Connect with us

જામનગર

જામનગર જીલ્લામાં વધુ ૧૨ કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા

જામનગર જીલ્લામાં વધુ ૧૨ કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

  1. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં આવેલ નરશીભાઇ હરજીભાઇ ગોંડલીયાનું ઘર કુલ ઘર ૧.
  2. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના દેવપુર ગામના ભરવાડપાડા વિસ્તારમાં આવેલ મોહનભાઇ અમેથીયાનું ઘર કુલ ઘર ૧.
  3. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં સબસેન્ટર સામે આવેલ ચકુભાઇ ચનાભાઇ જેસડીયાનું ઘર કુલ ઘર ૧.
  4. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ ગામના શિવાશ્રમની બાજુમાં આવેલ સંદીપ વિનુભાઇ ગોસાઈનું કુલ ઘર ૧
  5. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં પેટ્રોલ સિનેમા રોડ પર આવેલ પ્રવીણ મકવાણા નું ઘર કુલ ઘર ૧.
  6. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં ગોવિંદપરામાં આવેલ દેવરાજ પરબત તારપરાનું ઘર કુલ ઘર ૧.
  7. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામમાં અક્ષરમીલમાં બીજી શેરીમાં ટાઉનશીપમાં આવેલ સતીષ આશારામનું ઘર કુલ ઘર ૧.
  8. જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકા વિસ્તારનાં ખોડિયારપરામાં આવેલ રાજેન્દ્રસિંહ જાડેજાનું ઘર કુલ ઘર ૧.
  9. જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલ નાઝ સિનેમા પાસે કરીમ હાસમ કુંગડાના ઘરથી જેતુન નુરમામદ કુંગડાનાં ઘરસુધીનો વિસ્તાર કુલ ઘર ૧.
  10. જામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં આનંદ નગરમાં આવેલ વિજય સવજી સોજીત્રાનું ઘર કુલ ઘર ૧.
  11. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં આવેલ ગોવુભા જાડેજાનું ઘર કુલ ઘર ૧.
  12. જામનગર જિલ્લાના જામનગર તાલુકાનાં મેડી ગામમાં આવેલ વચલી શેરીમાં હસમુખ જેરામ ભાલોડીયાનું ઘર કુલ ઘર ૧.

અમલવારીનો સમય :-

આ જાહેરનામું તા.૧૯/૧૦/૨૦૨૦ થી તા.૨૯/૧૦/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

જામનગર

જી.જી.હોસ્પિટલ ખાતે લોન્ડ્રી એરીયાનું ઉદ્ઘાટન કરાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આજરોજ ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ, જામનગર ખાતે જિલ્લા સમાહર્તા રવિશંકરના હસ્તે ખાસ લોન્ડ્રી એરિયાનું ઉદ્ઘાટન કરાયું હતું. આ લોન્ડ્રી એરિયામાં કોવિડના પેશન્ટ માટે વપરાયેલા કપડાને સ્વચ્છ કરવા ખાસ લોન્ડ્રી મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે. જી.જી.હોસ્પિટલમાં આ સુવિધાનો ઉમેરો કરવામાં ટાટા કેમિકલ્સ લિમિટેડ તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે.

આ તકે, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, નાયબ કલેકટર ઉપાધ્યાય, જી.જી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. તિવારી, એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. વસાવડા, મેડિકલ કોલેજના ડીન નંદિનીબેન દેસાઈ, અધિક ડીન ડો. ચેટરજી, ચીફ ફાયર ઓફિસર બિશ્નોઈ તથા અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં ગુજરી બજાર અને બકાલા માર્કેટના ફેરીયાઓનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં કોરોના વાયરસ સંક્રમણ વધી રહ્યું છે. તે સબંધમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જ જરૂરી છે. સાથે સાથે આવશ્યક કામગીરી અર્થે જ્યારે પણ ઘરની બહાર નીકળવામાં આવે ત્યારે માસ્ક પણ પહેરવું ખૂબ જ જરૂરી છે.

શહેરનાં વિવિધ વિસ્તારોમાં સોમવારથી રવિવારનાં દિવસોમાં ભરાતી ગુજરી બજાર અને જુદા જુદા વિસ્તારમાં ઓપન પ્લોટમાં ભરાતી શાક માર્કેટમાં પ્રવેશતા ફેરિયાઓ/વેપારીઓ અને ખરીદી માટે આવતા લોકોના કોરોનાનો કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. કોરોના ટેસ્ટ વગર તેમજ ગુજરી બજાર/શાકમાર્કેટના રેકડી/ફેરિયાઓ અને અરજદારોએ ‘સોશ્યલ ડિસ્ટન્સ’ જાળવવા અનુરોધ કરવામાં આવે છે.

યુવાનો બજારમાં કોઇપણ કામ ધંધા વગર આંટાફેરા કરતા હોય છે. તે પણ સંક્રમણનું કારણ બને છે અને ઘરના વડિલોને સંક્રમિત કરે છે. તેથી યુવાનોએ બીનજરૂરી બહાર ન નીકળવું અને ટોળામાં બેસવું નહીં અને સાવચેતી રાખવી જરૂરી છે. 60 વર્ષથી વધુ ઉમરના અને 10 વર્ષથી નાના બાળકોએ બજારમાં જવાનું બીલકુલ ટાળવા અનુરોધ કરવામાં આવે છે. વધુમાં પાનના ગલ્લાઓ અને ચાની કિટલીના દુકાનદારોએ પણ ફરજિયાત ટેસ્ટીંગ કરાવવાનું રહેશે તથા દુકાન કિટલી ઉપર ‘સોશ્યલ ડિસ્ટન્સીંગ‘નો અભાવ જણાશે તો ચાની લારી/કિટલી/દુકાન સીલ કરવાની કાર્યવાહી થશે.

વધુ વાંચો

જામનગર

જામનગરના દરેડમાં નજીવી બાબતે દંપતી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

પાણીની બોટલ આપવાની ના પાડી પાઈપ વડે માર માર્યો : અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા 

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર તાલુકાના દરેડ ગામમાં પાણીની બોટલ આપવાની ના પાડી બોલાચાલી બાદ ત્રણ શખ્સોએ દંપતી ઉપર પાઈપ વડે હુમલો કરી માર મારવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આદરી છે.

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ ભાંભી તેના વિસ્તારમાં પાણીની બોટલો આપવા જતા હતાં તે દરમિયાન રામ, વિશાલ, હિતેશ નામના ત્રણ શખ્સોએ યુવાનને આંતરીને પાણીની બોટલો આપવાની ના પાડી બોલાચાલી કરી હતી તેમજ યુવાનની પત્ની ઝડઘો નહીં કરવા માટે સમજાવવા જતા યુવાન દંપતી ઉપર આ ત્રણ શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. જ્યારે યુવાન પોલીસમાં ફોન કરવા જતા હુમલાખોરોએ અપશબ્દો બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારી ધમકી આપી હતી.

આ બનાવ બાદ હુમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. ચાવડા તથા સ્ટાફે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે તજવીજ હાથ ધરી હતી.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ