરૂરી પ્રક્રિયા પણ હાથ ધરી છે. કેબિનેટની બેઠકમાં સરકારે આગામી સમયમાં રાજયમાં વધુ હોસ્પિટલ અને પથારીઓ, વેન્ટિલેટર્સ, દવાઓ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ તથા તબીબી અને સહાયક સ્ટાફની વ્યવસ્થા કરવાનો પ્લાન ઘડયો છે. આ સાથે હવે સરકાર પોતાની ટેસ્ટિંગ માટેની માર્ગદર્શિકામાં થોડો ફેરફાર કરી મહતમ ટેસ્ટિંગ થાય અને ખાનગી લેબમાં પણ ટેસ્ટિંગ શરૂ થાય તે માટે વિચારણા કરી રહી છે. તદુપરાંત ટેસ્ટિંગ માટેની સરકારી ફેસિલિટી વધે તથા પરિણામો વહેલા આવે તે માટેનું આયોજન પણ વિચારાઇ રહયું છે.

ધમણ-1 વેન્ટિલેટરને લઇને સર્જાયેલા વિવાદને પગલે અંતે સરકારે આ વેન્ટિલેટર્સનો ઉપયોગ ગંભીર દર્દીઓ માટે નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે સરકારે નવા વેન્ટિલટર્સની ખરીદી માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ હોસ્પિટલ્સમાં જરૂરી વસ્તુઓ, તબીબી, સહાયક સ્ટાફની વ્યવસ્થા માટે યોજના બનાવી છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ