ગુજરાત રાજ્યના જિલ્લા જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-2ના અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડર ગઈકાલે શુક્રવારે રાજ્યકક્ષાએથી થયા છે. જેમાં અંજાર (કચ્છ- પૂર્વ)ના ઘનશ્યામ અરેઠીયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના જગદીશભાઈ વાઢેરને રાજકોટ, પંચમહાલના એમ.એચ. શેખને નર્મદા, આણંદના વિપુલ સોલંકીને મુખ્ય કચેરી- ગાંધીનગર, સુરતના એ.ડી. ચૌધરીને વલસાડ, બનાસકાંઠાના મિત પરમારને મહેસાણા, સુરેન્દ્રનગરના કિરણ પરમારને આણંદ, પોરબંદરના વાય.કે. મહેતાને ભુજ (કચ્છ- પશ્ચિમ) મુખ્ય કચેરી- ગાંધીનગરના મન ચૌધરીને અરવલ્લી, મહિસાગરના રવિ મિસ્ત્રીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જૂનાગઢના યશ જોશીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જ્યારે ગાંધીનગર સ્થિત મુખ્ય કચેરીના આર્જવ શુક્લાને બોટાદ તથા સુરતના પીઆર સિંગને અંજાર (કચ્છ- પૂર્વ) ખાતે મુકવામાં આવ્યા છે.