Connect with us

વિદાયમાન હોય તો આવું

જૂનાગઢના એસ.પી.ને તેમના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અદ્ભૂત અને અવિસ્મરણીય વિદાયમાન આપ્યું હતું. તાજેતરમાં જ રાજ્યના આઇ.પી.એસ. અધિકારીઓની થયેલી બદલીઓમાં જૂનાગઢના એસ.પી. સૌરભ સિંઘની પણ કચ્છમાં બદલી કરવામાં આવી છે. તેઓએ જ્યારે જૂનાગઢના એસ.પી. તરીકે ચાર્જ છોડ્યો ત્યારે તેમના વિભાગના અધિકારી-કર્મચારીઓએ તેમને ખૂબ જ ભારે હૈયે વિદાય આપી હતી. તેઓ માત્ર જૂનાગઢ પોલીસ વિભાગમાં જ નહીં પરંતુ શહેર-જિલ્લામાં પણ પોતાની ઉત્કૃષ્ઠ કામગીરીને લઇને ભારે લોકપ્રિય બન્યા હતાં. ઓફિસમાંથી વિદાય લઇ રહેલા એસ.પી. પર કર્મચારીઓએ પુષ્પવર્ષા કરી હતી. એટલું જ નહીં તેમની કારને અદ્ભૂત રીતે શણગારી વરસતા વરસાદમાં કારને દોરડા વડે ખેંચી કર્મચારીઓએ ખૂબ જ ભાવભરી વિદાય આપી હતી. સાથી કર્મીઓના આવા અદ્ભૂત ભાવથી એસ.પી. સૌરભ સિંઘ પણ ગદગદિત થઇ ગયા હતાં.

વિડિઓ

જામનગર જિલ્લા પંચાયતની બીજી સામાન્યસભા યોજાઇ

જામનગર જિલ્લા પંચાયતની બીજી સામાન્યસભા યોજાઇ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

શોષણનાં વિરોધમાં જી.જી. હોસ્પિટલનાં કરાર આધારિત નર્સિંગ સ્ટાફનું આવેદન

શોષણનાં વિરોધમાં જી.જી. હોસ્પિયલનાં કરાર આધારિત નર્સિંગ સ્ટાફનું આવેદન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો

વિડિઓ

ઘોર બેદરકારી:નળ ખુલ્લો રાખી દેતા,જી.જી. નો ઓ.પી.ડી રૂમ પાણી-પાણી

ઘોર બેદરકારી:નળ ખુલ્લો રાખી દેતા,જી.જી. નો ઓ.પી.ડી રૂમ પાણી-પાણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ