Connect with us

જામનગર

જામનગર સહિત રાજ્યની 6 મહાપાલિકાઓમાં વહીવટદાર નીમવા હલચલ

પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય બની શકે છે જામ્યુકોના વહીવટદાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કોરોના સંક્રમણને કારણે રાજ્યની 6 મહાપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે આગામી ડિસેમ્બરમાં આ સંસ્થાઓની મુદ્દત પુરી થાય તે પહેલા ત્યાં વહીવટદાર નીમવા માટેનો સળવળાટ શરૂ થયો છે. જે અંતર્ગત જામનગર મહાપાલિકાની મુદ્દત આગામી 13 ડિસેમ્બરે પૂર્ણ થતી હોય અહીં પણ વહીવટદાર આવે તેવી સંભાવના પ્રબળ બની છે. સુત્રોમાંથી પ્રાપ્ત જાણકારી અનુસાર હાલ જામનગરના પ્રભારી સચિવ અને અગાઉ કલેકટર રહી ચુકેલા નલિન ઉપાધ્યાયને જામ્યુકોના વહીવટદાર તરીકે નિમણૂંક મળી શકે છે.

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ટર્મ પુરી થવાને હવે બે સપ્તાહ જેટલો સમય રહ્યો છે ત્યારે સરકાર દ્વારા આ સંસ્થાઓમાં વહીવટદાર નીમવા કે પછી હાલની બોડીની મુદ્દત વધારવી તે અંગેની સઘન પ્રક્રિયા અને વિચારણા શરૂ કરવામાં આવી છે. સુત્રો અનુસાર તમામ જગ્યાએ વહીવટદાર નીમવામાં આવે તેવી સંભાવનાઓ વધુ જણાય રહી છે કેમ કે 6 મહિના સુધી વહીવટદાર નીમવાની સતા રાજ્ય સરકાર પાસે પહેલેથી જ છે. જ્યારે પ્રવર્તમાન બોડીની મુદ્દતમાં વધારો કરવો હોય તો સરકારે આ અંગે અલગથી અધ્યાદેશ લાવવાની પ્રક્રિયા હાથ ધરવી પડે ત્યારબાદ વિધાનસભાનું સત્ર બોલાવીને તેમાં આ અધ્યાદેશની મંજૂરી પણ લેવી પડે. આ સમગ્ર પ્રક્રિયા થોડી જટીલ અને લાંબી હોવાથી સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદ્દત વધારવાને બદલે અહી વહીવટદાર નીમવા ગંભીર રીતે વિચારણા કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. સચિવાલયમાં આ અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જે અનુસાર જુદા-જુદા અધિકારીઓની યાદી તૈયાર કરવામાં પણ આવી રહી છે. સુત્રો અનુસાર જામનગરમાં પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયને વહીવટદાર બનાવી શકાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવ્યા બાદ મુદ્દત પુરી થયે બોડીની મુદ્દત લંબાવવી કે વહીવટદાર નીમવા તે અંગે સરકાર અને સંગઠન લેવલે જે તે સંસ્થાઓ અને જિલ્લાના આગેવાનોના અભિપ્રાય પણ લેવામાં આવ્યા હતા. જાણકારી અનુસાર મહાપાલિકા વિસ્તારોમાં સતાપક્ષના મોટાભાગના આગેવાનો વહીવટદાર શાસન ઇચ્છતા ન હતા.

જામનગર

જામનગરમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ ઝબ્બે

પવનચકકી પાસેથી પિસ્તોલ અને દેશી કટ્ટો તથા બે કાર્ટીસ સાથે એસઓજીએ દબોચ્યો : રૂા.25,200 નો મુદ્દામાલ કબ્જે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પવનચકકી બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને દેશી કટ્ટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે શખ્સ પસાર થવાની પીએસઆઈ આર.વી.વીંછી અને હેકો મયુદ્દીનને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી.વીંછી અને વી.કે.ગઢવી તથા સ્ટાફ દ્વારા પવનચકકી બસ સ્ટોપ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા પોલીસે સોહિલ દિનેશ સંજોટ નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.20 હજારની કિંમતની હાથ બનાવટની દેશી મેગેજિનવાળી પિસ્તોલ અને રૂા.5 હજારની કિંમતનો એક દેશી કટ્ટો તથા બન્નેના એક-એક કાર્ટીસ સહિત રૂા.25200 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

જામનગરમાં સુરેશભાઇ તથા ભારતીબેન ફરી ભાજપામાં, નિર્મળાબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપામાં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

જામનગર

64 બેઠકો માટે જામનગર ભાજપમાં 543 દાવેદારો, જાણો કયા વોર્ડમાં કેટલા દાવેદારો ?

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. શહેરના 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી લડવા ભારતીય જનતા પાર્ટીમાંથી 543 દાવેદારોએ પક્ષ સમક્ષ ઇચ્છા વ્યકત કરી હતી. ગઇકાલે રવિવારે ભાજપના પ્રદેશ મંડળ ખાતેથી આવેલા નવ નિરિક્ષકોએ અલગ-અલગ ત્રણ સ્થળે ચૂંટણી લડવા ઇચ્છૂક કાર્યકર્તાઓને સાંભળ્યા હતા. 543 દાવેદારોમાંથી 64ની પસંદગી કરાશે. 16 વોર્ડમાંથી વોર્ડ નં.10માં સૌથી વધુ 58 દાવોદારોએ દાવેદારી નોંધાવી છે. બીજી તરફ સૌથી ઓછી દાવેદારી વોર્ડ નં.12માં નોંધાઇ છે. જેમાં માત્ર 5 દાવેદારો એ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ વાઇઝ દાવેદારોની સંખ્યા

 

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ