Connect with us

રાજ્ય

જામનગર જિલ્લામાં નવા 25 કન્ટેઇનમેન્ટ ઝોન ઉમેરાયા

જામનગર જિલ્લામાં નવા 25 કન્ટેઇનમેન્ટ ઝોન ઉમેરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકા નાં સીદસર ગામમાં ઉમિયા માતાજી નાં મંદિર રોડ પર આવેલ મગન કરસન ભાલોડીયા નું ઘર કુલ ઘર ૧.
  2. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકા ના પસાયા બેરાજા ગામમાં દરબારશેરી માં આવેલ જાડેજા રઘુવીરસિંહ વિભાજી નું ઘર કુલ ઘર ૧.
  3. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકા નાં નાના વડાળા માં કરમશી ગોબર મારકણા નાં ઘર થી કિરીટ કરમશી મારકણા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  4. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામની મેઈન બજાર માં આવેલ વલ્લભ મોહન કપુરિયા નું ઘર કુલ ઘર ૧.
  5. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાના મોટાખડબા સસ્તા અનાજ ની દુકાન પાસે નરપતસિંહ સજુબા જાડેજા નાં ઘર થી મહેન્દ્રસિહ ગોપુભા જાડેજા નાં ઘર સુધી કુલ ઘર ૪.
  6. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકા નાં દળિયા ગામમાં જય ગોપાલ ડેરી ,શેરી-૬ માં કાનજી સતીશ પટારિયા નાં ઘર થી લખમણ ગોરધન નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  7. જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકા નાં બામણગામ માં વજુભાઈ ડાયાભાઈ ગીણોયા નું ઘર કુલ ઘર ૧.
  8. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકા નાં નારણપર ગામમાં સમાજવાડી પાસે કેશુભાઈ ભીખાભાઈ લખીયાર નાં ઘર થી ભરત કેશુભાઈ લખીયાર નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  9. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના જયપુર ગામમાં પ્રવીણ ભીમજી સાંધાણી નું ઘર કુલ ઘર ૧.
  10. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામના લોહાણા ફળી માં આવેલ અરુણ વ્રજલાલ રાંછ નું ઘર કુલ ઘર ૧.
  11. જામનગર જોલ્લાનાં જામજોધપુર તાલુકાનાં સોન વાડિયા ગામમાં પાડલિયા શેરી માં આવેલ અશોક કરશન કડીવાર નાં ઘર થી શૈલેશ કરશન કડીવાર નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૨.
  12. જામનગર જીલ્લાનાં કાલાવડ નગરપાલિકા ના અમીપર વિસ્તાર માં આવેલ જનતબેન ઇકબાલ લિંગડીયા નું ઘર કુલ ઘર ૧.
  13. જામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકાના મોડપર ગામમાં ખોડા પીપર રોડ પર આવેલ ધીરજ ઠાકરસી પીપરીયા નું ઘર કુલ ઘર ૧.
  14. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના દરેડ ગામમાં માસ્તરની ખોલીની બાજુમાં વિજય રણછોડ આરડીયા નાં ઘર થી રણછોડ રામજી આરડિયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૩.
  15. જામનગર જાલ્લાનાં ધ્રોલ નગરપાલિકાનાં કૃષ્ણનગર સોસાયટીમાં આવેલ કાંતા હંસરાજ ભીમાણી નું ઘર કુલ ઘર ૧.
  16. જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકા નાં ખડખંભાળિયા ગામમાં ચોરાવાડી શેરી માં આવેલ છોટાલાલ શામજી રાખડીયા ના ઘર થી રાજેશ ગોકુળ રાખડિયા નાં ઘર સુધી નો વિસ્તાર કુલ ઘર ૪.
  17. જામનગર જીલ્લાનાં ધ્રોલ તાલુકા લતીપુર ગામમાં ગ્રામ પંચાયત પાસે કાન્તિ અંબા રામાંણી નાં ઘર કુલ ઘર ૧.
  18. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકા માં શેઠવડાળા ગામમાં સુથારશેરી માં આવેલ ગોરીશંકર સામજી મહેતા નું ઘર કુલ ઘર ૧.
  19. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં રામવાડી-3 માં આવેલ હસમુખ પરસાનીયાનું ઘર કુલ ઘર ૧.
  20. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં શાંતિનગરમાં આવેલ શર્મિલા મુળજી વિજુડા નું ઘર કુલ ઘર ૧.
  21. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા વિસ્તાર માં ભગવતીપરા આવેલ વસંત હંસરાજ લાલોડીયા નું ઘર કુલ ઘર ૧.
  22. જામનગર જીલ્લાનાં જામજોધપુર તાલુકા માં શેઠવડાળા ગામમાં આવેલ રાજગોર ફળીમાં નર્મદા બાબુ મહેતા નું ઘર કુલ ઘર ૧. .
  23. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા માકડિયાવાળી પાસે હિતેશ જાવિયા નું ઘર કુલ ઘર ૧.
  24. જામનગર જીલ્લાનાં જામજોધપુર નગરપાલિકા માકડિયાવાળી પાસે ડાયા જાવિયા નું ઘર કુલ ઘર ૧.
  25. જામનગર જીલ્લાનાં જામનગર તાલુકાના ખીજડીયા ગામમાં આવેલ હસમુખ માધવજીભાઈ આણદાણીનું ઘર કુલ ઘર ૧.

રાજ્ય

કલ્યાણપુરના ટીટોડી ગામે જુગારધામ ઝડપાયું: આઠ શખ્સો ઝબ્બે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કલ્યાણપુર તાલુકાના ટાટોડી ગામે રહેતા મંગળદાસ ઉર્ફે મંગાભાઈ કરસનભાઈ ગોહિલ નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી, ચલાવતા જુગારના અખાડા પર એલ.સી.બી. પોલીસે દરોડો પાડ્યો હતો. જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ મશરીભાઇ આહિર, બોઘાભાઈ કેસરિયા, તથા સહદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ટીટોડી ગામે પાડવામાં આવેલા આ જુગાર દરોડામાં પોલીસે ટીટોડી ગામના મંગળદાસ ઉર્ફે મંગાભાઈ કરસનભાઈ ગોહેલ, પરબત ઉર્ફે જયેશ ગોવિંદભાઈ આંબલીયા, અરશી ભાયાભાઈ છુછર, ધાના અરજણભાઈ છુછર, પાલા પાચાભાઈ લાબરિયા, મેરુ નારણભાઈ ચાવડા, ભીમશી કારાભાઈ આંબલીયા, અને માલદે સવદાસભાઇ છુછર નામના આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સો પાસેથી 71,820 રોકડા તથા રૂપિયા બાવીસ હજારની કિંમતના 8 નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 93,820 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. વી.એમ. ઝાલા, એ.એસ.આઇ. અરવિંદભાઈ નકુમ, રામશીભાઈ ભોચિયા, બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટીયા, દેવશીભાઇ ગોજીયા, વિપુલભાઈ ડાંગર, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહિર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, બોધાભાઇ કેસરિયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, જીતુભાઈ હુણ, તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

વધુ વાંચો

રાજ્ય

ઓગસ્ટની જેમ ઓકટોબરમાં પણ બેંકો લગભગ અડધો મહિનો બંધ રહેશે

તહેવારોની સીઝનને કારણે રાજાઓની ભરમાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી મહિનાથી આખા દેશમાં ફેસ્ટિવ સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. કોરોના કાળમાં આવનારા ફેસ્ટિવ સીઝનમાં બેંકોની ભૂમિકા મહત્વની મનાઈ રહી છે. જોકે, આ વર્ષે ઓક્ટોબર મહિનામાં બેંકો માત્ર અડધા મહિના જ ખુલશે

મીડિયા રિપોર્ટ મુજબ આગામી મહિને ઓક્ટોબરમાં બેંકો માત્ર 15 દિવસ જ ખુલ્લી રહેશે. એવું એટલા માટે કારણ કે આ વખતે સ્થાનિક અને અન્ય બીજા-ચોથા શનિવાર અને રવિવાર મળી બેંકોમાં લગભગ 15 દિવસ રજા રહેશે. માહિતી મુજબ આ દરમિયાન લોકોને કોઈ મુશ્કેલી ન થાય તે માટે બેંક એટીએમમાં પર્યાપ્ત રોકડ રહેશે. સાથે જ ઓનલાઇન અને મોબાઇલ બેકિંગ સેવાઓ પણ યોગ્ય રીતે ચાલુ રહેશે. તેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે.

 

રજાઓની વાત કરીએ તો શરૂઆત 2 ઓક્ટોબર ગાંધી જયંતીથી થશે જે શુક્રવારે છે. આ સિવાય ભારતીય રિઝર્વ બેંકની વેબસાઇટ મુજબ ઓક્ટોબર મહિનામાં દુર્ગા પૂજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ-એ-શરીફ, ઈદ-એ-મિલાદ-ઉલ-નબી બારાવફાત/લક્ષ્મી પૂજા, સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ/મહર્ષિ વાલ્મિકી જયંતી/કુમાર પૂર્ણિમા નિમિત્તે અલગ-અલગ રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. આપને જણાવી દઈએ કે બેંકોની આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ તહેવારો પ્રમાણે રહેશે. જે રાજ્યોમાં સ્થાનિક રજાઓ હોય છે. એવા રાજ્યોને બાકાત કરી અન્ય રાજ્યોમાં બેંકિંગ કામકાજ યથાવત ચાલુ રહેશે.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે

ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓ-કર્મચારીઓ ખડેપગે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં આવેલી જિલ્લાની જનરલ હોસ્‍પિટલ હાલ એકમાત્ર સૌથી મોટી આરોગ્‍યલક્ષી સેવાઓ પુરી પાડતી તેમજ સૌથી વધુ અધિકારી-કર્મચારીઓ ધરાવતી હોસ્‍પિટલ છે. હોસ્‍પિટલમાં વર્ગ-1ના 12, વર્ગ-2ના 11, વર્ગ-3ના 88, તથા વર્ગ-4ના 63 અને 30 અન્‍ય મળી, કુલ 205 જેટલા અધિકારીઓ-કર્મચારીઓનો સ્‍ટાફ પોતાની ફરજ બજાવે છે.
કોવીડ-19ની વૈશ્વીક મહામારીમાં જિલ્‍લા કલેકટરના માર્ગદર્શન હેઠળ કોવીડ-19 માટે અલાયદી 150 બેડની સુવીધા ધરાવતી કોવીડ-19 હોસ્‍પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં દસ આઇ.સી.યુ. બેડ અને 51 ઓકિસજન બેડ તૈયાર કરવામાં આવ્યા છે. જે તમામ બેડ સેન્‍ટ્રલ ઓકિસજન લાઇન સાથે જોડાયેલા છે.
આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં આ હોસ્‍પિટલ ખાતે ઓકિસજન ટેન્‍ક પણ કાર્યરત થનાર છે. હોસ્‍પિટલ દ્વારા એપ્રીલ થી ઓગસ્‍ટ-2020 સુધીમાં આઉટડોર 44,020 દર્દીઓ, 19,249 ઇન ડોર દર્દીઓ, 630 પ્રસુતિ, 1142 બ્‍લડ ટ્રાન્‍ફયુશન, 8432 લેબોરેટરી પરીક્ષણ, 403 ગંભીર ઓપરેશન, 1335 સામાન્ય ઓપરેશન, 3305 તથા ડાયાલીસીસ જેવી આરોગ્‍યલક્ષી સેવાઓ જિલ્‍લાના જરૂરીયાતમંદ દર્દીઓને કરવામાં આવી હતી.
કોવીડ-19 હોસ્‍પિટલ દ્વારા 303 જેટલા પોઝીટીવ દર્દઓની જરૂરી સારવાર બાદ તેઓ સ્વસ્થ થઇ જતા હોસ્‍પિટલમાંથી રજા અપાઈ છે.
આ સાથે આ હોસ્‍પિટલમાં જામનગરની જી.જી. હોસ્‍પિટલ ખાતેની ફિઝીશ્યન અને એનેસ્‍થેટીસ્‍ટ તજજ્ઞોની એક ટીમ નિયમિત પોતાની સેવાઓ આપી રહી છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ