રાષ્ટ્રીય
648 ઉપગ્રહોની મદદથી આકાશ મારફત સંદેશાઓ મોકલી શકાશે
બ્રિટનની સરકાર અને ભારતી જૂથનાં વડા સુનિલ મિત્તલનું સંયુકત સાહસ

પ્રકાશિત
2 months agoon
By
ખબર ગુજરાત

ટેકનોલોજીની દુનિયામાં સતત નવી ક્રાંતિઓ અને નવા ઉપાયો અમલમાં આવી રહયા છે. યુરોપના કેટલાક દેશો અને બ્રિટનની સરકાર ઉપગ્રહોની મદદથી પોતાના દેશોમાં કોમ્યુનિકેશનની દુનિયાને વધુ અસરકારક બનાવવા માટેના પગલાંઓ ભરી રહયા છે. બ્રિટનની સરકારે આ માટે ભારતીય કંપની ભારતી એરટેલ સાથે કરાર કર્યો છે અને આગામી 6-7 મહિનામાં આ કંપનીના વડા સુનિલ મિત્તલ અને બ્રિટીશ સરકાર વચ્ચેનું આ સંયુકત સાહસ અવકાશમાં ઉપગ્રહોની મદદથી અવાજના મોજા મોકલવા તથા મેળવવા માટેની આધુનિક ટેકનોલોજીના ઉપયોગને વ્યાપક બનાવવા માટે એક સાથે 648 ઉપગ્રહોની મદદ લેશે.
આ માટે સુનિલ મિત્તલના પુત્ર શ્રવિન મિત્તલે બ્રિટિશ સરકાર સાથે સંયુકત સાહસનો પ્રારંભ કર્યો છે. આ સાહસમાં ભારતીય અવકાશ સંશોધનની સર્વોચ્ચ સરકારી સંસ્થા ઇસરો પણ જોડાયેલી છે. ઓકટોબર -20રર સુધીમાં યુરોપના કેટલાક દેશો અને બ્રિટન ઉપરાંત સમગ્ર ભારતના તમામ વિસ્તારોને આ ટેલિકોમ સેવા હેઠળ આવરી લેવામાં આવશે. એમ શ્રવિન મિત્તલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે. શ્રવિનની આ કંપનીનું નામ વનવેબ છે. બ્રોડબ્રેન્ડ કનેકશન સહિતની વિવિધ સુવિધાઓ માટે સ્થાપવામાં આવેલા આ સાહસમાં અત્યાર સુધીમાં બન્ને પક્ષકારોએ એક અબજ ડોલરનું રોકાણ કર્યુ છે. આગામી દિવસોમાં વધુ દોઢ અબજ ડોલરનું રોકાણ કરી સમગ્ર પ્રોજેકટ કાર્યરત કરવામાં આવશે. આ સાહસમાં આગામી સમયમાં અન્ય ભાગીદારોને જોડવામાં આવે તેવી પણ સંભાવના હોવાનું સુનિલ મિત્તલે જણાવ્યું છે.
તમને વાંચવા ગમશે
-
લાલ કિલ્લા પર રાષ્ટ્રદ્વજની જગ્યાએ ખેડૂતોએ ફરકાવ્યો પોતાનો ધ્વજ, દેશભરમાં ટીકા
-
અક્ષય કુમારે લોન્ચ કરી ગેમ “ FAU-G”, કહ્યું આપણા ધ્વજને રક્ષણ આપો
-
જામવાડીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાને જિંદગી ટૂંકાવી
-
ભાણવડ તાલુકા સેવાસદન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
-
જામનગર બાર એસોસીએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
-
હિન્દુ સેના દ્વારા ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી
રાષ્ટ્રીય
લાલ કિલ્લા પર રાષ્ટ્રદ્વજની જગ્યાએ ખેડૂતોએ ફરકાવ્યો પોતાનો ધ્વજ, દેશભરમાં ટીકા





પ્રકાશિત
2 mins agoon
January 26, 2021By
ખબર ગુજરાત

દર વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. અંગ્રેજોની ગુલામીમાંથી 1947ના રોજ દેશ આઝાદ થયો ત્યારથી કિલ્લાના પ્રાચીર પર ધ્વજ ફરકાવવામાં આવે છે. પરંતુ આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિતે લાલ કિલ્લા પર ખેડૂતોનો ધ્વજ ફરકી રહ્યો હતો. આ ઘટનાની સૌ કોઈ ટીક્કા કરી રહ્યા છે. ખેડૂતો અને આજે ભારે હોબાળો મચાવ્યો હતો અને એક જૂથ લાલ કિલ્લા પર પહોચ્યું અને પોતાનો ધ્વજ ફરકાવ્યો જેને લઇને દેશભરમાં ગુસ્સો ફેલાયો છે.
છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું. અને સરકારને સંદેશ આપવા માટે થઇને લાલ કિલ્લા પર પોતાનો ધ્વજ ફરકાવ્યો. આ ઐતીહાસીક સ્મારકના ગુંબજો પર પણ કેટલાક ખેડૂતો ચઢી ગયા હતા. આ ઘટનાની એનક દિગ્ગજ નેતાઓએ આકરી નિંદા કરી હતી.
કિસાન સંગઠનના સમૂહ સંયુક્ત કિસાન મોર્ચાએ બેકાબૂ બનેલી ટ્રેક્ટર રેલીમાં ઘટેલી હિંસક ઘટનાથી પોતાની જાતને અળગી કરી લીધી છે. નેતાઓનું કહેવું છે કે, જે કિસાન સંગઠનના લોકો હિંસા પર ઉતરી આવ્યા છે અને લાલ કિલ્લાની પ્રાચરમાં પ્રવેશ્યા છે, તેમની સાથે અમારે કોઈ જ લેવા દેવા નથી. ઓલ ઈન્ડિયા કિસાન સભાના પંજાબના જનરલ સેક્રેટરી મેજર સિંહ પુનાવાલાએ જણાવ્યું હતું કે જે લોકો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા છે તે સંયુક્ત કિસાન મોર્ચાના લોકો નથી.
રાષ્ટ્રીય
રૂા.90,000 કરોડ, 1350 કિમી. : દેશનો સૌથી લાંબો એકસપ્રેસ હાઇ-વે
2018માં શરૂ થયેલો અને 2023માં પૂર્ણ થનાર આ રાજમાર્ગની વિશેષતાઓ જાણો





પ્રકાશિત
6 hours agoon
January 26, 2021By
ખબર ગુજરાત

દેશની રાજધાની દિલ્હી અને દેશના આર્થિક પાટનગર મુંબઇ વચ્ચે દેશનો સૌથી લાંબો એકસપ્રેસ નેશનલ હાઇવે 2 વર્ષ પછી આપણે જોઇ શકીશું. આ હાઇ-વેની લંબાઇ 1350 કિમી રહેશે.આ રાજમાર્ગના નિર્માણ પાછળ સરકાર રૂા.900 અબજનો ખર્ચ કરશે. આ હાઇ-વે દેશના પાંચ રાજયોમાંથી પસાર થશે. જેમાં ગુજરાત ઉપરાતં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ટવીટ્ મારફત આ જાણકારી આપી છે જેમાં વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. આ હાઇ-વેનો પ્રારંભ 2018માં થયા પછી 2019ની 9મી માર્ચે હાઇ-વેનું ભુમિપૂજન થયું હતું. 100 કિમીથી વધુ લંબાઇના માર્ગ માટેનો કોન્ટ્રાકટ અપાઇ ચૂકયો છે અને કામ ચાલુ છે.દિલ્હીના દૌસા સેકશન અને જયપુરને જોડવામાં આવશે. તેને જયપુર એકસપ્રેસ નામથી ઓળખવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરાથી અંકલેશ્ર્વર સુધીનું સેકશન ઇકોનોમિક હબ ભરૂચને જોડશે. આ બન્ને સેકશન આગામી નવેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે. જાન્યુઆરી 2023 સુધીમાં સંપૂર્ણ માર્ગ તૈયાર થશે.
આ માર્ગ તૈયાર થવાથી જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિતોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજજૈન, ઇંદોર, અમદાવાદ અને સુરત જેવા મહત્વના આર્થિક શહેરો એકમેકથી જોડાઇ જશે. આ હાઇ-વે બન્યા પછી દિલ્હી અને મુંબઇ વચ્ચેનું અંતર 130 કિ.મી. ઓછુ થઇ જશે. હાલમાં દિલ્હીથી મુંબઇ પહોંચવા 24 કલાકનો સમય લાગે છે આ હાઇ-વે બન્યા પછી આ સમય ઘટીને 12 કલાક થઇ જશે. જેના કારણે દર વર્ષે 32 કરોડ લિટર ઇંધણની બચત થશે.
આ હાઇ-વેની આજુબાજુ 15,00,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ હાઇ-વે એશિયાનો પ્રથમ અને દુનિયાનો બિજો એવો હાઇ-વે હશે જેમાં જંગલના પ્રાણિઓ માટે એનિમલ ઓવરપાસ બનાવવામાં આવશે. એટલે કે, જંગલ નિચે ટનલ બનાવી હાઇ-વે કાઢવામાં આવશે. તેથી જંગલ યથાવત રહેશે. આ હાઇ-વેમાં ત્રણ અંડરપાસ અને પાંચ ઓવરપાસ રહેશે. આ હાઇ-વે બનાવવામાં પાંચ લાખ ટન લોખંડનો ઉપયોગ થશે.60 લાખ ટ્રકના ફેરા કરીને 50 કરોડ ઘન મીટર માટીને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવશે.
આ હાઇ-વેના નિર્માણમાં 35 લાખ ટન સિમેન્ટનો ઉપયોગ થશે. જે દેશના સિમેન્ટના કુલ ઉત્પાદનનો એક ટકા હિસ્સો છે. આ હાઇ-વે નિર્માણ દરમ્યાન 15 લાખ શ્રમિક દિવસ લાગશે. જેના કારણે રોજગારીમાં મોટો વધારો થશે.
રાષ્ટ્રીય
જાણો પીએમ મોદીએ આજે પહેરેલ જામનગરની પાઘડી કોણે અને ક્યારે આપી હતી ભેંટ





પ્રકાશિત
6 hours agoon
January 26, 2021By
ખબર ગુજરાત

પ્રધાનમંત્રીએ આજે પહેરેલ જામનગરની બાંધણી ચર્ચામાં છે. દર વર્ષે પીએમ નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે અલગ અલગ પ્રકારની પાઘડીઓ પહેરતા હોય છે. જયારે આજે તેઓએ જામનગરની પ્રખ્યાત બાંધણીની પાઘડી પહેરી છે. ઓરેન્જ અને યલો કલરની આ પાઘડીએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
દેશ આજે 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ગણતંત્ર દિવસના અવસર પર પહેરેલી પાઘડી ગુજરાતમાંથી ભેટ આપવામાં આવી છે. ગુજરાતના જામનગરમાં રાજવી પરિવાર દ્વારા આ પાઘડી ભેટ આપવામાં આવી છે. હાલમાં PM મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. આ અવસરે જામનગરના રાજવી પરિવારે ભેટ આપી હતી. 2015થી લઇ અત્યાર સુધીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ પર PM મોદીની પાઘડી પણ ધ્યાન આકર્ષિત કરે છે. પીએમ મોદીએ આ વર્ષે જામનગરની પાઘડી પહેરીને જામનગર સહીત ગુજરાતભરનું ગૌરવ વધાર્યું છે. જામનગરના રાજવી પરિવારનો વૈશ્વિક સ્તરે વિશેષ આદર છે.


લાલ કિલ્લા પર રાષ્ટ્રદ્વજની જગ્યાએ ખેડૂતોએ ફરકાવ્યો પોતાનો ધ્વજ, દેશભરમાં ટીકા


અક્ષય કુમારે લોન્ચ કરી ગેમ “ FAU-G”, કહ્યું આપણા ધ્વજને રક્ષણ આપો


જામવાડીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાને જિંદગી ટૂંકાવી
ટ્રેન્ડીંગ
-
રાજ્ય2 weeks ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય1 week ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત