સ્પોર્ટ્સ
મિસિંગ ધ હીટમેન

પ્રકાશિત
2 months agoon
By
ખબર ગુજરાત

ભારતના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ સિનિયર ખેલાડી રોહિત શર્મા અને ઇશાન્ત શર્માની આગામી ટેસ્ટ શ્રેણીમાં રમવા અંગે શંકા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે તેમણે આગામી કેટલાક દિવસમાં ઓસ્ટ્રેલિયા પહોંચી જવું પડશે. રોહિત શર્મા હેમસ્ટ્રિંગ અને ઇશાન્ત સાઇડ સ્ટ્રેનની ઇજાથી પરેશાન છે અને હાલમાં તેઓ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી ખાતે રિહેબિલિટેશન કાર્યક્રમમાંથી પસાર થઇ રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઇ) પણ હજુ સુધી રોહિત અને ઇશાન્તને ઓસ્ટ્રેલિયા જવાની તારીખ નિશ્ચિત કરી નથી.
ઓસ્ટ્રેલિયામાં 14 દિવસના ફરજિયાત ક્વોરન્ટાઇનને ધ્યાનમાં રાખતા જો તેઓ બે કે ત્રણ દિવસમાં ઓસ્ટ્રેલિયા રવાના થશે નહીં તો તેમનું છઠ્ઠીથી આઠમી ડિસેમ્બર સુધી ઓસ્ટ્રેલિયા-એ ટીમ સામે રમાનારી વોર્મ-અપ મેચમાં રમવું અનિશ્ચિત બની જશે. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ઇજાના કારણે રોહિત મર્યાદિત ઓવર્સની ફોર્મેટવાળી શ્રેણીમાં રમી શકશે નહીં તે નિશ્ચિત થઇ ચૂક્યું છે. તેઓને હજુ કેટલો સમય આરામની જરૂર છે તે અમે જાણવા માગીએ છીએ કારણ કે તમે લાંબા સમય સુધી આરામ કરી શકતા નથી. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે જો રોહિત અને ઇશાન્તે ટેસ્ટ શ્રેણીમાં રમવું હોય તો આગામી ત્રણ કે ચાર દિવસમાં ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ પકડવી જરૂરી છે. જો તેઓ સમયસર પહોંચી શકશે નહીં તો તેમના માટે સ્થિતિ મુશ્કેલ બનશે તે ચોક્કસ છે. બંને ખેલાડીએ ક્વોરન્ટાઇનના સમયને પણ ધ્યાનમાં રાખવો પડશે. બંને ક્યારે ઓસ્ટ્રેલિયા રવાના થશે તેની કોઇની પાસે ચોક્કસ માહિતી પણ નથી.
તમને વાંચવા ગમશે
સ્પોર્ટ્સ
બિસ્બ્રેન ટેસ્ટ જિતવા ભારતને 328નો લક્ષ્યાંક





પ્રકાશિત
3 mins agoon
January 18, 2021By
ખબર ગુજરાત

ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રમાઇ રહેલાં સિરીઝનો અંતિમ ટેસ્ટ મેચ જિતવા માટે ભારતને 328 રનનું લક્ષ્ય પ્રાપ્ત થયું છે. આજે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 294 રનમાં સમેટાઇ જતાં ભારતને આ મેચ જિતવા માટે 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટેસ્ટ જિતવાના લક્ષ્ય સાથે ઉતરેલી ભારતીય ટીમે પોતાના બીજા દાવમાં ચાર રન બનાવ્યાં ત્યારે જ વરસાદનું વિઘ્ન નડતાં મેચને અટકાવી દેવાની ફરજ પડી હતી. આ અગાઉ ગઇકાલે ભારતે પૂંછડીયા બેટસમેનો શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરની 7મી વિકેટની 123 રનની ભાગીદારીને કારણે 336 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. તેમ છતાં ઓસ્ટ્રેલિયા 33 રનની લીડ લેવામાં સફળ રહ્યું હતું. દરમયાન આજે ભારતીય બોલરોએ ખૂબ સારી બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 294 રનમાં સંકેલી લેતાં ભારતને મેચ જિતવા માટે 328 રનનો ટાર્ગેટ પ્રાપ્ત થયો છે. આવતીકાલે મેચનો છેલ્લો દિવસ છે. જો આ ભારત ટેસ્ટ જીતી જશે તો સિરીઝ પણ પોતાના નામે કરી લેશે અને બ્રિસ્બેનમાં એક નવો જ ઇતિહાસ રચશે. ભારત અત્યાર સુધીમાં બ્રિસ્બેનમાં એક પણ ટેસ્ટ મેચ જીતી શકયું નથી. બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ આ મેદાન પર છેલ્લા 32 વર્ષથી એકપણ ટેસ્ટ મેચ નહીં હારવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખવા પ્રયાસ કરશે. જે પણ ટીમ આ ટેસ્ટ જીતશે તે ચાર ટેસ્ટની શ્રેણી પણ જીતી જશે.
સ્પોર્ટ્સ
ચોથો ટેસ્ટ : પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાના 369 રન : શુભમન 7 રન બનાવી આઉટ





પ્રકાશિત
2 days agoon
January 16, 2021By
ખબર ગુજરાત

ભારતે ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં બ્રિસ્બેન ખાતે ટી બ્રેક સુધી ભારતે 2 વિકેટ પર 62 રન બનાવ્યા છે, અજિંક્ય રહાણે 2 અને ચેતેશ્વર પૂજારા 8 રન બનાવીને ક્રિઝ પર છે. ભારતને શુભમન ગિલ અને રોહિત શર્માના નામે બે મોટા આંચકા આવ્યાકાંગારું પ્રથમ દાવમાં 369 રનમાં ઓલઆઉટ (ALL OUT )થયું હતું.
14 ઓવર બાદ ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 37 રન છે. રોહિત શર્મા (23 રન) અને ચેતેશ્વર પૂજારા (6 રન) ક્રીઝ પર છે. ઓસ્ટ્રેલિયા તરફથી અત્યાર સુધીના પ્રથમ દાવમાં પેટ કમિન્સે 1 વિકેટ લીધી હતી. ભારતે શુભમન ગિલની વિકેટ ગુમાવી (7) આ પહેલા ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ્સ 369 રનમાં સમેટાઇ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પહેલી ઇનિંગ્સમાં માર્નસ લ્યુબ્સેને 108 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન ટિમ પેને 50 રન બનાવ્યા હતા. ભારત તરફથી પ્રથમ ઇનિંગ્સમાં ટી.નટરાજન, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરએ 3-3 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી હતી.
ઓસ્ટ્રેલિયા ભારત સામે ફર્સ્ટ ઇનિંગ્સમાં 369 રનમાં ઓલઆઉટ થયું છે. કાંગારું માટે માર્નસ લબુશેને કરિયરની પાંચમી સદી ફટકારતા 108 રન અને કેપ્ટન ટિમ પેને નવમી ફિફટી ફિફટી મારી 50 રન કર્યા. તે સિવાય કેમરૂન ગ્રીને 47, મેથ્યુ વેડે 45 અને સ્ટીવ સ્મિથે 36 રનનું યોગદાન આપ્યું. ભારત માટે શાર્દુલ ઠાકુર, ટી. નટરાજન અને વોશિંગ્ટન સુંદરે 3-3, જ્યારે મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને બેટ સાથે સારો દેખાવ કરતા 104 બોલમાં 6 ફોરની મદદથી 50 રન કર્યા હતા. આ તેના કરિયરની 9મી ફિફટી હતી. પેન શાર્દુલ ઠાકુરની બોલિંગમાં સ્લીપમાં રોહિતના હાથે કેચ આઉટ થયો હતો. તેણે કેમરૂન ગ્રીન સાથે છઠ્ઠી વિકેટ માટે 98 રનની ભાગીદારી કરી હતી. તે પછી ગ્રીન 47 રને સુંદરની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
ભારત તરફથી પ્રથમ ઇનિંગ્સમાં ટી.નટરાજન, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરએ 3-3 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી હતી.
સ્પોર્ટ્સ
ઓસ્ટ્રેલિયનો સુધરવાનું નામ લેતાં નથી!
નફફટ ક્રિકેટરસિકોએ સીરાજ અને સુંદરને અપશબ્દો કહ્યા!





પ્રકાશિત
3 days agoon
January 15, 2021By
ખબર ગુજરાત

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ દર્શકો છેલ્લાં બે ટેસ્ટ મેચથી પોતાની માનસિકતા છતી કરી રહ્યા છે અને ભારતીય ક્રિકેટરો પર ગંદા શબ્દો અને ટિપ્પણીઓ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડે આ અંગે આકરી પ્રતિક્રિયા આપવી જોઇએ. એવું ભારતમાં કરોડો ક્રિકેટ શોખીનો માની રહ્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે રમાઈ રહેલી શ્રેણીની છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાના ચાહકોએ ફરી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વિરૂદ્ધ અવળચંડાઈ કરી છે. આ વખતે પણ મોહમ્મદ સિરાજ અને નવોદિત એવા વોશિંગ્ટન સુંદરને નિશાન બનાવવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાઈ ચાહકો એ બાઉન્ડ્રીમાં ઉભેલા મોહમ્મદ સિરાજ અને સુંદરને અપશબ્દો કહ્યાં હતાં. મોહમ્મદ સિરાજને ફરી એકવાર ઓસ્ટ્રેલિયાઈ ચાહકો દ્વારા નિશાન બનાવવામાં આવ્યો છે. આ અગાઉ સિડની ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ આ પ્રકારની જ ઘટના ઘટી હતી.
બોર્ડર-ગવાસ્કર શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ આજે શુક્રવારથી શરૂ થઈ છે. આજે પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયાના ચાહકોને અપશબ્દો કહ્યાં હતાં. સિડની મોર્નિંગ હેરાલ્ડના એક અહેવાલ પ્રમાણે, કેટલાક દર્શકોએ મોહમ્મદ સિરાજ ઉપરાંત વોશિંગ્ટન સુંદરને પણ અપશબ્દો કહ્યાં છે.
અહેવાલ પ્રમાણે કેટ નામના એક દર્શકે કહ્યું હતું કે, સિરાજ અને સુંદરને લઈને કેટલાક દર્શકો સતત અપશબ્દો બોલી રહ્યાં હતાં અને જોર જોરથી બુમો પાડી રહ્યાં હતાં. કેટે જણાવ્યું હતું કે, મોટા ભાગના લોકોએ સિરાજને પોતાનું નિશાન બનાવ્યો હતો, કે જેને સિડની ટેસ્ટ દરમિયાન પણ અપશબ્દો કહેવામાં આવ્યા હતાં.
તમિળનાડુના વોશિંગ્ટન સુંદરે આજે જ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્વ્યુ કર્યું છે. પહેલી જ આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં સુંદરને કડવો અનુંભવ થયો છે. આ અગાઉ સિડની ટેસ્ટમાં પણ દર્શકોએ સિરાજને પોતાનું નિશાન બનાવ્યો હતો. જોકે આ ઘટનાને લઈને તુરંત મેચ અટકાવવામાં આવી હતી અને અભદ્ર વ્યવહાર કરનારાઓને સ્ટેડિયમની બહાર કરવામાં આવ્યા હતાં.
સિડની ટેસ્ટમાં ઘટેલી શરમજનક ઘટનાને લઈને ક્રિકેટ જગત શર્મશાર થયું હતું. ઇઈઈઈં થી લઈને ઈંઈઈ સુધી તેની નોંધ લેવાઈ હતી. સિડની ટેસ્ટની ઘટનાને મામલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે માફી માંગી હતી. હવે ફરી એકવાર આ પ્રકારની ઘટના બનવા પામી છે.


બિસ્બ્રેન ટેસ્ટ જિતવા ભારતને 328નો લક્ષ્યાંક


ભાઇ-ભાભીને છુટા પાડવાનું નણંદનું કાવતરું: એફઆઇઆર


કુંવારી યુવતીએ અધુરા માસે પુત્રને જન્મ આપ્યો
ટ્રેન્ડીંગ
-
જામનગર4 weeks ago
ટૂંકા અને ઉતેજક વસ્ત્રો ધારણ કરેલી, જામનગરના પાદરે આવેલી એ યુવતીઓ કોણ છે?!
-
રાજ્ય3 days ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
વિડિઓ4 weeks ago
જામનગરની જાણીતી હોટેલના હોલમાં ચાલતાં એકઝીબિશનમાં કોણે દરોડો પાડ્યો ? શા માટે ? શું દંડ કર્યો ?
-
જામનગર2 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી