Connect with us

રાજ્ય

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંગેની જુવાનપુર ખાતે સમિક્ષા બેઠક યોજાઇ

માત્ર માળખાકીય સુવિધાથી ગામ આદર્શ બનતું નથી દરેક નાગરિક પોતપોતાની જવાબદારી નિભાવે : સાંસદ પૂનમબેન માડમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોનાની પરિસ્થિતિ સામે આખું વિશ્વ લડી રહયુ છે ત્યારે તેવા સમયે કોવિડ-19ની અનલોકની ગાઇડ લાઇન પ્રમાણે સાંસદ આદર્શ ગામની બેઠક કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે સંસદસભ્ય પૂનમબેન માડમના અધ્યકક્ષ સ્થાને યોજાયેલ હતી.

આદર્શ ગ્રામ યોજનાની રીવ્યુ બેઠકને સંબોધન કરતા સાંસદએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે સને 2018માં જુવાનપુર ગામને પ્રધાનમંત્રી અને ભારત સરકારની યોજના મુજબ આદર્શ ગામ તરીકે જાહેર કરેલ હતું. જુવાનપુરને મોડેલ વીલેજ તરીકે જાહેર કરીએ. માત્ર માળખાકીય સુવિધાથી ગામ આદર્શ બનતું નથી દરેક વ્યંકિત પોતપોતાની જવાબદારી નિભાવતું હોય, ગામની સમગ્ર વ્યાકિત શિક્ષિત હોય, વ્યયસન મુકત હોય આ બધી કેટેગરીમાં બંધ બેસતું હોય તે આપણું ગામ છે.

ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતપોતાના વિભાગ વાઈજ થયેલ કામગીરીની રૂપરેખા આપી હતી. નવા કૃષિબીલ વિષે સંસદ સભ્યએ માહિતી આપી હતી.ખેડૂતોને સારા ભાવ મળે અને ખેડૂતો આત્મનિર્ભર બને તે માટેનું કૃષિબીલ છે તેમ જણાવ્યુ્ં હતું.

જુવાનપુર ગામને પી.એચ.સી.સેન્ટલર, પશુઓ માટે વેટરનરી ડોકટર, હોસ્પિટલ અને પશુઓ માટેની એમ્યુ ગામલન્સે મળે તે માટે દરખાસ્તર કરવા સંબંધિતોને અનુરોધ કર્યો હતો. અને ગામમાં સ્મનશાનનો રસ્તો બનાવવા તથા બેસવા માટેની વ્યવસ્થા કરી આપવા ગ્રામજનો તરફથી સુચન કરેલ હતું.

ગામમાં ઘન કચરાના નિકાલ માટે, ઘરે ઘરે પાણીની કનેકટીવીટી મળે, ગામમાં એક લાયબ્રેરી તેમજ નાનો બગીચો સાર્વજનીક જગ્યામાં થાય તે માટે જુવાનપુર ગામના સરપંચને સાંસદએ અનુરોધ કર્યો હતો. કરોના માટે હેલ્થ.કેમ્પ, મળવાપાત્ર સરકારી યોજનાનો લાભ મળવા માટે ગામમાં કેમ્પ યોજવા, એક આર.ટી.ઓ.નો કેમ્પ યોજવા તથા આયુર્વેદનો કેમ્પ થાય તથા યોગ અભ્યાસ માટે અને ઓર્ગેનીક ખેતીની લોકોમાં જાગૃતિ આવે તે માટે કેમ્પા યોજવા ભલામણ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીણા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

રાજ્ય

જામનગરમાં અવિરત મેઘસવારી કાલાવડના નવાગામમાં પોણા બે ઈંચ વરસાદ ખાબકયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લામાં મેઘસવારી અવિરત રહેતા કાલાવડ તાલુકાના નવાગામમાં પોણા બે ઈંચ, અને નિકાવામાં અડધો ઈંચ તથા જામજોધપુર પંથકના વાંસજાળિયામાં પોણો ઈંચ, જામવાડી, ધુનડા અને પરડવામાં અડધો-અડધો ઈંચ વરસાદ પડયો હતો.

જામનગર જિલ્લામાં નોરતા દરમિયાન મેઘમહેર અવિરત રહેતા કાલાવડ તાલુકાના નવાગામમાં ગઈકાલે પોણા બે ઈંચ વરસાદ વરસી ગયો હતો. તે જ રીતે નિકાવામાં અડધો ઈંચ પાણી પડયું હતું તેમજ જામજોધપુર તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો અને જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જામવાડી અને ધુનડા માં 12 મિમી, પરડવામાં 10 મી.મી., શેઠવડાળામાં 8 અને ધ્રાફામાં 3 મીમી વરસાદ નોંધાયો છે.

વધુ વાંચો

રાજ્ય

ઓલટાઇમ ફેવરિટ બટાકાના ભાવ ઐતિહાસિક સપાટીએ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાતીઓના ઓલટાઇમ ફેવરિટ બટાકાનો ભાવ પણ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. ડુંગળીનાં ભાવ આસમાને પહોંચ્યા બાદ બટાકા પણ મોંઘાદાટ બનતા ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે.

કોરોનાની મહામારી વચ્ચે ૨૦૨૦નું વર્ષ બટાકા માટે સુવર્ણ વર્ષ તરીકે જોવા મળી રહ્યુ છે. આ વર્ષે બટાકાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. કોલ્ડ સ્ટોરેજમાંથી વેચાણ થતાં ૧ મણ બટાકાનો ભાવ રૂ.૩૦૦ની આસપાસ રહેતો હતો જે હાલમાં રૂ.૮૦૦એ પહોંચ્યો છે.

ખાવામાં મોટાભાગે વપરાતા લોકર જાતની બટાકાનો ભાવ હાલમાં સૌથી ઊચો છે. આ સિવાય ડીસા સહિતના વિસ્તારમાં વવાતા પુખરાજ જાતના બટાકાનો ભાવ પણ પ્રતિ કિલો રૂ.૨૫થી ૩૦ એટલે કે, એક મણનો ભાવ રૂ.૬૦૦એ પહોચ્યો છે.

છેલ્લા પાંચ વર્ષથી સતત મંદીનો માહોલ લઈને બટાકાનો વ્યવસાય મરણ પથારીએ જોવા મળી રહ્યો હતો. ભાવ ઉચકાવા પાછળનુ કારણ આપતા વેપારીઓએ જણાવ્યુ હતુ કે, ગત માર્ચમાં ઉત્તર પ્રદેશ અને બંગાળમાં બટાકાનું અંદાજે ૧૫ ટકાથી વધારે વાવેતર ફેલ ગયુ હતુ. જેની સીધી અસર આખા દેશમાં પડી છે. જેના કારણે ગુજરાતમાં પણ બટાકાના ભાવ ઊચકાયા છે.

વધુ વાંચો

રાજ્ય

મગફળી ખરીદીનો વિલંબ ખેડૂતોના હિતમાં કૃષિમંત્રી R.C. ફળદુનું નિવેદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આજથી રાજ્યના નાગરિક પુરવઠા નિગમ દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થવાની હતી પરંતુ હવે તે 26 ઓક્ટોબરથી કરવામાં આવશે. વરસાદી માહોલ અને ભેજવાળા વાતાવરણના કારણે ખરીદી મુલત્વી રાખવામાં આવી છે તેવી જાહેરાત કૃષિ મંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાડદિયા દ્વારા મોડી સાંજે કરવામાં આવી હતી.

ભેજવાળા વાતાવરણને પરિણામે મગફળી ભેજવાળી હોય ખેડૂતોને ધારાધોરણ મુજબ ગુણવત્તા ન મળતા મગફળી રિજેક્ટ થવાની શક્યતા રહે છે. આવા સંજોગોમાં ખેડૂતોને’ હેરાનગતિ ન થાય તે માટે આ નિર્ણય કરાયો છે.
1થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં 4,64,972 (બપોરે 2 વાગ્યા સુધીમાં) ખેડૂતોએ મગફળી વેંચવા નોંધણી કરાવી’ દીધી છે. અંતિમ આંકડો 4.70 લાખ ખેડૂતો સુધી પહોંચી જવાની શક્યતા છે.ખેડૂતોએ મોટી સંખ્યામાં નોંધણી કરાવતા સરકારને સારોએવો પુરવઠો મળે તેવી ધારણા છે. નિગમ મણદીઠ રૂ. 1055ના ખરીદી શરૂ કરનાર છે, જે 18 જાન્યુઆરી 2021 સુધી ચાલશે.’ સરકારે તાજેતરમાં જ જાહેરાત કરી હતી 35 કિલોને બદલે 25 કિલોના બારદાનમાં મગફળી ભરવામાં આવશે. પરિણામે સરકારને વધુ 50 લાખ બારદાનો ખરીદ કરવાની નોબત આવી છે. અગાઉ પુરવઠા નિગમ દ્વારા 3 કરોડ જેટલો બારદાનનો ઓર્ડર નાફેડને આપવામાં આવ્યો હતો. વધારાના બારદાનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે હવે ખરીદી શરૂ થવાની છે ત્યારે દરેક ખરીદ કેન્દ્રો ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરેક એજન્સીઓની નિમણૂંક થઇ ગઇ છે. ટ્રાન્સપોર્ટ લેબરના કોન્ટ્રેક્ટ અપાઇ ગયા છે. પારદર્શિતાના ભાગરૂપે પહેલેથી જ તમામ ગોડાઉનમાં સીસીટીવી લગાડી દેવામાં આવ્યા છે. જરુર પડયે વધુ ગોડાઉન ભાડે રાખવામાં આવશે.’ ખેડૂતોને ક્રમશ એસ.એમ.એસ દ્વારા જાણ કરવામાં આવી રહી છે. મગફળીની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમને નોડલ એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં રાજ્યમાં 55 લાખ મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. 25 ટકા લેખે સરકાર 13 લાખ ટન ખરીદી કરી શકે છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ