Connect with us

રાજ્ય

ભાવનગરમાં નિવૃત ડીવાએસપીનાં ઘરમાં સામુહિક આત્મહત્યા

નિવૃત Dyspનાં પુત્રએ પત્ની અને બે બાળકોને ગોળી ધરબી પોતે પણ આત્મહત્યા કરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભાવનગરમાં સામૂહિક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમા એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કરી લીધો છે. આ બનાવ નિવૃત DySPના ઘરમાં બન્યો છે જ્યાં પુત્રના પરિવારે આપઘાત કરી લીધો છે. સમગ્ર પરિવારે રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. રિટાયર્ડ DySPનો પુત્ર પૂત્રવધુ અને 2 બાળકોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના રિટાયર્ડ DySPના પુત્રના ‘પૃથ્વી રાજ બંગ્લો’માં આ ઘટના બની છે. જ્યાં નિવૃત્ત DySPના પુત્રએ બે બાળકોને રિવોલ્વરથી ગોળી માર્યા બાદ પોતાની પત્નીને પણ ગોળી મારી હતી અને બાદમાં તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી.

રાજ્ય

સાયબર ક્રાઇમથી બચવા આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વધતા જતા સાઇબર ક્રાઇમને લઈ લોકોએ જાગ્રત થવાની જરૂર છે તેમજ અજાણ્યા લોકો સાથે પોતાની અંગત વાત કે ડિટેલ શેર ન કરવા માટે સાઇબર એક્સપર્ટ અને અધિકારીઓ સલાહ આપી રહ્યા છે.

સાઇબર ક્રાઈમમાં મોટે ભાગે ઓનલાઈન છેતરપિંડી, હેકિંગ, ગેરકાયદે કોલસેન્ટર, સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટ, બીભત્સ કોમેન્ટ કે પોસ્ટ જેવા ગુના નોંધાયા છે સાઇબર ક્રાઈમ દ્વારા ટેક્નિકલ એનાલિસિસના આધારે અનેક ગુનાઓ ડિટેકટ પણ કરવામાં આવ્યા છે. કેટલાક ગુનેગારો દેશની બહારથી પણ ગુના આચરતા હોય છે, જેથી તેમને પકડવા મુશ્કેલ છે અને કેટલાક ગુનેગારો બહારના દેશનું સર્વર વાપરે છે, જેથી તે પણ ફલેશ થતા નથી, માટે એ ગુના ડિટેકટ થઈ શકતા નથી. સાઇબર ક્રાઈમમાં ચાલુ વર્ષ દરમિયાન સૌથી વધુ ગુના PAYTM KYCના નામે થયેલી છેતરપિંડીના નોંધાયા છે.

  • ચાલુ વર્ષે PAYTM KYCના નામે સૌથી વધારે લોકો ભોગ બન્યા.
  • OTP કે બેન્ક-વિગત કોઈને ફોન પર ના આપો.
  • કોઈ ફ્રોડ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવો ફરિયાદ.
  • પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શકય હોય તો પ્રાઇવસી રાખો.
  • સમયાંતરે ઇ-મેલ, સોશિયલ મીડિયા અકાઉન્ટનો પાસવર્ડ બદલ
  • સિક્યોરિટી ફીચર પણ ખાસ એપ્લિકેશનમાં ધ્યાન રાખો.
  • કોઈ અજાણી વ્યક્તિ સાથે ફોન પર વધુ વાત ન કરો.

વધુ વાંચો

રાજ્ય

હવે દર 6 મહિને ફાયર સેફટી NOC રિન્યુઅલ કરાવવુ પડશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને કોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયા બાદ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં તમામ જગ્યાએ ફાયર સેફ્ટીનું NOC ફરજિયાત હોવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હાઈરાઈઝ બિલ્ડીંગો, વાણિજ્યક સંકુલ, સ્કૂલો, કોલેજ, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો માટે NOC ફરજિયાત કરી દીધી છે અને દર 6 મહિને ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ કરાવવું પડશે. તેના માટે રાજ્યમાં ખાસ ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂક કરાશે. સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરોની પેનલ બનાવાશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ફાયર સેફ્ટીના કડક અમલથી લોકોના જાન-માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્યમાં દરેક હાઇ રાઇઝડ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલસ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજીયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર આ હેતુસર પ્રાયવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે. આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિક, કબજેદારો, ફેકટરી ધારકોએ એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને રીન્યુઅલ કરાવવું પડશે. આ માટે ખાનગી યુવા એન્જિનિયર્સને સરકાર નિર્દિષ્ટ તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફીસર તરીકે પ્રેકટીસ કરવા મંજૂરી આપશે.

રાજ્યના નગરો અને મહાનગરોમાં આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર કરવામાં આવશે. શહેરોમાં ફાયર સેફ્ટી એકટની કલમ 12 મુજબ આવા ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણુક કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ પહેલ રૂપ નિર્ણયથી સિવિલ, મિકેનીકલ, ઇલેક્ટ્રીકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સને સ્વ રોજગારીની નવી તકો મળતી થશે

શહેરીકરણના વધતા વ્યાપ સામે આવા ફાયર સેફ્ટી ઓફિસરની સેવાઓ વ્યાપક સ્તરે મળતી થવાથી એનઓસી મેળવવાનું અને રીન્યુએલ સરળતાથી થઈ શકશે. બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજ્ય સરકાર ઓફલાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે.

વધુ વાંચો

રાજ્ય

જામ રાવલ યુવા ભાજપ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા સ્થિત સરકારી બ્લડબેંકમાં રક્તની જરૂરિયાત હોવાની જાણ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના માર્ગદર્શન હેઠળ જામ રાવલ શહેર યુવા ભાજપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 46 રક્તદાતાઓએ રકતદાન કર્યું હતું.

દરેક રક્તદાતાઓને સાંસદ પૂનમબેન માડમ તરફથી પ્રોત્સાહનરૂપે  સમૃતિભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા ભાજપના પ્રમુખ પરબતભાઈ ભાદરકા, મહામંત્રી સુરપાલસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના ઈન્દ્રજીતસિંહ પરમાર, જયેશભાઇ પિંડારિયા, નિરવભાઈ કવૈયા, જિલ્લા ઉપપ્રમુખ નીતીનભાઈ કોટેચા, રાવલના યુવા ભાજપ પ્રમુખ સચીન અગ્રાવત, પુર્વ મહામંત્રી કેતન બુધ્ધભટ્ટી, શહેર પ્રમુખ રસીકભાઈ થાનકી, નગરપાલીકા કારોબારી ચેરમેન રાણાભાઈ ગામી, શહેર મહામંત્રી રાણાભાઇ જમોડ, રામદેભાઈ જાદવ તેમજ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના નગર સયોજક જગદીશ ગોસ્વામી, જોષીભાઈ, વીનોદભાઈ ગોકાણી, પ્રવીનભાઈ લાખાણી, જયપાલસીંહ જાડેજા તથા ભાજપના આગેવાનો, હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ