Connect with us

રાજ્ય

લાલપુર પ્રાંત અધિકારીને ધમકી આપનાર શખ્સની ધરપકડ

પાલનપુર પોલીસે ઝડપી લઇ લાલપુર પોલીસને સોંપી આપ્યો : પોલીસ દ્વારા આગળની કાર્યવાહી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ચાલતા જમીનના મામલે લાલપુર પ્રાંત અધિકારી અને સ્ટાફને ફોન પર ધાક-ધમકી આપવા અંગે પ્રાંત અધિકારીએ લાલપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર અને લાલપુર તાલુકાના પ્રાંત અધિકારી નીતેશ સાવલિયા તથા તથા નાયબ મામલતદાર ડાભીને જીગર નામના શખ્સ દ્વારા જામજોધપુર તાલુકામાં ચાલતા જમીનના મામલે ધમકી આપી હોવાની લાલપુરના પ્રાંત અધિકારીએ લાલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ ડી.એસ. વાઢેરે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. દરમિયાન આ બનાવમાં ધમકી આપનાર શખ્સની પાલનપુર પોલીસે ધરપકડ કરી લાલપુર પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર

છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ

સંતો-મહંતો અને શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં મંદિર ખાતે કાર્યક્રમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી ફેબ્રુઆરીથી રામમંદિર નિર્માણનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કામગીરી 3 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલશે. અને મર્યાદા પુરૂષોતમ શ્રી રામ ભગવાનનું સમગ્ર દેશનું સૌથી ભવ્ય મંદિર નિર્માણ પામશે. આ મહાનિર્માણના કામમાં કરોડો દેશવાસીઓને જોડવામાં આવ્યા છે. જામનગર સહિત સમગ્ર દેશમાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધિ(ફંડ) એકત્રીકરણ કાર્યક્રમ વ્યાપક સ્તરે ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આ મહાનિર્માણ માટે દેશભરમાંથી કરોડો રૂપિયાનું એકત્રિકરણ થઇ ચૂકયું છે. ફેબ્રુઆરી માસ દરમ્યાન પણ સમગ્ર દેશમાં નિધિ એકત્રિકરણ કામગીરી કરવામાં આવશે.

છોટીકાશી જામનગરમાં પ્રણામી સંપ્રદાય, આણંદાબાવા સેવા સંસ્થા તથા મોટી હવેલી સંપ્રદાય દ્વારા આ નિધિ એકત્રિકરણમાં પ્રત્યેક સંપ્રદાય દ્વારા રૂા.5,55,555ના ચેક તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજે શનિવારે સાંજે જામનગરમાં તળાવની પાળે આવેલાં વિશ્વ પ્રસિધ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે નિધિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શાસ્ત્રી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ તથા ખિજડા મંદિરના શ્રી લક્ષ્મણદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ડો.કિશોર દવે તથા સિનિયર ટ્રસ્ટી વિનુભાઇ તન્ના દ્વારા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જામનગર જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલીયાને બાલા હનુમાન મંદિર દ્વારા રૂા.5,55,555નો ચેક નિધિ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, અગ્રણી બિઝનેસમેન કનુભાઇ કોટક, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રેસિડેન્ટ લાખાભાઇ કેશવાલા તથા વેપારી અગ્રણી અરવિંદભાઇ પાબારી સહિતના શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોને વંદન કરી આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતાં.

વધુ વાંચો

રાજ્ય

દ્વારકામાં પ્રજાસતાકપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લાની 26મી જાન્યુઆરી-2021, પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળીયા ખાતે કરવામાં આવશે. આજે ઉજવણીના આયોજન અંગે કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.

બેઠકમાં કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ બેઠક વ્યવસ્થા, પ્રવેશ તથા બહાર જવાના રસ્તાની બાબતો, વાહન પાર્કિગની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇટ, મંડપ સાઉન્ડ, પાણીની વ્યવસ્થા, વૃક્ષારોપણ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા વગેરે બાબતો વિશે ચર્ચા કરી લગત વિભાગ/કચેરીઓને જરૂરી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સુનીલ જોષી, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, અધિક નિવાસી કલેકટર કે.એમ.જાની, પ્રાંત અધિકારી ગુરવ, ખંભાળીયા મામલતદાર લુકકા સહિત સંકલન સમિતિના અધિકારીઓ /પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

વધુ વાંચો

રાજ્ય

મદદનીશ ટીડીઓને વાહનની ઠોકર: ઇજાઓ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

હડિયાણા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકની ઠોકરે બાઇકસવારનું અકસ્માત થતાં 108 મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ અંગે મળતી માહિતી અનુસાર જામનગરથી કંડલા તરફ જતાં હડિયાણા ગામ પાસે જોડિયા તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રાજેશભાઇ ટિલાવત બાઇક લઇને પસાર થતાં હોય, અજાણ્યા વાહને ઠોકર મારતાં પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને 108 મારફત તાત્કાલિક ધોરણે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

ઘટનાની જાણ થતાં જોડિયાના પૂર્વ તાલુકા વિકાસ અધિકારી જયંતિભાઇ સોરઠીયા અને જયસુખભાઇ, હડિયાણાના સરપંચ તથા તાલુકા પંચાયત સ્ટાફ દોડી ગયા હતાં.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ