Connect with us

શહેર

જામનગરમાંથી આંતરરાષ્ટ્રીય બુકી સાથે નેટવર્ક ધરાવતો ક્રિકેટનો ડબ્બો ઝડપી લેતું એલસીબી

18 હજારની રોકડ સહિત રૂા.1.16 લાખનો મુદ્દામાલ કબ્જે : આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબર ધરાવતા બે બુકીઓના નામો ખૂલ્યા : 47 શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના રામેશ્ર્વનગર કે.પી.શાહ વાડી વિસ્તારમાં રહેણાંક મકાનમાં દુઈબમાં રમાઈ રહેલી આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મુંબઇ ઈન્ડિયન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચેની મેચના લાઈવ પ્રસારણ ઉપર ક્રિકેટનો ડબ્બો રમાડાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન બે આરોપીઓને રૂા.18 હજારની રોકડ સહિત રૂા.1 લાખ 16 હજારનો મુદ્દામાલ કબ્જે કરી 47 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્ર્વરનગર કે.પી. શાહની વાડી વિસ્તારમાં રહેતા અશોકસિંહ ગોહિલના મકાનમાં દુબઈમાં રમાતી આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મુંબઇ ઈન્ડિયન્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ચાલી રહેલા ક્રિકેટ મેચના લાઈવ પ્રસારણ ઉપર રનફેરનો ડબ્બો ચલાવાતા હોવાની એલસીબીના પો.કો. અજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એલસીબી પીઆઈ કે. જી. ચૌધરીની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારી, આર.બી. ગોજિયા તથા જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, અશ્ર્વિનભાઈ ગંધા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપ તલાવડિયા, ફિરોજભાઈ દલ, ખીમભાઈ ભોચિયા, હિરેનભાઈ વરણવા, લાભુભાઈ ગઢવી, વનરાજભાઈ મકવાણા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, અશોકભાઈ સોલંકી, નિર્મળસિંહ બી. જાડેજા, પ્રતાપભાઈ ખાચર, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે રેઈડ દરમિયરાન અશોકસિંહ કિરીટસિંહ ગોહિલ અને વિજયસિંહ ધનુભા જાડેજા નામના બે શખ્સોને રૂા.18 હજારની રોકડ અને 50 હજારની કિંમતનું ટીવી તથા 25 હજારની કિંમતનું લેપટોપ તથા 23 હજાર ની કિંમતના 6 મોબાઇલ મળી કુલ રૂા.1,16,000 ના મુદદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

એલસીબીની ટીમે ઝડપાયેલા બન્ને શખ્સોની પૂછપરછ દરમિયાન હીતુ, ઈમરાન, ઈગલ, 19 નામનો કોડ ધારક, મયુર, લલિત, 1 નામનો કોડ ધારક, 9 નામનો કોડ ધારક, 32 નામનો કોડ ધારક, મોગલી, ભાગ્યરાજ, યુવરાજસિંહ, પ્રીન્સ, અકબર, અલી, અંકુર, બરોડા, ભાવ, ચેતન, ચીરાગ, દિપેશ, જયદીપ, કે-1, કે-2, કલ્પેશ, કરણ-1, કરણ-2, સુરજ -કે, હબીબ મુનસી, વિનોદ 7, એચએચએચ, એચપી, રાજવી, રવી, પકોડી, રાણા-7, વાંકાનેર-2, વાંકાનેર-5, આર-રાહુલ કે, દર્શન પરમાર સતવારા, વિક્રમસિંહ ચુડાસમા, યુવરાજસિંહ ઝાલા સહિતના ગ્રાહકો તથા વિજયસિંહ દિલુભા રાયજાદા મો.73834 33333 – બુકી, ચીકુભાઈ નામનો ઈસમ મો.નં.+44777888432358-બુકી, મોન્ટુભાઈ +44740711211-બુકી ના નામો ખુલતા પોલીસે 47 શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેર

આઠ વર્ષથી ફરાર હત્યા કેસના આરોપીને દબોચી લેવાયો

જામનગર પોલીસની ફર્લો સ્ક્વોડે લાઠી તાલુકામાંથી ફરાર શખ્સને પકડી લીધો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલના ખોડાપીપર ગામે પ્રેમપ્રકરણમાં નિપજાવાયેલી યુવકની હત્યાના કેસમાં આઠ વર્ષથી ફરાર એક આરોપીને જામનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે અમરેલીના લાઠી તાલુકામાંથી પકડી પાડ્યો છે.
ધ્રોલ તાલુકાના ખોડાપીપર ગામે આઠ વર્ષ પહેલા એક પ્રેમ પ્રકરણમાં ચાર શખ્સો દ્વારા યુવકની હત્યા નીપજાવવામાં આવી હતી. બાદમાં મૃતકની લાશની જંગલમાં ફેંકી, ચારેય શખ્સો ફરાર થઇ ગયા હતાં. હત્યાના આ કેસમાં આઠ વર્ષથી ફરાર રહેલો મૂળ મધ્યપ્રદેશનો રાકેશ રાલુભાઇ ચૌહાણ નામના આરોપીને જામનગર પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી પકડી પાડ્યો હતો. ફર્લો સ્ક્વોડના હેડ કોન્સ્ટેબલ કાસમભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મળેલી બાતમીના આધારે આ આરોપીને પકડી પાડ્યો હતો. ત્યાર બાદ તેની ધોરણસર અટક કરી કાયદાકીય કાર્યવાહી માટે ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.

વધુ વાંચો

શહેર

દશેરા આવતા જ જામ્યુકોની ફૂડ શાખા સક્રિય બની

શહેરમાં 12 સ્થળોએથી ફાફડા-જલેબીના નમૂના લેવાયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી દશેરાના તહેવારને અનુલક્ષીને જામ્યુકોના ફૂડ વિભાગે શહેરમાં જુદા-જુદા સ્થળે ફાફડા અને જલેબી વેચતા વેપારીઓને ત્યાં તપાસણી હાથ ધરી 12 સ્થળોએથી ફાફડા-જલેબીના નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.
મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શુક્રવારે શહેરના જુદા-જુદા વિસ્તારોની ફાફડા-જલેબી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ફરસાણના વિક્રેતાઓને ત્યાં વપરાતા તેલની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી તેમજ ચકાસણી દરમ્યાન શહેરમાં કિરીટ નાસ્તા સેન્ટર, જોશી નમકીન, ચામુંડા નાસ્તા ભુવન, શ્રી ધનલક્ષ્મી ફરસાણ માર્ટ, ભાગ્યલક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ, સોનાલી ફરસાણ, પૂજા સ્વીટ એન્ડ ફરસાણ, પારસ સ્વીટ એન્ડ ફરસાણ, ન્યુ પટેલ સ્વીટ એન્ડ ફરસાણ, લીલાશાહ ફરસાણ તથા ન્યુ યાદવ હોટેલ અને નાસ્તા ભુવનમાંથી ફાફડા અને જલેબીના નમૂનાઓ લેવામાં આવ્યા હતાં. જેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જનતા ફાટક, દિગ્વિજય પ્લોટ, ખંભાળિયા નાકા વિસ્તારના ફરસાણને વેપારીઓને ત્યાં કરાયેલી તેલની ચકાસણી દરમ્યાન 65 કિલો ખરાબ તેલનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે મીઠાઇના વેપારીઓને તેઓ દ્વારા બનાવવામાં આવતી મીઠાઇમાં ઉત્પાદન અને બેસ્ટ બિફોર ડેટ ફરજિયાત લખવા માટે તાકીદ કરવામાં આવી હતી.

વધુ વાંચો

શહેર

જામનગર જીલ્લામાં વધુ ૧૩ કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર

જામનગર જીલ્લામાં વધુ ૧૩ કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

 1. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં આવેલ વનરાજસિહ નગુભા જાડેજાની ખોલીમાં રૂમ નં-પ થી ૧૨ સુધીનો વિસ્તાર કુલ ઘર ૨.
 2. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલ ગોકુલધામ સોસાયટી પાસે મુકેશ મોહન પારઘીનાં ઘરથી શૈલેશ રામજી આસુનન્‍્દ્રાનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૧.
 3. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમા આવેલ કન્યા શાળા સામે અંતેશ કુમાર રવીન્દ્ર પ્રતાપસિંગનું ઘર કુલ ઘર ૧.
 4. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના રીન્ઝ્પર ગામમાં આવેલ મુળુ સોમાત વસરાનું ઘર કુલ ઘર ૧.
 5. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલ જુના પ્રા.આ.કે. પાછળ પૂરી મુળજી વાઘેલાનું ઘર કુલ ઘર ૧.
 6. જામનગર જીલ્લાના ધ્રોલ નગરપાલિકા વિસ્તારનાં ચંદનવાસમાં આવેલ દિનેશ નાથા વાઘેલાનું ઘર કુલ ઘર ૧.
 7. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ રામવાડીમાં જય શૈલેશ વાછાણીનું ઘર કુલ ઘર ૧.
 8. જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના રીનારી ગામના કૃષ્ણનગરમાં ધર્મેશ ધીરજલાલ અકબરીનું ઘર કુલ ઘર ૧.
 9. જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના નેસડા ગામમાં આવેલ હરસિદ્ધિ મંદિરની પાછળ મનસુખ કરશન મકવાણાનાં ઘરથી અનીલ ગોવિંદ ભીંડીનાં ઘર સુધીનો વિસ્તાર કુલ ઘર ૩.
 10. જામનગર જીલ્લાના જામનગર તાલુકાના નાની બાણુંગાર ગામમાં આવેલ સભાયા રતિલાલ ગણેશનું ઘર કુલ ઘર ૧.
 11. જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના વનાણા ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે પૂરી નાગ બેરાનું ઘર કુલ ઘર ૧.
 12. જામનગર જીલ્લાના જામજોધપુર નગરપાલીકા વિસ્તારનાં રાજવાડી ચોકમાં આવેલ પ્રદીપ રતિલાલ જાવિયાનું ઘર કુલ ઘર ૧.
 13. જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર પાસે ઓધવજી ખીમજી સપોવાડીયાનું ઘર કુલ ઘર ૧.

અમલવારીનો સમય :-

આ જાહેરનામું તા.૨૨/૧૦/૨૦૨૦ થી તા.૦૧/૧૧/૨૦૨૦ (બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ