Connect with us

શહેર

જામનગરના આજે નોંધાયેલા 3 પોઝિટીવ કેસ અંગે જાણો વિગતવાર માહિતી

શહેરમાં ચેપ પ્રસરવાની સંભાવના ઓછી અફવાઓ ન ફેલાવવા ખબર ગુજરાત તંત્રીની અપીલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેર અને જિલ્લામાં લોકડાઉન શરૂ થયું ત્યારથી આજ દિવસ સુધી માત્ર એક જ કોરોના પોઝિટીવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ એકપણ નવો કેસ થયો ન હતો. દરમિયાન રવિવારે અમદાવાદથી આવતા 5 મહિલા અને 3 બાળકો સહિત આઠ લોકોને ધ્રોલ ખાતે જામનગર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોકી દેવાયા હતા અને ત્યાંથી તમામ વ્યકિતઓને જામનગર પાસે આવેલી સમરસ હોસ્ટેલ કોરન્ટાઇન સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતાં. આ આઠ વ્યકિતઓના કોરના પરીક્ષણ માટે સેમ્પલ મેળવી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. જે પૈકીના 3 મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ રિપોર્ટ સંદર્ભે કલેકટર રવિશંકર દ્વારા જણાવાયું હતું કે, 8 વ્યકિતઓને શહેરમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો નથી. અને તેઓ અમદાવાદથી સંક્રમિત થયા હતા. આ ત્રણ પોઝિટીવ કેસ અમદાવાદના ગણવા કે જામનગરના ગણવા તે અંગે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે માર્ગદર્શન માગવામાં આવ્યું છે. સાથે સાથે આ સંક્રમિત દર્દીઓને સમરસ હોસ્ટેલમાં કોરન્ટાઇન કરવા કે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા તે અંગે પણ માર્ગદર્શન માગવામાં આવ્યું હોવાનું કલેકટરે જણાવ્યું છે.

દરમિયાન પોઝિટીવ આવેલા ત્રણેય દર્દીઓ હજુ સુધી જામનગર શહેરમાં પ્રવેશ્યા ન હોય તેમજ શહેરની કોઇ વ્યકિતના સંપર્કમાં આવ્યા ન હોય શહેરમાં ચેપ પ્રસરવાની સંભાવનાઓ ઓછી છે. ત્યારે જામનગરના કોઇ લોકોને પૈનિક ન થવા તેમજ કોરોના પોજિટીવ અંગેની અફવાઓ ન પ્રસરાવવા ખબર ગુજરાતના તંત્રી દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે.

શહેર

ભુમાફિયા જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનાર શખ્સની ધરપકડ કરાઇ

અમદાવાદ એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુકત ઓપરેશન પાર પડાયું

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના ચકચારી એવા ભુમાફિયા જયેશ પટેલની ગેંગને હથિયાર પુરા પાડનાર શખ્સ બલવિરસિંહ ઉર્ફે બલ્લુની એમ.પી.માંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ એટીએસ અને જામનગર એસઓજી દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડી બલવિરસિંહને ઝડપી લીધો છે. જેમાં પુછપરછ દરમિયાન અત્યાર સુધીમાં ગુજરાતમાં 100 થી વધુ હથિયારો વેંચ્યા હોવાની કબુલાત આરોપીએ આપી હતી.

જામનગરમાં સને- ૨૦૧૯માં જયેશ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલે રાજાણી પ્રોફેસર પાસેથી ૧ કરોડની ખંડણી વસુલ કરવા તેના ઉપર ફાયરીંગ કરવા માટે ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમરભાઇ નાયકને સુચના આપી હતી. જેથી ઇકબાલે બલવિરસિંહ ઉર્ફે બલ્લુ પાસેથી એક પિસ્તોલ તથા પાંચ રાઉન્ડ મંગાવેલ હતા અને આ બલવિરસિંહ ઉર્ફે બલવંતસિંહ ઉર્ફે બલ્લુ જયેશ પટેલની ગેંગનો મુખ્ય હથીયાર સપ્લાયર હોય અને હાલ એમ.પી ,ધાર ખાતે હોવાની એ.ટી.એસ. ના અધિકારીઓને બાતમી મળતા એ.ટી.એસ. તથા જામનગર એસ.ઓ.જી ની સયુંક્ત ટીમ બનાવી બલવિરસિંહ ઉર્ફે બલવંતસિંહ ઉર્ફે બલ્લુ અશોકસિંહ કતરસિંગ ,પટવા રહે. ગામ સીંધાના વીસ ખોલી ગાયત્રી મંદિરવાળી શેરની બાજુમાં તા. મનાવર જી.ધાર મધ્યપ્રદેશનાઓની એમ.પી ,ધાર ખાતેથી ધરપકડ કરી એ.ટી.એસ. ઓફીસ લાવી પુછપરછ કરતા તેણે અત્યાર સુધીમાં કુલ ૧૦૦ થી વધુ હથિયારો ગુજરાતમાં વેચ્યા હોવાની કબુલાત આપી હતી. મજકુર વિરૂધ્ધ અમદાવાદ શહેર,રાજકોટ શહેર તથા મોરબી જીલ્લામાં હથિયાર સપ્લાય કરવાના ગુનાઓ નોંધાયેલ છે.

વધુ વાંચો

શહેર

પૈસા નહીં આપતા યુવાનના પિતાને પતાવી દેવાની ધમકી

ઉછીના આપેલા શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ ગયો : ટાટીયા ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી: પોલીસ દ્વારા ધમકી આપનાર શખ્સની શોધખોળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાને ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી મામલે એક શખ્સે યુવાનના પિતાને બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઈ અપશબ્દો બોલી ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં શંકરના મંદિર પાસે રહેતા રમેશ કિશોરભાઈ કનોજીયા નામના મજૂરીકામ કરતા પ્રૌઢના પુત્ર વિજયએ રાજભા નામના શખ્સ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે વિજય મળતો ન હોય તેથી રાજભાએ મંગળવારે સાંજના સમયે વિજયના પિતા રમેશભાઈને ઘરેથી બાઈક પર લઇ જઈ સમર્પણ સર્કલ પાસે ઉતારી દઇ અપશબ્દો બોલી રૂપિયા પાછા નહીં આપો તો ટાટીયા ભાંગી નાખવાની તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ પ્રૌઢે આ બનાવ અંગેની જાણ કરતા પીએસઆઈ એ.આઈ.મુળિયાણા તથા સ્ટાફે રાજભા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

વધુ વાંચો

શહેર

જામનગર VAT વિભાગનો એક્સ-રે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

તા. 31-3-20ની સ્થિતિએ જામનગરની વેટ કચેરીમાં ગુજરાત એસટી નાં. 337 કેસ, સેન્ટ્રલ એસટીના 843 કેસ તથા વેટના 1445 કેસ મળી કુલ 2625 કેસ પેન્ડીંગ છે. ગુજરાત સેલ્સટેક્સની રૂા. 107.09 કરોડની, સેન્ટ્રલ સેલ્સટેકસની રૂા. 323.81 કરોડની તથા વેટની રૂા. 1810.55 કરોડની રિકવરી 31 માર્ચની સ્થિતિએ બાકી છે. બાકી રિકવરીનો કુલ આંકડો રૂા. 2241.45 કરોડ છે.
આ રિકવરી પૈકી 77 કેસ (રૂા. 1388.41 કરોડ) એવાં છે જેમાં ટ્રિબ્યુનલ-હાઇકોર્ટ અથવા સુપ્રિમકોર્ટે સ્ટે આપેલાં છે. 144 કેસ (રૂા. 111.50 કરોડ) એવાં છે જેમાં ડેપ્યુટી અથવા જોઇન્ટ કમિશનર દ્વારા સ્ટે આપવામાં આવ્યા હોય, 890 કેસ (રૂા. 469.45 કરોડ) એવા છે જેમાં ક્યારેય રિકવરી થઇ શકે એમ જ નથી. 2020ના માર્ચ મહિનામાં જામનગરના VAT વિભાગે એકપણ રૂપિયાની, એક પણ કેસમાં રિકવરી કરી નથી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ