જામનગર શહેરમાં લંઘાવાડના ઢાળિયા પાસે રહેતા શખ્સને પંચવટી ગૌ શાળા પાસેથી એલસીબીની ટીમે પીસ્ટલ અને છ નંગ જીવતા કારતૂસ મળી 50,600ના મુદદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગરના શહેરના પંચવટી ગૌશાળા પાસે પિસ્ટલ સાથે એક શખ્સ હોવાની એલસીબીના વનરાજ મકવાણા, ફિરોજ દલ અને મિતેશ પટેલને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા શરદ સિંઘલની સૂચનાથી એલસીબી પીઆઈ કે કે ગોહિલ તથા પીએસઆઈ આર બી ગોજિયા તથા જયુભા ઝાલા, સંજયસિંહ વાળા, બશીર મલેક, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, શરદ પરમાર, હિરેન વરણવા, દિલીપ તલાવાડિયા, ફિરોજ દલ, ખીમભાઇ ભોંચિયા, લાભુ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદીપ ધાંધલ, વનરાજ મકવાણા, પ્રતાપ ખાચર, નિર્મળસિંહ બી.જાડેજા, અશોક સોલંકી, મિતેશ પટેલ, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, નિર્મળિંસંહ એસ. જાડેજા, લક્ષ્મણ ભાટિયા, સુરેશ માલકિયા, ભારતીબેન ડાંગર, એ. બી. જાડેજા, અરવિંદગિરી સહિતના સ્ટાફે વોચ ગોઠવી અને લંઘાવાડના ઢાળિયા પાસે નદીપામાં રહેતા નવાઝ ઉર્ફે ટાઈગર જાહીદ સોલંકી નામના શખ્સને દબોચી લઇ તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.50 હજારની કિંમતની ચાલુ હાલતની પિસ્ટોલ અને રૂા.600 ની કિંમતના જીવતા કારતૂસ નંગ-6 મળી કુલ રૂા.50,600 ના મુદ્દામાલ મળી આવતા ઝડપી લીધો હતો.
એલસીબીની ટીમ દ્વારા નવાઝની પૂછપરછ હાથ ધરાતા આ પિસ્ટોલ અને કારતૂસ ધ્રોલ ગામમાં ગાયત્રીનગરમાં રહેતા દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજા એ આપી હોવાની કેફિયાત આપી હતી. જેના આધારે એલસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.